Search for a command to run...
6 Feb 1974
પરખવાની શક્તિ થી મહારથી ની પરખ
6 February 1974 · ગુજરાતી
જેમ બાપનું આહ્વાન કરી શકો છો, અર્થાત્ સર્વશક્તિમાનનું આહ્વાન કરી શકો છો તેવી જ રીતે પોતામાં જે સમયે, જે શક્તિની આવશ્યકતા હોય તે શક્તિનું આહ્વાન કરી શકો છો? અર્થાત્ સમાયેલી શક્તિ ને સ્વરુપમાં લાવી શકો છો? જેમ બાપને અવ્યક્ત થી વ્યક્ત માં લાવો છો, શું એવી જ રીતે દરેક શક્તિ ને કાર્યમાં વ્યક્ત કરી શકો છો? કારણ કે હવે સમય છે સર્વ-શક્તિઓને વ્યક્ત કરવાનો તથા પ્રસિદ્ધ કરવાનો. જ્યારે પ્રસિદ્ધિ થશે ત્યારે જ શક્તિસેના ની વિજય નો અવાજ બુલંદ થશે. એમાં સફળતા નો મુખ્ય આધાર છે - પરખવાની શક્તિ. જો પરખવાની શક્તિ હશે તો જ અન્ય શક્તિઓ થી પણ કાર્ય લઈ શકો છો. પરખવાની શક્તિ ઓછી હોવાથી અને શક્તિઓને યુક્તિ-યુક્ત કામમાં ન લાવવાથી સદા સફળતામૂર્ત નથી બની શકતાં. અષ્ટશક્તિઓ હવે પ્રત્યક્ષ રુપમાં દેખાવી જોઈએ. મહાવીરની નિશાની એ જ છે કે અષ્ટશક્તિઓ દર સમયે પ્રત્યક્ષ રુપમાં નજર આવે. એવી આત્માઓ જ અષ્ટ રત્નો માં આવી શકે છે.
પુરુષાર્થમાં અંતર શું છે, જેનાથી પારખી શકો કે મહારથી ની સ્થિતિ પર છો કે ઘોડેસવાર ની સ્થિતિ પર? વિશેષ અંતર એ હશે કે જે મહારથી હશે તે કોઇ પણ સમસ્યા અથવા આવવાવાળી પરીક્ષા ને આવતાં પહેલાં જ કેચ કરશે (જાણી જશે). વિઘ્નો ને પહેલે થી જ જાણી લેવાનાં કારણે તેઓ તોફાન અથવા સમસ્યા ને સામે આવવાં નહીં દે. જેમ કે આજકાલ વિજ્ઞાન નું રિફાઈન (સુધારેલું) રુપ કયું છે? દૂર થી પહેલાં જ ખબર પડી જાય છે. પહેલાંથી જ ખબર પડી જવાનાં કારણે સુરક્ષાનાં સાધન અપનાવી લે છે. દુશ્મન આવે અને પછી તેની સાથે લડીને તેનાં ઉપર વિજય પ્રાપ્ત કરે એમાં પણ સમય લાગી જાય છે ને? આજકાલ જેમ વિજ્ઞાનની ઈન્વેનશન (શોધ) પણ રિફાઇન થઈ રહી છે એવી જ રીતે મહારથીઓનો પુરુષાર્થ પણ રિફાઇન થવાનો છે કે વિઘ્ન આવ્યું અને એક સેકન્ડમાં ચાલ્યું ગયું. અને આ પણ મહારથીઓની સ્ટેજ (સ્થિતિ) નથી. મહારથીઓ તો વિઘ્ન ને આવવા જ નહીં દેશે અર્થાત્ એક સેકન્ડ પણ એમાં વ્યર્થ નહીં કરે. જ્યારે નિરંતર યોગી કહો છો તો નિરંતર નો અર્થ શું છે?-એક સેકન્ડનું પણ અંતર ન પડે. જો માયા આવી અને તેને હટાવવામાં જ વ્યસ્ત થઈ ગયાં તો જે નિરંતર લગન માં મગન રહેવાની સ્ટેજ છે તેમાં અંતર પડશે ને? મહારથી અર્થાત્ એવો પુરુષાર્થ કરવાવાળા, દૂર થી ભગાવવાનો પુરુષાર્થ જ મહારથીપણા ની નિશાની છે. દિન-પ્રતિદિન તમે લોકો પણ અનુભવ કરશો કે કોઈ પણ વિઘ્ન આવવાનું હોય, તો બુદ્ધિમાં સંકલ્પ આવશે કે કંઈક થવાનું છે. પછી જેટલાં-જેટલાં યોગ-યુક્ત અને યુક્તિ-યુક્ત હશો એટલું જ આવવાવાળુ વિઘ્ન સ્પષ્ટ રુપ માં નજર આવશે. એવો દર્પણ તૈયાર થઇ જશે.
