Search for a command to run...
16 May 1974
મહારથીપણા નાં લક્ષણ
16 May 1974 · ગુજરાતી
આ સમયે બધાંની અંદર સાંભળવાની ઈચ્છા છે કે સમાન બનવાની ઈચ્છા છે? સાંભળ્યાં પછી દરેક વાત ને સમાવવાથી સમાન બની જાઓ છો અને સમાવવાથી સામનો કરવાની શક્તિ જાતે જ સહજ આવી જાય છે. સામનો કરવાની શક્તિ થી સર્વ કામનાઓ થી સ્વતઃ જ મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે. શું એવાં પોતાને મુક્ત આત્મા અનુભવ કરો છો? કોઈ પણ પ્રકારનાં બંધન પોતાની તરફ આકર્ષિત તો નથી કરતાં? બંધન-મુક્ત જ યોગ-યુક્ત થઈ શકે છે. જો કોઈ પણ સ્વભાવ, સંસ્કાર, વ્યક્તિ અથવા વૈભવનું બંધન પોતાની તરફ આકર્ષિત કરે છે, તો બાપની યાદનું આકર્ષણ સદા નથી રહી શકતું. કોઈનાં પણ વશ થતી વખતે, તે આત્માનાં પ્રતિ આ જ શબ્દ કહેવાય છે કે એ ‘વશીભૂત’ છે. વશીભૂત થવું, એ પણ પાંચ ભૂતોની સાથે-સાથે રોયલ રુપ નું ભૂત છે. જેમ ભૂતોની પ્રવેશતા થી પોતાનું સ્વરુપ, પોતાનો સ્વભાવ, પોતાનું કર્તવ્ય અને પોતાની શક્તિ ભુલાઈ જાય છે, તેમ જ કોઈ પણ વાતનાં વશીભૂત થવાથી એ જ રુપ-રેખા બને છે. વશીકરણ મંત્ર આપવાવાળા ક્યારેય પણ વશીભૂત ન થઈ શકે. તો હવે એ તપાસો કે ક્યાંય વશીભૂત તો નથી?
આજકાલ બાપ-દાદા વિશેષ કાર્યક્રમ માં બીઝી (વ્યસ્ત) રહે છે. એ કયું કાર્ય હશે? કોઈ પણ કાર્યમાં બાપની સાથે બાળકોનો સંબંધ હશે ને? તો પોતાનાથી સંબંધિત કાર્યક્રમ ને નથી જાણતાં? અમૃતવેલાએ જ્યારે બાપને ગુડમોર્નિંગ તથા રુહ-રુહાન કરવાં આવો છો, તો તે સમયે અનુભવ નથી કરતાં, કે તે સમયે લેવામાં જ વધારે બીઝી રહો છો? શું ટચ (હૃદયસ્પર્શ) થાય છે? વર્તમાન સમયે સમાપ્તિ નો સમય, સમીપ આવી રહ્યો છે. સમાપ્તિ માં લાસ્ટ અને ફાસ્ટ (છેલ્લાં અને ઝડપી) બંનેનાં પ્રત્યક્ષ રુપમાં સાક્ષાત્કાર થાય છે, બાપ-દાદા દરરોજ દરેકની સેટિંગ (સ્થિતિ) અને ફીટીંગ (ઈશ્વરીય મર્યાદાઓનું પાલન) આ બન્ને વાતો જુએ છે. કોઈ-કોઈ પોતાને સેટ (સ્થિત) કરવાની કોશિશ પણ કરે છે, પરંતુ ફીટીંગ બરાબર ન હોવાનાં કારણે સેટિંગ (સ્થિતિ) પણ થતી નથી. ફીટીંગ શું અને સેટિંગ શું-એ તો તમે જાણો છો ને? ઈશ્વરીય મર્યાદાઓમાં પોતાની જાતને ચલાવવી એ ઈશ્વરીય મર્યાદાઓ ફીટીંગ છે. આ મર્યાદાઓનાં આધારે સ્થિતિની સેટિંગ થાય છે. બાપ-દાદા જ્યારે નંબરવાર મહાવીરો ને જુએ છે તથા મહારથીઓનાં મહારથી સેટ (મંચ) નું સેટિંગ (ગોઠવણી) કરે છે, તો શું જુએ છે? કોઈ ને કોઈ વાતની તથા મર્યાદાઓની ફીટીંગ ન હોવાનાં કારણે સીટ પર સેટ નથી થઈ શકતાં. હમણાં-હમણાં સીટ પર છે અને હમણાં-હમણાં સીટને બદલે કોઈ ને કોઈ સાઇટ (સ્થાન) ઉપર જોવાં મળે છે. તો બાપદાદા આ જ કાર્યમાં બીઝી રહે છે. ઉમ્મીદવાર જોવાં ઘણાં મળે છે, અને લાઈન પણ બહુ મોટી દેખાતી હોય છે પરંતુ પ્રમાણ સ્વરુપ કોઈ-કોઈ જ હોય છે.
