વિઘ્ન-વિનાશક બનીને અંગદ સમાન માયા ઉપર વિજય પ્રાપ્ત કરો
શું બધાં ઉન્નતિ ની તરફ વધતાં જઈ રહ્યાં છો? ચઢતી કળાની નિશાની શું છે, શું એ જાણો છો? સદા લગન માં મગન અને વિઘ્નવિનાશક આ બંને નિશાનીઓ શું અનુભવમાં આવી રહી છે? કે વિઘ્નો ને જોઇને વિઘ્ન વિનાશક બનવાનાં બદલે, વિઘ્નોને જોઇને પોતાની સ્થિતિ થી નીચે તો નથી આવી જતાં? શું અનેક પ્રકારનાં આવેલાં તોફાન તમારી બુદ્ધિમાં તોફાન તો નથી ઉત્પન્ન કરતાં ને? જેમ કોઈનાં તરફ થી ભેટ મળે છે તો બુદ્ધિમાં હલચલ નથી થતી પરંતુ આનંદ થાય છે. એવી જ રીતે આવેલાં તોફાનો ઉત્સાહ વધારે છે કે હલચલ વધારે છે? જો તોફાન ને તોફાન સમજશો તો હલચલ થશે અને જો તોહફા (ભેટ) સમજશો અને અનુભવ કરશો તો એનાથી ઉત્સાહ અને હિંમત અધિક વધશે. આ છે ચઢતી કળાની નિશાની. ગભરાવાનાં બદલે ઊંડાણ માં જઈને અનુભવનાં નવાં-નવાં રત્નો આ પરીક્ષાઓનાં સાગર થી પ્રાપ્ત કરશો, તો શું આવો અનુભવ કરો છો? આ શું થઈ રહ્યું છે, કેમ થઈ રહ્યું છે અને આવું કેમ ચાલશે? આવાં જે સંકલ્પ ચાલે છે તેને હલ-ચલ કહેવામાં આવે છે. હલ-ચલની અંદર રત્નો સમાયેલાં હોય છે. ઉપર-ઉપર થી એટલે કે બાહ્યમુખતાની દૃષ્ટિ અને બુદ્ધિ દ્વારા જોવાથી તે હલચલ દેખાશે અથવા અનુભવ થશે. પરંતુ એ જ આવેલી વાતોને અંતર્મુખી દૃષ્ટિ અને બુદ્ધિ થી જોવાથી અનેક પ્રકારનાં જ્ઞાન રત્નો અર્થાત્ પોઈન્ટ્સ પ્રાપ્ત થશે.
જો કોઈ પણ વાત ને જોતાં કે સાંભળતાં આશ્ચર્ય અનુભવ થાય તો એ પણ ફાઈનલ સ્ટેજ (અંતિમ સ્થિતિ) નથી. આવું તો થવું નહીં જોઈએ, અચ્છા જે થયું તે જ થવું જોઈએ, જો આવાં સંકલ્પ ડ્રામા હોવાં છતાં પણ ઉત્પન્ન થાય છે તો તેને પણ અંશ માત્ર હલચલનું રુપ કહેવાય છે. હમણાં સુધી આ શું-કેમ આ પ્રશ્નોનો અર્થ છે - હલચલ. વિઘ્ન આવવું આવશ્યક છે અને જેટલું વિઘ્ન આવવું આવશ્યક છે, જો એટલું આ બુદ્ધિમાં રહેશે તો એટલાં જ એવાં મહારથી હર્ષિત રહેશે. નથિંગ ન્યું (નવું કાંઈ નથી) આ છે ફાઇનલ સ્ટેજ (અંતિમ સ્થિતિ). જો કોઈ પણ હલચલ નું કર્તવ્ય કરો છો કે પાત્ર ભજવતાં હોવ તો સાગર ની જેમ ઉપર થી ભલે હલચલ દેખાતી હોય અર્થાત્ ભલે કર્મેન્દ્રિયોની હલચલમાં આવી જાઓ છો છતાં પણ સ્થિતિ નથિંગ ન્યુ (નવું કંઈ નથી) ની જ હોય. એકાગ્ર, એકરસ, એકાંત અર્થાત્ એક રચયિતા અને રચનાનાં અંતને જાણવાવાળા ત્રિકાળદર્શી ની સ્ટેજ પર, શું આરામ થી શાંતિની સ્ટેજ ઉપર સ્થિત છો કે પછી કર્મેન્દ્રિયો ની હલચલ આંતરિક સ્થિતિ ને પણ હલાવે છે? જયારે સ્થૂળ સાગર બંને રુપ દેખાડે છે તો શું માસ્ટર જ્ઞાનસાગર આવું રુપ નથી દેખાડી શકતાં? આ પ્રકૃતિએ પુરુષ ની કોપી (નકલ) કરી છે. તમે તો પુરુષોત્તમ છો. જો પ્રકૃતિ પોતાનું ક્વોલિફિકેશન (ગુણવત્તા) બતાવી શકે છે, તો શું એ પુરુષોત્તમ નથી બતાવી શકતાં?
