Search for a command to run...
11 Jul 1972
નિર્ણય શક્તિ ને વધારવાની કસોટી - ‘સાકાર બાપનાં ચરિત્ર’
11 July 1972 · ગુજરાતી
વર્તમાન સમયની વિશેષતાઓ ને જાણતાં પોતાનામાં એ સર્વ-શક્તિઓ ધારણ કરી સ્વયં પોતાને વિશેષ આત્મા બનાવી છે? જેમ આ સમયની વિશેષતાઓનું વર્ણન કરો છો, એમ પોતાનામાં પણ એ વિશેષતાઓ જુઓ છો? જેટલી સમય માં વિશેષતાઓ છે એટલી સ્વયમાં પણ છે? કે સમય માં વધારે છે અને સ્વયમાં ઓછી છે? સમય અને સ્વયં માં કેટલું અંતર સમજો છો? અંતર છે? તમે સ્વયં પાવરફુલ (શક્તિશાળી) છો કે સમય પાવરફુલ છે? (હમણાં સમય છે, હોવું જોઇએ સ્વયં એ) જો કહો છો, હોવું આ જોઈએ તો દુનિયા વાળા અજ્ઞાની, નિર્બળ આત્માઓ અને આપ જ્ઞાની આત્માઓમાં કે માસ્ટર સર્વશક્તિમાન આત્માઓમાં શું અંતર રહ્યું? આવું થવું જોઈએ - આ થવું જોઈએ, આ તો એ લોકો પણ કહે છે. તમે પણ કહો છો કે થવું જોઈએ, તો અંતર શું રહ્યું? જ્ઞાની અને અજ્ઞાની માં આ જ અંતર છે. જે લોકો કહે છે - જોઈએ-જોઈએ, જ્ઞાની લોકો ‘જોઈએ’ નથી કહેતાં, જે થવું જોઈએ એ કરીને દેખાડે છે. એમનું હોય છે કહેવું. જ્ઞાનીઓનું હોય છે કરવું. આ જ અંતર છે. તેઓ ફક્ત કહે છે, તમે કરો છો, જો હજું પણ તમે કહો છો કે આ થવું જોઈએ તો અંતર શું થયું? સ્વયં પોતાને પૂછો કે સમય ની કઈ-કઈ વિશેષતાઓ છે અને એ વિશેષતાઓ માંથી મારામાં કઈ-કઈ વિશેષતાઓ ઓછી છે? જો કોઈ એક પણ વિશેષતા ઓછી હશે તો શું વિશેષ આત્માઓમાં આવી શકશો? નહીં આવી શકો ને. આ સમયની વિશેષતાઓ ને બહાર લાવો તો અનેકાનેક વિશેષતાઓ દેખાશે. એમાંથી આ સમયની શ્રેષ્ઠ વિશેષતા કઈ છે? સંગમ નો સમય ચાલી રહ્યો છે ને. શ્રેષ્ઠ બનવાનો સમય તો છે પરંતુ આ સમયની શ્રેષ્ઠતા શું છે જે બીજા કોઈ સમયની ન હોઈ શકે? આ સંગમયુગ ની વિશેષતા એ છે કે સંગમયુગ ની દરેક સેકન્ડ મધુર મેળો છે, જે મેળા માં આત્માઓનું બાપ થી મિલન થાય છે. આ વિશેષતા બીજા કોઈ પણ યુગમાં નથી. એ અહીંયા જ છે. બાપ અને બાળકો નો મેળો અથવા મિલન કહો; તો આ વિશેષતા ને સદા પોતાનામાં ધારણ કરીને ચાલો છો? જેમ સંગમયુગ ની દરેક સેકન્ડ નો મેળો છે, એમ દરેક સમયે સ્વયં પોતાને બાપની સાથે મિલન મનાવવાનો અનુભવ કરો છો? કે આ મહાન શ્રેષ્ઠ મેળામાં ચાલતાં-ચાલતાં ક્યારેક-ક્યારેક બાપદાદા નો હાથ છોડી મેળો અથવા મિલન મનાવવા થી વંચિત રહી જાઓ છો? જેમ ક્યારેક-ક્યારેક મેળા માં ઘણાં બાળકો ખોવાઈ જાય છે ને. માઁ-બાપ નો હાથ છોડી દે છે. મેળો હોય છે ખુશી મનાવવા માટે. જો મેળા માં કોઈ બાળક માઁ-બાપ થી છૂટું પડી જાય અથવા હાથ-સાથ છોડી દે તો એને શું પ્રાપ્તિ થશે? ખુશી ની બદલે વધારે જ અશાંત થઇ જશે. તો એમ સ્વયં પોતાને જુઓ કે મેળા માં સદા ખુશી ની પ્રાપ્તિ કરી રહ્યો છું, સદા મિલન માં રહું છું? જે સદા મિલનમાં રહેશે એમની નિશાની શું હશે? એમની વિશેષતા શું હશે? અતીન્દ્રિય સુખ માં રહેવા વાળા અથવા સદા મિલન મનાવવા વાળાની નિશાની શું હશે? એમની વિશેષતા શું હશે? જે સદૈવ મિલન માં મગન હશે એ ક્યારેય પણ કોઈ વિઘ્ન માં નહીં હશે. મિલન વિઘ્ન ને દૂર કરી દે છે. એ વિઘ્ન-વિનાશક હશે. મિલન ને જ લગન કહેવાય છે. કોઈ પણ પ્રકાર નું વિઘ્ન આવે છે કે વિધ્ન નાં વશ થઈ જાઓ છો; તો એનાંથી શું સિદ્ધ થાય છે? સદા મિલન મેળો નથી મનાવતાં. જેમ બીજા ને કહો છો કે સમય ને ઓળખો, સમય નો લાભ ઉઠાવો. તો સ્વયં પોતાને પણ આ સૂચના આપો છો? કે ફક્ત બીજા ને આપો છો? જો સ્વયં પોતાને પણ આ સૂચના આપો છો તો એક સેકન્ડ પણ મિલન થી દૂર ન રહી શકો. દરેક સેકન્ડ મિલન મનાવતાં રહેશો. જેમ કોઈ પણ મોટો મેળો થાય છે, એનો પણ સમય ફિક્સ (નક્કી) હોય છે કે આટલાં સમય માટે આ મેળો છે. પછી એ સમાપ્ત થઈ જાય છે. જો કોઇ શ્રેષ્ઠ મેળો હોય છે અને બહુ થોડા સમય માટે હોય તો શું કરવામાં આવે છે? મેળા ને મનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એમ જ આ સંગમ નાં મેળા ને જો હમણાં નહીં મનાવ્યો તો શું ફરી ક્યારે આ મેળો લાગશે? જ્યારે કે આખાં કલ્પ ની અંદર આ થોડો સમય જ બાપ અને બાળકો નો મેળો લાગે છે, તો આટલાં થોડા સમય નાં મેળામાં શું કરવું જોઈએ? દરેક સેકન્ડ મનાવવી જોઈએ. તો સમયની વિશેષતાઓ ને જાણતાં સ્વયં માં પણ આ વિશેષતા ધારણ કરો. તો સ્વતઃ જ શ્રેષ્ઠ આત્મા બની જશો. લક્ષ્ય તો બધાનું શ્રેષ્ઠ આત્મા બનવાનું છે ને. લક્ષ્ય શ્રેષ્ઠ બનવાનું હોવા છતાં પુરુષાર્થ સાધારણ કેમ ચાલે છે? લક્ષ્ય શ્રેષ્ઠ છે તો પછી લક્ષણ સાધારણ આત્મા નું કેમ? એનું કારણ શું છે? લક્ષ્ય ને જ ભૂલી જાઓ છો. લક્ષ્ય રાખવા વાળા, પછી લક્ષ્ય ને ભૂલી જાય? કોઈ પણ વિઘ્ન નું નિવારણ કરવાની