Search for a command to run...
23 May 1974
હદનાં આકર્ષણો તથા વિભૂતિઓથી પરે રહેવાવાળા જ સાચાં વૈષ્ણવ
23 May 1974 · ગુજરાતી
શું પોતાને એક સેકન્ડમાં વાણી થી પરે વાનપ્રસ્થ અવસ્થા માં સ્થિત કરી શકો છો? જેમ વાણીમાં સહજ આવી જાઓ છો, શું તેવી જ રીતે વાણી થી પરે, એટલાં જ સહજ થઈ શકો છો? કેવી પણ પરિસ્થિતિ હોય, વાતાવરણ હોય, વાયુમંડળ હોય કે પ્રકૃતિનું તોફાન હોય, પરંતુ આ બધું હોવાં છતાં, જોવાં છતાં, સાંભળવા છતાં, મહેસૂસ કરવાં છતાં જેટલાં પણ બહારનાં તોફાન હોય, એટલાં સ્વયં અચળ, અટલ, શાંત સ્થિતિમાં સ્થિત થઈ શકો છો? શાંતિમાં શાંત રહેવું કોઈ મોટી વાત નથી, પરંતુ અશાંતિ નાં વાતાવરણ માં પણ શાંત રહેવું એને જ જ્ઞાનસ્વરુપ, શક્તિસ્વરુપ, યાદસ્વરુપ અને સર્વગુણ-સ્વરુપ કહેવામાં આવે છે. ભિન્ન-ભિન્ન પ્રકારનાં કારણ હોવાં છતાં સ્વયં નિવારણ-રુપ બનો, તેને કહેવામાં આવે છે પુરુષાર્થ નું પ્રત્યક્ષ પ્રમાણ-રુપ. એવાં મહાવીર બન્યાં છો કે હજી સુધી વીર બન્યાં છો? કઈ સ્ટેજ (સ્થિતિ) સુધી પહોંચ્યાં છો? મહાવીર ની સ્ટેજ સામે દેખાય છે કે પછી સમીપ દેખાય છે અથવા બાપ સમાન સ્વયં ને જુઓ છો?
બાપ સમાન ત્રણ સ્ટેજ નંબરવાર છે. એક છે સમાન, બીજી છે સમીપ, ત્રીજી છે સામે. તો ક્યાં સુધી પહોંચ્યાં છો? સમાન વાળાની નિશાની એક સેકન્ડમાં જ્યાં અને જેવી રીતે ઈચ્છે, જે ઈચ્છે તે કરી શકે છે તથા કરે છે. બીજી સ્ટેજ- એક સેકન્ડનાં બદલે થોડી ક્ષણોમાં, સ્વયંને સેટ (સ્થિત) કરી શકે છે. ત્રીજી સ્ટેજ- થોડાં કલાકો કે દિવસો માં પોતાને સેટ કરી શકે છે. સમાન વાળા, સદા બાપ સમાન, સ્વયનાં મહત્વ ને, સ્વયંની સર્વ શક્તિઓનાં મહત્વ ને અને દરેક પુરુષાર્થી ની નંબરવાર સ્ટેજ ને, ગુણદાન, જ્ઞાનધન દાન, અને પોતાનાં સમયનું દાન, આ બધાનાં મહત્વ ને જાણવાવાળા અને ચાલવાવાળા હોય છે. તે કર્મો ને, સંસ્કાર અને સ્વભાવ ને જાણવાવાળા જ્ઞાન-સ્વરુપ હોય છે. શું આવાં જ્ઞાન-સ્વરુપ બન્યાં છો?
