Search for a command to run...
26 Jun 1972
ઇફેક્ટ (અસર) થી બચવું અર્થાત્ પરફેક્ટ (સંપૂર્ણ) બનવું
26 June 1972 · ગુજરાતી
આપ સૌનું લક્ષ્ય પરફેક્ટ બનવાનું છે ને. પરફેક્ટ અર્થાત્ કોઈ પણ ડિફેક્ટ (ખામી) નહીં. જો ડિફેક્ટ હશે તો એની નિશાની શું હશે? કોઈ-ને-કોઈ પ્રકારની - ભલે મન્સા સંકલ્પ માં, ભલે સંપર્ક કે સંબંધ માં કોઈ પણ પ્રકાર થી માયાની થોડી પણ ઇફેક્ટ હોવાનાં કારણે ડિફેક્ટ થાય છે. જેમ શરીર ને પણ કોઈ વાત ની ઈફેક્ટ થાય છે ત્યારે બીમારી અર્થાત્ ડિફેક્ટ થાય છે. જેમ શરીર ને ઋતુ ની ઇફેક્ટ થઈ જાય છે કે ખાન-પાન ની ઈફેક્ટ થાય છે ત્યારે બીમારી આવે છે. તો કોઈ પણ ડિફેક્ટ ન રહે - એનાં માટે માયા ની ઇફેક્ટ થી બચવાનું છે. કોઈ-ને-કોઈ પ્રકાર થી ઇફેક્ટ આવી જાય છે એટલાં માટે પરફેક્ટ (સંપૂર્ણ) નથી બની શકતાં. તો કોશિશ આ કરવાની છે - કોઈ પણ પ્રકાર ની ઇફેક્ટ ન થાય, ઇફેક્ટ-પ્રુફ (બેઅસર) થઇ જઈએ. એનાં માટે સાધન પણ સમય-પ્રતિ-સમય મળતાં રહે છે. મન્સા ને ઇફેક્ટ થી દૂર કેવી રીતે રાખો, વાણી ને કોઈ પણ ઇફેક્ટ થી દૂર કેવી રીતે રાખો અથવા કર્મણા માં પણ ઇફેક્ટ થી દૂર કેવી રીતે રહેવું - એક-એક વાત માં અનેક પ્રકાર ની યુક્તિઓ બતાવેલી છે. પરંતુ ઇફેક્ટ થઈ જાય છે, પછી એ સાધન શોધવાની કોશિશ કરો છો. જે સમજદાર હોય છે એ પહેલેથી જ અટેન્શન (ધ્યાન) રાખે છે. જેમ ગરમી ની ઋતુ માં ગરમી ની ઇફેક્ટ ન થાય, એનું સાધન પહેલેથી જ કરી લે છે; એને કહેવાય સમજદાર. જો સમજ ઓછી હોય તો ગરમી ની ઇફેક્ટ થઈ જાય છે. તો કમળ ફૂલ સમાન સદા ઇફેક્ટ થી ન્યારા અને બાપ નાં પ્યારા બનવાનું છે. દરેક ને પોતાનાં પુરુષાર્થ પ્રમાણે કે પોતાની સ્થિતિ પ્રમાણે પણ ખબર હોય છે કે અમારી આત્મામાં વિશેષ કઈ વાત ની ઇફેક્ટ સમય-પ્રતિ-સમય થાય છે. જાણતાં હોવાં છતાં એ સાધનો ને અપનાવી નથી શકતાં. ઇચ્છવાં છતાં પણ એ સમયે જેમ કે અજાણ બની જાય છે. જેમ કોઇ ઈફેક્ટ થાય છે તો મનુષ્ય ની બુદ્ધિ ને ડિફેક્ટ કરી દે છે, પછી એ સમયે બુદ્ધિ કામ નથી કરતી. એમ માયા ની પણ ભિન્ન-ભિન્ન રુપ થી ઇફેક્ટ થવાથી બેસમજ બની જાય છે. એટલે પરફેક્ટ (સંપૂર્ણ) બનવામાં ડિફેક્ટ (ખામી) રહી જાય છે. જેમ પોતાનાં શરીર ની સંભાળ રાખવી જરુરી છે, એમ આત્માનાં પ્રત્યે પણ પૂરી સમજ રાખી ચાલવું જોઈએ, ત્યારે જ ખુબ જલ્દી ઇફેક્ટ થી પાર પરફેક્ટ થઈ જશો. જાણતાં હોવાં છતાં પણ ક્યાંક સંગ માં આવીને ભૂલ કરી દે છે. સમજે પણ છે પરંતુ એ સમયે વાતાવરણ અથવા કોઈ પણ સમસ્યા નાં કારણે, સંસ્કારો નાં કારણે કે સંપર્ક માં આવવાની શક્તિ ઓછી હોવાનાં કારણે ફરી-ફરી એ ઈફેક્ટ માં આવી જાય છે. સદૈવ પોતાને ચેક (તપાસ) કરવું જોઈએ કે મુખ્ય કઈ વાત નાં નિમિત્ત ઇફેક્ટ થાય છે. એ ઇફેક્ટ થી સદા પોતાને બચાવવાનાં છે, ત્યારે જ સહજ પરફેક્ટ બની જશો. મુખ્ય પુરુષાર્થ આ છે. આપ સૌ દરેક પોતાની મુખ્ય ઇફેક્ટ નાં કારણ ને જાણો તો છો. જાણવા છતાં પણ માયા અથવા સમસ્યા થોડી-ઘણી ઈફેક્ટ માં લાવી દે છે ને. તો ઇફેક્ટ થી પોતાને બચાવવાનાં છે. ઇફેક્ટ-પ્રુફ બન્યાં છો? સંગદોષ, અન્નદોષ ન થાય, એની રીત જાણો છો તો પોતાને ઇફેક્ટ-પ્રુફ પણ કરી શકો છો. માયા સેન્સીબલ (સમજુ) થી અજાણ (બેસમજ) બનાવી દે છે. જો સદા જ્ઞાન અર્થાત્ સેન્સ (સમજ) માં રહે તો સેન્સીબલ ક્યારેય કોઈની ઈફેક્ટ માં નથી આવતાં. કોઈ ઇફેક્ટ થી બચીને આવે છે તો કહેવાય છે - આ તો ખુબ સેન્સીબલ છે. તો માયા પહેલાં સેન્સ ને કમજોર કરે છે. જેમ સામનો કરવા વાળા દુશ્મન પહેલાં કમજોર કરવાની કોશિશ કરે છે, પછી પ્રહાર કરે છે ત્યારે વિજયી બને છે. પહેલાં કમજોર કરવાનો કોઈ ઉપાય શોધે છે. માયા દુશ્મન પણ પહેલાં થી સેન્સ ને કમજોર કરી દે છે. સમજી નથી શકતાં કે આ સાચું છે કે ખોટું છે. પછી ઇફેક્ટ થઈ જાય છે. ઇફેક્ટ જ ડિફેક્ટ નું રુપ ધારણ કરી લે છે. ડિફેક્ટ પરફેક્ટ બનવાં નથી દેતી. લક્ષ્ય શું રાખ્યું છે? પરફેક્ટ અર્થાત્ ૧૬ કળા સંપન્ન. થોડી-ઘણી ડિફેક્ટ છે તો ૧૪ કળા. તો શું લક્ષ્ય રાખ્યું છે? જે સેન્સિબલ હશે એ સક્સેસફુલ (સફળ) જરુર થશે. અચ્છા!