માયા થી યુદ્ધ કરવા વાળા પાંડવો માટે ધારણાઓ
પાંડવો માટે જે કલ્પ પહેલાનું ગાયન છે, શું એ સર્વ વિશેષતાઓ વર્તમાન સમયે જીવન માં અનુભવ થાય છે? આ જે ગાયન છે કે એમણે પર્વત ઉપર સ્વયં ને ગળાવ્યાં-એનું રહસ્ય શું છે? કઈ વાત માં ગળાવ્યાં? સૂક્ષ્મ વાત નું જ યાદગાર સ્થૂળ રુપ માં હોય છે. જે રીતે ચૈતન્ય નું યાદગાર સ્થૂળ માં હોય છે, તે જ રીતે સૂક્ષ્મ ને સ્પષ્ટ કરવા માટે દૃષ્ટાંત આપવામાં આવે છે. સ્વયં ને સફળતા મૂર્ત બનાવવાનાં નિમિત્ત પુરુષાર્થીઓનાં પુરુષાર્થ માં જે વિઘ્ન સામે આવે છે, એ વિઘ્નો ને કારણે શું સ્વયં ને સફળતા મૂર્ત નથી બનાવી શકતાં? કે વારંવાર એ જ સ્વભાવ અને સંસ્કાર નાં કારણે અસફળતા મળે છે જેને નિજી (મૂળ) સંસ્કાર અથવા સ્વભાવ કહેવામાં આવે છે. તો આવાં નિજી સંસ્કારો ને ગળાવવા અર્થાત્ સ્વયં ને ગળાવવા જેથી જોવા કે સંપર્ક માં આવવા વાળા એ મહેસૂસ કરે કે આ આત્માએ સ્વયં ને ગળાવ્યાં (પરિવર્તન કર્યા) છે. આમાં સફળતા છે!
ડ્રામા પ્રમાણે જેટલું સહજ યોગી, શ્રેષ્ઠ યોગી અને સફળતા મૂર્ત બનવાનું સેલ્વેશન (સહયોગ) પ્રાપ્ત છે, એટલું જ રિટર્ન (વળતર) આપ્યું છે? વાતાવરણ નું પણ સેલ્વેશન છે તો એનું રિટર્ન વાતાવરણ ને શક્તિશાળી બનાવીને રાખવામાં, સહયોગી બનવામાં રિટર્ન આપો. સાથે-સાથે શ્રેષ્ઠ સંગ છે, એ પણ સેલ્વેશન છે તો જે પણ આત્માઓ પોતાનું ભાગ્ય પ્રાપ્ત કરવા માટે આવે છે એમને પણ પોતાનાં સંગ ની શ્રેષ્ઠતા નો અનુભવ થાય. આ છે રિટર્ન. બધાં અનુભવ કરે કે આ સર્વ આત્માઓ સંગ નાં રંગ માં રંગાયેલી છે. શ્રેષ્ઠ બનશો રુહાની સંગ થી અને પોતાનાં ચરિત્રો દ્વારા. પોતાની કર્મયોગી ની સ્ટેજ (સ્થિત) દ્વારા અને પોતાનાં ગુણમૂર્ત સ્વરુપ દ્વારા આવવા વાળી આત્માઓનાં ઉદાહરણ બનીને, સાધન બનીને એમની સહજ પ્રાપ્તિ નું સાધન બની જાઓ. તમારા પ્રેક્ટિકલ (પ્રાયોગિક) સાકાર સ્વરુપ નું ઉદાહરણ જોઈને એમનામાં વિશેષ ઉમંગ ઉત્સાહ રહે. હંમેશા દરેક વાત માં એ જ સંકલ્પ રાખવો જોઈએ કે દરેક કાર્ય માં, દરેક પ્રેક્ટિકલ સબૂત (પ્રમાણ) નાં પહેલા અમે ઉદાહરણ છીએ. દરેક વાત માં અમે ઉદાહરણ છીએ. જ્યારે એવું લક્ષ આગળ રાખશો ત્યારે જ પુરુષાર્થ ની ગતિ ને તીવ્ર કરી શકશો. ભલે ને આરામ નાં સાધનો પ્રાપ્ત છે, પરંતુ આરામ પસંદ નથી બની જવાનું. પુરુષાર્થ માં પણ આરામ પસંદ ન થવું અર્થાત્ અલબેલા ન થવું. આરામ નાં સાધનો નાં એડવાન્ટેજ (લાભ) ને સદાકાળ ની પ્રાપ્તિ નું વિઘ્ન રુપ નહીં બનાવતાં. આ ધ્યાન રાખવાનું છે. જો કોઈ પણ પ્રકાર ની સિદ્ધિ અથવા પ્રાપ્તિ ને સ્વીકાર કરી તો ત્યાં ઓછું થઈ જશે. સાધન મળવા છતાં પણ એનો ત્યાગ. પ્રાપ્તિ હોવા છતાં પણ એનો ત્યાગ કરવો એને જ ત્યાગ કહેવામાં આવે છે. જ્યારે છે જ અપ્રાપ્તિ, એનો ત્યાગ કરો તો એ મજબૂરી થઈ નહીં કે ત્યાગ. એટલું ધ્યાન, પોતાનાં ઉપર રાખો છો અથવા સહજ યોગ નો એ અર્થ સમજો છો કે સહજ સાધનો દ્વારા યોગી બનવાનું છે. દરેક વાત માં ધ્યાન રહે. રિટર્ન આપવું અર્થાત્ આગળ માટે કટ (ઓછું) કરવું. ખલાસ કરવું. માઈનસ (ઓછું) થઈ રહ્યું છે અથવા પ્લસ, (વધી) રહ્યું છે એ ચેક (તપાસ) કરવાનું છે. અચ્છા.
