Search for a command to run...
24 Jun 1972
એવરરેડી બનીને અંતિમ સમય નું આહ્વાન કરો
24 June 1972 · ગુજરાતી
પોતાને બાપ સમાન સમજો છો? બાપ સમાન સ્થિતિ ની સમીપ પોતાને અનુભવ કરો છો? સમાન બનવામાં હવે કેટલું અંતર બાકી રહ્યું છે? લાંબુ અંતર છે કે થોડું? લક્ષ્ય તો બધાનું એ જ છે કે બાપ સમાન બનીએ અને બાપ નું લક્ષ્ય છે કે બાળકો બાપ થી પણ ઊંચા બને, હવે પ્રેક્ટિકલ (વ્યવહાર) માં શું છે? બાપ સમાન સામનો કરવાની શક્તિ નથી આવી. નંબરવાર પુરુષાર્થ અનુસાર અંતર છે. કોઈક નું કેટલું અંતર, કોઈક નું કેટલું છે. બધાનું એક સમાન નથી. ૫૦% અંતર તો ખુબ છે. આને કેટલાં સમય માં મિટાવશો. હજું સુધી બાપ અને બાળકો માં આટલું અંતર કેમ? સ્વયં ને એવરરેડી (સદૈવ તૈયાર) સમજો છો ને. તો એવરરેડી નો અર્થ શું છે? એવરરેડી સદા સમય નું આહ્વાન કરે છે. તો જે એવરરેડી હોય છે એ આહ્વાન કરતાં પોતાને સદા તૈયાર પણ રાખે છે. અંતિમ સમય નો સામનો કરવા માટે હવે તૈયાર થવાનું છે ને? જો સમય આવી જાય તો ૫૦% સમાનતા ની પ્રાપ્તિ શું હશે? એવરરેડી અર્થાત્ સદા અંતિમ સમય માટે પોતાને સર્વગુણ સંપન્ન બનાવવા વાળા. સંપન્ન તો થવાનું છે ને. ગાયન પણ છે - સર્વગુણ સંપન્ન, ૧૬ કળા સંપૂર્ણ. તો એવરરેડી અર્થાત્ સંપન્ન સ્ટેજ (અવસ્થા). એવું પ્રેક્ટિકલ માં હોય જે ફક્ત એક પગલું ઉપાડવાની જ વાર હોય. એક પગલું ઉપાડવામાં કેટલો સમય લાગે છે? એટલું ફક્ત અંતર હોવું જોઈએ. આને કહેશું ૧-૨ ટકા. ક્યાં એક-બે ટકા, ક્યાં ૫૦%, ફરક થયો ને. આવાં એવરરેડી અથવા સર્વગુણ સંપન્ન બાપ સમાન બનવા માટે બાપદાદા દ્વારા મુખ્ય ત્રણ વસ્તુઓ દરેક ને મળેલી છે. એ ત્રણેય ની પ્રાપ્તિ હોય તો બાપ સમાન બનવામાં કોઈ વાર નથી લાગતી. એ કઈ ત્રણ વસ્તુઓ બાપે આપી છે? (શ્રીમત, સમર્પણ અને સેવા) આ તો ચાલવા અથવા કરવાની વાતો સંભળાવી, પરંતુ આપે શું છે? સેવા પણ કરી શકો છો, સમર્પણ પણ થઈ શકો છો પરંતુ કોનાં આધાર થી? જન્મ તો લીધો પરંતુ આપ્યું શું? વારસા માં પણ મુખ્ય શું આપે છે? (દરેકે બતાવ્યું) ભલે રહસ્ય તો આવી જાય છે, ફક્ત સ્પષ્ટ કરવા માટે ભિન્ન રુપ થી સંભળાવવામાં આવે છે. પહેલાં-પહેલાં લાઈટ (પ્રકાશ) આપે છે, બીજું આપે છે માઈટ (શક્તિ), ત્રીજું