જેટલી વાણી સાંભળવાં અને સંભળાવવાની જિજ્ઞાસા રહે છે, તડપ રહે છે, તક બનાવો પણ છો તો શું એવી જ રીતે પછી વાણી થી પરે સ્થિતિમાં સ્થિત રહેવાની તક બનાવવાનાં અને લેવાનાં જિજ્ઞાસુ છો? આ લગન સ્વતઃ સ્વયં માં ઉત્પન્ન થાય છે કે સમય પ્રમાણે, સમસ્યા પ્રમાણે તથા પ્રોગ્રામ પ્રમાણે આ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે? પહેલી સ્ટેજ સુધી પહોંચેલી આત્માઓની પહેલી નિશાની, આ હશે. આવી આત્માઓ ને, આ અનુભૂતિ ની સ્થિતિમાં મગ્ન રહેવાનાં કારણે, કોઈપણ વિભૂતિ તથા કોઈપણ હદની પ્રાપ્તિનાં આકર્ષણ, તેમને તેમનાં સંકલ્પ સુધી પણ અડી નથી શકતાં. જો કોઈપણ હદની પ્રાપ્તિનાં આકર્ષણ, સંકલ્પમાં પણ અડવાની હિંમત રાખે છે, તો તેને શું કહેવાશે? શું એમને વૈષ્ણવ કહેશો? જેમ કે આજકાલનાં નામધારી વૈષ્ણવ, અનેક પ્રકારની પરહેજ (નિગ્રહ) કરે છે - કોઈ વ્યક્તિઓ તથા કોઈ પ્રકારની વસ્તુઓથી, પોતાને અડવાં નથી દેતાં. જો અકારણે કોઈ અડી લે છે, તો તે પાપ સમજે છે. તમે, જેવું નામ તેવું કામ કરવાવાળા, જેવો સંકલ્પ તેવું સ્વરુપ બનવાવાળા સાચાં વૈષ્ણવ છો, આવાં સાચાં વૈષ્ણવો ને શું કોઈ અડવાની હિંમત કરી શકે છે? જો અડી લે છે તો નાનાં-મોટાં પાપ બનતાં જાય છે. આવાં સૂક્ષ્મ પાપ, આત્મા ને ઉંચી સ્ટેજ પર જવાં માટે રોકવાનાં નિમિત્ત બની જાય છે. કારણ કે પાપ અર્થાત્ બોજો; તે ફરિશ્તા બનવા નથી દેતાં; બીજરુપ સ્થિતિ તથા વાનપ્રસ્થ સ્થિતિમાં સ્થિત થવાં નથી દેતાં. આજકાલ મોટાભાગનાં મહારથી કહેવાવાળા પણ, અમૃતવેલા ની રુહ-રુહાનમાં એ જ ફરિયાદ કરે છે તથા પ્રશ્ન પૂછે છે કે શક્તિશાળી સ્ટેજ હોવી જોઈએ તે કેમ નથી થતી? સ્ટેજ થોડો સમય કેમ રહે છે? એનું કારણ આ સૂક્ષ્મ પાપ છે, જે બાપ-સમાન બનવાં નથી દેતાં.
જેમ પાંચ વિકારોને વશ થઈને કરેલાં કર્મ, વિકર્મ અથવા પાપ કહેવામાં આવે છે - આ છે પાપોનું મોટું રુપ. તેવી રીતે જ સૂક્ષ્મ પુરુષાર્થ અર્થાત્ મહારથીની સામે, પાંચ તત્વ પોતાની તરફ, ભિન્ન-ભિન્ન રુપ થી આકર્ષિત કરીને, ઊંડા પાપ બનાવવાનાં નિમિત્ત બને છે. પાંચ વિકારોને સમજવાં, અને તેને જીતવા, સહજ છે, પરંતુ પાંચ તત્વોનાં આકર્ષણ થી પરે રહેવું, એ જ મહારથીઓનાં માટે વિશેષ પુરુષાર્થ છે. જ્યારે આ દસ ને જાણીને તેનાં પર વિજય પ્રાપ્ત કરશો, ત્યારે જ સાચો દશેરા થશે. વિજયાદશમી આ સ્થિતિની જ યાદગાર છે. મહારથીઓની ચેકિંગ સૂક્ષ્મ હોવી જોઈએ. અષ્ટ રત્ન, આવાં વિજયી જ પ્રસિદ્ધ થશે. પ્રત્યક્ષ રુપમાં જોવા મળતી નાની-નાની ભૂલો આવાં સરસ પુરુષાર્થ ની સામે શું દેખાય છે?
આજકાલ રોયલ પુરુષાર્થી નું, રોયલ સ્લોગન કયું છે? રોયલ પુરુષાર્થી કોને કહેવામાં આવે છે? રોયલ શબ્દ તેમનાં માટે વાપરવામાં આવે છે કે જેમને દરેક વાતમાં રોયલ્ટી તથા સહજ સાધન જોઈએ. સાધનોનાં આધાર થી અને પ્રાપ્તિઓનાં આધાર થી પુરુષાર્થ કરવાવાળા રોયલ પુરુષાર્થી કહેવાય છે. રોયલ્ટીનો બીજો અર્થ પણ થાય છે. જે હમણાં રોયલ પુરુષાર્થી છે, તેમણે ધર્મરાજ પુરી માં રોયલ્ટી (દંડ) પણ આપવી પડે છે. રોયલ પુરુષાર્થી ની નિશાની શું હોય છે, કે જેનાથી જાણી શકાય કે હું રોયલ પુરુષાર્થી તો નથી ને? બીજાને નથી જાણવાનાં, પરંતુ પોતાને જાણવાનું છે. જેમ સ્થૂળ રોયલ્ટી (સંપત્તિ) વાળા, પોતાનાં અનેક રુપ બનાવે છે, તેવી રીતે રોયલ પુરુષાર્થી બહુરુપી અને ચતુર હોય છે, તે જેવો સમય તેવું રુપ ધારણ કરશે. પરંતુ રોયલ્ટી માં રિયલ્ટી (સચ્ચાઇ) નથી હોતી મિક્સ (મિલાવટ) હશે, પરંતુ એકરસ સ્થિતિ માં પોતાને ફિક્સ (સ્થિત) નહીં કરી શકે. આવાં રોયલ પુરુષાર્થી કયો ખેલ કરે છે- અપ અને ડાઉન (ઉપર અને નીચે) હમણાં બહુ જ ઉંચી સ્ટેજ અને હમણાં સૌથી નીચી સ્ટેજ. ચઢતી કળામાં પણ હીરો પાર્ટધારી અને પડતી કળા માં ઝીરો માં હીરો. આવાં પુરુષાર્થી નું કર્તવ્ય શું હોય છે? સ્વયં પ્રકૃતિનાં તથા વિકારોનાં વશ, અલ્પકાળનાં માયાવી નિર્ભય રુપમાં રહેવું અને પોતાનાં દ્વારા બીજાં ને ભયભીત કરવાની વાતો કરવી. તેઓનું સ્લોગન શું છે- ‘આ કરી લઈશ અથવા તો તે કરી લઈશ’ આપઘાત મહાપાપ ની ભયભીત ચાલ તથા એવાં બોલ તેવાં લોકોનું કર્તવ્ય છે. આવાં રોયલ પુરુષાર્થી ક્યારેય નહીં બનતાં. ક્યારેય પણ આવાં રોયલ પુરુષાર્થી નાં સંગમાં નહીં આવતાં. કારણ કે માયાને વશ થવાવાળી આત્માઓને અને પુરુષાર્થી બનવાવાળી આત્માઓને સ્વયનાં સંગમાં લાવીને પ્રભાવિત કરવાની વિશેષતા માયા દ્વારા વરદાનમાં પ્રાપ્ત હોય છે. આવા સંગને મોટામાં મોટું દલદલ (કાદવ) સમજવું. જે બહાર થી તો ખૂબ જ સુંદર પરંતુ અંદર નાશ કરવાવાળી હોય છે. એટલાં માટે બાપદાદા બધાં બાળકોને વર્તમાન સમયની, માયાનાં રોયલ સ્વરુપની સાવધાની, પહેલેથી જ આપી રહ્યાં છે. આવા સંગ થી, સદા સાવધાન રહેજો અને હોંશિયાર રહેજો. માયા પણ વર્તમાન સમય આવાં રોયલ પુરુષાર્થીઓની માળા બનાવવામાં લાગેલી છે. પોતાનાં મણકાં ખૂબ જ સારી રીતે અને તીવ્ર પુરુષાર્થ થી શોધી રહી છે. એટલાં માટે માયાનાં મણકાંની માળા નહીં બનતાં. જો આવાં માયાનાં મણકાં નાં પ્રભાવમાં આવી ગયાં તો વિજય માળાનાં મણકાં થી કિનારે (દૂર) થઈ જશો. કારણ કે આજકાલ બંનેય માળાઓ - એક માયાની અને બીજી વિજયમાળા બાપની, આ બંનેનું સિલેક્શન (પસંદગી) ખુબ જ તેજી (ઝડપ) થી થઈ રહ્યું છે. આવાં સમયમાં દરેક સેકન્ડ ચારેય બાજુ એટેંશન (ધ્યાન) હોવું જોઈએ. સમજયાં?
આવાં સદા સાચાં પુરુષાર્થી, સાચાં બાપની સાથે સદા સાચાં રહેવાવાળા, પાંચ વિકારો અને પાંચ તત્વોનાં આકર્ષણ થી સદા દૂર રહેવાવાળા, સહજ વાનપ્રસ્થ સ્થિતિમાં સ્થિત થવાવાળા, વિજયમાળાનાં વિજયી મણકાં ને, બાપદાદાની સદા સાથે રહેવાવાળા, સદા સત્યનાં સંગમાં રહેવાવાળા અને વ્યર્થનાં સંગ થી ન્યારા રહેવાવાળા, એવા પ્યારાં બાપનાં બાળકોને બાપદાદાનાં યાદપ્યાર, ગુડમોર્નિંગ અને નમસ્તે.
મુરલી નો સાર
* શાંતિમાં શાંત રહેવું મોટી વાત નથી, પરંતુ અશાંતિ નાં વાતાવરણમાં શાંત રહેવાંવાળા જ મહાન કહેવાય છે.
* બાપ-સમાન સ્ટેજ સુધી પહોંચેલી આત્માઓને, જેમને કોઈ પણ વિભૂતિ તથા હદનાં આકર્ષણ અડી નથી શકતાં તે જ સાચાં વૈષ્ણવ કહેવાય છે.
* પાંચ તત્વોનાં આકર્ષણ થી પરે રહેવું, મહારથીઓનાં માટે સૂક્ષ્મ પુરુષાર્થ છે.
* સૂક્ષ્મ-પાપ આત્મા ને ઉંચી સ્ટેજ પર જવાથી રોકવાનાં નિમિત્ત બની જાય છે.