Search for a command to run...
5 Dec 1974
વ્યર્થ સંકલ્પોને સમર્થ બનાવવાથી કાળ પર વિજય
5 December 1974 · ગુજરાતી
અવ્યક્ત-મિલન કોને કહેવાય છે? જેની સાથે મિલન થાય છે, તેમનાં સમાન બનવાનું હોય છે. તો અવ્યક્ત મિલન અર્થાત્ બાપ-સમાન અવ્યક્ત રુપધારી બનવું. અવ્યક્ત અર્થાત્ જ્યાં વ્યક્ત ભાવ નથી. શું એવાં બન્યાં છો? વ્યક્ત દેશનું, વ્યક્ત દેહનું અને વ્યક્ત વસ્તુઓનું જરા પણ આકર્ષણ પોતાની તરફ આકર્ષિત ન કરે, શું એવી સ્થિતિ બનાવી છે? જે પહેલો-પહેલો વાયદો છે કે તુમ્હી સે સુનું ઔર તુમ્હી સે બોલું, (તમને જ સાંભળું અને તમારી સાથે જ બોલું) આ વાયદો નિભાવવા માટે આખો દિવસ-રાત જ્યાં સુધી અવ્યક્ત તથા નિરાકારી સ્થિતિ માં નહીં હશો તો શું બાપદાદા ની સાથે-સાથે રહેવાનો અનુભવ કરી શકશો અર્થાત્ વાયદો નિભાવી શકશો? આખાં દિવસમાં તમે કેટલો સમય આ વાયદો નિભાવો છો? જેમને મળવાનું હોય છે, તેમનાં સ્થાન પર અને તેવી સ્થિતિ, સ્વયં ની બનાવવાની હોય છે. તે સ્થાન અને સ્થિતિ એ બંનેને બદલવા પડશે, ત્યારે જ આ વાયદો નિભાવી શકો છો. વ્યક્ત ભાવ માં આવવું તથા કોઈ પણ વ્યક્તિ તથા વસ્તુમાં ભાવના રહેવી કે આ પ્રિય છે કે સારી છે, આ વ્યક્ત-વસ્તુ અને વ્યક્તિ માં ભાવના રહેવી અર્થાત્ કામના નું રુપ થઈ જાય છે. જ્યાં સુધી કામના છે, ત્યાં સુધી માયા થી સંપૂર્ણ રીતે સામનો નહીં કરી શકો. જ્યાં સુધી સામનો નથી કરી શકતાં, ત્યાં સુધી સમાન નથી બની શકતાં અર્થાત વાયદો નથી નિભાવી શકતાં.
જેમ તમે લોકો ચિત્ર માં કૃષ્ણ ને સૃષ્ટિનાં ગોળા પર દેખાડો છો - એવુ જ ચિત્ર પોતાની પ્રેક્ટિકલ સ્થિતિનું બનાવો. આ વ્યક્ત દેશ તથા આ જૂની દુનિયા થી ઉપરામ. વ્યક્ત ભાવ અને વ્યક્ત વસ્તુઓ વગેરે બધાથી ઉપરામ અર્થાત્ તેનાં ઉપર સાક્ષી થઈને ઉભા રહેવું. જેમ પગની નીચે ગ્લોબ દેખાડે છે તથા ગ્લોબ ની ઉપર બેઠેલા દેખાડે છે અર્થાત્ તેમનું માલિકપણું તથા અધિકારીપણું દેખાડે છે તો એવું તમારું ચિત્ર બનાવો. આ જૂની દુનિયામાં, જેમ કે પોતાની સ્વ-ઇચ્છાથી, પોતે રચેલા સંકલ્પનાં આધારથી અવ્યક્ત થી વ્યક્તમાં આવો, વ્યક્તિ તથા વસ્તુઓનાં આકર્ષણ ને અધીન થઈને નહીં. જેમ લિફ્ટ માં ચઢો છો, તો સ્વીચ (બટન) પોતાનાં હાથમાં હોય છે ભલે ફસ્ટ ફ્લોર (પહેલાં માળા) પર જાઓ, ભલે સેકન્ડ ફ્લોર (બીજા માળા) પર જાઓ. જ્યારે સ્વિચ કંટ્રોલ (નિયંત્રણ) બહાર થઈ જાય છે ત્યારે શું પરિણામ હોય છે? વચમાં લટકી જશો ને? એમ જ આ સ્મૃતિની સ્વિચ પોતાનાં નિયંત્રણ માં રાખો. જ્યાં ઇચ્છો, જ્યારે ઇચ્છો અને જેટલો સમય ઈચ્છો તેમ પોતાનાં સ્થાન ને તથા સ્થિતિ ને સેટ (સ્થિત) કરી શકો, શું આવાં અધિકારી બન્યાં છો? શું કાળ પર વિજય પ્રાપ્ત કર્યો છે? કાળ અર્થાત્ સમય. તો કાળ પર વિજયી બન્યાં છો? જો પાંડવસેના ની તથા શક્તિ સેનાની આ સ્ટેજ (સ્થિતિ) અંતમાં આવશે તો સાયલેન્સ પાવર (શાંતિની શક્તિ) તો સાયન્સ (વિજ્ઞાન) થી ઓછી થઈ ગઈ. કારણ કે સાયન્સે તો હમણાં પણ આ તત્વો પર વિજય પ્રાપ્ત કરી લીધી છે.
