Search for a command to run...
24 Apr 1973
અલૌકિક જન્મ-પત્રીકા
24 April 1973 · ગુજરાતી
આ સમયે બધાં માસ્ટર સર્વ શક્તિવાન્ સ્વરુપ માં સ્થિત છો? એક સેકન્ડમાં પોતાનાં આ સંપૂર્ણ સ્ટેજ પર સ્થિત થઇ શકો છો? આ રુહાની ડ્રિલનાં અભ્યાસી બન્યાં છો? એક સેકન્ડમાં જે સ્થિતિમાં પોતાને સ્થિત કરવાં ઈચ્છો, તેમાં સ્થિતિ કરી શકો છો? જેટલો સમય અને જે સમય ઈચ્છો ત્યારે સ્થિત થઇ જાઓ, આમાં અભ્યાસી છો, કે હજું સુધી પણ પ્રકૃતિ દ્વારા બનેલી પરિસ્થિતિઓ અવસ્થા ને પોતાનાં તરફ કાંઈક ને કાંઈક આકર્ષિત કરી લે છે? સૌથી વધારે પોતાનાં દેહનાં હિસાબ-કિતાબ, રહેલાં કર્મ-ભોગ નાં રુપમાં આવવા વાળી પરિસ્થિતિઓ પોતાની તરફ આકર્ષિત કરે છે? આ આકર્ષણ પણ સમાપ્ત થઇ જાય, એને કહેવાય છે - ‘સંપૂર્ણ નષ્ટમોહા’. જે વસ્તુ થી મોહ અર્થાત્ લગન હોય છે, તે પોતાની તરફ વારંવાર આકર્ષિત કરે છે. કોઈ પણ દેહની કે દેહની દુનિયાની પરિસ્થિતિ સ્થિતિ ને હલાવી ન શકે. આ જ સ્થિતિ નું ગાયન ગવાયેલું છે, અંગદ નાં રુપ માં જે કલ્પ પહેલાનું ગાયન છે - આ જ સંપૂર્ણ સ્ટેજ (અવસ્થા) છે. જે બુદ્ધિ રુપી પગ ને પ્રકૃત્તિ ની પરિસ્થિતિઓ હલાવી ન શકે, એવાં બન્યાં છો? લક્ષ્ય તો એ જ છે ને? હજું સુધી લક્ષ્ય અને લક્ષણ માં અંતર છે. કલ્પ પહેલાં નાં ગાયન અને વર્તમાન પ્રેક્ટિકલ (વ્યવહારિક) જીવન માં અંતર છે. આ અંતર ને ખતમ કરવા માટે તીવ્ર પુરુષાર્થ ની યુક્તિ કઈ છે? જયારે યુક્તિઓ ને જાણો પણ છો તો પછી અંતર કેમ છે? શું નેત્ર નથી? કે નેત્ર છે પરંતુ નેત્ર ને યોગ્ય સમય પર યુઝ (વાપરવા) કરવાની યોગ્યતા નથી?
જેટલી યોગ્યતા, એટલી મહાનતા દેખાઈ આવે છે? મહાનતા ની કમીનાં કારણો જાણો છો? જે મુખ્ય માન્યતા સદૈવ સંભળાવતાં પણ રહ્યાં છો. એ માન્યતા ની મહીનતા (સૂક્ષ્મતા) નથી. મહીનતા આવવાથી મહાવીરતા આવી જાય છે. મહાવીરતા અર્થાત્ મહાનતા. તો પછી કમી કઈ વાત ની રહી - મહીનતા ની. સૂક્ષ્મ વસ્તુ તો ક્યાંય પણ સમાઈ શકે છે. મહીનતા વગર કોઈ પણ વસ્તુ જેમ ઈચ્છો તેમ સમાવી નહીં શકાય. જેટલી જે વસ્તુ મહીન હોય છે એટલી માનનીય હોય છે. શક્તિશાળી હોય છે.
તો પોતે-પોતાને પૂછો કે પહેલી માન્યતા અથવા સર્વ માન્યતાઓમાં શ્રેષ્ઠ માન્યતા કઈ છે? શ્રીમત જ તમારી માન્યતા છે તો પહેલી માન્યતા કઈ છે? (દેહ સહિત બધું જ ભૂલવું). છોડો કે ભૂલો, ભૂલવું પણ છોડવું છે. પાસે રહેવાં છતાં પણ જો ભૂલ્યાં છો તો છોડ્યું છે. ભૂલવું એટલે છોડવું. જેમ જુઓ સન્યાસીઓ માટે તમે લોકો ચેલેન્જ (પડકાર) કરો છો કે તેમણે છોડ્યું નથી. કહે છે કે ઘર-બાર છોડ્યું, પરંતુ છોડ્યું નથી કારણ કે ભૂલ્યાં નથી. એજ રીતે જો સરકમસ્ટેનસેસ (પરિસ્થિતિઓ) પ્રમાણે બહારનાં રુપ થી જો છોડ્યું પણ અર્થાત્ કિનારો પણ કર્યો, પણ મન થી જો ભૂલ્યાં નથી તો શું એને છોડવું કહેશું? અહિયાં છોડવાનો અર્થ શું થયો? મન થી ભૂલવું. મન થી તો તમે ભૂલ્યાં છો ને? તો છોડ્યું છે ને કે હજું પણ છોડવાનું છે? જો હજું સુધી પણ કહેશો કે છોડવાનું છે તો પછી ઘણાં સમય થી છોડવા વાળા ની યાદીમાંથી નીકળી, હમણાંથી છોડવાં વાળાઓની યાદી માં આવી જશો.