શક્તિ ઓછી કેમ છે? એનું કારણ શું? નિવારણ કેમ નથી કરી શકતાં? નિવારણ ન કરવાનાં કારણે જ જે લક્ષ્ય રાખ્યું છે એને મેળવી નથી શકતાં. તો નિવારણ કરવાની શક્તિ ઓછી કેમ થાય છે? શ્રીમત પર ચાલવા વાળાનું તો જેવું લક્ષ્ય એવાં લક્ષણ હશે. જો લક્ષ્ય શ્રેષ્ઠ છે અને લક્ષણ સાધારણ છે તો એનું કારણ? કારણ કે વિઘ્નો નું નિવારણ નથી કરી શકતાં. નિવારણ ન કરવાનું કારણ શું છે? કઈ શક્તિ ની કમી છે? નિર્ણય શક્તિ, આ ઠીક છે. જ્યાં સુધી નિર્ણય નથી કરી શકતાં ત્યાં સુધી નિવારણ નથી કરી શકતાં. જો નિર્ણય કરી લો તો નિવારણ પણ કરી લો. પરંતુ નિર્ણય કરવામાં કમી રહી જાય છે. અને નિર્ણય કેમ નથી કરી શકતાં, કારણ કે નિર્વિકલ્પ નથી થતાં. વ્યર્થ સંકલ્પ, વિકલ્પ બુદ્ધિમાં હોવાનાં કારણે, બુદ્ધિ ક્લિયર (સ્વચ્છ) ન હોવાનાં કારણે નિર્ણય નથી કરી શકતાં અને નિર્ણય ન હોવાનાં કારણે નિવારણ નથી કરી શકતાં. નિવારણ ન કરી શકવાનાં કારણે કોઇ-ને-કોઇ આવરણ નાં વશ થઈ જાય છે. નિવારણ નથી તો આવરણ અવશ્ય છે. તો પોતાની નિર્ણય શક્તિ ને વધારવા માટે સહજ સાધન કયું આપેલું છે? જેમ સોના ને પારખવા માટે કસોટી રાખવામાં આવે છે, એનાંથી ખબર પડે છે કે સાચું છે કે ખોટું છે. એમ જ નિર્ણય શક્તિ ને વધારવા માટે તમારી સામે કઈ કસોટી છે? સાકાર બાપ નું દરેક કર્તવ્ય અને દરેક ચરિત્ર - આ જ કસોટી છે. જે પણ કર્મ કરો છો, જે પણ સંકલ્પ કરો છો - જો આ કસોટી પર જોઈ લો કે આ યથાર્થ છે કે અયથાર્થ છે, વ્યર્થ છે કે સમર્થ છે આ કસોટી પર જોયાં પછી જે પણ કર્મ કરશો એ સહજ અને શ્રેષ્ઠ હશે. તો આ કસોટી ને જ સાથે નથી રાખતાં, એટલે મહેનત લાગે છે. જે સહજ યુક્તિ છે, એને ભૂલી જાઓ છો. આ કારણે વિઘ્નો થી મુક્તિ નથી પામી શકતાં. જો સોનાનું કામ કરવા વાળા પાસે કસોટી ઠીક ન હોય તો શું થશે? છેતરાઇ જશે. એમ જ જો આ કસોટી સદા સાથે, સ્મૃતિ માં નથી રાખતાં ત્યારે મુશ્કેલી અનુભવ કરો છો. છે તો સહજ ને. પછી મુશ્કેલ કેમ થઇ જાય છે? કારણ કે યુક્તિ ને વાપરતા નથી. યુક્તિ વાપરો તો મુક્તિ જરુર થઇ જશે. ભલે સંકલ્પોનાં તોફાન થી, ભલે કોઈ પણ સંબંધ દ્વારા કે પ્રકૃતિ કે સમસ્યાઓ દ્વારા કોઈ પણ તોફાન કે વિઘ્ન આવે છે તો એનાથી મુક્તિ ન મળવાનું કારણ યુક્તિ નથી. યુક્તિ-યુક્ત નથી બન્યાં. જેટલાં