આપે છે ડિવાઇન ઈનસાઈટ અર્થાત્ ત્રીજું નેત્ર. જો આ ત્રણ વસ્તુઓ નથી તો તીવ્ર પુરુષાર્થી બની બાપ સમાન નથી બની શકતાં. પહેલાં તો જે આત્માઓ બિલ્કુલ અજ્ઞાન અંધકાર માં આવી ગઈ છે, એમને રોશની અર્થાત્ લાઈટ જોઈએ અને લાઈટ ની સાથે પછી જો માઈટ (શક્તિ) નથી તો લાઈટ ની પણ જે મદદ લેવી જોઈએ એ નથી લઇ શકતાં. આ લાઈટ અને માઈટ ની સાથે જે ત્રીજું નેત્ર અર્થાત્ ડિવાઇન ઈનસાઈટ આપે છે એનાથી પોતાનું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય - ત્રણેય કાળો ને કે ત્રણેય જીવન ને જાણી શકો છો. જ્યારે આ ત્રણેય વસ્તુઓ પ્રાપ્ત થાય છે ત્યારે જ પોતાનો બર્થરાઈટ (જન્મસિદ્ધ અધિકાર) પ્રાપ્ત કરી શકો છો અર્થાત્ વારસો પ્રાપ્ત કરી શકો છો. તો પહેલાં લાઈટ, માઈટ અને ડિવાઇન ઈનસાઈટ આપે છે. એનાં દ્વારા જ પોતાનો બર્થરાઈટ (વારસો) પ્રાપ્ત કરી શકો છો અને રાઈટ (સત્ય) ને જાણી શકો છો. રાઈટ શબ્દ નાં પણ બે અર્થ હોય છે. એક અર્થ છે બર્થ-રાઈટ અર્થાત વારસો અને બીજું રાઈટ (સત્ય) અને રોંગ (અસત્ય) ની ઓળખ મળી છે. એટલા માટે બાપ ને ટ્રુથ (સત્ય) કહેવાય છે અર્થાત્ સત્ય અથવા રાઈટ. સત્ય ની ઓળખ ત્યારે કરી શકો છો જ્યારે આ ત્રણેય વસ્તુઓ પ્રાપ્ત છે. જો એક પણ વસ્તુ ની કમી છે તો અસત્ય થી સત્ય તરફ નથી જઈ શકતાં. પ્રકાશ હશે ત્યારે જ માર્ગ નક્કી કરી શકશો નહીં તો અંધકાર માં માર્ગ કેવી રીતે નક્કી કરશો અથવા પોતાની પુરુષાર્થ ની ગતિ ને તીવ્ર કેવી રીતે કરશો? જેવી રીતે જુઓ, આ જૂની દુનિયામાં જ્યારે બ્લેક-આઉટ (અંધકાર) થાય છે તો સ્પીડ (ગતિ) ને ધીમી કરી દે છે, તીવ્ર સ્પીડ માન્ય નથી કરતાં કારણ કે એકસીડન્ટ (અકસ્માત) થવાનો ડર રહે છે. તો એવી જ રીતે જો પૂરી લાઈટ નથી તો સ્પીડ ને તીવ્ર નથી કરી શકતાં, સ્પીડ ઢીલી ચાલતી રહેશે. સાથે-સાથે જો માઈટ નથી તો લાઈટ નાં આધાર થી ચાલવા તો લાગો છો પરંતુ માઈટ ન હોવાનાં કારણે જે વિઘ્નો સામે આવે છે એમનો સામનો નથી કરી શકતાં. એટલાં માટે સ્પીડ ઓછી થવાનાં કારણે સામનો નહીં કરી શકો તો અટકી (થોભી) જશો. વારંવાર અટકવાનાં કારણે સ્પીડ તેજ અર્થાત્ તીવ્ર પુરુષાર્થ નથી કરી શકતાં. અને ડિવાઈન ઈનસાઈટ અર્થાત્ દિવ્ય નેત્ર, ત્રીજું નેત્ર ખૂલેલું