જેમણે જ્યાર થી મન થી ત્યાગ કર્યો અર્થાત્ કોઈ પણ દેહનાં બંધન કે દેહનાં સંબંધ ને એક સેકન્ડ માં ત્યાગ કરી દીધો તેમની એ તિથી-તારીખ અને પળ બધું ડ્રામા માં કે બાપદાદા ની પાસે નોંધાયેલું છે. જેમ આજકાલ જ્યોતિષી, જ્યોતિષ વિદ્યા ને જાણવા વાળા જન્મની તિથી અને સમયનાં પ્રમાણે પોતાનાં યથા યોગ્ય જ્ઞાનનાં આધારે ભવિષ્ય જન્મપત્રીકા બનાવે છે. તેમનો પણ આધાર તિથી અને સમય ઉપર હોય છે. એ રીતે અહિયાં પણ મરજીવા જન્મની તિથી, વેળા અને સ્થિતિ છે. એ લોકો પરિસ્થિતિ ને જુએ છે, કઈ પરિસ્થિતિ માં જન્મ થયો. અહિયાં એ વેળાનાં સમય ની સ્થિતિ ને જોવા માં આવે છે. જન્મતાં જ કઈ સ્થિતિ માં રહ્યાં, એ આધાર પર અહિયાં પણ દરેકની ભવિષ્ય પ્રાલબ્ધ નો આધાર છે. તો તમે લોકો પણ આ ત્રણ વાતોની તિથી, વેળા અને સ્થિતિ ને જાણતાં પોતાની સંગમયુગની પ્રાલબ્ધ કે સંગમયુગની ભવિષ્યની સ્થિતિ અને ભવિષ્ય જન્મની પ્રાલબ્ધ પોતાની જાતે પણ જાણી શકો છો. એક-એક વાતની પ્રાપ્તિ પ્રેક્ટિકલ જીવનની સાથે સંબંધિત છે. આ છે જ પોતાનાં નસીબ ને જાણવાનું નેત્ર. આનાથી તમે દરેક પોતાનાં અંતિમ સ્ટેજ નાં નંબર ને જાણી શકો છો.
જેમ જ્યોતિષી હાથની રેખાઓ દ્વારા કોઈની પણ જન્મ-પત્રીકા ને જાણી શકે છે, એમ તમે લોકો માસ્ટર ત્રિકાળદર્શી, ત્રિનેત્રી અને જ્ઞાનસ્વરુપ અર્થાત્ માસ્ટર નોલેજફુલ હોવાનાં લીધે પોતાનાં મરજીવા જીવન ની પ્રેક્ટિકલ કર્મ રેખાઓથી, સંકલ્પોની સુક્ષ્મ રેખાઓથી, જો સંકલ્પ ને ચિત્રમાં લાવશો તો કયા રુપમાં દેખાડશો? પોતાનાં સંકલ્પો ની રેખાઓનાં આધાર પર કે કર્મો ની રેખાઓનાં આધાર પર પોતાની જન્મપત્રીકા ને જાણી શકો છો કે સંકલ્પો રુપી રેખાઓ સીધી અર્થાત્ સ્પષ્ટ છે? કર્મ ની રેખાઓ શ્રેષ્ઠ અર્થાત્ સ્પષ્ટ છે. એક તો એ ચેક કરો કે સ્થિતિમાં અને સંપર્કમાં લાંબો સમય શ્રીમત પ્રમાણે વિતાવ્યો છે? આ છે કાળ અર્થાત્ સમય ને જોવું. સમય અર્થાત્ વેળા નો પ્રભાવ પણ જન્મપત્રીકા ઉપર બહુ પડે છે. તો અહિયાં પણ સમય અર્થાત્ લાંબા સમયનાં હિસાબ થી સંબંધ છે. લાંબા સમય નો અર્થ સ્થૂળ તારીખો અને વર્ષો નાં હિસાબ થી નહીં, પરંતુ જ્યાર થી જન્મ લીધો ત્યાર થી લાંબા સમય ની લગન હોય. બધાં સબ્જેક્ટ્સ (વિષયો) માં યથાર્થ રુપ થી ક્યાં સુધી લાંબા સમય થી રહેતાં આવ્યાં છો, તેનો હિસાબ જમા થશે. સમજો કોઈ ને ૩૫ વર્ષ થયાં છે, પરંતુ પોતાનાં પુરુષાર્થ ની સફળતામાં લાંબો સમય નથી વિતાવ્યો તો તેમની ગણતરી લાંબા સમય માં નહીં આવે. જો કોઈ ૩૫ વર્ષ નાં બદલે ૧૫ વર્ષ થી આવી રહ્યાં છે પરંતુ ૧૫ વર્ષ માં લાંબો સમય પુરુષાર્થ ની સફળતા માં રહ્યાં છે તો તેમની ગણતરી વાધારે માં થશે. લાંબો સમય સફળતાનાં આધાર પર ગણવામાં આવે છે. તો વેળા નો આધાર જ થયો ને?
