Search for a command to run...
27 Sept 1971
સ્નેહની શક્તિ દ્વારા સત્યતાની પ્રત્યક્ષતા
27 September 1971 · ગુજરાતી
આ સમયે બધાંની સ્મૃતિ માં કે નયનો માં શું છે? એક વાત છે કે બે છે કે એકમાં બે છે? તે શું છે? (એક જ બાપ છે) આજે બધાં એક મત અને એક જ વાત પર છે. અચ્છા, આ સમયે તો એક વાત છે પરંતુ આમ વર્તમાન સમયે સ્મૃતિ માં કે નયનો માં સદૈવ શું હોય છે? ફક્ત ઘરે જવાનું છે - આ યાદ રહે છે? સર્વિસ કર્યા વગર કેવી રીતે જશો? વારસો પણ પોતાનાં માટે તો યાદ રહ્યો, પરંતુ બીજાઓને પણ વારસો અપાવવાનો છે - આ પણ તો યાદ રાખવાનું છે. દરેક કદમમાં સ્મૃતિ માં બાપની યાદ અને સાથે-સાથે સર્વિસ કે ફક્ત યાદ રહે છે અને રહેવી જોઈએ? ચાલતાં-ફરતાં, કર્મ કરતાં જો આ સ્મૃતિ માં રહેશે કે અમે દરેક સમયે ઈશ્વરીય સેવા અર્થ નિમિત્ત છીએ, સ્થૂળ કાર્ય કરતાં પણ ઈશ્વરીય સેવાનાં નિમિત્ત છીએ - આ સ્મૃતિ રહેવાથી, સદૈવ નિમિત્ત સમજવાથી કોઈ પણ એવું કર્મ નહીં થશે જેનાથી ડિસ-સર્વિસ (કુસેવા) થાય. આ સ્મૃતિ ભૂલાઈ જાય છે ત્યારે સાધારણ કર્મ કે સાધારણ રીતે સમય જતો રહે છે. જેમ જુઓ, કોઈ વિશેષ સર્વિસ અર્થે નિમિત્ત બનો છો; તો જેટલો સમય વિશેષ સર્વિસ નું રુપ સામે હોય છે એટલાં સમય ની સ્ટેજ કે સ્થિતિ સારી હોય છે ને. કારણ કે સમજો છો કે અમે આ સમયે બધાંની સામે સર્વિસ માટે નિમિત્ત છીએ. એ જ રીતે સ્થૂળ કાર્ય કરતાં પણ આ સ્મૃતિ માં રહે કે આ સમયે મન્સા દ્વારા વિશ્વ ને પરિવર્તન કરવાની સેવામાં ઉપસ્થિત છું, તો શું સ્થિતિ રહેશે? અટેન્શન રહે છે, ચેકિંગ રહે છે? આ જ પ્રકારે જો સદા પોતાને વિશ્વની સ્ટેજ પર વિશ્વ-કલ્યાણની સેવા અર્થ સમજો છો; તો પછી સાધારણ સ્થિતિ કે સાધારણ ચલન કે અલબેલાપણું રહેશે? અને કેટલો સમય વ્યર્થ જવામાંથી સફળ થઇ જશે, જમાનું ખાતું કેટલું વધી જશે! એવી રીતે કોઈનાં ઉપર બહુ મોટી જવાબદારી હોય છે તો તે એક-એક સેકન્ડ પોતાની અમૂલ્ય સમજે છે. જો એક-બે મિનિટ પણ વ્યર્થ જતી રહે તો તેમનાં માટે તે બે મિનિટ પણ બહુ મોટો સમય જોવામાં આવે છે. તો સૌથી મોટામાં મોટી જવાબદારી તમારા ઉપર છે. બીજા કોઇની આટલી મોટી જવાબદારી છે, જેટલી તમારી આ સમયે છે? તો આખાં વિશ્વનું કલ્યાણ, જડ ચૈતન્ય - બંનેને પરિવર્તન કરવાનાં છે. કેટલી મોટી જવાબદારી છે! તો દરેક સમયે આ સ્મૃતિ રહે કે બાપે આ સમયે કઈ ડ્યુટી આપી છે! એક આંખમાં બાપનો સ્નેહ, બીજી આંખમાં બાપ દ્વારા મળેલું કર્તવ્ય અર્થાત્ સેવા. તો સ્નેહ અને સેવા - બંને સાથે-સાથે જોઈએ. સ્નેહી પણ પ્રિય છે, પરંતુ સર્વિસએબલ (સેવાધારી) ‘જ્ઞાની તૂ આત્મા’ અતિ પ્રિય છે. તો બંનેય સાથે-સાથે જોઈએ. જ્યારે પોતાની સ્થિતિ, બંનેની સાથે-સાથે સ્મૃતિ હશે ત્યારે જ સર્વિસ કરવાનાં સમયે સ્નેહીમૂર્ત પણ હશે. પરંતુ ફક્ત સ્નેહ પણ ન જોઈએ, સ્નેહની સાથે બીજું શું જોઈએ? (શક્તિરુપ) શક્તિરુપ તો હશો જ પરંતુ શક્તિરુપ નું પ્રત્યક્ષ રુપ શું દેખાશે? સર્વિસની રિઝલ્ટ માં નંબર શેનાં આધાર પર હોય છે? કારણ કે વાણીમાં જૌહર (બળ) ભરેલું છે અર્થાત્ સ્નેહની સાથે શબ્દો માં એવું જૌહર હોવું જોઈએ જે તેમનું હૃદય વિદિર્ણ થઈ જાય! હમણાં સુધી રિઝલ્ટ શું છે? કાં તો ઘણું જૌહર દેખાડો છો કે બહુ સ્નેહ દેખાડો છો, કાં તો બિલકુલ જ હલકા રુપમાં બોલશો કે બહુ જ જોશમાં બોલશો. પરંતુ હોવું શું જોઈએ? એક-એક શબ્દમાં સ્નેહની રેખાઓ હોવી જોઈએ. પછી ભલે કેવાં પણ કડવા શબ્દો બોલશો તો હ્દયમાં લાગશે જરુર, પરંતુ તે શબ્દ કડવા નહીં લાગે, યથાર્થ લાગશે. હમણાં જો શબ્દ તેજ બોલો છે તો રુપમાં પણ તેજી નો ભાવ દેખાય છે, જેનાથી ઘણાં લોકો એ જ કહે છે કે તમારા લોકોમાં અભિમાન છે કે અપમાન કરો છો. પરંતુ એક તરફ ઠોકતાં જાઓ બીજી તરફ સાથે-સાથે સ્નેહ પણ આપતાં જાઓ; તો તમારાં સ્નેહની મૂર્ત થી પોતાનો તિરસ્કાર મહેસૂસ નહીં કરશે પરંતુ આ અનુભવ કરશે કે અમારા, આત્માઓનાં ઉપર તરસ (રહેમ) છે. તિરસ્કારની ભાવના બદલાઈને તરસ મહેસૂસ કરશે. તો બંને સાથે-સાથે જોઈએ ને - કહે છે ને મખમલની જુતી લગાવવાની હોય છે. તો સર્વિસની સાથે અતિ તરસ પણ હોય અને પછી સાથે-સાથે જે અયથાર્થ વાતો છે તેને યથાર્થ કરવાની ખુશી પણ હોવી જોઈએ.
વાતો બધી સ્પષ્ટ આપવાની છે પરંતુ સ્નેહની સાથે. સ્નેહમૂર્ત હોવાથી તેમને જગત-માતા નાં રુપનો અનુભવ થશે. જેમ મા બાળકને ભલે કેવાં પણ શબ્દો માં શિક્ષા આપે છે, તો મા નાં સ્નેહનાં કારણે તે શબ્દ તેજ કે કડવા મહેસૂસ નથી થતાં. સમજે છે - મા અમારી સ્નેહી છે, કલ્યાણકારી છે. એ જ રીતે તમે ભલે કેટલાં પણ સ્પષ્ટ શબ્દો માં બોલશો પરંતુ તેઓ મહેસૂસ નહીં કરશે. તો એવાં બંને સ્વરુપની સમાનતાની સર્વિસ કરવાની છે, ત્યારે જ સર્વિસની સફળતા સમીપ જોશો. ક્યાંય પણ જાઓ તો નિર્ભય થઈને. સત્યતાની શક્તિ સ્વરુપ થઈને, ઓલમાઈટી ગવર્મેન્ટ નાં સી.આઈ.ડી. નાં ઓફીસર થઈને તે જ નશાથી જાઓ. એ જ નશા થી બોલો, નશા થી જુઓ. અમે અનુચર છીએ - આ સ્મૃતિ થી અયથાર્થ ને યથાર્થ માં લાવવાનું છે. સત્ય ને પ્રસિદ્ધ કરવાનું છે, ન કે છુપાવવાનું છે. પરંતુ બંને રુપોની સમાનતા જોઈએ. કોઈને જુઓ છો કે કંઈ સાંભળો છો તો તરસ ની ભાવના થી જુઓ-સાંભળો છો,કે શીખવાનાં અને કૉપી કરવાનાં લક્ષ્ય થી સાંભળો-જુઓ છો? આજ કાલની જે પણ અલ્પસુખ ભોગવવા વાળી આત્માઓ પ્રકૃતિ દાસીનાં શો માં દેખાય છે, તેમનાં શો ને જોઈને સ્થિતિ શું રહે છે? આ આત્માઓ આ રીતે કે આવી રીતિ-રિવાજ માં પ્રકૃતિ દાસીનાં રુપમાં સ્ટેજ પર પ્રખ્યાત થઈ છે, એટલે આપણે પણ એવું કરવું જોઈએ કે આપણે પણ તેમનાં પ્રમાણે પોતાનામાં પરિવર્તન કરવું જોઈએ - આ સંકલ્પ પણ જો આવ્યો તો તેમને શું કહેશું? શું દાતાનાં બાળકો ભિખારીઓની કૉપી કરે? તમારી આગળ કેટલાં પણ પામ્પ શો માં આવવા વાળી આત્માઓ હોય પરંતુ હોવનહાર પ્રત્યક્ષ રુપનાં ભિખારી છે. આ બધી આત્માઓએ બાપદાદાનાં બાળકો થી થોડી-ઘણી શક્તિ ની બુંદો (ટીપા) ને ધારણ કરી છે. તમારાં લોકોની શક્તિ ની અંચલી લેવાથી આજકાલ આ અંચલી નાં ફળ, પ્રકૃતિ દાસી નાં ફળ રુપમાં જોઈ રહ્યાં છે. પરંતુ અંચલી લેવા વાળાને જોઈ સાગર નાં બાળકો શું થઈ જાય છે? પ્રભાવિત. આ બધાં થોડાં સમય માં જ તમારા લોકોનાં ચરણોમાં ઝૂકવા માટે તડપશે. એટલે સ્નેહ ની સાથે સર્વિસ નું જોશ પણ હોવું જોઈએ. જેમ શરુંમાં સ્નેહ પણ હતો અને જોશ પણ હતું. નિર્ભય હતાં, વાતાવરણ કે વાયુમંડળ નાં આધાર થી પરે. એટલે એકરસ સર્વિસ નો ઉમંગ અને જોશ હતો. હમણાં વાયુમંડળ કે વાતાવરણ જોઈ ક્યાંક-ક્યાંક પોતાની રુપ-રેખા બદલી દો છો. એટલે સફળતા ક્યારે કેવી રીતે, ક્યારે કેવી રીતે દેખાય છે. જ્યારે કે કળયુગ અંતની આત્માઓ પોતાની સત્યતા ને પ્રસિદ્ધ કરવામાં નિર્ભય થઈને સ્ટેજ ઉપર આવે છે, તો પુરુષોત્તમ સંગમયુગી સર્વ શ્રેષ્ઠ આત્માઓ પોતાને સત્ય પ્રસિદ્ધ કરવામાં વાયુમંડળ પ્રમાણે રુપરેખા કેમ બનાવે છે? તમે માસ્ટર રચયિતા છો ને. તે બધી રચના છે ને. રચના ને માસ્ટર રચયિતા કેવી રીતે જોશે? જ્યારે માસ્ટર રચતા નાં રુપમાં સ્થિત થઈને જોશો તો પછી આ બધો કયો ખેલ દેખાશે? કયું દૃશ્ય જોશો? જ્યારે વરસાદ પડે છે તો વરસાદ નાં પછી કયું દૃશ્ય દેખાય છે? દેડકાં થોડાંક એવાં પાણીમાં મહેસૂસ એવું કરે છે જાણે સાગર માં છે. ટ્રા-ટ્રા…... કરતાંં નાચતાં રહે છે. પરંતુ છે તે અલ્પકાળ સુખ નું પાણી. તો આ દેડકાઓનું ટ્રા-ટ્રા કરવાનું અને નાચવા-કુદવાનું દૃશ્ય દેખાશે, એવું મહેસૂસ કરશો કે આ હમણાં-હમણાં અલ્પકાળ નાં સુખમાં ફૂલતાં રહી ગયાં કે ગયાં. તો માસ્ટર રચયિતાની સ્ટેજ પર રહેવાથી એવું દૃશ્ય દેખાશે. કોઈ સાર નહીં દેખાય. વગર અર્થનાં બોલ દેખાશે. તો સત્યતા ને પ્રસિદ્ધ કરવાની હિંમત અને ઉલ્લાસ આવે છે? સત્ય ને પ્રસિદ્ધ કરવાનો ઉમંગ આવે છે કે હમણાં સમય પડ્યો છે? શું હમણાં સત્ય ને પ્રસિદ્ધ કરવામાં સમય પડ્યો છે? ફલક પણ હોય અને ઝલક પણ હોય. એવી ફલક હોય જે મહેસૂસ કરે કે સત્ય ની સામે અમારા બધાનાં અલ્પકાળનાં આ આડંબર ચાલી નહીં શકે. જેમ સ્ટેજ ઉપર ડ્રામા દેખાડે છે ને - કેવી રીતે વિકાર વિદાય લઈ હાથ જોડે છે, માથું ઝુકાવતાંં જાય છે! આ ડ્રામા પ્રેક્ટિકલ વિશ્વની સ્ટેજ પર દેખાડવાનો છે. હવે આ ડ્રામાની સ્ટેજ પર કરવા વાળો ડ્રામા બેહદની સ્ટેજ પર લાવો. આને કહેવાય છે સર્વિસ. એવાં સર્વિસએબલ વિજય માળાનાં વિશેષ મણકા બને છે. તો એવાં સર્વિસએબલ બનવું પડે. હમણાં તો આ પ્રેક્ટિસ કરી રહ્યાં છો. પહેલાં પ્રેક્ટિસ કરાય છે તો નાનાં-નાનાં શિકાર કરાય છે, પછી થાય છે સિંહ નો શિકાર. છેલ્લે પ્રેક્ટિકલ પાર્ટ હૂ-બ-હૂ એવો જોશો જાણે આ નાનો ડ્રામા. ત્યારે એક તરફ જયજયકાર અને એક તરફ હાહાકાર થશે. બંને એક જ સ્ટેજ પર. અચ્છા.