Search for a command to run...
20 May 1974
બાપ-દાદા નાં દિલરુપી તખ્ત ઉપર વિરાજમાન બાળકો જ ખુશનસીબ
20 May 1974 · ગુજરાતી
આજે બાપદાદા શું જોઈ રહ્યાં છે? આજે ખુશનસીબ પદ્માપદમ ભાગ્યશાળી બાળકોની માળા જોઈ રહ્યાં છે. માળાનાં દરેક મણકાંની વિશેષતા ને જોઈને હર્ષિત થઈ રહ્યાં છે. જેમ બાપ બાળકોનાં શ્રેષ્ઠ ભાગ્યને જોઈને હર્ષિત થાય છે શું તેવી જ રીતે તમે પણ પોતાનાં સૌભાગ્ય ને જોઈને સદા હર્ષિત રહો છો? શું ભાગ્યનો તારો સદા સામે ચમકતો દેખાઈ છે કે પછી ક્યારેક-ક્યારેક ભાગ્ય તારો તમારી સામે થી છૂપાઈ જાય છે. જેમ સ્થૂળ તારા ક્યારેક-ક્યારેક જગ્યા બદલી કરે છે, તો એવી રીતે ભાગ્યનાં તારા બદલાતા તો નથી ને? એક જ તારો છે, જે પોતાની જગ્યા બદલતો નથી, શું એવાં તારા છો? એ છે દૃઢ સંકલ્પ વાળા તારા જેને આપણી આ દુનિયામાં ‘ધ્રુવ’ તારો કહેવામાં આવે છે. તો એવાં દૃઢ નિશ્ચયબુદ્ધિ, અને એકરસ સ્થિતિમાં સદા સ્થિત પદ્માપદમ ભાગ્યશાળી બન્યાં છો, કે બની રહ્યાં છો? શું પોતાની ખુશનસીબી નો વિસ્તાર પોતાની સ્મૃતિમાં લાવો છો? ખુશનસીબ ની નિશાનીઓ તથા સર્વ પ્રાપ્તિ શું છે એને જાણો છો? જેમને સર્વ પ્રાપ્તિ હોય, તેમને જ ખુશનસીબ કહેવાય છે. સર્વ પ્રાપ્તિઓમાં શું કોઈ કમી છે? જીવનમાં મુખ્ય પ્રાપ્તિ શ્રેષ્ઠ સંબંધ, શ્રેષ્ઠ સંપર્ક, સાચો સ્નેહ અને સર્વ પ્રકારની સંપત્તિ અને સફળતા, આ પાંચેય મુખ્ય વાતો ને પોતાનામાં જુઓ. હવે સંબંધ કોની સાથે જોડ્યો છે? આખાં કલ્પ માં આનાંથી શ્રેષ્ઠ સંબંધ ક્યારેય પ્રાપ્ત થઇ શકે છે શું? સંબંધમાં મુખ્ય વાત અવિનાશી સંબંધની જ થાય છે. અવિનાશી બાપનાં સર્વ સંબંધ જ અવિનાશી છે. એક દ્વારા સર્વ સંબંધોની પ્રાપ્તિ થાય, શું એવાં સંબંધી ક્યારેય મળેલાં જોયાં છે? તો શું સર્વ સંબંધ થી સંપન્ન છો?
બીજી વાત સંપર્ક અર્થાત્ સાથ અથવા સાથી. સાથી કેમ બનાવવામાં આવે છે? સંપર્ક શું કામ અને કોની સાથે રાખવામાં આવે છે? જરુરિયાત નાં સમયે, મુશ્કેલી નાં સમયે સહારો અથવા મદદ માટે, ઉદાસ સ્થિતિમાં મનને ખુશીમાં લાવવા માટે તથા દુઃખનાં સમયે દુઃખને વેચી લેવા માટે સાથી બનાવવામાં આવે છે. એવાં સાચાં સાથી અથવા એવો શ્રેષ્ઠ સંપર્ક જે લક્ષ્ય રાખીને બનાવો છો શું એવાં સાથી મળ્યાં? એવાં સાથી જે નિષ્કામ હોય, નિષ્પક્ષ હોય, અવિનાશી હોય તથા સમર્થ હોય. આવો સમ્પર્ક ક્યારેય મળ્યો અથવા મળી શકે છે શું? અવિનાશી અને સાચો શ્રેષ્ઠ સાથ તથા સંગ કયો ગવાયેલો છે? પારસનાથ જે લોખંડ ને સાચું સોનું બનાવે એવો સતસંગ અથવા સંપર્ક મળ્યો છે કે પછી કોઈ અપ્રાપ્તિ છે? આવાં મળ્યો છે કે મળવાનો છે? મળ્યો છે કે હજી પારખી રહ્યાં છો? જ્યારે સાથ મળી ગયો છે તો સાથ લીધાં પછી ક્યારેક-ક્યારેક સાથી થી કિનારો કેમ કરી લો છો? સાથ નિભાવવામાં નટખટ કેમ થઈ જાઓ છો? ક્યારેક-ક્યારેક રિસાઈ જવાની રમત પણ કરો છો. શું મજા આવે છે, કે સાથી પોતે મનાવે એટલે આ રમત રમો છો અથવા બાળકોમાં રમતનાં સંસ્કાર હોય જ છે, આવું સમજીને આ સંસ્કારનાં વશ થઈને શું આવાં-આવાં ખેલ કરો છો? આવાં ખેલ સારાં લાગે છે? બોલો, સારાં લાગે છે ત્યારે જ તો કરો છો. પરંતુ, આ ખેલમાં શું ગુમાવો છો, શું એ પણ જાણો છો? જ્યાં સુધી આ ખેલ છે તો સાચાં સાથી નો મેળાપ થઈ નથી શકતો. તો રમત-રમત માં મિલન ને ગુમાવો છો. આટલાં સમયની પોકાર તથા શુભ-ઈચ્છા - બાળકો અને બાપનાં મિલનની કરતાં આવ્યાં છો અને એ પણ જાણો છો, કે આ મિલન કેટલાં દિવસનું છે - કેટલાં થોડાં સમયનું છે - તો પણ આટલાં થોડાં સમયનાં મિલન ને ખેલમાં ગુમાવો છો. તો શું પછી સમય મળશે? તો હવે આ રમત સમાપ્ત કરો. તમે તો હવે વાનપ્રસ્થી છો. વાનપ્રસ્થીઓને આવાં પ્રકારની રમત કરવી શોભે છે શું? સાક્ષી થઈને જુઓ શું સાચો સાથી, શ્રેષ્ઠ સંપર્ક તથા સંગ સદા પ્રાપ્ત છે?
