Search for a command to run...
22 Nov 1972
અંતિમ સર્વિસ (સેવા) નું અંતિમ સ્વરુપ
22 November 1972 · ગુજરાતી
પોતાનાં અંતિમ સ્વરુપ નાં સાક્ષાત્કાર થતાં રહે છે? કારણ કે જેટલાં-જેટલાં નજીક આવતાં જાઓ છો એટલો એવો અનુભવ થશે, જેમ કોઇ વસ્તુ સમ્મુખ દેખાઈ રહી છે. એવો જ અનુભવ થશે કે હમણાં-હમણાં આ બનીશું. જેમ વૃદ્ધ અવસ્થા વાળાઓ ને આ સદા સ્મૃતિ રહે છે કે હમણાં-હમણાં વૃદ્ધ છું, હમણાં-હમણાં જઈને બાળક બનીશ. એમ પોતાનાં અંતિમ સ્વરુપ ની સ્મૃતિ નહીં પરંતુ સમ્મુખ સ્પષ્ટ રુપ થી સાક્ષાત્કાર થાય છે - હમણાં આ છું, પછી આ બનીશું? જેમ શરુઆત માં સંભળાવતાં હતાં કે જ્યારે મંઝિલ પર પહોંચી જશો તો એવું સમજશો કે બસ પગલું રાખવાની વાર છે. એક પગ રાખી ચૂક્યાં છીએ, બીજો રાખવાનો છે. બસ, એટલું અંતર છે. તો એવી પોતાનાં અંતિમ સ્ટેજ (સ્થિતિ) ની સમીપતા નો અનુભવ થાય છે? અપરોક્ષ સ્પષ્ટ સાક્ષાત્કાર થાય છે? જેમ દર્પણ માં પોતાનું રુપ સ્પષ્ટ દેખાય છે, એમ જ આ જ્ઞાન નાં દર્પણ માં એવું જ પોતાનું અંતિમ સ્વરુપ સ્પષ્ટ દેખાય - જેમ કોઈ બહુ સરસ સુંદર ડ્રેસ સામે રાખ્યો છે અને ખબર હોય કે અમારે હમણાં આ ધારણ કરવાનો છે તો ન ઈચ્છતાં પણ જેમ-જેમ ધારણ કરવાનો સમય નજીક આવતો જશે તો અટેન્શન (ધ્યાન) જશે કારણ કે સામે દેખાઈ રહ્યો છે. એમ જ પોતાનું અંતિમ સ્વરુપ સામે દેખાય છે અને એ સ્વરુપ તરફ અટેન્શન જાય છે? એ લાઈટ નું સ્વરુપ કહો કે ડ્રેસ કહો, લાઈટ જ લાઈટ દેખાશે. ફરિશ્તાઓનું સ્વરુપ શું હોય છે? લાઈટ. જોવા વાળા પણ એવો અનુભવ કરશે કે લાઈટ નાં વસ્ત્રધારી છે, લાઈટ જ આમનો તાજ છે, લાઈટ જ વસ્ત્ર છે, લાઈટ જ એમનો શ્રુંગાર છે. જ્યાં જોશે ત્યાં લાઈટ જ જોશે. મસ્તક ની ઉપર જોશે તો લાઈટ નો ક્રાઉન (મુગટ) દેખાશે. નયનો માં પણ લાઈટ ની કિરણો નીકળતી દેખાશે. તો આવું રુપ સામે દેખાય છે? કારણ કે માઈટ રુપ અર્થાત્ શક્તિ રુપ નો જે પાર્ટ ચાલે છે એ પ્રસિદ્ધ શેનાથી થશે? લાઈટ રુપ થી કોઈ પણ સામે આવે તો એક સેકન્ડ માં અશરીરી બની જાય - એ લાઈટ રુપ થી જ થશે. એવા હરતાં-ફરતાં લાઈટ હાઉસ થઈ જશો જે કોઈ ને પણ આ શરીર દેખાશે નહીં. વિનાશ નાં સમયે પેપર માં