Search for a command to run...
15 Sept 1971
માસ્ટર જ્ઞાન-સૂર્ય આત્માઓનું કર્તવ્ય
15 September 1971 · ગુજરાતી
આ સંગઠન ને કયું સંગઠન કહેશું? આ સંગઠનની વિશેષતા શું છે? જે વિશેષતા છે તે જ પ્રમાણે જ નામ કહેશું. આ સંગઠનની શું વિશેષતા છે જે બીજા સંગઠન માં નથી જોઈ? પોતાનાં સંગઠનની વિશેષતા ને જાણો છો? આ સંગઠન આખાં બ્રાહ્મણ પરિવાર થી વિશેષ આત્માઓનું સંગઠન છે. પરંતુ આ વિશેષ આત્માઓનાં સંગઠનની વિશેષતા એ છે - આમાં સર્વ પ્રસિદ્ધ નદીઓનો મેળો છે. નદીઓની ઉપર અનેક પ્રકારનાં વિશેષ દિવસો માં મેળા થાય છે. પરંતુ આ મેળો પ્રસિદ્ધ નદીઓનો છે. જ્ઞાન-સાગર થી નીકળેલી પતિત-પાવની નદીઓનું મિલન છે. પોતાને પતિત-પાવની સમજો છો? જો પતિત-પાવની છો તો મુખ્ય વાત જાણો છો કે પતિત-પાવની કોણ બની શકે છે? પતિત-પાવની બનવાનાં માટે મુખ્ય કઈ વાત સ્મૃતિમાં રાખો જેનાથી કેવાં પણ પતિત, પાવન બની જાય? કોઈ પણ પતિત આત્માનો સંકલ્પ પણ સમાઈ જાય. તેનાં માટે મુખ્ય વાત આ જ સદા બુદ્ધિમાં રહેવી જોઈએ કે હું સર્વ આત્માઓનાં પતિત સંકલ્પો કે વૃત્તિઓ કે દૃષ્ટિ ને ભસ્મ કરવા વાળી માસ્ટર જ્ઞાન-સૂર્ય છું. જો માસ્ટર જ્ઞાન-સૂર્ય બનીને કોઈ પણ પતિત આત્મા ને જોશો, તો જેમ સૂર્ય પોતાની કિરણો થી કિચડો, ગંદકી નાં કીટાણું ભસ્મ કરી દે છે, તેમ કોઈ પણ પતિત આત્માનાં પતિત સંકલ્પ પણ પતિત-પાવની આત્માનાં ઉપર વાર નથી કરી શકતાં. ઉપર થી પતિત આત્માઓ આપ પતિત-પાવનીઓની ઉપર બલિહાર જશે. જો કોઈ પણ પતિત આત્માનો પતિત-પાવનીનાં પ્રતિ પતિત સંકલ્પ પણ ઉત્પન્ન થાય છે, તો શું સમજવું જોઈએ કે માઈક બની છો, માઈટ-હાઉસ નથી બની. એટલે જેમ માઇક નો અવાજ બહુ મીઠો પણ લાગે છે અને માઇક અર્થાત્ અવાજ કનરસ ની પ્રાપ્તિ કરાવે છે, પરંતુ માઈટ-હાઉસ ની સ્થિતિ મનરસ નો અનુભવ કરાવે છે. જો એક વખત પણ ઇન્દ્રિયોનો રસ અનુભવ કરે છે તો આ ઇન્દ્રિયોનો રસ અનેક અલ્પકાળ નાં રસ તરફ આકર્ષિત કરી દે છે.
