Search for a command to run...
23 Nov 1972
શક્તિ-દળ ની વિશેષતાઓ
23 November 1972 · ગુજરાતી
(મધુબન નિવાસીઓ ની સમ્મુખ બાપદાદા નાં ઉચ્ચારેલાં મહાવાક્ય)
મધુબન નિવાસી શક્તિસેના પોતાને સદા શક્તિ રુપમાં અનુભવ કરીને ચાલો છો? ગાયન જ છે શક્તિ દળ. શક્તિ દળ નાં કારણે જ બાપ નું નામ પણ સર્વશક્તિવાન છે. તો આ છે સર્વશક્તિવાન નું શક્તિ દળ. શક્તિ દળ ની વિશેષતા છે સદા અને સર્વ સમસ્યાઓ ને એવી રીતે પાર કરે જેમ કોઈ સીધો રસ્તો સહજ જ પાર કરી લે છે. વિચારશે નહીં, રોકાશે નહીં. એ જ પ્રમાણે શક્તિ દળ ની વિશેષતા આ જ છે કે સમસ્યાઓ એમનાં માટે ચઢતી કળા નું સહજ સાધન અનુભવ થશે. સમસ્યા સાધન નાં રુપ માં પરિવર્તન થઈ જાય. તો સાધન અપનાવવા માં મુશ્કેલ નથી લાગતું કારણ કે ખબર હોય છે કે આ સાધન જ સિદ્ધિ નો આધાર છે. શક્તિ દળ ને સદૈવ દરેક સમસ્યા જાણેલી-ઓળખેલી અનુભવ થશે. એ ક્યારેય પણ આશ્ચર્યચકિત નહીં થશે. આશ્ચર્યચકિત ની બદલે સદા સંતુષ્ટ રહેશે. કોઈ સહજ સાધન છે અથવા જે પણ સંબંધ માં વાતો આવે છે એ પોતાને અનુકૂળ હોય - આ કારણે સંતુષ્ટ રહે તો એને કોઈ સંતુષ્ટતા નહીં કહેશું. જે પોતાનાં સંબંધ માં અથવા પોતાની સ્થિતિ નાં પ્રમાણે અનુકૂળ ન પણ લાગે તો પણ એમાં સંતુષ્ટ રહે - એવી સ્થિતિ હોવી જોઈએ. શક્તિ દળ નાં મુખ થી ક્યારેય ‘કારણ’ શબ્દ નહીં નીકળશે. આ કારણ થી આ થયું. ‘કારણ’ શબ્દ નિવારણ માં પરિવર્તિત થઈ જશે. આ તો અજ્ઞાની પણ કહે છે કે આ કારણ થી આ થયું. તમારી આ સ્ટેજ (અવસ્થા) ન હોવી જોઈએ. કોઈ કારણ સામે આવે તો પણ એ જ ક્ષણે એને નિવારણ રુપ માં પરિવર્તન કરવાનું છે. પછી આ ભાષા ખતમ થઇ જશે, સમય વેડફવો ખતમ થઇ જશે. ૧૦-૨૦ મિનિટ લાગે કે ૨ મિનિટ લાગે, સમય તો ગયો ને. એ જ સમયે તરત ત્રિકાળદર્શી બનીને કલ્પ-કલ્પ આ કારણ નું નિવારણ કર્યું હતું - એ સ્પષ્ટ સ્મૃતિ માં આવવાથી કારણ ને નિવારણ માં બદલી કરી દેશો. વિચારવું નહીં કે - “આ કરવું જોઈએ કે નહીં? આ ઠીક થશે કે નહીં? આ કેવી રીતે થશે?” આવી ભાષા ખતમ થઈ જશે. જેમ મકાન બને છે તો પહેલાં છત નાખવાનો આધાર બનાવે છે. તો પહેલાં એ સમય હતો. હવે તો નિરાધાર થવાનું છે. પહેલાં આ વાતો સાંભળવા માટે સમય આપતાં હતાં, પૂછતાં હતાં - કોઈ સમસ્યા તો નથી, કોઈ સંપર્ક વાળા વિધ્ન તો નથી નાખતાં. હવે આ પૂછવાની આવશ્યકતા નથી. હવે અનુભવી થઇ ગયાં છો. તો આવી સ્ટેજ સુધી