Search for a command to run...
20 Feb 1974
સદા સહયોગી અને સહજ યોગી બનો
20 February 1974 · ગુજરાતી
જેમ બાપની મહિમા છે, તેમ જે બાપનાં કર્તવ્ય માં સદા સહયોગી છે અને બાપની સાથે સદા સ્નેહી છે એવી શ્રેષ્ઠ આત્માઓની પણ મહિમા છે. સદા સહયોગી અર્થાત્ દરેક સંકલ્પ અને દરેક શ્વાસ બાપનાં કર્તવ્ય પ્રતિ વ્યતિત થાય, તો શું સદા આવા સહયોગી અને સહજયોગી છો? વિશેષ વરદાન ભૂમિ નાં રહેવાસી હોવાનાં કારણે પુરુષાર્થ ની સાથે-સાથે અનેક પ્રકાર નો સહયોગ પ્રાપ્ત છે. વૃત્તિ અને સ્મૃતિ આ બંને પુરુષાર્થ માં આગળ વધવા માટે સહયોગી બને છે. સ્મૃતિ બને છે સંગ થી અને વૃત્તિ બને છે વાતાવરણ અને વાયુમંડળ થી. જેમ સ્થૂળ ધન કમાવવાવાળા આખો દિવસ એની સાથે જ રહે છે તો એ સંગ નો પણ પ્રભાવ સ્મૃતિ માં એટલો બધો પડે છે કે તેમને સપના માં પણ એ જ સ્મૃતિ રહે છે. તો આપ સર્વ ને અમૃતવેલા થી લઈને રાત સુધી આખો દિવસ આ જ શ્રેષ્ઠ સંગ છે, શુદ્ધ વાતાવરણ છે અને શાંત વાયુમંડળ છે. જ્યારે સંગ અને વાતાવરણ બંને જ શ્રેષ્ઠ પ્રાપ્ત હોય તો સ્મૃતિ અને વૃત્તિ સહજ જ શ્રેષ્ઠ થઇ શકે છે. ડ્રામામાં જયારે આ ગોલ્ડન ચાન્સ (સુવર્ણ તક) મળ્યો છે તો શું એનો એટલો લાભ ઉઠાવો છો?
બહાર રહેવાવાળા કીચડ માં કમળ છે. તમને લોકો ને તો કમળ થી પણ શ્રેષ્ઠ રુહાની રુહ અને ગુલાબ બનવાની તક છે. ગુલાબનું ફૂલ પૂજા નાં કામમાં આવે છે અર્થાત્ તે દેવતાઓને અર્પણ કરવામાં આવે છે. કમળ પુષ્પની વિશેષતા ગવાય છે પરંતુ તે અર્પણ કરવામાં નથી આવતું. તો તમે બધાં બાપની આગળ અર્પણ થયેલાં ગુલાબ છો, જેમ ગુલાબ વાયુમંડળ માં સુગંધ ફેલાવે છે, તેમ તમે બધાં પણ ચારે બાજુ તમારી રુહાનિયત ની સુગંધ ફેલાવવા વાળા છો? શું જેવું નામ તેવું જ કામ છે, જેવું સ્થાન તેવી સ્થિતિ છે, જેવું વાતાવરણ તેવી વૃત્તિ છે અને જેવો સંગ એવી સ્મૃતિ છે? એમાં અલબેલાપણું કેમ થાય છે? કારણ કે જેમ બાપની ઓળખ નથી, તો પ્રાપ્તિ પણ નથી. એવી જ રીતે પોતાને મળેલાં શ્રેષ્ઠ ભાગ્યની પણ ઓળખ નથી તો અલબેલાપણાનું કારણ થયું કે જ્ઞાનની કમી અને ઓળખની કમી. એટલે હવે સમયની સમીપતા પ્રમાણે સંપૂર્ણ જ્ઞાન સ્વરુપ બનો ત્યારે જ જ્ઞાનનાં ફળ નો અનુભવ કરી શકશો, સમજ્યાં?