કોઈ પણ પતિત આત્માનું કોઈ પણ ઇન્દ્રિયોનાં રસ અર્થાત્ વિનાશી રસની તરફ આકર્ષણ ન થાય, આવતાં જ અલૌકિક-અતીન્દ્રિય સુખ કે મનરસ નો અનુભવ કરે. તેનાં માટે પહેલાં પતિત-પાવનીઓની મનમનાભવ ની સ્થિતિ હોવી જોઈએ. જો સ્વયં કોઈ પણ દેહ-અભિમાન કે દેહની દુનિયા અર્થાત્ જૂની દુનિયાની કોઈ પણ વસ્તુ કે રસ માં જરા પણ ફસાયેલાં હશે, તો તે અન્ય ને મનરસ નો અનુભવ કેવી રીતે કરાવી શકશે? કળયુગી સ્થૂળ વસ્તુઓની રસના કે મન નો લગાવ મટી પણ ગયો છે, પરંતુ તેનાં પછી કઈ સ્ટેજ થી પાર થવાનું છે, તે જાણો છો? લોખંડ ની જંજીરો (સાંકળો), મોટી-મોટી જંજીરો તો તોડી ચૂકી છો,પરંતુ બહુજ સૂક્ષ્મ દોરા ક્યાંક-ક્યાંક બંધનમુક્ત નથી બનાવી શકતાં. તે સૂક્ષ્મ દોરા કયા છે? આ પારખવું પણ મોટી વાત નથી આ ગ્રુપનાં માટે. જાણો પણ છો, ઈચ્છો પણ છો પછી બાકી શું રહી જાય છે? સૌથી સૂક્ષ્મ થી સૂક્ષ્મ દોરો કયો છે, જે જ્ઞાની બનવાનાં પછી નવું બંધન શરુ થાય છે? (દરેકે સંભળાવ્યું) આ બધું નોટ (નોંધ) કરજો, આ નોટ કામમાં આવશે. બીજું પણ કંઈ છે? આ ગ્રુપમાં ગંગા-યમુના ભેગી થઈ ગઈ છે. આ વિશેષતા છે ને. સરસ્વતી તો ગુપ્ત હોય છે. તેનું પણ મોટું ગુહ્ય રહસ્ય છે કે ગંગા કોણ અને યમુના કોણ છે! પહેલાં એ તો બતાવો કે સૌથી સૂક્ષ્મ દોરો કયો છે? પછી એનાથી પોતે જ સમજી જશો ગંગા કોણ, યમુના કોણ? સૌથી સૂક્ષ્મ અને બહુ સુંદરતા નો દોરો એક શબ્દ માં કહીશું તો “હું’’ શબ્દ જ છે. ‘હું’ શબ્દ દેહ-અભિમાન થી પાર લઈ જવા વાળો છે. અને ‘હું’ શબ્દ જ દેહી-અભિમાની થી દેહ-અભિમાનમાં લઈ આવવા વાળો પણ છે. હું શરીર નથી, તેનાથી પાર જવાનો અભ્યાસ તો કરતાં રહો છો. પરંતુ આ જ હું શબ્દ કે - “હું ફલાણી છું, હું બધું જ જાણું છું, હું કોઈ વાતમાં ઓછી છું, હું બધું કરી શકું છું, હું આ-આ કરું છું અને કરી શકું છું, હું જે છું જેવી છું તે હું જાણું છું, હું કેવી રીતે સહન કરું છું, કેવી રીતે સમસ્યાઓનો સામનો કરું છું, કેવી રીતે મરીને હું ચાલું છું, કેવી રીતે ત્યાગ કરી ચાલી રહી છું, હું આ જાણું છું’’- એવી રીતે હું ની લિસ્ટ સુલ્ટા ને બદલે ઉલ્ટા રુપમાં સૂક્ષ્મ, સુંદરતા નો દોરો બની જાય છે. આ સૌથી મોટો સૂક્ષ્મ દોરો છે. ન્યારા બનવાનાં બદલે, બાપનાં પ્રિય બનાવવાનાં બદલે કોઈ ને કોઈ આત્માનાં કે કોઈ વસ્તુનાં પ્રિય બનાવી દે છે. ભલે માન નાં પ્યારા, ચાહે નામનાં પ્યારા, ચાહે શાન નાં પ્યારા, ચાહે કોઈ વિશેષ આત્માઓનાં પ્યારા બનાવી લે છે. તો આ દોરા ને તોડવાનાં માટે કે આ દોરા થી બંધનમુક્ત બનવાનાં માટે શું કરવું પડે? ટ્રાન્સફર (પરિવર્તન) કેવી રીતે થાય?
જવાબદારી, તાજધારી ગ્રુપ ને જ બોલાવ્યાં છે ને. જવાબદારી નાં લક્ષ્ય ને ધારણ કરવાવાળું ગ્રુપ તો છો જ. બાકી શું જોઈએ? નિરહંકારી છો? નિરાકારી છો? જો નિરાકારી સ્થિતિ માં સ્થિત થઈને નિરહંકારી બનો તો નિર્વિકારી ઓટોમેટિકલી (આપોઆપ) થઈ જ જશો. નિરહંકારી બનો જરુર છો પરંતુ નિરાકાર થઈને નિરહંકારી નથી બનતાં. યુક્તિઓથી પોતાને અલ્પ (થોડાં) સમય માટે નિરહંકારી બનાવો છો, પરંતુ નિરંતર નિરાકારી સ્થિતિ માં સ્થિત થઈને સાકારમાં