ત્રીજી વાત છે - સ્નેહ. શું સર્વ સંબંધોનો સ્નેહ પ્રાપ્ત નથી કર્યો કે અનુભવી નથી બન્યાં? શું સર્વ સંબંધોમાં, સ્નેહમાં કોઈ અપ્રાપ્તિ છે? એને નિભાવવાં માટે એક જ વાતની આવશ્યકતા છે, જો તે નથી, તો સ્નેહ મળવાં છતાં પણ, અનુભવ નથી કરી શકતાં. સાચો સ્નેહ તથા એક દ્વારા સર્વ સંબંધો નો સ્નેહ પ્રાપ્ત કરવા માટે, મુખ્ય કયું સાધન અથવા પોતાનો અધિકાર પ્રાપ્ત કરવા માટે કઈ મુખ્ય વાત આવશ્યક છે? એક બાપ, બીજું ન કોઈ, શું આ વાત જીવનમાં, સંકલ્પમાં અને સાકારમાં છે? માત્ર સંકલ્પમાં નહીં, પરંતુ સાકારમાં પણ એક બાપ, બીજું ન કોઈ, ત્યારે જ સાચો સ્નેહ અને સર્વ-સ્નેહ નો અનુભવ કરી શકો છો. એવી જ રીતે સંપત્તિ અથવા જે પણ સંભળાવ્યું એ બધી જ વાતોમાં સહજ થી સર્વ પ્રાપ્તિ થાય છે? એવાં ખુશનસીબ જેમને અપ્રાપ્ત કોઈ વસ્તુ નથી. આવું જાણવાં છતાં પણ, માનવાં છતાં પણ અને ચાલવાં છતાં પણ ક્યારેક-ક્યારેક પોતાનાં ભાગ્યનાં તારા ને ભૂલી કેમ જાઓ છો?
બાપદાદા તમારાં ભાગ્યનાં તારા ને જોઈને હર્ષિત થાય છે, અને ગુણગાન કરે છે. આવાં ખુશનસીબ બાળકોની રોજ માળા સિમરણ કરે છે. આવાં બાપનાં સિમરણ કરવાનાં મણકાં બન્યાં છો? વિજય માળા નાં મણકાં બનવું મોટી વાત નથી, પરંતુ બાપનાં સિમરણ કરવાનાં મણકાં બનવું, એ જ ખુશનસીબી છે. આવાં ખુશનસીબનો તથા બાપદાદાનાં દિલ તખ્તનશીન, અને તખ્ત છોડી દો છો! બાપે પોતાનાં શ્રેષ્ઠ કાર્યની જવાબદારી તથા તાજ બાળકો ને પહેરાવ્યો છે. આવાં તાજધારી બન્યાં પછી તાજ ઉતારીને અને તાજ ને બદલે પોતાનાં માથા ઉપર શું રાખી લો છો? જો પોતાનું તે ચિત્ર પણ જુઓ અને તાજ તખ્તધારીનું ચિત્ર પણ રાખો તો શું થશે? કયું ચિત્ર પસંદ આવશે? પસંદ એ તાજ-તખ્તધારી વાળું આવશે અને કરો છો તે? તાજ ઉતારીને વ્યર્થ સંકલ્પોનો, વ્યર્થ બોલચાલનો, પડેલાં બોજનો ટોકરો તથા ગુણ માથા ઉપર રાખી લો છો. બેતાજ (તાજ વગરનાં) બની જાઓ છો. જ્યારે આવું ચિત્ર જોવાનું પણ પસંદ નથી કરતાં, એને જોતાં જ રહેમ દિલ બનો છો પરંતુ પોતાનાં ઉપર પછી કેમ રાખી લો છો? તો એવાં પોતાને ખુશનસીબ બનીને તથા સમજીને ચાલો. સમજ્યાં!
અચ્છા! એવાં સદા એકની સાથે સંબંધ, સંપર્ક અને સ્નેહમાં રહેવાવાળા, સદા અવિનાશી સંપત્તિ થી સંપન્ન રહેવાવાળા સાચો સાથ નિભાવવા વાળા અને એક બાપ બીજું ન કોઈ, એવી સ્મૃતિમાં રહેવાવાળા બાળકો ને બાપદાદાનાં યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે.
આ અવ્યક્ત વાણીનો સાર
* આપણે કેટલાં ખુશનસીબ તથા પદ્માપદમ ભાગ્યશાળી છીએ, કે અમને સાચાં અને અવિનાશી સંબંધી મળ્યાં છે.
* આપણે કેટલાં સૌભાગ્યશાળી છીએ, કે આપણને શિવ બાબા જેવાં નિષ્કામ, નિષ્પક્ષ, અવિનાશી અને સમર્થ સાથી મળ્યાં છે.