નથી, ચાલતાં-ચાલતાં માયા રોકી દે છે. જેમ આજકાલ ગવર્મેન્ટ (સરકાર) પણ કોઈને પકડવા માટે કે કોઈ હંગામા ને બંધ કરવા માટે ગેસ (વાયુ) છોડે છે તો આંખો બંધ થઈ જાય છે, આંસુ આવવાનાં કારણે જોઈ નથી શકતાં, જે કરવા ઈચ્છે એ કરી નથી શકતાં. એમ જ જે ત્રીજું નેત્ર મળ્યું છે, જો એમાં માયા ની ગેસ અથવા ધૂળ પડી જાય છે તો ત્રીજું નેત્ર હોવાં છતાં પણ જે જોવાં ઈચ્છે છે એ જોઈ નથી શકતાં. ત્રણેય વસ્તુઓ આવશ્યક છે. ત્રણેય જો ઠીક છે, યથાર્થ રીતે પ્રાપ્ત છે, જેમ બાપે આપી છે એમ જ ધારણ કરી રહ્યાં છે, એ જ આધાર પર ચાલી રહ્યાં છે તો ક્યારેય પણ કોઈ ખોટું અથવા અસત્ય કર્મ નહીં કરી શકે, સદા રાઈટ તરફ જશે. ખોટું થઈ જ નહીં શકે કારણ કે ત્રીજા નેત્ર દ્વારા સાચું-ખોટું જાણી લે છે. જ્યારે જાણી લીધું છે તો પછી ખોટું નહીં થશે. પરંતુ માયા ની ધૂળ પડવાથી પારખી નથી શકતાં, એટલા માટે સાચાં ને છોડી ખોટા તરફ ચાલ્યાં જાય છે. તો ક્યારેય પણ કોઇ ખોટું અથવા અસત્ય કર્મ થાય છે અથવા સંકલ્પ પણ ઉત્પન્ન થાય છે અથવા અસત્ય શબ્દ નીકળે છે તો સમજવું જોઈએ કે આ ત્રણેય વસ્તુઓ માંથી કોઈ એક વસ્તુ ની કમી થઈ ગઈ છે, એટલા માટે નિર્ણય નથી કરી શકતાં. અને જ્યાં સુધી રોંગ-રાઈટ ને નથી જાણતાં તો સંપૂર્ણ બર્થરાઈટ પણ નથી લઈ શકતાં. રાઈટ કર્મ થી સંપૂર્ણ બર્થરાઈટ મળે છે. જો રાઈટ કર્મ નથી, ક્યારેક રાઈટ, ક્યારેક રોંગ થાય છે તો બર્થરાઈટ પણ સંપૂર્ણ નહીં મળે. જેટલી રાઈટ સંકલ્પ અને કર્મ કરવામાં કમી હશે, એટલી જ બર્થરાઈટ લેવા માં પણ કમી થશે. તો આ ત્રણેય પ્રાપ્તિ સદા કાયમ રહે, એનાં માટે મુખ્ય કઈ વાત નું ધ્યાન રહેવું જોઈએ જે ખુબ જ સહજ છે અને બધાં કરી શકે છે? રિવાઇઝ કોર્સ (પુનરાવર્તન) માં પણ એ જ સહજ યુક્તિ વારંવાર રિવાઇઝ થઈ રહી છે. રિવાઈઝ કોર્સ ધ્યાન થી સાંભળો છો, વાંચો છો? એવું તો નથી સમજતાં - જાની-જાનનહાર થઈ ગયાં? પોતાને જાની-જાનનહાર સમજી ને રિવાઇઝ કોર્સ ને હલકો તો નથી છોડી દેતાં? આજે પેપર લે છે. એવું કોણ છે જે એક દિવસ પણ રિવાઇઝ કોર્સ ની મુરલી મિસ (ગેરહાજરી) નથી કરતાં અથવા ધારણા માં ધ્યાન નથી આપતાં, એ હાથ ઉઠાવો? ક્યાંક આવવા-જવા માં જે મુરલી મિસ કરો છો એ વાંચો છો કે મિસ થઈ જાય