હવે સમય કઈ તરફ જઈ રહ્યો છે તે જાણો છો? અતિ ની તરફ જઈ રહ્યો છે. બધી બાજુ અતિ દેખાઈ રહી છે. અંતની નિશાની અતિ છે. તો જેમ પ્રકૃતિ સમાપ્તિની તરફ અતિ માં જઈ રહી છે તેમ સંપન્ન બનવાવાળી આત્માઓની સામે હવે પરીક્ષાઓ અને વિઘ્ન પણ અતિનાં રુપમાં આવશે. એટલાં માટે આશ્ચર્ય ન થવું જોઈએ કે પહેલાં આ નહોતું હવે કેમ છે? આ આશ્ચર્ય પણ નહીં. ફાઇનલ (અંતિમ) પેપરમાં આશ્ચર્યજનક વાતો પ્રશ્નોનાં રુપમાં આવશે ત્યારે તો પાસ અને નાપાસ થઈ શકાશે. નહીં ઇચ્છવા છતાં પણ બુદ્ધિમાં પ્રશ્ન ઉત્પન્ન ન થાય, આ જ તો પેપર છે. અને છે પણ એક સેકન્ડનું જ પેપર. કેમ નો સંકલ્પ ચંદ્રવંશી ની લાઈન માં લગાવી દેશે. પહેલાં તો સૂર્યવંશીનું રાજ્ય હશે ને? ચંદ્રવંશીઓનો નંબર પાછળ હશે. તો એમનો , રાજ્યનાં તખ્તનશીન બનવાની લાઈનમાં નંબર આવશે. એટલાં માટે એકરસ સ્થિતિમાં સ્થિત રહેવાનો અભ્યાસ નિરંતર હોય. સમસ્યાની સીટ ને સંભાળવામાં નહીં લાગી જાઓ. પરંતુ સીટ પર બેસીને સમસ્યાનો સામનો કરવાનો છે. હવે તો સમસ્યા સીટની યાદ અપાવે છે. વિઘ્ન આવે છે, તો વિશેષ યોગ લગાવો છો અને ભઠ્ઠી રાખો છો ને? એનાંથી સિદ્ધ થાય છે કે દુશ્મન જ શસ્ત્રોની સ્મૃતિ અપાવે છે પરંતુ સ્વતઃ અને સદા સ્મૃતિ રહેતી નથી. નિરંતર યોગી છો કે પછી અંતર વાળા યોગી છો? ટાઈટલ (પદવ) તો નિરંતર યોગી નું છે ને? દુશ્મન આવે જ નહીં, સમસ્યા સામનો ન કરી શકે. શૂળી થી કાંટો બનવું એ પણ અંતિમ સ્ટેજ નથી. શૂળી થી કાંટા બની અને કાંટા ને પછી યોગ અગ્નિ થી દૂર થી જ ભસ્મ કરી દો. કાંટો વાગે અને પછી કાઢો, એ પણ ફાઇનલ સ્ટેજ નથી. કાંટાને પોતાની સંપૂર્ણ સ્ટેજ (સ્થિતિ) થી સમાપ્ત કરી દેવાનો છે - આ છે ફાઈનલ સ્ટેજ. આવું લક્ષ્ય રાખીને પોતાની સ્થિતિ ને ચઢતી કળાની તરફ આગળ વધારતાં ચાલો. મોટી વાત ને નાની અનુભવ કરવી, આ સ્ટેજ સુધી મહારથી નંબરવાર યથા-શક્તિ પહોંચ્યાં છે. હવે પહોંચવાનું ત્યાં સુધી છે કે જ્યાં અંશ અને વંશ સમાપ્ત થઈ જાય.
