Search for a command to run...
4 Dec 1972
મહાવીર આત્માઓની રુહાની ડ્રિલ
4 December 1972 · ગુજરાતી
આ સમયે બધાં ક્યાં બેઠા છો? સાકારી દુનિયામાં બેઠા છો કે આકારી દુનિયામાં બેઠા છો? આકારી દુનિયામાં, આ સાકારી દુનિયાનાં આકર્ષણ થી પરે પોતાને અનુભવ કરો છો કે પછી આકારી રુપ માં સ્થિત રહેતાં સાકારી દુનિયાની કોઈ પણ આકર્ષણ પોતાની તરફ આકર્ષિત નથી કરતી? સાકારી દુનિયાનાં ભિન્ન-ભિન્ન પ્રકારનાં આકર્ષણ થી એક સેકન્ડ માં પોતાને ન્યારા અને બાપ નાં પ્યારા બનાવી શકો છો? કર્મ કરતાં બંધનો થી પરે બંધનયુક્ત થી બંધનમુક્ત સ્થિતિ અનુભવ કરો છો? હમણાં-હમણાં આપ રુહાની મહાવીર મહાવીરનીઓ ને ડાયરેક્શન (માર્ગદર્શન) મળે કે શરીર થી પરે અશરીરી, આત્મ-અભિમાની, બંધનમુક્ત, યોગયુક્ત બની જાઓ; તો એક સેકન્ડ માં સ્થિત થઈ શકો છો? જેમ હઠયોગી પોતાનાં શ્વાસ ને જેટલો સમય ઈચ્છે એટલો સમય રોકી શકે છે. આપ સહજ યોગી, સ્વતઃ યોગી, સદા યોગી, કર્મ યોગી, શ્રેષ્ઠ યોગી પોતાનાં સંકલ્પ ને, શ્વાસ ને પ્રાણેશ્વર બાપનાં જ્ઞાનનાં આધાર પર જે સંકલ્પ, જેવાં સંકલ્પ, જેટલો સમય કરવાં ઈચ્છો એટલો સમય એ સંકલ્પ માં સ્થિત થઈ શકો છો? હમણાં-હમણાં શુદ્ધ સંકલ્પ માં રમણ કરવું, હમણાં-હમણાં એક સંકલ્પ માં સ્થિત થવું - આ પ્રેક્ટિસ સહજ કરી શકો છો? જેમ સ્થૂળ માં ચાલતાં-ચાલતાં પોતાને જ્યાં ઇચ્છો રોકી શકો છો. અચળ, અડોલ સ્થિતિ નું જે ગાયન છે એ કોનું છે? આપ મહાવીર મહાવીરનીઓ શ્રીમત પર ચાલવા વાળી શ્રેષ્ઠ આત્માઓ છો ને. શ્રીમત ની સિવાય બાકી બધી મતો સમાપ્ત થઈ ગઈ છે ને. બીજી કોઈ મત વાર તો નથી કરતી? મનમત પણ વાર ન કરે. શાસ્ત્રવાદીઓની મતો, ગુરુઓની મત, કળયુગી સંબંધીઓની મત - આ તો સમાપ્ત થઈ જ ગઈ. પરંતુ મનમત અર્થાત્ પોતાની અલ્પજ્ઞ આત્મા નાં સંસ્કારો નાં અનુસાર સંકલ્પ ઉત્પન્ન થાય છે અને એ સંકલ્પ ને વાણી કે કર્મ સુધી લાવો છો; તો એને શું કહેવાશે? એને શ્રીમત કહેશું? અથવા વ્યર્થ સંકલ્પો ની ઉત્પત્તિ ને શ્રીમત કહેશું? તો શ્રીમત પર ચાલવા વાળા એક સંકલ્પ પણ મનમત કે આત્માઓનાં મત અર્થાત્ પરમત પર નથી કરી શકતાં. સ્થિતિ ની ગતિ તેજ ન હોવાનાં કારણે શ્રીમત માં કોઈ ને કોઈ મનમત કે પરમત મિક્સ થાય છે. જેમ સ્થૂળ કાર ચલાવો છો, પેટ્રોલ ની અંદર જો થોડો પણ કોઈ કચરો મિક્સ થઈ જાય, રિફાઇન (શુદ્ધ) નહીં હોય તો સ્પીડ નહીં પકડે. એમ અહીંયા પણ સ્પીડ નથી વધતી. ચેક કરો કે કરાવો કે ક્યાંક મિક્સ તો નથી ને? આ મિક્સ, ફિક્સ (અડોલ) થવા નથી દેતી, ડગમગ થતી રહે છે. શ્રેષ્ઠ આત્માઓ, પદ્માપદમ ભાગ્યશાળી આત્માઓ એક કદમ પણ પદ્મો ની કમાઈ વગર વેડફતાં નથી. રુહાની ડ્રિલ આવડે છે ને. હમણાં-હમણાં નિરાકારી, હમણાં-હમણાં આકારી, હમણાં-હમણાં સાકારી કર્મયોગી. વાર ન લાગવી જોઈએ. જેમ સાકાર રુપ પોતાનું છે એમ નિરાકારી, આકારી રુપ પણ પોતાનું જ છે ને. પોતાની ચીજ ને અપનાવવી, એમાં વાર