પહોચ્યા છો કે હજું સુધી આ વાતો કરો છો કે આ થયું, પછી આ થયું? આ વાતો ને કહેવાય છે રામાયણ ની કથાઓ - આ થયું, ફલાણી એ આ કહ્યું. રામાયણ ની કથાઓ માં સમય તો નથી વેડફતાં? હજું સુધી પણ કથા-વાચક તો નથી ને? રામાયણ ની કથા પણ કોઈ એક અઠવાડિયાં માં, કોઈ ૧૦ દિવસ માં પૂરી કરે છે. આવી કથાઓ તો નથી કરતાં ને? આપસ માં એકબીજા ને મળો પણ છો તો યાદ ની યાત્રા ની યુક્તિઓ કે દિન-પ્રતિદિન જે ગુહ્ય-ગુહ્ય વાતો સાંભળતા જાઓ છો એની આપ-લે કરો. હવે આવી સ્ટેજ થઇ જવી જોઈએ. જેમ ભક્તિમાર્ગ ને દુર્ગતિ માર્ગ સમજીને છોડી દો છો ને. જો ભક્તિમાર્ગ નાં કોઈ પણ રીત-રિવાજ હજું સુધી પણ હોય તો આશ્ચર્ય લાગે છે ને. કારણ કે સમજો છો એ દુર્ગતિ માર્ગ છે. એમ જ આવી વાતો કરવી કે આવી વાતો માં સમય વેડફવો, એને પણ એવું સમજવું જોઈએ જેમ ભક્તિમાર્ગ દુર્ગતિ માર્ગ નાં રીત-રિવાજ. જ્યારે આવો અનુભવ થશે ત્યારે સમજો પરિવર્તન. જેમ અનુભવ કરો છો ને - ભક્તિમાર્ગ જાણે કે પાછલાં જન્મ ની વાતો. આ જન્મ માં ક્યારેય ઘંટી વગાડશો કે માળા સિમરણ કરશો? પાસ્ટ લાઈફ (પાછલાં જીવન) પર હસવું આવશે. એમ આ પણ શું છે? જો સમજો, કોઈ નાં અવગુણ અથવા એવી ચલન નું સિમરણ કરો છો તો એ પણ ભક્તિ થઈ ને? જેમ બાપ નાં ગુણગાન કરવાં, સિમરણ કરવું એ માળા થઈ, જો કોઈ નાં અવગુણ અથવા એવી જોયેલી વાતો નું સિમરણ કરો છો તો એ પણ ભક્તિમાર્ગ દુર્ગતિ ની માળા ફેરવો છો. મન માં સંકલ્પ કરવો, એ પણ જાપ થયો ને. જેમ તે અજપાજાપ કરતાં રહે છે, એવાં સંકલ્પ ચાલતાં રહે છે, બંધ નથી થતાં. તો આ પણ જાપ થયાં. આ છે ભક્તિ ની દુર્ગતિ નો રિવાજ. એક-બીજા ને સંભળાવો છો, આ ઘંટડીઓ વગાડો છો - ફલાણી એ આ કર્યું, આ કર્યું. આ ભક્તિ, દુર્ગતિ નો રિવાજ છે. મધુબન નિવાસી તો જ્ઞાન સ્વરુપ છે ને. કોઈ પણ દુર્ગતિ નાં રીત-રિવાજ ભલે સ્થૂળ, ભલે સૂક્ષ્મ હોય, એનાથી વૈરાગ્ય આવવો જોઈએ. જેમ જ્ઞાન નાં આધાર પર ભક્તિ નાં સ્થૂળ સાધનો થી વૈરાગ્ય આવી ગયો, એમ આ ભક્તિમાર્ગ નાં રિવાજો થી પણ આવો વૈરાગ્ય આવવો જોઈએ. આ વૈરાગ્ય પછી જ યાદ ની સ્પીડ (ગતિ) વધી શકશે. નહીં તો કેટલો પણ પુરુષાર્થ કરો. જેમ ભક્ત લોકો ભગવાન ની યાદ માં બેસવાનો કેટલો પણ પુરુષાર્થ કરે છે, બેસી શકે છે? કેટલું પણ પોતાને મારે છે, કષ્ટ કરે છે, ભિન્ન રીત થી સમય આપે છે, સંપત્તિ લગાવે છે, તો પણ થઈ શકે છે? અહીંયા પણ જો દુર્ગતિ માર્ગ નાં રીત-રિવાજ છે તો યાદ ની યાત્રા ની સ્પીડ વધી નથી શકતી, અટૂટ યાદ નથી થઈ શકતી. ઘંટડીઓ વગાડવાનું વગેરે છૂટી ગયું કે સ્થૂળ રુપ માં છોડી સૂક્ષ્મ રુપ લઈ લીધું? ભક્તો ને તો બહુ ચેલેન્જ (પડકાર) કરો છો કે ટાઈમ વેસ્ટ, ધન વેસ્ટ કરો છો. પોતાને ચેક કરો - ક્યાં સુધી ‘જ્ઞાની તૂ આત્મા’ બન્યાં છો? ‘જ્ઞાની તૂ આત્મા’ નો અર્થ જ છે દરેક સંસ્કાર, દરેક બોલ જ્ઞાન સહિત હોય. કર્મ પણ જ્ઞાન સ્વરુપ હોય. એને ‘જ્ઞાની તૂ આત્મા’ કહેવાય છે. આત્મા માં જેવા-જેવા સંસ્કાર છે એ આપોઆપ કામ કરે છે. ‘જ્ઞાની તૂ આત્મા’ નાં નેચરલ (સ્વાભાવિક) કર્મ, બોલ જ્ઞાન સ્વરુપ હશે. તો પોતાને જુઓ ‘જ્ઞાની તૂ આત્મા’ બન્યાં છો? ભક્તિ અર્થાત્ દુર્ગતિ માં જવાનું જરા પણ નામ-નિશાન ન હોવું જોઈએ. જેમ તમે લોકો કહો છો - જ્યાં જ્ઞાન છે ત્યાં ભક્તિ નથી, જ્યાં ભક્તિ છે ત્યાં જ્ઞાન નથી. રાત અને દિવસ નું ઉદાહરણ આપી ને બતાવો છો ને. તો ભક્તિપણા નાં સંસ્કાર સ્થૂળ અથવા સૂક્ષ્મ રુપ માં પણ ન હોય. જ્ઞાનનાં સંસ્કાર પણ લાંબા સમય થી જોઈએ ને. લાંબા સમય થી હમણાં સંસ્કાર નહીં ભરશો તો લાંબો સમય રાજ્ય પણ નહીં કરશો. અંત સમયે ભરવાનો પુરુષાર્થ કરશો તો રાજ્ય-ભાગ્ય પણ અંત માં મેળવશો. હમણાં થી કરશો તો રાજ્ય-ભાગ્ય પણ શરું થી મેળવશો. હિસાબ-કિતાબ પૂરો છે. જેટલો અને એટલો. મધુબન નિવાસીઓ ને તો લિફ્ટ છે અને એક્સ્ટ્રા ગિફ્ટ (વધારા નું ઇનામ) છે કારણ કે સામે એક્ઝામ્પલ (ઉદાહરણ) છે, બધાં સહજ સાધન છે. ફક્ત કારણ ને નિવારણ માં પરિવર્તન કરી દો તો મધુબન નિવાસીઓ ને જે ગિફ્ટ છે એનાથી પોતાને ખુબ પરિવર્તિત કરી શકે છે. સદૈવ તમારી સામે નિમિત્ત બનેલી મૂર્તિઓ એક્ઝામ્પલ છે. શક્તિઓ નો સંકલ્પ પણ પાવરફુલ (શક્તિશાળી) હોય છે, કમજોર નહીં. જે ઈચ્છે એ કરે, એવાં ને શક્તિ સેના કહેવાય છે. અહીંયા તો બહુજ સહજ સાધન છે. કામ કર્યું અને પોતાનાં પુરુષાર્થ માં લાગી ગયાં. મધુબન નિવાસીઓ થી જ મધુબન ની શોભા છે. તો પણ ખુબ લક્કી (ભાગ્યશાળી) છો. પોતાને જાણો ન જાણો, તો પણ લક્કી છો. ઘણી વાતો થી બચેલાં છો. સ્થાન નાં મહત્વ ને, સંગ નાં મહત્વ ને, વાયુમંડળ નાં મહત્વ ને પણ જાણો તો એક સેકન્ડ માં મહાન બની જશો. કોઈ મોટી વાત નથી. માળા ફિક્સ (નક્કી) નથી. બધાને ચાન્સ (તક) છે. હવે જોશે પ્રેક્ટિકલ માં શું પરિવર્તન દેખાડે છે? આશાવાદી તો છો ને? અચ્છા.