તમે બધાં સદા હિંમત, ઉલ્લાસ અને સર્વનાં સદા સહયોગી રહીને ચાલી રહ્યાં છો ને? કળયુગી દુનિયાને સમાપ્ત કરવા માટે કે પરિવર્તન કરવાનાં માટે, માયાને વિદાય આપવા માટે સંગઠન અર્થાત્ ઘેરાવ નાખ્યો છે ને? મજબૂત ઘેરાવ નાખ્યો છે કે પછી વચમાં-વચમાં કોઈ ઢીલાં થઈ જાય છે અથવા થાકી તો નથી જતાં કે ચાલતાં-ચાલતાં રોકાઈ તો નથી જતાં ને? ન આગળ વધવું, ન પાછળ જવું, જેવાં હતાં તેવાં રહેવું, તે પાઠ તો પાક્કો નથી કરતાં ને? સમય ધક્કો મારશે તો ચાલી પડશું, એવું વિચારીને જ્યાનાં ત્યાં રોકાઇ તો નથી ગયાં ને? કોઈ ને કોઈ પ્રકારની મદદની વાટ જોતાં રહી, ઉભાં તો નથી રહી ગયાં ને? તો આવી સ્ટેજ (સ્થિતિ) વાળાને શું કહેશો? શું એને જ તો ‘અંગદ’ ની સ્ટેજ નથી સમજતાં? જો આમ રોકાઈ જશો, તો પછી છેલ્લે આવવાવાળા ઝડપ થી ચાલ્યાં જશે. જ્યારે પણ પહાડો ઉપર બરફ પડે છે અને જામી જાય છે તો રસ્તાઓ બંધ થઈ જાય છે. તો પછી બરફ ને ઓગાળવા માટે અને તેને હટાવવા માટે પુરુષાર્થ કરાય છે ને? અહીંયા પણ જો બરફની જેમ જામી જાઓ છો તો એનાથી સિદ્ધ થાય છે કે યોગ-અગ્નિ ની કમી છે. યોગ-અગ્નિ ને તેજ કરો તો રસ્તો ક્લીયર (સાફ) થઇ જશે. મળેલી હિંમત અને ઉત્સાહનાં પોઇન્ટ બુદ્ધિમાં દોડાવો તો રસ્તો ક્લીયર થઈ જશે. હમણાં નાં પરિણામમાં અડધાં જ આમ ચાલી રહ્યાં છે. એટલે આને આગળ વધારો. આ પરિણામ શું પુરુષોત્તમ આત્માઓને સારું લાગે છે? એટલાં માટે પુરુષાર્થની ગતિમાં અંગદ બનો, ન માયાથી હાર ખાવા માટે અંગદ બનો, પરંતુ વિજયી બનવાનાં માટે અંગદ બનવાનું છે.
અચ્છા, ઊંચે થી ઊંચા બાપ દ્વારા પાલના લેવાવાળા, વિશ્વની પાલના કરવાવાળા, વિષ્ણુ-કુળની શ્રેષ્ઠ આત્માઓ, પ્રકૃતિ ને પરિવર્તન કરવાવાળી પુરુષોત્તમ આત્માઓ, વિશ્વની સામે સાક્ષાત્ મૂર્ત પ્રસિદ્ધ થવાવાળી આત્માઓ અને યોગી તૂ આત્માઓનાં પ્રતિ બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડ મોર્નિંગ. અચ્છા!
