Search for a command to run...
2 Aug 1975
વિદેશ માં ઈશ્વરીય સેવા નું મહત્વ
2 August 1975 · ગુજરાતી
બાપદાદા ની સન્મુખ કયા બાળકો સદા રહે છે? સદા સન્મુખ રહેવા વાળા બાળકો ની વિશેષતા શું છે? આવી વિશેષ આત્માઓનાં પ્રતિ બાપદાદાએ વિશેષ રુપ થી મિલન મનાવવાનું હોય છે. આવાં બાળકો ને નયનો નાં તારા અથવા જહાન (વિશ્વ) નાં નૂર કહેવામાં આવે છે. જે રીતે સ્થૂળ શરીર ની અંદર સૌથી વિશેષ અને સદા આવશ્યક અંગ નયન છે. નયન નથી તો જહાન નથી. એ જ પ્રમાણે આવાં બાળકો એટલાં વિશેષ ગવાયેલાં છે. આવાં બાળકો સેવાધારી હોવાનાં કારણે વિશ્વનાં માટે અથવા જહાનનાં માટે નૂર અર્થાત્ પ્રકાશ તથા જ્યોતિ નાં સમાન છે. જે રીતે શરીર માટે નયન આવશ્યક છે એ જ રીતે જહાન માટે નૂર આવશ્યક છે. જો આવી આત્માઓ નિમિત્ત નહીં બને તો જહાન જંગલ બની જાય છે અર્થાત્ જહાન, જહાન નથી રહેતું. એ જ રીતે સદા સ્વયં ને પણ તારા સમજી ને કર્મ કરો છો? તારા પણ ચમકતા તારા. આવાં બાળકો જ બાપદાદા નાં નયનો માં સમાયેલા અર્થાત્ બાપની લગન માં સદા મગન રહેવા વાળા છે. સાથે-સાથે એમનાં નયનો માં પણ સદા બાપદાદા સમાયેલાં રહે છે. આવાં નયનો નાં નૂર સિવાય બાપ, બીજી કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ ને જોતાં પણ નથી જોતાં. એવી સ્થિતિ બની છે કે હમણાં સુધી પણ બીજું કંઈ દેખાય છે? કોઈનામાં પણ અંશ-માત્ર કોઈ રસ જોવામાં આવે છે? અસાર સંસાર અનુભવ થાય છે? આ બધાં મરેલાં જ પડ્યાં છે-એવું બુદ્ધિ દ્વારા અનુભવ થાય છે? મડદાઓ થી કોઈ પ્રાપ્તિ ની ઈચ્છા હોય શકે છે, શું કોઈ સંબંધ ની અનુભૂતિ થાય છે? એવાં ઈચ્છા માત્રમ્ અવિદ્યા, સદા એક નાં રસ માં રહેવા વાળા, એક રસ સ્થિતિ વાળા બની ચૂક્યાં છો કે હજું સુધી પણ મડદાઓ થી કોઈ પ્રકાર ની પ્રાપ્તિ ની કામના છે કે કોઈ વિનાશી રસ પોતાની તરફ આકર્ષિત કરે છે? જ્યાં સુધી કોઈ પ્રાપ્તિ ની ઈચ્છા અથવા કામના છે કે કોઈ રસ નું આકર્ષણ છે તો બાપદાદા નાં નયનો નાં તારા નથી બની શકતાં તથા સદા નયનો માં બાપદાદા સમાઈ નથી શકતાં. એક છે આવી વિશેષ આત્માઓ જેમને નૂરે-રત્ન અને નયનો નાં તારા કે જહાન નાં નૂર કહેવાય છે. તો પહેલા નંબર માં તો નયનો નાં નૂર છે.
બીજો નંબર શું છે? જે રીતે નૂરે રત્ન પ્રસિદ્ધ છે. નૂરે જહાન અથવા જહાન નાં નૂર, એવી રીતે બીજા નંબર વાળા કયાં રુપ માં પ્રસિદ્ધ છે? ભુજાઓનાં રુપ માં! બ્રહ્મા ની અનેક ભુજાઓ બતાવે છે. બીજા નંબર વાળી ભુજાઓ જરુર છે અર્થાત્ સહયોગી આત્માઓ છે.