ઉમ્મીદવાર બનવા માટે મુખ્ય કયો પુરુષાર્થ છે? છે બહુજ સહજ પુરુષાર્થ, પરંતુ પોતાની કમજોરીનાં કારણે સહજ ને મુશ્કેલ બનાવી દો છો. ઉમ્મીદવાર બનવાનો સહજ પુરુષાર્થ એ જ છે કે દરેક વાતમાં બાપની જે બાળકોનાં પ્રતિ ઉમ્મીદ (અપેક્ષા) છે, એ ઉમ્મીદ પૂરી કરવી, એ જ ઉમ્મીદવાર બનવું છે. બાપની ઉમ્મીદ પૂરી કરવી, બાળકો માટે મુશ્કેલ હોય છે શું? બાળકોનો જન્મ થાય છે જ, બાપની ઉમ્મીદો પૂરી કરવા માટે. બાળકનું પોતાનાં જીવનનું લક્ષ્ય એ જ હોય છે, બાપની ઉમ્મીદો પૂરી કરવી. એને જ બીજાં શબ્દોમાં ‘સન શોઝ ફાધર’ (બાળક પિતા ને પ્રત્યક્ષ કરે) કહેવાય છે. તો આવાં ઉમ્મીદવાર બનવું તમારાં બ્રાહ્મણ જીવનનું મુખ્ય લક્ષ્ય છે. જ્યારે બાપ-દાદા એક કદમની પાછળ, લાખો કદમ સ્વયં પણ સહયોગી બનીને હિંમત અને ઉલ્લાસ વધારે છે, પછી મુશ્કેલ કેમ? જ્યારે દુનિયાની બધી મુશ્કેલીઓને તમે પોતે જ મટાડવાવાળા છો, મુશ્કેલ વાત સહજ અનુભવ કરાવવા વાળા છો, એવાં અનુભવી મૂર્ત માટે કોઈ પણ વાત મુશ્કેલ હોય, એવું વિચારી પણ ન શકો. પ્યાદાઓ નો અનુભવ, મુશ્કેલ લાગવો ઠીક છે. પરંતુ હવે પોતાને કોઈ ને કોઈ વાતમાં, એકબીજાં થી ઓછાં નથી સમજતાં અર્થાત્ કોઈ પ્રકાર થી પોતાને મહારથી સમજો છો, છેલ્લે વાળા પણ ‘લાસ્ટ ઇઝ ફાસ્ટ’ નું લક્ષ્ય રાખે છે, તો મહારથી થયાં ને? કોઈપણ વાતમાં, પોતાને કોઈની સામે નમાવવું તથા પોતાની કમજોરી અનુભવ કરવી, સારું નથી સમજતાં. પોતાને પ્રસિદ્ધ કરવા માટે, દરેક વાતને સિદ્ધ કરો છો, તો એને શું કહેવાશે? પોતાને પ્યાદા સમજો છો કે કોઈ-ને-કોઈ રુપમાં મહારથી સમજો છો? સિદ્ધ કરવા વાળા ક્યારેય પણ પ્રસિદ્ધ નથી થઈ શકતાં. હકીકતમાં પ્રસિદ્ધ થવા વાળા કોઈ પણ વાત ને સિદ્ધ નહીં કરશે. અર્થાત્ જિદ્દ કરવાવાળા, એવાં ક્યારેય પ્રસિદ્ધ થઈ નથી શકતાં. જિદ્દ કરવાવાળા, ક્યારેય સિદ્ધિ ને પામી નથી શકતાં. સિધ્ધિ ને પામવા વાળા, સ્વયં ને નમ્રચિત્ત, નિર્માન, દરેક વાતમાં પોતાની જાતને ગુણગ્રાહક બનાવશે. લક્ષ્ય રાખો છો પ્રસિદ્ધ થવાનું અને પુરુષાર્થ કરો છો દૂર થવાનો, તો આવી તપાસ પોતાની કરો. તપાસ પણ સૂક્ષ્મ જોઈએ.
