શિવ-શક્તિ અને પાંડવ સેના ને તૈયાર થવા માટે સાવધાની
બધાં યોગ-યુક્ત અને યુક્તિયુક્ત સ્થિતિ માં સ્થિત થઈને પોતાનાં કાર્ય કરી રહ્યાં છો? કારણ કે વર્તમાન સમય-પ્રમાણે સંકલ્પ, વાણી અને કર્મ આ ત્રણેય યુક્તિયુક્ત જોઈએ. ત્યારે જ સંપન્ન અથવા સંપૂર્ણ બની શકશો. ચારેય તરફ નું વાતાવરણ યોગ-યુક્ત અને યુક્તિયુક્ત હોય. જેમ યુદ્ધનાં મેદાન માં જ્યારે યોદ્ધાઓ યુદ્ધનાં માટે દુશ્મન ની સામે ઉભેલાં હોય છે તો એમનું પોતાનાં ઉપર અને પોતાનાં શસ્ત્રો ની ઉપર અર્થાત્ પોતાની શક્તિઓની ઉપર કેટલું ધ્યાન હોય છે. હવે તો સમય સમીપ આવી રહ્યો છે, એમ માનો યુદ્ધ નાં મેદાન માં સામે આવવાનો સમય છે. આવાં સમય માં ચારેય તરફ સર્વ-શક્તિઓનું સ્વયં માં ધ્યાન જોઈએ. જો થોડું પણ ધ્યાન ઓછું હશે તો જેમ-જેમ સમય પ્રમાણે ચારેય તરફ ટેન્શન (ચિંતા) વધતું જાય છે તેમ ચારેય તરફ ટેન્શન નાં વાતાવરણ નો પ્રભાવ, યુદ્ધ માં ઉપસ્થિત થયેલાં રુહાની પાંડવ સેના માં પણ પડી શકે છે. દિવસે-પ્રતિદિવસે જે રીતે સંપૂર્ણતા નો સમય નજીક આવતો જશે તો દુનિયામાં ટેન્શન હજું પણ વધશે, ઓછું નહીં થાય. ખેંચાતાણ વાળા જીવન નો ચારેય તરફ અનુભવ થશે જાણે કે ચારે તરફ થી ખેંચાયેલું હોય છે. એક તરફ થી પ્રકૃતિ ની નાની-નાની આપદાઓનાં નુકસાન નું ટેન્શન, બીજી તરફ આ દુનિયાની સરકાર નાં કડક કાયદા નું ટેન્શન, ત્રીજી તરફ વ્યવહાર માં કમીનું ટેન્શન, અને ચોથી તરફ જે લૌકિક સંબંધી વગેરે થી સ્નેહ અને સ્વતંત્રતા હોવાનાં કારણે ખુશી ની ભાસના અલ્પકાળ નાં માટે હોય છે તે પણ સમાપ્ત થઈને ભય ની અનુભૂતિ નાં ટેન્શન માં, ચારેય તરફ નું ટેન્શન લોકો માં વધવાનું છે. ચારેય બાજુ નાં ટેન્શન માં આત્માઓ તરફડશે. જ્યાં જશે ત્યાં ટેન્શન. જેમ શરીર માં પણ કોઈ નસ ખેંચાઈ જાય છે તો કેટલી હેરાન થાય છે. મગજ ખેંચાયેલું રહે છે. એમ જ આ વાતાવરણ વધતું જશે. જેમ કે કોઈ ઠેકાણું નજર માં નહીં આવે કે શું કરીએ? જો હાં કરીએ તો પણ ખેંચાણ - ના કરીએ તો પણ ખેંચાણ - કમાઈએ તો પણ મુશ્કેલ, ન કમાઈએ તો પણ મુશ્કેલ. ભેગું કરીએ તો પણ મુશ્કેલ, ન કરીએ તો પણ મુશ્કેલ. એવું વાતાવરણ બનતું જશે. આવાં સમય પર ચારેય તરફ નાં ટેન્શન નો પ્રભાવ પાંડવ સેના પર ન થાય. સ્વયં ને ટેન્શન માં આવવાની સમસ્યા ન પણ હોય, પરંતુ વાતાવરણ નો પ્રભાવ કમજોર આત્મા ઉપર સહજ જ થઈ જાય છે. ભય નો વિચાર કે શું થશે? કેમ થશે? આ વાતો નો પ્રભાવ ન હોય - એના માટે વચ્ચે-વચ્ચે કોઈ ને કોઈ ઈશ્વરીય યાદ ની યાત્રા નો વિશેષ કાર્યક્રમ મધુબન દ્વારા ઓફિશિયલ (કાયદેસર) જતો રહેવો જોઈએ. જેનાથી આત્માઓ નો કિલ્લો મજબૂત રહેશે.
