Search for a command to run...
24 December 1974 · ગુજરાતી
બાપદાદા સદૈવ વિદેશીઓને નંબરવન યાદ કરે છે. જેમ બાંધેલીઓ પહેલાં યાદ આવે છે, તેમ જ વિદેશમાં રહેવાવાળા બાળકો પણ યાદ આવે છે. તેમને પણ વારંવાર આ દેશમાં ન આવી શકવાનું બંધન છે ને? બાપદાદા તો સૌથી સમીપ જુએ છે. જે ફોરેનમાં સર્વિસ (વિદેશમાં સેવા) પર ગયાં છે, તે કોઈ દૂર છે શું? તે આંખોની સામે પણ નથી, પરંતુ આંખોમાં જે સમાયેલાં હોય છે, તે ક્યારેય દૂર નથી હોતાં. તે તો સૌથી સમીપ થયાં ને? તમે આંખોની સામે રહો છો કે આંખોમાં સમાયેલાં છો? જે સમાયેલાં છે, તે છે નિરંતર યોગી. વિદેશ માં રહેવાવાળા બાળકો તો પણ નજીક આવી જાય છે, અને જે નજીક છે, દેશ નાં હિસાબ થી રહેવાવાળા ચાર વર્ષમાં એકવાર પણ નથી આવતાં તો નજીક કોણ થયાં? આ બધું સૂક્ષ્મ કનેક્શન (જોડાણ) છે. નજીક સંબંધ છે, ત્યારે તો નજીક આવ્યાં છો. આ તો પ્રૂફ (પુરાવો) છે ને? ડ્રામા અનુસાર જુઓ, આટલાં મહારથીઓનાં સંકલ્પ સાકાર ન થઈ શક્યાં. પરંતુ એક બાપનો જ સંકલ્પ સાકાર થઈ ગયો, પછી તો સમીપ થયાં ને? પોતાને બાપદાદા થી દૂર નહીં સમજો.
પોતાનાં જન્માક્ષર ને જોવાં જોઈએ કે આદિ થી લઈને અર્થાત્ જન્મતાં જ મારી ભાગ્ય ની રેખા કેવી છે? જેમને જન્મ થતાં જ ભાગ્ય પ્રાપ્ત છે; આદિ સમયનું ભાગ્ય બનાવીને આવ્યાં છે, તે જ આધાર પર પાછળ પણ તેમને લિફ્ટ મળે છે. શરુઆત થી જ સહજ પ્રાપ્તિ થઈ છે ને? મહેનત ઓછી અને પ્રાપ્તિ વધારે. આ લોટરી મળેલી છે. એક રુપિયાની લોટરી માં, લાખો મળી જાય તો મહેનત ઓછી, પ્રાપ્તિ વધારે થઈ ને? કોઈ પણ વાતમાં, જો એકવાર સમય પર, કોઈ પણ સંકલ્પ વગર, આજ્ઞા સમજીને જે સહયોગી બની જાય છે, એવાં સમય નાં સહયોગીઓને બાપદાદા પણ અંત સુધી સહયોગ આપવા માટે બંધાયેલાં છે. એકવાર નો સહયોગ આપવાનો જમ્પ (છલાંગ) અંત સુધી સહયોગ લેવાનાં અધિકારી બનાવે છે. એકનું સો ગણું મળવાંથી મહેનત ઓછી, પ્રાપ્તિ વધારે થાય છે. ભલે મન થી, ભલે તન થી અથવા ધન થી. પરંતુ સમય પર સહયોગ આપ્યો, તો બાપદાદા અંત સુધી સહયોગ આપવા માટે બંધાયેલાં છે. જેને બીજા શબ્દોમાં ભક્ત લોકો અંધ-શ્રદ્ધા કહે છે. એવો જો કોઈએ જીવનમાં એકવાર પણ બાપદાદાનાં કાર્યમાં સહયોગ આપ્યો છે, તો અંત સુધી બાપદાદા સહયોગી રહેશે. આ પણ એક હિસાબ-કિતાબ છે. સમજ્યાં. અચ્છા.
આ અવ્યક્ત વાણીનો સાર
* જો એકવાર સમય પર કોઈ સંકલ્પ વગર આજ્ઞા સમજીને જે સહયોગી બની જાય છે એવાં સમયનાં સહયોગીઓને બાપદાદા પણ અંત સુધી સહયોગ આપવા માટે બંધાયેલાં છે.
* જે બાળકો ફોરેન માં (વિદેશમાં) સર્વિસ (સેવા) પર ગયેલાં છે તે બાપદાદાની આંખો માં સમાયેલાં છે.
* જે આંખોમાં સમાયેલાં છે તે છે - નિરંતર યોગી.