કેમ? પારકી ચીજ ને અપનાવવા માં થોડો સમય લાગશે, વિચાર ચાલશે પરંતુ આ તો પોતાનું જ વાસ્તવિક સ્વરુપ છે. જેમ સ્થૂળ વસ્ત્ર ને કર્તવ્ય નાં પ્રમાણે ધારણ કરો છો અને ઉતારી નાખો છો, એમ જ આ સાકારી દેહ રુપી વસ્ત્ર ને કર્તવ્ય પ્રમાણે ધારણ કર્યું અને ન્યારા થયાં. પરંતુ જેમ સ્થૂળ વસ્ત્ર પણ જો ટાઈટ હશે તો સહેલાઇ થી ઉતરતા નથી, એમ જ જો આત્મા નું આ દેહ રુપી વસ્ત્ર દેહનાં, દુનિયાનાં, માયાનાં આકર્ષણ માં ટાઈટ અર્થાત્ ખેંચાયેલું છે તો સરળતા થી ઉતરશે નહીં અર્થાત્ સહજ ન્યારા નહીં થઈ શકો. સમય લાગી જાય છે. થાક લાગે છે. કોઈ પણ કાર્ય જ્યારે સંભવ નથી થતું તો થાક અથવા હેરાનગતિ થઈ જ જાય છે. હેરાનગતિ ક્યારેય એક ઠેકાણે ટકવા નથી દેતી. તો આ ભક્તિ નું ભટકવું કેમ શરું થયું? જ્યારે આત્મા આ શરીર રુપી વસ્ત્ર ને ધારણ કરવા અને ન્યારા થવા માં અસમર્થ થઈ ગઈ. આ દેહ નાં ભાને પોતાની તરફ ખેંચી લીધું ત્યારે હેરાન થઈને ભટકવાનું શરું કર્યું. પરંતુ હવે આપ સર્વ શ્રેષ્ઠ આત્માઓ એક સેકન્ડ માં આ શરીર નાં આકર્ષણ થી પરે થઇ શકો, એવી પ્રેક્ટિસ છે? પ્રેક્ટિસ ની પરીક્ષા નો સમય કયો હોય છે? જ્યારે કર્મભોગ નું જોર હોય છે. કર્મેન્દ્રિયો બિલકુલ કર્મભોગ નાં વશ પોતાની તરફ આકર્ષિત કરે, જેને કહેવાય છે બહુ જ દર્દ છે. કહે છે ને - બહુ જ દર્દ છે, એટલે થોડું ભૂલી ગઈ. પરંતુ આ તો ટગ ઓફ વોર (રસ્સા-કશી) નો સમય છે, આવાં સમયે કર્મભોગ ને કર્મયોગ માં પરિવર્તન કરવા વાળા, સાક્ષી થઈ કર્મેન્દ્રિયો ને ભોગવવા વાળા જે હોય છે, એને જ અષ્ટ રતન કહેવાય છે, જે આવાં સમયે વિજયી બની દેખાડે છે. કારણ કે અષ્ટ રત્નો માં સદૈવ અષ્ટ શક્તિઓ કાયમ હોય છે. આવાં ઈષ્ટ જ ભકતો ને અલ્પકાળ ની શક્તિઓ નું વરદાન આપવા વાળા ઈષ્ટ બને છે.
આવાં અષ્ટ ભુજાધારી અર્થાત્ અષ્ટ શક્તિ સંપન્ન, શક્તિ રુપ મહાવીર-મહાવીરનિઓ, એક સેકન્ડ માં સંકલ્પ ને કંટ્રોલ (નિયંત્રિત) કરવામાં સર્વશ્રેષ્ઠ આત્માઓ, સર્વ આત્માઓ ને બાપ નો પરિચય અપાવવા વાળી આત્માઓ, વિખૂટી પડેલી આત્માઓ ને બાપ થી મળાવવા વાળી આત્માઓ, તરસી આત્માઓ ને સદાકાળ નાં માટે તૃપ્ત કરવા વાળી આત્માઓ, બંધનમુક્ત, યોગયુક્ત, યુક્તિયુક્ત, જીવનમુક્ત આત્માઓ ને યાદ પ્યાર અને નમસ્તે.
મેળો અર્થાત્ મિલન. અહીંયા અંતિમ મેળો કયો હશે? સંગમ ની વાત સંભળાવો. કર્માતીત અવસ્થા પણ ત્યારે થશે જ્યારે પહેલાં મેળો થશે. બાપ નાં સંસ્કાર, બાપ નાં ગુણ, બાપ નાં કર્તવ્ય ની સ્પીડ અને બાપ ની અવ્યક્ત નિરાકારી સ્થિતિ ની સ્ટેજ - બધામાં સમાનતા નો મેળો લાગશે. જ્યારે આત્માઓ બાપ ની સમાનતા નાં મેળા ને મનાવશે ત્યારે જય-જયકાર થશે, વિનાશ ની સમીપ આવશો. બાપ ની સમાનતા જ વિનાશ ને સમીપ લાવશે. મેળો લાગ્યાં પછી શું થાય છે? અતિ શાંતિ. તો આત્માઓ પણ મેળો મનાવશે, પછી વાનપ્રસ્થ માં ચાલી જશે. વાનપ્રસ્થ કહો અથવા કર્માતીત કહો, પરંતુ પહેલાં આ મેળો થશે. અચ્છા!