આજકાલ સેવાઓ પણ ખૂબ વધશે. પરંતુ વધવાની સાથે-સાથે યુક્તિ-યુક્ત પણ ખૂબ જ જોઈએ. આજકાલ કાંઈ બધાં જ્ઞાની તૂ આત્મા બનવાં નથી આવતાં. એક ક્વોલિટી (ગુણવત્તા) છે બાપ સમાન બનવા વાળી, જે બાપ સ્વરુપ માસ્ટર બની જાય છે. તો પહેલી ક્વોલિટી છે બાપ સમાન બનવું, બીજી ક્વોલિટી છે ફક્ત બાપ નાં સંબંધ માં રહેવા વાળા અને ત્રીજી ક્વોલિટી છે ફક્ત બાપ અથવા સેવાનાં સંપર્ક માં રહેવા વાળા. આજકાલ સબંધ અને સંપર્ક માં રહેવા વાળા વધારે આવશે. સ્વરુપ બનવાવાળા ઓછા આવશે. બધાં એક જેવાં નહીં નીકળે. દિવસે-પ્રતિદિવસે ક્વોલિટી પણ કમજોર આત્માઓની અર્થાત્ પ્રજા ની સંખ્યા વધારે આવશે એમને એક જ વાત સારી લાગશે, બે નહીં લાગે. બધી વાતો માં નિશ્ચય નહીં હોય. તો સંપર્ક વાળા ને પણ, એમને જે જોઈએ એ પ્રમાણે એમને સંપર્ક માં રાખતાં રહેવાનું છે. સમય જેમ નાજુક આવતો જશે એમ સમસ્યા પ્રમાણે પણ એમનાં માટે નિયમિત વિદ્યાર્થી બનવું મુશ્કેલ થશે. પરંતુ સંપર્ક માં સમૂહ નાં સમૂહ આવશે. કારણ કે અંત સમય છે ને. તો અંતિમ દેખાવ કેવો હોય છે? જેમ પહેલાં ઉછળ, ઉમંગ, ઉત્સાહ હોય છે - એવો કોઈ વિરલા નો જ હશે. અધિકાંશ સંબંધ અને સંપર્ક વાળા આવશે. તો આ ધ્યાન જોઈએ. એવું નહિં કે સંપર્ક વાળી આત્માઓ ને ન પારખતા સંપર્ક થી પણ એમને વંચિત કરી દો. ખાલી હાથ કોઈ પણ ન જાય, નિયમો પર ભલે નથી ચાલી શકતાં, પરંતુ એ સ્નેહ માં રહેવા ઈચ્છે છે, તો આવી આત્માઓ નું પણ ધ્યાન જરુર રાખવાનું છે. સમજી લેવું જોઈએ કે આ ગ્રુપ આ જ પ્રમાણે ત્રીજી સ્ટેજ વાળું છે, તો એમને પણ એ જ પ્રમાણે હેન્ડલિંગ (સંભાળ) મળવી જોઈએ. તો સમય નાં પ્રમાણે વાતાવરણ ને શક્તિશાળી બનાવવાની આવશ્યકતા છે.
બ્રાહ્મણ બાળકો ની દિનચર્યા સાધારણ રીતે પસાર થાય એ આજકાલ નાં સમય પ્રમાણે ન હોવું જોઈએ, નહીં તો એ પ્રભાવ વધી જશે. એટલે વિશેષ રીતે વાતાવરણ ને યાદ ની યાત્રા થી શક્તિશાળી બનાવવામાં સર્વ બાળકોનું ધ્યાન ખેચાવવું જોઈએ. પોતાને એ દુનિયાનાં વાતાવરણ થી કેવી રીતે બચાવી શકાય? એ સ્ટેજ શું છે? કર્મયોગી હોવા છતાં પણ યોગીપણા ની સ્ટેજ કોને કહેવામાં આવે છે? આ પ્રકાર નાં પોઇન્ટસ (મુદ્દા) ની ઉપર હવે વિશેષ ધ્યાન આપવાનું છે. કારણ કે હવે ડ્રામા અનુસાર ચારેય તરફ મોટી-મોટી સેવા કરવાનો સમય થોડા સમય માટે મર્જ (સુષુપ્ત) છે ને. મોટા-મોટા કાર્યક્રમ બહાર નાં નથી કરી શકતાં - તો ટીચર્સ ફ્રી થયાં - બહાર ની સેવા નથી તો બાકી રહી સેવાકેન્દ્ર પર આવવા વાળાઓની સેવા. બહાર ની સેવા થી બુદ્ધિ ફ્રી છે. નહીં તો કહે છે ખૂબ વ્યસ્ત રહીએ છીએ - યોજનાઓ બનાવવી, મંથન કરવું. પરંતુ હવે તો એ પણ નથી. તો હવે યાદ ની યાત્રા નાં વિષય ઉપર વધારે ધ્યાન આપવાનું છે. કાંઈક-ને-કાંઈક કાર્યક્રમ દરેક સેવાકેન્દ્ર પર ચાલવો જોઈએ જેથી આવવાવાળા માં બળ ભરાઈ જાય. આવાં સમય પર એ પણ ન્યારા રહે, સાક્ષી થઈ ને સમસ્યા નો સામનો કરે. એના માટે યાદ નું બળ જોઈએ. તો જ્યાં સુધી બહાર ની સેવા નો, નવી-નવી યોજના નું દબાણ ઓછું છે તો કોઈ પોઈન્ટ (વાત) નું જોર હોવું જોઈએ. નહીં તો ફ્રી થઈને પછી વ્યર્થ ની બાજુ વધારે થઇ જશે. સેવા માં વ્યસ્ત રહેવાથી વ્યર્થ ની વાતો થી બચેલાં રહો છો. હવે એ સેવા નો સ્કોપ (અવકાશ) ઓછો છે, તો જરુર સમય બચશે - તે પછી વ્યર્થ વાતાવરણ માં સમય જશે. એટલે બ્રાહ્મણો ને ખબરદાર, હોશિયાર કરવા માટે અથવા પોતાની સેફ્ટી (સલામતી) માટે કોઈ એવા પોઈન્ટ અથવા ક્લાસિસ નાં કાર્યક્રમ બનાવો, જેનાથી તેઓ એવું સમજે કે અમને મધુબન લાઈટ હાઉસ થી વિશેષ લાઈટ આવી રહી છે. અચ્છા.