લાંબા સમય થી લગન માં મગન રહેવા વાળાને પ્રાલબ્ધ પણ લાંબા સમય સુધી પ્રાપ્ત થાય છે. અલ્પકાળ ની સફળતા વાળાઓ ને અલ્પકાળ અર્થાત્ ૨૧ જન્મો માંથી થોડા જન્મોની જ પ્રાલબ્ધ હોય છે. બાકી સાધારણ પ્રાલબ્ધ. એટલા માટે જ્યોતિષી લોકો પણ સમય ને મહત્વ આપે છે. લાંબાકાળ થી નિર્વિઘ્ન અર્થાત્ કર્મોની રેખા ક્લિયર (સ્પષ્ટ) હોય તેનો આધાર જન્મપત્રીકા પર હોય છે. જેમ હાથની રેખામાં જો વચ્ચે-વચ્ચે રેખા કપાયેલી હોય છે તો શ્રેષ્ઠ ભાગ્ય નથી ગણવામાં આવતું કે લાંબુ આયુષ્ય નથી માનવામાં આવતું. તેમ જ અહીંયા પણ જો વચ્ચે-વચ્ચે વિઘ્નનાં કારણે બાપ સાથે જોડેલી બુદ્ધિ ની લાઈન કપાતી રહે છે, કે સ્પષ્ટ નથી રહેતી તો મોટી પ્રાલબ્ધ નથી થઈ શકતી.
હવે પોતે પોતાને જાણી શકશો કે અમારી જન્મપત્રીકા શું છે? કયા પદની પ્રાપ્તિ નોંધાયેલી છે? જન્મપત્રીકા માં દશાઓ પણ જોવાય છે. જેમ બૃહસ્પતિની દશા હોય છે. શું લાંબો સમય બૃહસ્પતિની દશા રહે છે કે વારંવાર દશા બદલાતી રહે છે? ક્યારેક બૃહસ્પતિની, ક્યારેક રાહુની? જો વારંવાર દશા બદલાય છે અર્થાત્ નિર્વિઘ્ન નથી તો પ્રાલબ્ધ પણ લાંબા સમય માટે નિર્વિઘ્ન રાજ્યમાં પામી નહીં શકો. તો આ દશાઓ ચેક કરો કે શરુંઆત થી લઈ ને હમણાં સુધી કઇ દશા રહી છે.
જન્મપત્રીકા માં રાશી જોવાય છે. અહીંયા કઈ રાશિ છે? અહીંયા ત્રણ રાશિ છે. એક છે મહારથી ની રાશિ, બીજી છે ઘોડે સવાર ની અને ત્રીજી છે પ્યાદા ની. આ ત્રણેમાંથી પોતાની રાશિ ને પણ જુઓ કે શરુંઆત થી અર્થાત્ જન્મથી જ પુરુષાર્થ ની રાશિ મહારથી ની રહી, કે ઘોડે સવાર ની કે પ્યાદા ની રહી છે? આ રાશિ નાં હિસાબથી પણ જન્મપત્રીકા ની ખબર પડી જાય છે. માસ્ટર ત્રિકાળદર્શીનાં જ્ઞાન-સ્વરુપ બની પોતાની જન્મપત્રીકા પોતે જ ચેક કરો અને પોતાનાં ભવિષ્યને જુઓ. રાશિ ને કે દશા ને અથવા રેખાઓને બદલી પણ શકો છો. પારખી ને પછી, ચેક કરી ને પછી, બદલવા માટે સાધન અપનાવજો. સ્થૂળ જ્ઞાન માં પણ ઘણાં સાધનો બતાવે છે. અહીંયા તો સાધન ને જાણો છો ને? તો સાધનો દ્વારા સંપૂર્ણ સિદ્ધિ ને પ્રાપ્ત કરો. સમજ્યાં?
આવાં જ્ઞાનસ્વરુપ, બુદ્ધિ દ્વારા સિદ્ધિ ને પ્રાપ્ત કરવા વાળા, સંપૂર્ણતા ને પોતાનાં જીવન દ્વારા પ્રત્યક્ષ દેખાડવા વાળા, સદા પોતાની સ્થિતિ દ્વારા પરિસ્થિતિ ને પાર કરવા વાળા મહાવીરો ને બાપદાદાનાં યાદ-પ્યાર અને નમસ્તે. અચ્છા. ઓમ શાંતિ
આ મુરલીની વિશેષ વાતો
* કોઈ પણ દેહની, કે દુનિયાની પરિસ્થિતિ, સ્થિતિ ને હલાવી ન શકે, આ સ્થિતિ નું જ ગાયન છે ‘અંગદ’નાં રુપ માં, કે બુદ્ધિ રુપી પગ ને પ્રકૃતિની પરિસ્થિતિઓ હલાવી ન શકી.