તો સ્વયં ને પહેલાં નંબર માં સમજો છો કે બીજા નંબર માં? લન્ડન નું ગ્રુપ કયાં નંબર માં છે? જ્યારે ડબલ વિદેશી ગ્રુપે બાપદાદા નું વિશેષ આહવાન કર્યું છે. વિદેશી તો બધાં છે પરંતુ આ ડબલ વિદેશી છે. તો ડબલ વિદેશીઓએ વિશેષ રુપ થી બાપદાદા નો શો (પ્રત્યક્ષ) કરવો પડશે. એ ત્યારે કરી શકશો જ્યારે નયનો નાં નૂર બનશો. ભુજાઓ નહીં. વિદેશીઓએ સેવા ની નવી યોજના બનાવવી જોઈએ. જેમ ભારતમાં નિવાસ કરવાવાળા સેવાધારી આત્માઓ નવી-નવી ઈન્વેન્શન (શોધ) કરે છે. એમ ડબલ વિદેશીઓએ શું ઇન્વેન્શન (શોધ) કરી છે? જે રીતે ભારતમાં નીકળેલી ઇન્વેન્શન (શોધ) વિદેશ માં પણ કરો છો તે જ રીતે વિદેશ ની ઇન્વેન્શન (શોધ) પછી ભારતમાં થાય. જેમ પ્રદર્શની, મેળો, પ્રોજેક્ટ-શો તથા ગીતા પાઠશાળાઓ, આ ભારત માં નિવાસ કરવા વાળા ની ઇન્વેન્શન (શોધ) છે. એમ વિદેશીઓએ શું શોધ કરી છે? (મોરિશિયસ માં પ્રાઇમ મિનિસ્ટર ને બોલાવ્યા હતાં) કોઈ ને બોલાવવાં - એ પણ અહીંયા થી શરું થયું છે પરંતુ એને પ્રેક્ટિકલ માં ત્યાં લાવ્યું છે. ભારતે પ્રેક્ટિકલ નથી કર્યું. એ તો ઠીક છે, જે કાંઈ કર્યું છે એનાં માટે બાપદાદા ધન્યવાદ કહે છે. પરંતુ ત્યાંથી કોઈ નવી ઇન્વેન્શન નીકળી છે? વિદેશીઓએ એવી કોઈ વિહંગ (બેહદ) માર્ગ ની સેવાની ઇન્વેન્શન વિદેશનાં વાતાવરણ-પ્રમાણે નીકાળવાની છે, જેથી થોડા સમય ની અંદર વિદેશ માં સંદેશ પહોંચી જાય. ટી.વી. અને રેડિયો માં તમારાં લોકો નું આવે છે એ તો ત્યાનાં માટે સાધારણ વાત છે. જે રીતે તમારું આવે છે એવી રીતે બીજા નું પણ આવે છે. ભારત માં એ મોટી વાત છે. પરંતુ આ જ વાત ઘણાં સ્થાનો માં સાધારણ છે. તો જેટલો પુરુષાર્થ કર્યો છે, થોડા સમય માં હિંમત, ઉમંગ, ઉત્સાહ દેખાડતાં સેવા ને આગળ વધારી છે એનાં માટે બાપદાદા લાસ્ટ ઇઝ ફાસ્ટ (છેલ્લા એ ઝડપી) નું શીર્ષક તો આપે જ છે. પરંતુ હવે આપસ માં બધાં વિદેશી મળીને એવી નવી શોધ કરો જેથી વિદેશ માં એટલાં ફોર્સ (બળ) નો અવાજ થાય જે એ ભારતવાસીઓ સુધી પહોંચે. વિદેશ ની સેવા નું મૂળ ફાઉન્ડેશન (આધાર) જ આ છે કે વિદેશ નાં અવાજ દ્વારા ભારત નાં કુંભકરણ જાગશે. વિદેશ-સેવાઓ નો મુખ્ય ઉદ્દેશ આ છે. વિદેશ નું વિદેશ માં દેખાડ્યું એ કોઇ મોટી વાત નથી. એ લક્ષ થી વિદેશની સેવા ડ્રામા માં નોંધાયેલી છે અને હજું સુધી પણ કોઈ પણ ઇન્વેન્શન નો અવાજ વિદેશ થી જ થતો આવ્યો છે. ઇન્વેન્શન ભારત ની જ હોય છે, પરંતુ ભારતવાસી ભારત ની ઇન્વેન્શન ને વિદેશીઓ દ્વારા જ માનતાં આવ્યાં છે. એ જ રીતે આ ઈશ્વરીય પ્રત્યક્ષતા નો અવાજ વિદેશ સેવા જ ભારત માં નામ રોશન કરશે. તો વિદેશીઓ આ કાર્ય અર્થ નિમિત્ત બનેલાં છે. એટલે હવે એવી ઇન્વેન્શન કરો. કોઈ એવી આત્મા ને નિમિત્ત બનાવો જેનાં અનુભવ નો અવાજ હોય, મુખ નો અવાજ નહીં. અનુભવ નો અવાજ વિદેશ થી ભારત સુધી પહોંચે. અંતિમ સમય માં વિદેશ સેવા ને આટલું મહત્વ કેમ આપ્યું છે, જ્યારે જવા વાળા નો પણ સંકલ્પ હોય છે કે આવાં નાજુક અથવા નજીક નાં સમય પર વિદેશ માં કેમ મોકલવામાં આવે છે? જ્યારે અંત માં વિદેશ થી ભારતમાં જ આવવાનું છે. તો પણ વિદેશ સેવા આગળ વધી રહી છે. સારા-સારા હેન્ડસ (મદદગાર) વિદેશ સેવા-અર્થ મોકલવામાં આવી રહ્યાં છે, જ્યારે ભારત માં આવશ્યકતા છે. નિમંત્રણ છે - તો પણ કેમ મોકલવામાં આવી રહ્યાં છે? અને એ પણ જાણો છો કે અન્ય મત-મતાંતરો નો સ્વર્ગ માં આવવાનો પાર્ટ નથી, પરંતુ જે ટ્રાન્સફર (સ્થાનાંતર) થઈ ગયા છે, કે કન્વર્ટ થઈ (બદલાઈ) ગયાં છે એ આત્માઓ ને પોતાનાં આદિ ધર્મ માં લાવવા માટે મોકલવામાં આવે છે જે ખૂબજ ઓછા હશે. એનો મૂળ આધાર અથવા વિદેશ સેવા નો મુખ્ય-ઉદ્દેશ આ છે કે વિદેશ દ્વારા ભારત સુધી અવાજ પહોંચવા નું રહસ્ય ડ્રામા માં નોંધાયેલું છે. એટલે વિદેશ ની સેવાઓ ને પહેલી તક આપેલી છે. બાકી ગીતા પાઠશાળાઓ ખોલી અને ટી.વી. માં બોલ્યા એ કોઈ મુખ્ય-ઉદ્દેશ નથી. આ બધાં સાધન છે, મુખ્ય-ઉદ્દેશ સુધી પહોંચવાનાં. સમજ્યાં? તો હવે આપસ માં એવી સલાહ કરો કે જલ્દી થી જલ્દી ભારત સુધી અવાજ કેવી રીતે ફેલાવીએ? વિદેશ દ્વારા ભારત માં અવાજ કેવી રીતે થાય?