કારોબાર તો ડ્રામા અનુસાર ઠીક જ ચાલી રહ્યો છે. હમણાનાં કારોબાર થી રાજ્ય ચલાવવા નાં સંસ્કાર વધતાં જઈ રહ્યાં છે ને. રાજ-સિંહાસન અને આ છે રાજ-આસન. રાજ્ય કરવા વાળા બનીને પછી એ સિંહાસન પર બેસશો. રાજ્ય કરવા વાળા અર્થાત્ અધિકારી બની ગયાં. કોઈ પણ આકર્ષણ નાં, કર્મ ભોગ અથવા કર્મેન્દ્રિયો નાં અધીન ન થઈ અધિકારી બનવાનું છે. હમણાં છે રાજ-આસન. યોગ નાં માટે આસન હોય છે ને, આસન પર સ્થિત થાઓ છો. આસન હોય જ છે બેસવા માટે, સ્થિતિ થવા માટે. તો સ્થિતિ માં સ્થિત થવું અર્થાત્ આસન પર બેસવું. તો જેટલો-જેટલો આસન પર બેસવાનો અભ્યાસ હશે, એટલો જ રાજ-સિંહાસન પર બેસવાનો અભ્યાસ પ્રાપ્ત થશે. અભ્યાસ થઈ રહ્યો છે ને. સ્વાભાવિક રુપ લેતો જઈ રહ્યો છે. કરવું નથી પડતું, પરંતુ થઈ જ જાય છે. સ્વભાવ જ એવો થઈ ગયો છે. જેમ બીજા કોઈ સ્વભાવ નાં વશ કોઈ પણ કાર્ય કરવું સ્વતઃ થઈ જ જાય છે, એ જ રીતે આ પણ સ્વભાવ થઈ જાય. અધિકારી બની ને રહેવાનો સ્વભાવ. યોગ લગાવવાનો સંકલ્પ કર્યો અને થયો. બાબા કહ્યું અને યોગ લાગ્યો. એ જ સમીપતા ની સ્થિતિ છે. બેઠાં જ આસન ઉપર છો. જેમ સિંહાસન પર બેઠેલાં ક્યારેય ભૂલી નથી શકતાં કે હું રાજા છું - એમ આસન પર અર્થાત્ આ સ્થિતિ પર સ્થિત થયેલાં એ ભૂલી નથી શકતાં કે અમે અધિકારી છીએ.
બધાં યથાર્થ અને યુક્તિ-યુક્ત છે? થોડું-ઘણું તો થાય જ છે અને થવું પણ જોઈએ. નહીં તો છેલ્લા પેપર કેવા હશે? આ પણ પ્રેક્ટિકલ પેપર જ છે. આ પેપર જ માર્કસ જમા કરાવે છે. માર્ક્સ જમા થતાં-થતાં પાસ વિથ ઓનર (સન્માન સાથે પાસ) ની યાદી માં આવી જશો. આ જે કાંઈ થાય છે એ પરીક્ષા નાં માર્કસ જમા થવા માટે છે. બધી વાતો માં જમા થવું જોઈએ ન ફક્ત યાદ ની યાત્રા માં, પરંતુ ચારેય વિષય માં માર્ક્સ જમા થવાં જોઈએ. ત્યારે જ પાસ વિથ ઓનર થશો.
સફળતા તો દરેક કાર્ય માં પહેલેથી જ નોંધાયેલી છે. પછી ભલે પડદા ની અંદર હોય, કે પડદા ની બહાર હોય. કોઈ પરિસ્થિતિ માં પડદા ની અંદર સફળતા હોય છે અને કોઈ પરિસ્થિતિ માં પ્રત્યક્ષ સફળતા હોય છે. છે તો બંને પરિસ્થિતિ માં સફળતા તથા પ્રત્યક્ષતા. થોડો સમય ગુપ્ત ને પણ જોવું પડે છે. છુપાયેલાં ને પ્રત્યક્ષ થવામાં થોડો સમય લાગે છે. પ્રત્યક્ષ તો એ જ સમયે દેખાય છે. આ ભલે છુપાયેલી છે, પરંતુ છે તો સફળતા જ. તે તો નષ્ટ નથી થઇ શકતી. અચ્છા.