પ્રદર્શની માં, તમે લોકો ચિત્ર દેખાડો છો ને, કે રાવણે ચાર તત્વો પર વિજય પ્રાપ્ત કરી છે, તેમાં કાળ પણ દેખાડો છો ને? જ્યારે રાવણે અર્થાત્ રાવણ ની શક્તિ સાયન્સે (વિજ્ઞાને) હમણાં પણ ઘણી હદ સુધી તત્વો પર વિજય પ્રાપ્ત કરી લીધી છે, તો સાયન્સ તમારા થી શક્તિશાળી થયું ને? જ્યારે વિજ્ઞાન ની શક્તિ પોતાનાં પ્રત્યક્ષ સબૂત આપી રહી છે તો શાંતિની શક્તિ પોતાનાં પ્રત્યક્ષ સબૂત શું અંત માં આપશે? સમય પર વિજય અર્થાત્ કાળ પર વિજય. આની પર્સન્ટેજ (ટકાવારી) હજી ઓછી છે. પોતાને નિરાકારી સ્થિતિ તથા અવ્યક્ત સ્થિતિ માં સ્થિત તો કરો છો, પરંતુ જેટલો સમય સ્થિત રહેવા ઇચ્છો છો, તેટલો સમય તે સ્થિતિ માં સ્થિત નથી રહી શકતાં. સ્થિતિ નો અનુભવ પણ પ્રાપ્ત કરો છો, મહેનત પણ કરો છો, પરંતુ કાળ પર વિજય નથી કરી શકતાં. આનું કારણ શું છે? વિચારો છો કે અડધો કલાક શક્તિશાળી યાદ માં બેસીશ અને અડધો કલાક બેસો પણ છો અને યોજના પણ બનાવો છો પરંતુ જેટલું-જેટલું જે સ્થિતિ નાં માટે વિચારો છો, તેટલો જ સમય તે સમયે તે સ્થિતિ પર સ્થિત નથી થતાં. વિચારો છો, થર્ડ ફ્લોર (ત્રીજા માળા) પર સ્વિચ ઓન કરું, પરંતુ પહોંચી જાઓ છો સેકન્ડ ફ્લોર (બીજા માળ) પર અથવા ફસ્ટ (પહેલાં) કે ગ્રાઉન્ડ ફ્લોર સુધી પહોંચી જાઓ છો. કારણ કે કાળ પર વિજય નથી. આનું કારણ એ છે કે વારંવાર આખાં દિવસ માં સમય વેડફવાનાં અભ્યાસી છો. વ્યર્થની ઉપર અટેન્શન (ધ્યાન) આપવાથી જ કાળ પર વિજય પ્રાપ્ત કરવામાં સમર્થ બનશો. જ્યાં સુધી સમય વ્યર્થ જાય છે, ત્યાં સુધી વિજય પામવામાં સમર્થ નહીં બની શકો. આ કારણે, જે મિલન નો અનુભવ કરવા ઈચ્છો છો તથા નિરંતર વાયદો નિભાવવા ઇચ્છો છો તે નિભાવી નથી શકતાં. તો હવે, પોતાનાં ભાગ્યની છબી સર્વ તત્વો પર અને કાળ પર સદા વિજયી ની બનાવો. જ્યારે એક-એક સેકન્ડ, વ્યર્થ થી સમર્થ માં ચેંજ (પરિવર્તન) કરશો, ત્યારે જ વિજયી બનશો, અચ્છા.
આવાં સદા વિજયી, સદા અધિકારી, નિરંતર વાયદો નિભાવવા વાળા, દરેક ને વ્યર્થ થી સમર્થ માં પરિવર્તન કરવાવાળા, સદા વ્યક્ત ભાવ થી પરે, અવ્યક્ત સ્થિતિ માં રહેવાવાળા લકી (ભાગ્યશાળી) તારાઓ તથા સમીપ તારાઓને બાપ-દાદાનાં યાદપ્યાર અને નમસ્તે.
આ અવ્યક્ત વાણીનો સાર
* જ્યાં સુધી કોઈ કામના છે, ત્યાં સુધી માયા થી સંપૂર્ણ રીતે સામનો નહીં કરી શકો.
* જ્યાં ઇચ્છો, જ્યારે ઇચ્છો, જેટલો સમય ઇચ્છો તેવી રીતે પોતાનાં સ્થાન ને, સ્થિતિ ને સેટ કરી શકો, એવાં અધિકારી બન્યાં છો? કાળ અર્થાત્ સમય પર વિજય પ્રાપ્ત કર્યો છે?
* વ્યર્થ સંકલ્પોની ઉપર અટેન્શન (ધ્યાન) આપવાથી જ કાળ પર વિજય પ્રાપ્ત કરવામાં સમર્થ બની શકશો.