મહારથી ને કોઈ વાત મુશ્કેલ અનુભવ થાય, તે મહારથી જ નથી. મહારથી પોતાનાં સહયોગ થી અને બાપનાં સહયોગ થી બીજાઓની મુશ્કેલી પણ સહજ કરશે. મહારથીઓનાં સંકલ્પમાં પણ ક્યારેય ‘આ કેવી રીતે, આવું કેમ’? આવો પ્રશ્ન ન ઉઠી શકે. “કેવી રીતે” નાં બદલે “આવી રીતે” શબ્દ આવશે. કારણ કે માસ્ટર નોલેજફુલ (જ્ઞાનસાગર) ત્રિકાળદર્શી છો ને? આ વાતો ને ચેક (તપાસ) કરો. કેવી રીતે કરું? કેવી રીતે થશે? આ ન તો પોતાનાં પ્રતિ કે ન બીજાંનાં પ્રતિ ચાલે. બન્ને રુપમાં પ્રશ્ન સમાપ્ત થઈ જાય. એવાં જ સદા પ્રસન્નચિત્ત અને હર્ષિત રહે છે. હવે સમજ્યાં. મહારથી નાં લક્ષણ શું છે? કરવામાં ઓછાં નથી. જ્યારે એકબીજા નાં સંપર્કમાં આવો છો, તો એકબીજા થી પોતાને ઓછાં નથી સમજતાં, સમજવામાં તો દરેક પોતાને ઓથોરિટી (સત્તાધારી) સમજે છે અને પોતાનો હક રાખે છે. સમજવામાં અને કરવામાં આ બંનેમાં હકદાર બનો, ત્યારે જ વિશ્વની, આ ઈશ્વરીય પરિવારની પ્રશંસા નાં હકદાર બનશો. કોઈ પણ વાતમાં માંગવાવાળા માંગતા નહીં બનો, દાતા બનો. માન, શાન, પ્રશંસા, મોટાંપણું, વગેરે માંગવાની ઈચ્છા નહીં કરો. માંગશો તો જેમ આજકાલનાં માંગવા વાળાને કોઈ પણ પ્રાપ્તિ નથી કરાવતું, ઉલટું દૂર થી જ એમને ભગાવશે. એવી જ રીતે આ રોયલ માંગવા વાળા પોતાને સર્વ આત્માઓથી સ્વતઃ જ દૂર કરે છે. એવાં મહારથી ની સીટ પર સેટ નથી થતાં. એટલાં માટે હવે તમે બધાં મહારથી છો. ઘોડે સવાર અને પ્યાદા નો સમય ગયો, હવે દરેક મહારથીએ પોતાનાં મહારથીપણા નાં લક્ષણ સામે રાખીને પોતાનામાં સમાવવાનાં છે.
અચ્છા! આવી રીતે સર્વ ઇચ્છાઓને સમાવવાવાળા, બાપ-સમાન સર્વ શક્તિઓનાં ઓથોરિટી, સદા એક લગન, એકરસ સ્થિતિમાં સ્થિત થવાવાળા, એક બળ એક ભરોસો, સદા એકાગ્ર, એકાંત નિવાસી, અંતર્મુખી અને બાપ-દાદાની ઉમ્મીદોનાં તારાઓને બાપ-દાદાનાં યાદ પ્યાર, ગુડ નાઈટ અને નમસ્તે.