છે? એવું તો નથી સમજતાં કે હવે જ્ઞાન ને જાણી જ ગયાં છીએ? ભલે જાણી ગયાં છો, પરંતુ હજું ઘણું બધું જાણવાનું રહી ગયું છે. જે સારી રીતે રિવાઇઝ કોર્સ ને રિવાઇઝ કરે છે એ સ્વયં પણ એવો અનુભવ કરે છે. એ રિવાઇઝ કોર્સ કરતાં પણ જૂનો લાગે છે કે નવો લાગે છે? નવા માટે તો ઘણી વાતો હશે પણ જે જૂના છે એ ફરીથી રિવાઇઝ કોર્સ થી શું અનુભવ કરે છે? નવો લાગે છે? કારણ કે ડ્રામા અનુસાર રિવાઇઝ કેમ થયો? એ પણ ડ્રામા માં નોંધ હતી. રિવાઇઝ શા માટે કરાવાય છે? ધ્યાન ઓછું થઈ જાય છે, સ્મૃતિ ઓછી થાય છે તો વારંવાર રિવાઇઝ કરાવવામાં આવે છે. તો આ પણ રિવાઇઝ એટલા માટે થઈ રહ્યું છે, કારણ કે હજું પ્રેક્ટિકલ માં નથી આવ્યાં. જેટલું સાંભળ્યું છે, જેટલું સંભળાવ્યું છે એટલી પ્રેક્ટિકલ માં શક્તિ નથી ભરી, એટલા માટે પાવરફુલ (શક્તિશાળી) બનાવવા માટે ફરીથી આ કોર્સ ચાલી રહ્યો છે. જૂનાં ને પાવરફુલ બનાવવા માટે અને નવાં ને પાવરફુલ બનાવવાની સાથે-સાથે પોતાનો અધિકાર પૂરો મળવાનાં કારણે પણ આ રિવાઇઝ કોર્સ ચાલી રહ્યો છે. તો હવે આ કમી ને ભરવા માટે પણ ધ્યાન થી વારંવાર રિવાઇઝ કરજો. તો રિવાઇઝ કોર્સ થી સંસ્કાર અને સ્વભાવ માં જે પરિવર્તન લાવવા ઇચ્છો છો, એ પરિવર્તન માં આવી જશે. સારું, આ તો વચ્ચે પેપર થઈ ગયું. પહેલી જે વાત પૂછી રહ્યાં હતાં - સહજ યુક્તિ કઈ છે, જે રિવાઇઝ કોર્સ માં પણ ખુબ રિવાઇઝ થઈ રહી છે? એ છે અમૃતવેળા સ્વયં પોતાની સાથે અને બાપ સાથે રુહ-રુહાન કરવી અથવા અમૃતવેલા ને મહત્વ આપવું. જેવું નામ કહો છો એવું જ એ વેળા ને વરદાન પણ તો મળેલું છે. કોઇ પણ શ્રેષ્ઠ કર્મ કરો છો તો આજ સુધીનાં યાદગાર માં પણ વેળા (મુહૂર્ત) ને જુએ છે ને. અહીંયા પણ પુરુષાર્થ માટે સહજ પ્રાપ્તિ માટે સૌથી સારી વેળા કઈ છે? અમૃતવેલા. અમૃતવેલા નાં સમયે પોતાની આત્મા ને અમૃત થી ભરપૂર કરી દેવાથી આખો દિવસ કર્મ પણ એવાં જ થશે. જેવી વેળા શ્રેષ્ઠ, અમૃત શ્રેષ્ઠ એમ જ દરેક કર્મ અને સંકલ્પ પણ આખો દિવસ શ્રેષ્ઠ થશે. જો આ શ્રેષ્ઠ વેળા ને સાધારણ રીત થી ચલાવી લો તો આખો દિવસ સંકલ્પ અને કર્મ પણ સાધારણ જ થાય છે. તો એવું સમજવું જોઈએ આ અમૃતવેલા આખા દિવસ નાં સમય ની ફાઉન્ડેશન (પાયા ની) વેળા છે. જો ફાઉન્ડેશન