પાંડવો નો કિલ્લો તો પ્રસિદ્ધ છે. કિલ્લો મજબૂત બનાવવો એ પાંડવો નું કર્તવ્ય છે. જો સ્વયં મજબૂત હશે તો કિલ્લો પણ મજબૂત હશે. કિલ્લાની દિવાલ શું છે? સ્વયં જ તો દિવાલ છે. દિવાલની વચમાં એક ઈંટ અથવા તો પથ્થર પણ હલી જાય અને દિવાલ માં જરા પણ તિરાડ આવી જાય તો આખી દિવાલ જ કમજોર પડી જાય છે. શું માયાનાં તોફાનો અને માયા નો અર્થક્વેક (ધરતીકંપ) ફાઉન્ડેશન (પાયા) ને હલાવતાં તો નથી ને અથવા તો તિરાડ તો નથી પડતી? કિલ્લો મજબૂત છે ને? કિલ્લો એટલે કે સંગઠન. જ્યારે વિશ્વ પર પ્રભાવ પાડી શકો છો તો શું સમીપ વાળા ને પ્રભાવિત નથી કરી શકતાં? એટલાં સહજ યોગી બનો કે તમને જોતાં જ બીજાં નો યોગ લાગી જાય. એક ઘડીનો રોબ (આવેશ) આખાં દિવસની રુહાનિયત ને ગુમાવી દે છે, આનાથી તો તરત જ કિનારો કરી લેવો જોઈએ. પુરુષો નો આ રોબ શું જન્મસિદ્ધ અધિકાર છે? છે તો બધી આત્મા જ ને? સ્નેહ પણ ત્યારે જ ઉત્પન્ન થશે જ્યારે સમજશો કે હું આત્મા છું. પછી તો ભાઈ-ભાઈની દૃષ્ટિ માં પણ રોબ નહીં રહે. આ તો કળયુગી જન્મસિદ્ધ અધિકાર છે, નહીં કે ઇશ્વરીય. ન બહેન જુઓ, ન ભાઇ. કારણ કે એમાં પણ એક્સીડન્ટ (અકસ્માત) થાય છે. એટલે સદા આત્મા જુઓ તેથી જ આ દૃષ્ટિની પ્રેક્ટિસ (અભ્યાસ) કરાવવામાં આવે છે. હું પુરુષ છું આ સ્મૃતિ થી પાંડવ ગળી ગયાં. શરીર થી ગળવાનો અર્થ શું છે? - શરીરની સ્મૃતિ થી ગળી જવું (શરીરને ભૂલવું). પાંડવોનું ગાયન છે કે બધાં ગળી ગયાં. જેમ સોનાને ગાળો તો સોનું તો સોનું જ રહે છે, પરંતુ તેનું રુપ બદલાઈ જશે. તો આ પણ ગળી ગયાં અર્થાત્ પરિવર્તિત થયાં. એટલાં માટે આ રોબ પણ સમાપ્ત. અચ્છા.
આ મુરલી નો સાર
* બાપનાં કર્તવ્ય માં સદા સહયોગી આત્માઓની બાપની જેમ જ મહિમા થાય છે.
* યજ્ઞ માં સમર્પિત થયેલાં ભાઈ-બહેનો નું જીવન રુહે ગુલાબ જેવું હોય છે જ્યારે કે ગૃહસ્થ વ્યવહાર માં રહેવાવાળાનું જીવન કમળ પુષ્પ સમાન છે.
* ગુલાબનું ફૂલ કમળ-પુષ્પ કરતાં શ્રેષ્ઠ છે કારણ કે ગુલાબનું ફૂલ દેવતાઓની પૂજામાં અર્પણ કરવામાં આવે છે જ્યારે કમળ પુષ્પની માત્ર વિશેષતા જ ગવાય છે પરંતુ પૂજાનાં કામમાં નથી આવતું.
* રુહાનિયત થી રોબ ની સમાપ્તિ કરવાની છે, એને જ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પાંડવો પહાડો પર ગળી ગયાં.