યોગ-યુક્ત, યુક્તિ-યુક્ત હશો એટલાં સર્વ વિઘ્નો થી મુક્ત જરુર થશો. સર્વ વિઘ્નો થી મુક્ત છો કે યુક્ત છો? યોગ-યુક્ત નથી રહેતાં ત્યારે વિઘ્નો થી યુક્ત છો. જો કોઈ પણ પ્રોગ્રામ (કાર્યક્રમ) રાખો છો, અથવા ભાષણ વગેરે કરો છો, અથવા કોઈને પણ સમજાવો છો તો એમાં બધાને મુખ્ય કઈ વાત સંભળાવો છો? મુક્તિ-જીવનમુક્તિ તમારો જન્મસિદ્ધ અધિકાર છે. તો જ્યારે તમારો જન્મસિદ્ધ અધિકાર છે તો એને પ્રાપ્ત કરો. પછી કહો છો - અબ નહીં તો કબ નહીં (હમણાં નહીં તો ક્યારેય નહીં). તો આ જે મુખ્ય સ્લોગન છે - મુક્તિ-જીવનમુક્તિ જન્મસિદ્ધ અધિકાર છે; એને તમે લોકોએ પ્રાપ્ત કર્યો છે? બાળક બન્યાં અને અધિકાર નથી મળ્યો? બીજાને સમજાવો છો - બાળક બન્યાં અને વારસા નાં અધિકારી બન્યાં. તો આ ફક્ત સમજાવવાનું છે કે પ્રેક્ટિકલ (વ્યવહાર માં) કરવાની વાત છે? લાયક બનવું બીજી વાત છે, પણ મુક્તિ-જીવનમુક્તિ નો વારસો મળી ગયો છે કે નહીં? અહીંયા જ મેળવી લીધો છે કે મુક્તિધામ માં મુક્તિ અને સ્વર્ગમાં જીવન-મુક્તિ લેવાની છે ભવિષ્યમાં તો મળવાનું છે પરંતુ ભવિષ્યની સાથે-સાથે હમણાં મુક્તિ-જીવનમુક્તિ નથી મળી? જ્યારે બાપ હમણાં મળ્યાં છે તો વારસો પણ હમણાં મળ્યો છે. ભવિષ્ય નાં દિલાસા પર ચાલી રહ્યાં છો? (ચેક મળ્યો છે) બાળકો ને ચેક નથી આપવામાં આવતો. બાળકો તો બાપ ની દરેક વસ્તુ નાં અધિકારી હોય છે. અધિકારી ને ચેક નો દિલાસો નથી અપાતો. તો પ્રેક્ટિકલ જે વારસો છે એ હમણાં પ્રાપ્ત થાય છે. જીવન-બંધ ની સાથે જ જીવન-મુક્ત નો અનુભવ થાય છે. ત્યાં તો જીવન-બંધ ની વાત જ નથી, ત્યાં તો ફક્ત એની પ્રાલબ્ધ માં હશો. મુક્તિધામ ની મુક્તિ નો અનુભવ જે હમણાં કરી શકો છો એ ત્યાં નહીં કરી શકો. તો એમ નહીં સમજતા કે મુક્તિ-જીવનમુક્તિ નો જન્મસિદ્ધ અધિકાર ભવિષ્ય માં લેવાનો છે. ના. જ્યાર થી બાળક બન્યાં તો વારસો પણ પ્રાપ્ત કરી લીધો છે. બાકી રહ્યું આજ્ઞાકારી, વફાદાર, ફરમાનવરદાર ક્યાં સુધી બનો છો એ નંબર. વારસા નાં અધિકારી તો બની જાઓ છો. એ વારસા ને જીવન માં ધારણ કરીને એનાથી લાભ ઉઠાવવો, એ દરેક ની અવસ્થા પર છે. વારસો આપવામાં બાપ કોઈ અંતર નથી કરતાં. લાયક અને ના-લાયક બનવામાં અંતર થઇ જાય છે. એટલાં માટે કહ્યું કે જન્મસિદ્ધ અધિકાર સ્વયં પોતાનામાં