કમજોર અથવા સાધારણ નાખશો તો ઉપર ની બનાવટ પણ આપોઆપ એવી જ થશે. આ કારણ થી જેમ ફાઉન્ડેશન ની તરફ હંમેશા ધ્યાન આપવામાં આવે છે એમ જ આખા દિવસ નું ફાઉન્ડેશન સમય અમૃતવેલા છે. એનું મહત્ત્વ સમજીને ચાલશો તો કર્મ પણ મહત્વ પ્રમાણે થશે. આને બ્રહ્મ-મુહૂર્ત પણ કેમ કહો છો? બ્રહ્મા-મુહૂર્ત છે કે બ્રહ્મ-મુહૂર્ત છે? બ્રહ્મા-મુહૂર્ત પણ સાચું છે, કારણ કે બધાં બ્રહ્મા સમાન નવાં દિવસ ની શરુઆત, સ્થાપના કરો છો. એ પણ રાઈટ (સત્ય) છે, પણ બ્રહ્મ-મુહૂર્ત નો અર્થ શું છે? એ સમય નું વાયુમંડળ એવું હોય છે જે આત્મા સહજ જ બ્રહ્મ-નિવાસી બનવાનો અનુભવ કરી શકે છે. બીજા સમય માં પુરુષાર્થ કરીને અવાજ થી, વાયુમંડળ થી પોતાને ડિટેચ (અલગ) કરો છો અથવા મહેનત કરો છો. પણ એ સમયે આ મહેનત ની આવશ્યકતા નથી હોતી. જેમ બ્રહ્મ ઘર શાંતિધામ છે એમ જ અમૃતવેલા નાં સમય માં પણ આપોઆપ શાંતિ રહે છે. શાંતિ નાં કારણે શાંત સ્વરુપ ની સ્ટેજ (અવસ્થા) અથવા શાંતિધામ નિવાસી બનવાની સ્ટેજ ને સહજ જ ધારણ કરી શકો છો. તો જે શ્રીમત મળેલી છે, એને બ્રહ્મ-મુહૂર્ત નાં સમયે સ્મૃતિ માં લાવશો તો બ્રહ્મ-મુહૂર્ત અથવા અમૃતવેલા નાં સમયે સ્મૃતિ પણ સહજ આવી જશે. જુઓ, ભણવા વાળા પણ ભણતર ને સ્મૃતિ માં રાખવા માટે આ જ સમયે ભણવાનો પ્રયત્ન કરે છે, કારણ કે આ જ સમયે સહજ સ્મૃતિ રહે છે. તો પોતાની સ્મૃતિ ને પણ સમર્થવાન બનાવવાની છે અથવા સ્વતઃ સ્મૃતિ સ્વરુપ બનવું છે તો અમૃતવેલા ની મદદ થી અથવા શ્રીમત નું પાલન કરવાથી સહજ જ સ્મૃતિ ને સમર્થીવાન બનાવી શકો છો. જેમ સમય ની વેલ્યુ (મુલ્ય) છે એટલી આ સમય ને વેલ્યુ આપો છો કે ક્યારેક નથી આપતાં? વેલ્યુ નું ત્રાજવું ક્યારેક નીચે, ક્યારેક ઉપર જાય છે? શું થાય છે? આ ખુબ સહજ યુક્તિ છે ફક્ત આ યુક્તિ ને એટલી વેલ્યુ આપવાની છે. જેમ શ્રીમત છે એ પ્રમાણે સમય ને ઓળખીને અને સમય પ્રમાણે કર્તવ્ય કર્યું તો ખુબ સહજ સર્વ પ્રાપ્તિ કરી શકો છો. પછી મહેનત થી છૂટી જશો. છૂટવા ઇચ્છો છો તો એનાં માટે જે સાધન છે, એને અપનાવતાં જાઓ. અચ્છા!
સદા લાઇટ-હાઉસ અને માઇટ-હાઉસ બની ચાલવા વાળા, સર્વ આત્માઓને ડિવાઇન ઇન-સાઇટ (દિવ્ય અંતર ચક્ષુ) આપવા વાળા બાળકો ને બાપદાદા નાં યાદ પ્યાર અને નમસ્તે.