ઇન્તઝાર નાં બદલે ઇંતઝામ કરો (રાહ જોવાનાં બદલે પ્રબંધ કરો)
નિરાકારી, આકારી અને સાકારી - આ ત્રણેય સ્થિતિઓને સમાન બનાવી છે? જેટલું સાકારી રુપમાં સ્થિત થવું સહજ અનુભવ કરો છો, એટલું જ આકારી સ્વરુપ અર્થાત્ પોતાની સંપૂર્ણ સ્થિતિમાં તથા પોતાનાં અનાદિ સ્વરુપ - નિરાકારી સ્થિતિ માં સ્થિત થવું સહજ અનુભવ થાય છે? સાકારી સ્વરુપ આદિ સ્વરુપ છે, નિરાકારી અનાદિ સ્વરુપ છે. તો આદિ સ્વરુપ સહજ લાગે છે કે અનાદિ સ્વરુપ માં સ્થિત થવું સહજ લાગે છે? તે અવિનાશી સ્વરુપ છે અને સાકારી સ્વરુપ પરિવર્તન થવા વાળું સ્વરુપ છે. તો સહજ કયુ હોવું જોઈએ? સાકારી સ્વરુપ ની સ્મૃતિ સ્વતઃ રહે છે કે નિરાકારી સ્વરુપ ની સ્મૃતિ સ્વતઃ રહે છે, કે સ્મૃતિ લાવવી પડે છે? હું જે છું, જેવો છું એને સ્મૃતિમાં લાવવાની શું આવશ્યકતા છે? હજું સુધી પણ સ્મૃતિ-સ્વરુપ નથી બન્યાં? શું આ અંતિમ સ્થિતિ છે કે લાંબાસમય નાં અભ્યાસી જ અંતમાં આ સ્થિતિ ને પ્રાપ્ત કરીને પાસ વિથ ઓનર (સમ્માન પૂર્વક પાસ) બની શકશે? વર્તમાન સમયે પુરુષાર્થીઓનાં મન માં આ સંકલ્પ ઉઠવો કે અંત માં વિજયી બનીશું અથવા અંત માં નિર્વિઘ્ન અને વિઘ્ન-વિનાશક બનીશું-આ સંકલ્પ જ રોયલ રુપનું અલબેલાપણું છે અર્થાત્ રોયલ માયા છે; આ સંપૂર્ણ બનવામાં વિઘ્ન નાખે છે. આ જ અલબેલાપણું સફળતામૂર્ત અને સમાન-મૂર્ત બનવાં નથી દેતું.
બીજો સંકલ્પ-વિનાશની ઘડીઓની ગણતરી કરતાં રહો છો ને? વિચારતા રહો છો કે શું થશે, કેમ થશે, અથવા થશે કે નહીં થશે? આ સીધું સ્વરુપ નથી, આ છે - સીધું સંશય નું રુપ. એટલે સીધો શબ્દ ન બોલી રોયલ શબ્દ બોલે છે કે શું થશે, કેવી રીતે થશે? - આ સ્વરુપ થી વિચારો છો. જેટલો સમય સમીપ આવી રહ્યો છે, એટલાં સ્વયં ને સતયુગ નાં દેવી-દેવતાઓની વિશેષતાઓની સમીપ બનાવી રહ્યાં છો? વિનાશ કોના માટે થશે; કયાં લોકો માટે થશે - એ જાણો છો? તીવ્ર પુરુષાર્થીઓ તથા સંપૂર્ણ બનવા વાળી આત્માઓનાં માટે સંપૂર્ણ સૃષ્ટિ તથા સતોપ્રધાન પ્રકૃતિ ની પ્રાલબ્ધ ભોગવવા માટે વિનાશ થવાનો છે. તો વિનાશની ઘડીઓની ગણતરી કરતા રહેવું જોઈએ કે સ્વયં ને સંપૂર્ણ સતોપ્રધાન બનાવવા માટે બાપ-સમાન ક્વોલિફીકેશન (લાયકાત) ની વારંવાર ગણતરી કરવી જોઈએ?
વિનાશની ઘડીઓની રાહ જોવાનાં બદલે સ્વયં ને હમણાંથી જ સંપન્ન બનાવવા અને બાપ-સમાન બનાવવાના પ્રબંધ માં રહેવું જોઈએ. પરંતુ રાહ જોવામાં વધારે રહો છો. પ્રાલબ્ધ ભોગવવા વાળા જ આ રાહ જોવામાં રહે છે તો અન્ય આત્માઓ, જે સાધારણ પ્રાલબ્ધ પામવા વાળી છે, એમનાં સુધી પણ સૂક્ષ્મ સંકલ્પ પહોંચાડો છો? પરિણામમાં મેજોરીટી (અધિકાંશ) આત્માઓ આ જ શબ્દો બોલે છે કે જ્યારે વિનાશ થશે ત્યારે જોઈ લઈશું. જ્યારે પ્રેક્ટિકલ (વ્યવહારમાં) પ્રભાવ જોશું, ત્યારે અમે પણ પુરુષાર્થ કરી લઈશું. શું થશે, કેવી રીતે થશે - એ કોને ખબર? આ વાઇબ્રેશન (પ્રકંપન) નિમિત્ત બનેલી આત્માઓનાં બીજાનાં પ્રતિ પણ કમજોર બનાવવાનાં તથા ભાગ્યહીન બનાવવાનું કારણ બની જાય છે.