આવીને આ કાર્ય કરી રહ્યો છું - આ સ્મૃતિ કે અભ્યાસ નેચરલ કે નેચર ન બનવાનાં કારણે નિરંતર નિરંહકારી સ્થિતિ માં સ્થિત નથી થઈ શકતાં. જેમ કોઇ ક્યાંથી આવે છે, કોઈ ક્યાંથી આવે છે, તેને સદા એ સ્મૃતિ રહે છે કે હું અહીંયાથી આવ્યો છું. એવી રીતે આ સ્મૃતિ સદૈવ રહે કે હું નિરાકાર થી સાકાર માં આવીને આ કાર્ય કરી રહી છું. વચમાં-વચમાં દરેક કર્મ કરતાં આ સ્થિતિનો અભ્યાસ કરતાં રહો. તો નિરાકાર થઈ સાકાર માં આવવાથી નિરંહકારી અને નિર્વિકારી જરુર બની જશો. આ અભ્યાસ અલ્પકાળ નાં માટે કરો પણ છો, પરંતુ હવે આને જ સદાકાળ માં ટ્રાન્સફર કરો. આમ તો વૈરાગી પણ બન્યાં છો, વૈરાગ્ય વૃત્તિ છે, પરંતુ સદાકાળ માટે અને બેહદ નાં વૈરાગી બનો. નહીં તો કોઈ હદની વસ્તુ વૈરાગ્ય વૃત્તિ થી હટાવવાનાં માટે નિમિત્ત બની જાય છે. યોગયુક્ત પણ છો પરંતુ યોગયુક્ત ની નિશાની પ્રેક્ટિકલ કર્મમાં દેખાડો. તમારું દરેક કર્મ, દરેક બોલ કોઈ પણ આત્મા ને ભોગી થી યોગી બનાવે. દરેક સંકલ્પ, દરેક કર્મ યુક્તિયુક્ત, રાઝયુક્ત, રહસ્યયુક્ત હોય - આને કહેવાય છે પ્રેક્ટિકલ યોગયુક્ત. પોતાનાં સંકલ્પ કે બોલમાં, કર્મમાં જો આ ત્રણ વાતો નથી તો વ્યર્થ છે. જો રાઝયુક્ત નથી તો શું હશે? વ્યર્થ. સમજવું જોઈએ કે હમણાં પ્રેક્ટિકલ યોગી નથી પરંતુ પ્રેક્ટિસ કરવા વાળા યોગી છે. તો હમણાં આ વાતની ઉપર અટેન્શનની આવશ્યકતા છે. પછી કોઇ પણ સમસ્યા કે વિઘ્ન, સરકમ્સટન્સ (પરિસ્થિતિ) તમારી ઉપર વાર નહીં કરી શકે. પ્રેક્ટિકલ માં યોગયુક્ત, જ્ઞાનયુક્ત, સ્નેહ યુક્ત, દિવ્ય અલૌકિક મૂર્ત થી વિશ્વની આગળ પ્રુફ અર્થાત્ પ્રમાણ બની જશો. જે વિશ્વની આગળ જ્ઞાન અને યોગ નાં પ્રુફ બને છે તે જ માયા-પ્રુફ થાય છે. તો માયા-પ્રુફ થવા માટે પોતાને એ જ સમજો કે હું જ્ઞાન અને યોગનું પ્રુફ છું. આ પ્રમાણ રુપ બનવું, આત્માઓનાં અરમાનો (ઈચ્છા) ને ખતમ કરવા વાળું છે. સદા દરેક સંકલ્પ અને કદમ બાપનાં ફરમાન પર ચાલવા વાળા અન્ય આત્માઓનાં અરમાનો ને ખતમ કરી શકે છે. પોતાની અંદર પણ પુરુષાર્થ નું, સફળતા નું અરમાન રહી જાય છે, તેનું પણ કારણ ક્યાંક ને ક્યાંક, કોઈને કોઈ ફરમાન નથી પાલન થતું. તો જે ઘડી પણ પોતાનાં પુરુષાર્થ ની ઉપર કે સર્વિસની સફળતાની ઉપર કે સર્વનાં સ્નેહ અને સહયોગ ની પ્રાપ્તિની ઉપર જરા પણ કમી કે ઉલ્ઝન (મુંઝવણ) આવે તો ચેક કરો કે કયા ફરમાનની કમી છે જેનું પ્રત્યક્ષ ફળ એક સેકન્ડ માટે પણ અનુભવ કરી રહ્યાં છીએ! ફરમાન ફક્ત મુખ્ય વાતોનું નહીં, ફરમાન દરેક સમયનાં દરેક કર્મ નાં માટે મળેલું છે. સવારે અમૃતવેલા થી લઇને રાત સુધી પોતાની દિનચર્યામાં જે ફરમાન મળેલાં છે તેને ચેક કરો. વૃત્તિ ને, દૃષ્ટિ ને, સંકલ્પ ને, સ્મૃતિ ને, સર્વિસ ને, સબંધ ને બધાંને ચેક કરો. જેમ કોઇ મશીનરી ચાલતાં-ચાલતાં સ્પીડ ઢીલી થઈ જાય છે તો બધાં ઓજારોને ચેક કરે છે, ચારે બાજુથી ચેકિંગ કરે છે. એવી રીતે ચારે તરફની ચેકિંગ કરવાથી સ્પીડ તેજ કરી શકશો. કારણ કે હવે થોભવાની વાત ખતમ થઈ, હવે છે સ્પીડ ને તેજ કરવાની વાત. જે પણ સ્ટેજ સાંભળી છે તેનાં પર રહો પણ છો અને પુરુષાર્થ માં વિશેષ આત્માઓ પણ છો.
સ્ટેજ ને ચેક કરવામાં ઠીક છો, પરંતુ હવે શું કરવાનું છે? પર્સન્ટેજ (ટકાવારી) ને વધારો. પર્સન્ટેજ ઓછી છે. પેપર જે આપ્યું છે તેની રિઝલ્ટ આ છે - નોલેજની શક્તિ થી સ્ટેજ ને બનાવી લો છો, પરંતુ પર્સેન્ટેજ થી સ્વયં પણ સંતુષ્ટ નથી. હવે આ સંપૂર્ણ કરવાનું છે. જ્ઞાનનાં ફોર્સની સાથે જે મહીનતા (સૂક્ષ્મતા) નું સંભળાવ્યું તેનાં કારણે નકલી, નુકસાન કરવાં વાળા ફોર્સ પણ મિક્સ થઈ જાય છે. નકલી ફોર્સ, નુકસાન આપવા વાળા ફોર્સ ન આવે તેનાં માટે કઈ વાત સ્મૃતિ માં રાખશો? જો દરેક આત્માનાં પ્રતિ તરસની ભાવના હંમેશાની માટે રહે તો ન કોઈનો તિરસ્કાર કરશો, ન કોઈ દ્વારા પોતાનો તિરસ્કાર સમજશો. જ્યાં તરસ હશે ત્યાં ફોર્સ ક્યારે પણ નથી થઈ શકતો. જ્યાં રહેમદિલ બનવું જોઈએ ત્યાં રહેમદિલ બનવાનાં બદલે રોબદાર બની જાઓ છો, પરંતુ અહીંયા વિશ્વ મહારાજન્ નથી. પોતાનાં સ્ટેટ (રાજ્ય) નાં માલિક સમજો છો ને. આ બધાં સ્ટેટ્સ મિનિસ્ટર્સ આવેલાં છે. તો સ્ટેટનાં માલિક સમજવાથી નિરાકારી અને નિરહંકારી ની સ્ટેજ ભૂલી જાઓ છો. સ્ટેટનાં સેવાધારી છો ન કે કોઈ પણ આત્મા થી સેવા લેવા વાળા છો. જો કોઈને આ પણ સંકલ્પ આવે છે કે - મેં આટલું કર્યું, મને આનાથી કંઈક શાન-માન કે મહિમા મળવી જોઈએ - આ પણ લેવાનું થયું, લેવાની ભાવના થઈ. દાતાનાં બાળકો જો આ પણ લેવાનો સંકલ્પ કરો છો તો દાતા નહીં થયાં. આ પણ લેવાનું, દેવા વાળાની આગળ શોભતું નથી. આને કહેવાય છે બેહદનાં વૈરાગી. સેવાધારી ને આ પણ સંકલ્પ ન ઉઠવો જોઇએ. ત્યારે સ્ટેટ થી પોતાનાં બેહદનાં વિશ્વ મહારાજનનું સ્ટેટ્સ પામી શકશો. અચ્છા. જે નિષ્કામી હશે, તે જ વિશ્વનાં કલ્યાણકારી બનશે. રહેમદિલ હશે. કર્તવ્યની પ્રાપ્તિ સ્વતઃ થવી બીજી વાત છે પરંતુ કામના થી પ્રાપ્ત કરવું - આ અલ્પકાળની પ્રાપ્તિ ભલે થાય છે, પરંતુ અનેક જન્મોનાં માટે પણ અનેક પ્રાપ્તિઓથી વંચિત કરી દે છે. પ્રાપ્તિ, અપ્રાપ્તિ નું સાધન બની જાય છે. ફળની પ્રાપ્તિ થવી બીજી વાત છે, પ્રકૃતિ દાસી થવી બીજી વાત છે. એવાં અલ્પકાળ ની પ્રાપ્તિનાં રુપ ને પારખતાં જજો. કોઈ સમજે છે શક્તિ નથી, કેમ? વેસ્ટેજ (વ્યર્થ) વધારે છે. વેસ્ટજ હોવાનાં કારણે સ્ટેજ વધતી નથી. અચ્છા.
\\
કોઈ પણ પતિત આત્માનું કોઈ પણ ઇન્દ્રિયોનાં રસ અર્થાત્ વિનાશી રસની તરફ આકર્ષણ ન હોય. આવતાં જ અલૌકિક-અતીન્દ્રિય સુખ કે મન-રસ નો અનુભવ કરે તેનાં માટે પહેલાં પતિત-પાવનીઓ ની મનમનાભવની સ્થિતિ થવી જોઈએ.