Search for a command to run...
27 Dec 1974
‘યોગી ભવ’ અને ‘પવિત્ર ભવ’ દ્વારા વરદાનો ની પ્રાપ્તિ
27 December 1974 · ગુજરાતી
આજ ની સભા વરદાતા દ્વારા, સર્વ વરદાન પ્રાપ્ત કરેલી આત્માઓની છે. વરદાતા દ્વારા, સર્વ વરદાનો માં, મુખ્ય બે વરદાન છે, જેમાં સર્વ વરદાન સમાયેલાં છે. તે બે વરદાન કયાં છે? તેમને સારી રીતે જાણો છો કે સ્વયં વરદાન-સ્વરુપ તથા વરદાની-મૂર્ત બની ગયાં છો? જે વરદાની-મૂર્ત છે; તે સ્વયં સ્વરુપ બની ને, બીજાં ને આપવાવાળા દાતા બની શકે છે. તો પોતાને પૂછો કે શું મુખ્ય બે વરદાન-સ્વરુપ બન્યાં છીએ? અર્થાત્ યોગી ભવ અને પવિત્ર ભવ:- આ વિશેષ કોર્સ નાં સ્વરુપ બન્યાં છો? આ કોર્સ ને સમાપ્ત કર્યો છે કે હજી સુધી કરી રહ્યાં છો? સાપ્તાહિક કોર્સ નું રહસ્ય, આ બે વરદાનો માં સમાયેલું છે. જે પણ અહીંયા બેઠાં છે, શું તે બધાં એ આ કોર્સ સમાપ્ત કરી લીધો છે કે તેમનો હજી સુધી આ કોર્સ ચાલી રહ્યો છે? કોર્સ અર્થાત ફોર્સ (બળ) ભરાઈ જવો. સદા યોગી-ભવ અને સદા પવિત્ર-ભવ નો ફોર્સ અર્થાત્ શક્તિ-સ્વરુપ નો અનુભવ નથી થતો, તો તેને શક્તિ-સ્વરુપ નહીં કહેવાશે. પરંતુ તેને શક્તિ-સ્વરુપ બનવાનાં અભ્યાસી જ કહેવાશે. કારણ કે સ્વયંનું સ્વરુપ, સદા અને સ્વતઃ જ સ્મૃતિ માં રહે છે. જેમ પોતાનું સાકારી સ્વરુપ, સદા અને સ્વતઃ યાદ રહે છે અને તેનો અભ્યાસ નથી કરતાં પરંતુ ઉલટાનું વધારે જ, તેને ભૂલવાનો અભ્યાસ કરો છો. એમ જ પોતાનું નિજી-સ્વરુપ તથા વરદાની-સ્વરુપ, સદા સ્મૃતિમાં રહેવું જોઈએ. અપવિત્રતાનું અને વિસ્મૃતિનું નામ-નિશાન ન રહે. તેને કહેવામાં આવે છે-વરદાનો નો કોર્સ કરવો. શું આવો કોર્સ કર્યો છે?
જેમ તમે લોકો, સાપ્તાહિક કોર્સ સમાપ્ત કરવાનાં પહેલા, કોઈપણ આત્મા ને ક્લાસ માં નથી આવવા દેતાં, એમ જ બ્રાહ્મણ બાળકો, જો આ પ્રેક્ટીકલ (વ્યાવહારિક) કોર્સ સમાપ્ત નથી કરતાં તો બાપ-દાદા તથા ડ્રામા પણ તેને કોઈ ક્લાસ (શ્રેણી) માં આવવાં નથી દેતાં. અર્થાત્ ફર્સ્ટ ક્લાસ (પહેલી શ્રેણી) માં આવવાં નથી દેતાં. ફર્સ્ટ ક્લાસ કયો છે? - તે સતયુગનાં આદિ માં નથી આવી શકતાં. જ્યારે તમે લોકો, તેમને ક્લાસ માં આવવાં નથી દેતાં, તો ડ્રામા પણ ફર્સ્ટ ક્લાસ (પહેલા વર્ગ) નાં અધિકારી નથી બનાવી શકતો. ફર્સ્ટ ક્લાસ માં આવવા માટે મુખ્ય બે વરદાન પ્રેક્ટિકલ રુપ માં જોઈએ. વિસ્મૃતિ કે અપવિત્રતા શું હોય છે તેની અવિદ્યા થઈ જાય. તમે સંગમ પર ઉપસ્થિત છો ને? તો એવો અનુભવ થાય કે આ સંસ્કાર તથા સ્વરુપ મારાં નથી, પરંતુ મારા પાસ્ટ (ભૂતકાળ નાં) જન્મ નાં હતાં અને હવે નથી. હું તો બ્રાહ્મણ છું અને આ તો શૂદ્ર નાં સંસ્કાર તથા તેનું સ્વરુપ છે. આમ પોતાનાથી અલગ અર્થાત્ બીજા નાં સંસ્કાર છે, એવો અનુભવ થવો-તેને કહેવામાં આવે છે ‘ન્યારા અને પ્યારા.’ જેમ દેહ અને દેહી અલગ-અલગ વસ્તુઓ છે, પરંતુ અજ્ઞાનવશ આ બંનેને ભેગા કરી દીધાં છે. તેમ જ ‘મારાં’ ને ‘હું’ સમજી લીધું છે. તો આ ભૂલનાં કારણે કેટલી પરેશાની તથા દુઃખ અને અશાંતિ પ્રાપ્ત કરી. એમ જ, આ અપવિત્રતા અને વિસ્મૃતિ નાં સંસ્કાર, જે મારાં અર્થાત્ બ્રાહ્મણ પણાનાં નથી, પરંતુ જે શૂદ્રપણાનાં છે, તેને મારાં સમજવાથી, માયાને વશ તથા પરેશાન થઈ જાઓ છો અર્થાત્ બ્રાહ્મણપણા ની શાન થી દૂર થઈ જાઓ છો. આ નાની-એવી ભૂલ, ચેક (તપાસ) કરો કે ક્યાંય આ મારાં સંસ્કાર તો નહોતાં, આ ક્યાંક મારું સ્વરુપ તો નથી? સમજ્યાં? તો પહેલો પાઠ, પવિત્ર-ભવ તથા યોગી-ભવ ને પ્રેક્ટિકલ સ્વરુપ માં લાવો, ત્યારે જ બાપ-સમાન અને બાપ ની સમીપ આવવાનાં અધિકારી બની શકો છો.
આજે કલ્પ પહેલાં વાળા, લાંબાકાળ થી વિખુટા પડેલાં, બાપની યાદમાં તડપવા વાળા તથા અવ્યક્ત મિલન મનાવવાનાં શુદ્ધ સંકલ્પમાં રમણ કરવાવાળા, પોતાનાં સ્નેહની દોરી થી બાપદાદા ને પણ બાંધવા વાળા અને અવ્યક્ત ને પણ આપ-સમાન વ્યક્ત બનાવવા વાળા, તે નવાં-નવાં બાળકો તથા સાકારી દેશમાં દૂર-દેશી બાળકો જે છે, તેમનાં પ્રત્યે વિશેષ મિલન માટે બાપદાદા ને આવવું પડ્યું છે. તો શક્તિશાળી કોણ થયાં? બાંધવા વાળા કે બંધાવા વાળા? બાપ કહે છે - ‘વાહ બાળકો.’ ‘શાબાશ બાળકો.’ નવાં નાં પ્રત્યે વિશેષ બાપ-દાદાનો સ્નેહ છે. આવું કેમ? નિશ્ચયની સદા વિજય છે. વિશેષ સ્નેહ નું મુખ્ય કારણ, નવાં બાળકો સદા અવ્યક્ત મિલન મનાવવાની મહેનત માં રહે છે. ‘અવ્યક્ત’ રુપ દ્વારા, વ્યક્ત રુપ થી કરેલાં ચરિત્રો નો અનુભવ કરવાનાં સદા શુભ આશાનાં દીપક જાગેલાં હોય છે. આવી મહેનત કરવા વાળા ને, ફળ આપવા માટે બાપદાદા ને પણ વિશેષ યાદ સ્વતઃ જ આવે છે. એટલાં માટે આજ ની યાદ, આજ નું ગુડ મોર્નિંગ તથા નમસ્તે વિશેષ ચારે બાજુનાં નવાં-નવાં બાળકો ને બાપદાદા પહેલાં આપી રહ્યાં છે. સાથે, બધાં બાળકો તો છે જ. હવે વ્યક્ત દ્વારા અવ્યક્ત મિલન, સદાકાળ તો થઇ નથી શકતું. એટલાં માટે આવ્યાં પછી, જવાનું હોય છે. અવ્યક્ત રુપ માં અવ્યક્ત મુલાકાત તો સદાકાળ ની છે. આવાં વરદાની બાળકો ને યાદ-પ્યાર અને નમસ્તે.