સમર્પણ અને સર્વસ્વ ત્યાગી કોને કહેવામાં આવે છે? જે વિકારોનાં સર્વ વંશ નો પણ ત્યાગ કરવાવાળા છે. મોટાં રુપમાં તો વિકારો નો ત્યાગ થઇ જાય છે, પરંતુ વિકારો નો વંશ અતિ સૂક્ષ્મ છે, એનો વંશ-સહિત ત્યાગ કરવાવાળા જ મહારથી અર્થાત્ સર્વસ્વ ત્યાગી હશે. જ્યારે અહીંયા વંશ-સહિત બધાં વિકારોનો ત્યાગ કરે છે ત્યારે ત્યાં ૨૧ વંશ-સહિત નિર્વિઘ્ન અને નિર્વિકાર પેઢી ચાલે છે. અડધો કલ્પ દૈવી-વંશ ચાલે છે અને અડધો કલ્પ વિકારોનો શૂદ્ર વંશ પણ વધતો જાય છે. તો આ વંશ ને સમાપ્ત કરવાવાળા જ ૨૧ વંશ-સહિત પોતાનું દૈવી રાજ્ય ભાગ્ય પ્રાપ્ત કરે છે. જો વંશ નો ત્યાગ કરતી વખતે થોડી પણ કમી રહી જાય છે તો ત્યાં પણ ૨૧ વંશમાં થોડી કમી રહી જશે. મહારથી ની આ નિશાની છે કે જ્યારે સર્વસ્વ અર્પણ કરી દીધું તો એમાં તન, મન, ધન, સંપત્તિ, સમય, સંબંધ અને સંપર્ક પણ બધું જ અર્પણ કર્યું ને? જો સમય પણ પોતાનાં પ્રતિ લગાવ્યો અને બાપ ની યાદ અથવા તો બાપ નાં કર્તવ્યમાં નહીં લગાવ્યો, તો જેટલો સમય પોતાનાં પ્રતિ લગાવ્યો તેટલો સમય કપાઈ ગયો.
જેમ ભક્તિ-માર્ગ માં પણ દાન કરેલી વસ્તુ પોતાનાં માટે નથી ઉપયોગ માં લેતાં, બરાબર એ જ પ્રકારે, અહીંયા પણ હિસાબ-કિતાબ છે. પોતાની કમજોરી માટે અથવા પોતાનાં પુરુષાર્થ માટે વસ્તુ લગાવવી (વાપરવી) આ જેમ કે ‘અમાનત માં ખયાનત’ થઈ જાય છે. આવો મહિન (સૂક્ષ્મ) પુરુષાર્થ મહારથી ની નિશાની છે. મહારથીઓએ તો હવે પોતાનું બધું જ વિશ્વનાં કલ્યાણ માટે લગાવવાનું છે ત્યારે તો મહાદાની અને વરદાની કહેવામાં આવશે. મહારથી ની સ્ટેજ (સ્થિતિ) નો પ્રભાવ એવો હશે, જેમ કે લાઈટ હાઉસ નો પ્રભાવ દૂર થી નજર આવે છે અને તે ચારે બાજુ ફેલાય છે. પરંતુ કાર્ય વ્યવહાર માં જે પણ અનુભવી હોય છે, તો તેમનો પણ પ્રભાવ તેમનાં ચહેરા અને ચલન થી ખબર પડે છે. હવે મહારથીઓ અને મહાવીરોનો આવો પ્રભાવ પડવો જોઇએ. ચહેરા દ્વારા જ અક્કલ નો અનુભવ થશે. હવે આ નિશાનીઓથી સમજો કે અમારો નંબર ક્યાં છે? અચ્છા.