પાસ થવું છે તો સર્વ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે લાઈટ હાઉસ બનવું પડશે, હરતાં-ફરતાં પોતાનાં આ રુપ નો અનુભવ થવો જોઈએ. આ પ્રેક્ટિસ કરવાની છે. શરીર બિલ્કુલ ભૂલાઈ જાય. જો કોઈ કામ પણ કરવું છે, ચાલવું છે, વાત કરવી છે એ પણ નિમિત્ત આકારી લાઈટ નું રુપ ધારણ કરી ને કરવાની છે. જેમ પાર્ટ ભજવવાનાં સમયે ડ્રેસ ધારણ કરો છો, કાર્ય સમાપ્ત થયું, ડ્રેસ ઉતાર્યો. એક સેકન્ડ માં ધારણ કરશો, એક સેકન્ડ માં ન્યારા થઈ જશો. જ્યારે આ પ્રેક્ટિસ પાક્કી થઇ જશે, ત્યારે આ કર્મભોગ સમાપ્ત થશે. જેમ ઇન્જેક્શન લગાવી ને દર્દ ને ખતમ કરી દે છે. હઠયોગી તો શરીર થી ન્યારા થવાનો અભ્યાસ કરાવે છે. એમ જ આ સ્મૃતિ સ્વરુપ નું ઇન્જેક્શન લગાવી ને દેહ ની સ્મૃતિ થી ગુમ થઈ જાઓ. સ્વયં પોતાને પણ લાઇટ રુપ અનુભવ કરો તો બીજા પણ એ જ અનુભવ કરશે. અંતિમ સર્વિસ, અંતિમ સ્વરુપ આ જ છે. આનાથી સર્વ કારોબાર પણ લાઈટ અર્થાત્ હલકા થશે. જે કહેવત છે ને - પહાડ પણ રાઈ બની જાય છે. એમ કોઈ પણ કાર્ય લાઈટ રુપ બનવાથી હલકું થઇ જશે, બુદ્ધિ લગાવવાની પણ આવશ્યકતા નહીં રહે. હલકા કામ માં બુદ્ધિ લગાવવી નથી પડતી. તો આ જ લાઈટ સ્વરુપ ની સ્થિતિ માં, જે માસ્ટર જાની-જાનનહાર અથવા માસ્ટર ત્રિકાળદર્શી નાં લક્ષણ છે, એ આવી જાય છે. કરીએ કે ન કરીએ - આ પણ વિચારવું નથી પડતું. બુદ્ધિ માં એ જ સંકલ્પ હશે જે યથાર્થ કરવાનું છે. એ જ અવસ્થા ની વચ્ચે કોઈ પણ કર્મભોગ ની ભાસના નહીં રહેશે. જેમ ઇન્જેક્શન નાં નશા માં બોલે છે, ચાલે છે, બધું કરતાં પણ સ્મૃતિ નથી રહેતી. કરી રહ્યાં છીએ - આ સ્મૃતિ નથી રહેતી, સ્વતઃ જ થઈ જાય છે. એમ કર્મભોગ અથવા કર્મ કોઈ પણ પ્રકાર નું ચાલતું રહેશે પણ સ્મૃતિ નહીં રહેશે. એ પોતાની તરફ આકર્ષિત નહીં કરે. આવી સ્ટેજ (સ્થિતિ) ને જ અંતિમ સ્ટેજ કહેવાય છે. આવો અભ્યાસ થવાનો છે. આ સ્ટેજ કેટલી સમીપ છે? બિલ્કુલ સમ્મુખ સુધી પહોંચી ગયાં છો? જ્યારે ઈચ્છો ત્યારે લાઇટ રુપ થઈ જાઓ, જ્યારે ઈચ્છો ત્યારે શરીર માં આવો અથવા જે કંઈ કરવાનું છે એ કરો. જ્યાં સુધી આ એકરસ સ્થિતિ સદાકાળ રહે ત્યાં સુધી વચ્ચે-વચ્ચે થોડો સમય તો રહે. પછી