આ સમયે આપ સૌની જગત-માતા અને જગત-પિતા ની તથા માસ્ટર રચયિતા ની સ્ટેજ (અવસ્થા) છે. તો રચયિતા નાં દરેક સંકલ્પ અથવા વૃત્તિ નાં વાઇબ્રેશન રચના માં સ્વતઃ જ આવી જાય છે. એટલે વર્તમાન સમયે જે કર્મ આપણે કરશું આપણને જોઇને બધાં કરશે - ફક્ત આ ધ્યાન નથી રાખવાનું, પરંતુ સાથે-સાથે “જે સંકલ્પ હું કરીશ, જેવી મારી વૃત્તિ હશે એવાં વાયુમંડળ માં તથા અન્ય આત્માઓમાં વાઇબ્રેશન ફેલાશે” - આ સ્લોગન (સુવાક્ય) પણ સ્મૃતિમાં રાખવું આવશ્યક છે નહીંતર આપ રચયિતા ની રચના કમજોર અર્થાત્ ઓછું પદ પામવા વાળી બની જશે. રચયિતા ની કમી રચનામાં પણ સ્પષ્ટ દેખાશે. એટલે પોતાનાં કમજોર સંકલ્પો ને પણ હવે સમર્થ બનાવો. આ જે કહેવત છે કે ‘સંકલ્પ થી સૃષ્ટિ રચી’, એ આ સમયની વાત છે. જેવો સંકલ્પ એવી પોતાની રચના રચવાનાં નિમત્ત બનશો. એટલે દરેક સ્ટાર (તારા) માં અલગ-અલગ દુનિયા નું ગાયન કરે છે.
સ્વયં નો આધાર અનેક આત્માઓનાં પ્રતિ સ્મૃતિમાં રાખીને ચાલો છો કે આ બાપદાદાનું કામ છે? તમારું કામ છે કે બાપ નું કામ છે? પ્રાલબ્ધ પામવા વાળાઓએ પુરુષાર્થ કરવાનો છે કે બાપે? જેમ લેવામાં કાંઈ પણ ઓછું નથી કરવા ઇચ્છતાં કે લેવાના સમયે સ્વયં ને કોઈનાં થી પણ ઓછા નથી સમજતાં પણ એવું વિચારો છો કે મારો પણ અધિકાર છે, તેમ જ દરેક વાત ને કરવામાં પોતાને અધિકારી સમજો છો? કે કરવાનાં સમયે તો એ સમજો છો કે અમે નાનાં છીએ, આ મોટાં નું કામ છે અને લેવાનાં સમયે એ વિચારો છો કે અમે નાનાં પણ કંઈ ઓછા નથી, નાનાં ને પણ સર્વ અધિકાર હોવાં જોઈએ; નાનાં ને પણ મોટાં સમજવું જોઈએ તથા બનવું જોઈએ? જે કરશો તે પામશો કે જે વિચારશો તે પામશો? નિયમ શું છે? વિચારવું, બોલવું અને કરવું - આ ત્રણેય એક-સમાન બનાવો! વિચારવું અને બોલવું ખૂબ ઊંચું, કરવું કાંઈ પણ નહીં - તો તેઓ વિચારવામાં અને બોલવામાં જ સમય વિતાવી દેશે અને કરવાથી જે પામવાનું છે, તે તેઓ પામી નહીં શકે. સ્વયં ને તો શ્રેષ્ઠ પ્રાપ્તિ થી વંચિત કરશે જ, પોતાની રચના ને પણ વંચિત કરશે. એટલે કહેવાનું ઓછું અને કરવાનું વધારે છે. મહેનત કરીને પામશો - આ લક્ષ સદા યાદ રાખો. મને પણ મહારથી તથા સેવાધારી સમજવામાં આવે, મને પણ અધિકાર આપવામાં આવે, સ્નેહ તથા સહયોગ આપવામાં આવે - એ માંગવાની વસ્તુ નથી. શ્રેષ્ઠ કર્મ, શ્રેષ્ઠ વૃત્તિ અને શ્રેષ્ઠ સંકલ્પ ની સિદ્ધિ રુપ માં આ બધી વાતો સ્વતઃ જ પ્રાપ્ત થાય છે. એટલે આ સાધારણ સંકલ્પો માં અથવા વ્યર્થ સંકલ્પો માં પણ સમય વ્યર્થ નહીં ગુમાવો. સમજ્યાં?
એવાં બાપ-સમાન ગુણ અને કર્મ કરવા વાળા, દરેક સંકલ્પ માં જવાબદારી સમજવા વાળા, સંકલ્પ માં પણ અલબેલપણા ને ખતમ કરવા વાળા, સદા બાપ-સમાન બાપ નાં સાથી બનીને સાથ નિભાવવા વાળા, દરેક પાર્ટ ને સાક્ષી થઈને ભજવવા વાળા, સર્વ-શ્રેષ્ઠ આત્માઓ ને બાપ-દાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
આ અવ્યક્ત વાણી નો સાર
* જેટલું સાકારી રુપ માં સ્થિત થવું સહજ અનુભવ થાય છે, એટલું જ આકારી સ્વરુપ અર્થાત્ પોતાની સંપૂર્ણ સ્થિતિમાં અને એટલું જ પોતાની નિરાકારી, અનાદિ સ્થિતિમાં સ્થિત થવું સહજ અનુભવ થવું જોઈએ.
* એ યાદ રાખવાનું છે કે જેવો સંકલ્પ હું કરીશ અને જેવી મારી વૃત્તિ હશે, વાયુમંડળ માં એવાં જ વાઇબ્રેશન ફેલાશે.
* વિનાશની ઘડીઓ ગણતરી કરવાનાં બદલે સ્વયં ને સંપૂર્ણ બનાવવાની અને બાપ-સમાન લાયકાત ની વારંવાર ગણતરી કરો.
* કહેવાનું ઓછું છે, કરવાનું વધારે છે.
* વિચારવું, બોલવું અને કરવું - ત્રણેય એક-સમાન બનાવો.