આજે ખાસ વિદેશીઓ માટે બાપદાદા ને પણ વિદેશી બનવું પડ્યું છે. બાપદાદા વિદેશી ન બને તો મળી પણ ન શકે. વિદેશી વિશેષ આત્માઓ, જે વિશેષ કાર્ય નાં નિમિત્ત બનેલી છે, એવાં હોવનહાર ગ્રુપ (સંગઠન) ને જોવા માટે તથા સાકાર રુપ માં મળવા માટે નિરાકાર અને આકાર ને પણ સાકાર રુપ નો આધાર લેવો પડ્યો. આવી વિશેષ આત્માઓ સદા પોતાને વિશેષ આત્મા સમજતાં મન્સા, વાચા, કર્મણા, વિશેષ સંકલ્પ, વાણી અને કર્મ કરતાં રહો. બંનેય તરફ નાં ગ્રુપ સારા છે. આપ લોકો નાં નિમિત્ત અન્ય આત્માઓ ને પણ ચાન્સ (મોકો) મળી ગયો અને સર્વ આત્માઓ, એમાં પણ વિશેષ મધુબન નિવાસી પોતાને સદા લકીએસ્ટ (સૈથી ભાગ્યશાળી)) સમજો. કારણ કે સિવાય મધુબન બાપદાદા ક્યાંય પણ મિલન નથી મનાવી શકતાં. (લુસાકા માં કેમ નથી આવતાં) આકારી રુપ માં અહીંયા-ત્યાં જઈ શકે છે. જ્યારે જેનો સમય આવે છે તો પરિસ્થિતિઓ અથવા સમય સહજ અને સ્વતઃ ત્યાં લઈ જાય છે. અચ્છા.
સ્વયં ને અને સમય ને જાણવા વાળી, સદા સર્વ રસો થી ન્યારા એક રસ માં રહેવા વાળી, બાપદાદા ને સદા નયનો માં સમાવવા વાળી, બાપદાદા નાં નયનો નાં તારા, સદા સ્વયં ને જ્યોતિ સ્વરુપ તારા સમજી ને ચાલવા વાળી, ન્યારી અને પ્યારી આત્માઓ અને સર્વશ્રેષ્ઠ આત્માઓની સાથે-સાથે વિશેષ ડબલ વિદેશી આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
આ અવ્યક્ત વાણી નો સાર
* પહેલા નંબર નાં બાળકો ને નયનો નાં નૂર કહેવામાં આવે છે. આવાં નયનો નાં નૂર સિવાય બાપ નાં, બીજી કોઈ પણ વસ્તુ અથવા વ્યક્તિ ને જોતાં પણ નથી જોતાં. આ બધાં મરેલા જ પડ્યાં છે એવું બુદ્ધિ દ્વારા અનુભવ કરે છે? કોઈ પણ વિનાશી રસ પોતાની તરફ આકર્ષિત નથી કરતો. સદા એક નાં રસ માં રહેવા વાળા, એક રસ સ્થિતિ વાળા હોય છે. આવાં બાળકો સેવાધારી હોવાનાં કારણે વિશ્વનાં માટે અથવા જહાન નાં માટે નૂર અર્થાત્ પ્રકાશ કે અમર જ્યોતિ નાં સમાન છે.
* વિદેશ ની સેવા નું મૂળ પાયો આ છે કે વિદેશ નાં અવાજ દ્વારા ભારત નાં કુંભકરણ જાગશે. વિદેશ દ્વારા ભારત સુધી અવાજ પહોંચવાનું રહસ્ય ડ્રામા માં નોંધાયેલું છે.
* સદા પોતાને વિશેષ આત્મા સમજતા મન્સા, વાચા, કર્મણા, વિશેષ સંકલ્પ, વાણી અને કર્મ કરતાં રહો.