આમ રહેતાં-રહેતાં સદાકાળ થઈ જશે. જેમ સાકાર માં આકાર નો અનુભવ કરતાં હતાં ને. પૃથ્વી પર રહેતાં પણ ફરિશ્તા નો અનુભવ કરતાં હતાં. આવી સ્ટેજ તો આવવાની છે ને. શરુ-શરુ માં અનેકોને આ સાક્ષાત્કાર થતાં હતાં. લાઈટ જ લાઈટ દેખાતી હતી. પોતાનાં લાઈટ નાં ક્રાઉન (મુગટ) નાં પણ અનેકવાર સાક્ષાત્કાર કરતાં હતાં. જે આદિ માં સેમ્પલ (ઉદાહરણ) હતું એ અંત માં પ્રેક્ટિકલ સ્વરુપ થશે. સંકલ્પ ની સિદ્ધિ નો સાક્ષાત્કાર થશે. જેમ વાણી થી તમે ડાયરેક્શન (સૂચના) આપો છો ને, એમ સંકલ્પ થી પૂરો કારોબાર ચલાવી શકો છો. નીચે પૃથ્વી થી ઉપર સુધી ડાયરેક્શન લેતાં રહે છે, તો શું શ્રેષ્ઠ સંકલ્પ થી કારોબાર નથી ચાલી શકતી? વિજ્ઞાને શોધ તો સાઈલેન્સ (શાંતિ) થી જ કરી છે. તો એક્ઝામ્પલ (ઉદાહરણ) આપવા માટે પહેલાં થી જ સ્પષ્ટ રુપ માં તમારી સામે છે. કલ્પ પહેલાં તો તમે લોકોએ કર્યું છે ને. પછી બોલવાની આવશ્યકતા નથી. જેમ બોલવામાં વાત ને સ્પષ્ટ કરો છો, એમ જ સંકલ્પ થી પૂરો કારોબાર ચાલે. જેટલો-જેટલો અનુભવ કરતાં જાઓ છો, એક-બીજાનાં સમીપ આવતા જાઓ છો તો સંકલ્પ પણ એક-બીજા થી મળતાં જાય છે. લાઈટ રુપ હોવાથી વ્યર્થ સંકલ્પ, વ્યર્થ સમય સમાપ્ત થઈ ગયાં પછી સંકલ્પ એ જ ઉઠશે જે થવાનું છે. તમારી બુદ્ધિ માં પણ એ જ સંકલ્પ ઉઠશે અને જેમણે કરવાનું છે એમની બુદ્ધિ માં પણ એ જ સંકલ્પ ઉઠશે કે આ જ કરવાનું છે. નવીનતા તો આ જ છે ને. આ કારોબાર કોઈ જુએ તો સમજશે આમનો કારોબાર કહેવાથી નહીં, ઇશારાઓ થી ચાલે છે. નજર થી જોયું અને સમજી ગયાં. સૂક્ષ્મ વતન અહીંયા જ બનવાનું છે. એવી પ્રેક્ટિસ કરાવો છો? ટીચર્સ ને આ શીખવાડો છો કે હજું ભાષણ કરવાનું શીખવાડો છો? આપ સૌની સ્ટેજ પોતાની છે. આપ સૌ એ સ્ટેજ પાર કરી ચૂક્યાં છો. નંબરવાર તો છે ને. જેમ ભવિષ્ય માં તાજ (મુગટ), તખ્ત (સિંહાસન) ધારણ કરીને પછી છોડીને આપતાં જશો ને. ત્યારે તો બીજા લેશે. અહીંયા પણ આપ સૌ સ્ટેજ ને પાર કરતાં ચાલ્યાં જશો ત્યારે બીજા એ સ્ટેજ પર આવશે. ભવિષ્ય ની રુપરેખા અહીંયા ચાલશે ને. એ સ્ટેજ થી એવી લગન લાગી જશે જે એનાં વગર સારું જ નહીં લાગશે. ન ઈચ્છતાં પણ ઘડી-ઘડી એ તરફ ચાલ્યાં જશે. અચ્છા!