સદા પ્રાપ્ત કરો છો. સદા મુક્ત રહેવું જોઈએ ને. દેહ થી, દેહ નાં સંબંધ થી પણ મુક્ત અને જૂની દુનિયાની સ્મૃતિ થી પણ મુક્ત. મુક્ત નથી બન્યાં? મુક્તિ ની અવસ્થા નો અનુભવ કરો છો તો મુક્ત થયાં પછી જીવન-મુક્તિ નો અનુભવ ઓટોમેટિકલી (આપોઆપ) થઈ જાય છે. કારણ કે જીવન માં તો છો ને. શરીરધારી છો ને. જીવન માં રહેતાં હોવાં છતાં દેહ અને દેહ નાં સંબંધ અને જૂની દુનિયાનાં આકર્ષણ થી મુક્ત છો - આને જ જીવન-મુક્ત અવસ્થા કહેવાય છે. તો મુક્તિ-જીવનમુક્તિ નો અનુભવ હમણાં કરવાનો છે નહીં કે ભવિષ્ય માં. ભવિષ્ય માં તો અહીંયા ની પ્રાપ્તિ ની પ્રાલબ્ધ મળતી રહેશે. પરંતુ પ્રાપ્તિ નો અનુભવ હમણાં થાય છે, ભવિષ્ય માં તો અંડરસ્ટૂડ (સમજી શકાય) છે. એ છે શ્રેષ્ઠ કર્મો ની પ્રાલબ્ધ. પરંતુ શ્રેષ્ઠ કર્મ તો હમણાં થાય છે ને. તો પ્રાપ્તિ નો પણ અનુભવ હમણાં થશે ને. ભવિષ્ય નાં દિલાસા પર નહીં રહેતાં. ચેક રાખી પોતાની ચેકિંગ (તપાસ) કરવામાં રહી જાઓ - એવું ન કરતાં. સ્વયં પોતાને જુઓ કે બાપ દ્વારા જે વારસો મળ્યો છે એને ક્યાં સુધી પ્રાપ્ત કરી ચાલી રહ્યાં છીએ? બાપે તો આપી દીધું. અધિકારી નો અધિકાર કોઈ છીનવી નથી શકતું. તો અમે અધિકારી છીએ - આ નશા માં, નિશ્ચય માં રહો. ફક્ત એ જુઓ કે મળેલાં વારસા ને ક્યાંય વ્યર્થ વેડફી તો નથી નાખતાં ને? એવાં ઘણાં બાળકો હોય છે જેમને મળે ઘણું છે પણ વેડફે પણ ઘણું છે. વેડફવાનાં કારણે, મળવાં છતાં પણ ભિખારી રહી જાય છે. અધિકારી હોવા છતાં પણ અધીન બની જાય છે. જ્યારે અધિકાર નહીં હોય તો જરુર અધીનતા હશે. વિઘ્નો નાં અધીન થઈ જાઓ છો ને. કારણ કે અધિકાર ને નથી મેળવ્યો. જો સદા અધિકારી બનીને ચાલો તો કોઈ પણ વિઘ્ન નાં અધીન થઇ ન શકો. આ પ્રકૃતિ નાં અધીન નથી બનવાનું. જેમ બાપ પ્રકૃતિ ને અધીન કરી આવે છે, અધીન નથી થતાં. એમ જ આ દેહ અથવા જે પણ આ પ્રકૃતિ છે એને અધીન કરીને ચાલવાનું છે, ન કે અધીન. અચ્છા!
કળાબાજી નો ખેલ જોયો? ભઠ્ઠી વાળાઓએ આજે કળાબાજી સારી દેખાડી. હવે સમાપ્તિમાં બધી કમજોરીઓ પણ સમાપ્ત થઈ જશે ને. પછી આ કળાબાજી તો નહીં રમો ને. સદા મુક્તિ અને જીવનમુક્તિ અધિકાર નાં નિશ્ચય અને નશા માં રહેવા વાળા, સર્વ શ્રેષ્ઠતાઓને ધારણ કરી શ્રેષ્ઠ આત્મા બનવા વાળી આત્માઓ ને યાદ-પ્યાર અને નમસ્તે.