Search for a command to run...
3 Oct 1975
વિશાળ બુદ્ધિ
3 October 1975 · ગુજરાતી
બધાં પોતાને વિધાતા બાપ દ્વારા વિધિ અને વિધાન ને જાણવા વાળા સમજો છો? વિધિ અને વિધાન ને જાણવાવાળા દરેક સંકલ્પ અને દરેક કર્મ માં સિદ્ધિ સ્વરુપ હોય છે. એવાં પોતાને અનુભવ કરો છો? સિદ્ધિ સ્વરુપ અર્થાત્ બેગમપુર નાં બાદશાહ. ભવિષ્ય રાજ્ય-ભાગ્ય પ્રાપ્ત કરવાનાં પહેલાં વર્તમાન સમયે પણ બેગમપુર નાં બાદશાહ છો. અર્થાત્ સંકલ્પમાં પણ ગમ અર્થાત્ દુઃખ ની લહેર ન હોય, કારણ કે દુઃખધામ થી નીકળીને હવે સંગમયુગ પર ઉભાં છો. એવા સંગમયુગી બેગમપુર નાં બાદશાહ પોતાને સમજો છો ને? બેગમપુર નાં બાદશાહ અર્થાત્ સર્વ ખુશીઓનાં ખજાનાનાં માલિક. ખુશીઓનો ખજાનો બ્રાહ્મણોનો જન્મસિદ્ધ અધિકાર છે. આ અધિકાર નાં કારણે જ આજે શ્રેષ્ઠ આત્માઓ નાં નામ અને રુપ નો સત્કાર થતો રહે છે. એવાં બેગમપુર નાં બાદશાહ, જેમનું નામ લેવાથી જ અનેક આત્માઓનાં અલ્પકાળ નાં દુઃખો દૂર થઈ જાય છે, જેમનાં ચિત્રો ને જોતાં ચરિત્રોનું ગાયન કરે છે અને દુઃખી આત્મા ખુશી નો અનુભવ કરવા લાગે છે, એવાં ચૈતન્ય આપ સ્વયં બેગમપુર નાં બાદશાહ છો?
પોતાનાં ખજાના ને જાણો છો? સર્વ ખજાના ને સ્મૃતિ માં રાખતા સદા હર્ષિત અર્થાત્ સદા પ્રકૃતિ અને પાંચ વિકારો નાં આક્રમણ થી દૂર. આ જ ખુશીનાં ખજાના થી સંપન્ન સ્વરુપ “એક બાપ બીજું ન કોઈ” - એવો અનુભવ કરો છો? ખજાના ની ચાવી તો મજબૂત રાખો છો ને? ચાવી ને ગુમાવી તો નથી દેતાં? સમય અને સમય નાં પ્રમાણે આત્માઓની સૂક્ષ્મ પોકાર સાંભળવામાં આવે છે કે પોતાનામાં જ હંમેશા વ્યસ્ત રહો છો? કલ્પ પહેલા વાળી તમારી ભક્ત આત્માઓ પોત-પોતાનાં ઇષ્ટ નું આહવાન કરી રહી છે. “આવી જાઓ, આવી જાઓ” ની ધૂન લગાવી રહી છે. દિવસ-પ્રતિ દિવસ પોતાની પોકાર સાઝો થી સજાવતા અર્થાત્ ખૂબ ગાજા વાજા વગાડતાં જોર શોર થી પોકારવાનું શરું કરે છે. તમને સર્વ ને રાજી કરવાનાં અનેક સાધનો અપનાવતાં રહે છે. તો ચૈતન્ય માં ગુપ્ત રુપ માં સાંભળતા, જોતાં રહેમ નથી આવતો કે હમણાં સુધી પોતાનાં ઉપર જ રહેમ કરવામાં વ્યસ્ત છો? વિશ્વ કલ્યાણકારી, મહાદાની, વરદાની સ્વરુપ માં સ્થિત થવાથી જ રહેમ આવશે. સ્વયં ને જગત-માતા તથા જગત-પિતા નાં સ્વરુપ માં અનુભવ કરવાથી જ રહેમ ઉત્પન્ન થશે. કોઈ પણ આત્મા નું દુઃખ તથા ભટકવું સહન નહીં થાય. પરંતુ એ સ્વરુપ માં ખૂબજ ઓછો સમય રહો છો. સમય પ્રમાણે સેવા નું સ્વરુપ બેહદ અને વિશાળ હોવું જોઈએ. બેહદનું સ્વરુપ કયું છે? હમણાં જે કરી રહ્યાં છો, એને બેહદ કહેશો? મેળો બેહદ નો થયો. પહેલાની સરખામણી માં હવે બેહદ સમજો છો પરંતુ અંતિમ બેહદ નું સ્વરુપ શું છે?
સમયની રફતાર (ગતિ) પ્રમાણે ફક્ત સંદેશ આપવાનાં કાર્યમાં પણ હજું સુધી કેટલાં પર્સન્ટ ને (ટકામાં) સંદેશ આપ્યો છે? સતયુગ નાં આદિ ની નવ લાખ પ્રજા તમારી સામે દેખાય છે. આદિ ની પ્રજાની પણ કંઈક વિશેષતાઓ હશે ને? એવી વિશેષતા-સંપન્ન આત્માઓ સર્વ સેવાકેન્દ્રો માં પણ જોવામાં આવે છે કે એ પણ હમણાં ઘૂંઘટમાં જ છે? સોળ હજાર ની માળા દેખાય છે? શિક્ષકોએ સોળ હજારની માળા તૈયાર કરી છે? ઘૂંઘટ ખોલવાની તારીખ કઈ છે? સમય પ્રમાણે હવે થવાનું તો છે જ પરંતુ એવું સમજીને પણ અલબેલા નહીં બનતાં. હવે બેહદની યોજનાઓ બનાવો. બેહદ ની યોજનાઓ અર્થાત્ જે પણ આત્માઓની સેવા કરો છો એ દરેક આત્મા અનેકોની નિમિત્ત બનવા વાળી હોય. એક-એક આત્મા બેહદની આત્માઓની સેવાનાં પ્રતિ નિમિત્ત બને. હમણાં સુધી તો આપ સ્વયં એક-એક આત્માનાં પ્રતિ સમય આપી રહ્યાં છો. તમે એવી જ આત્માઓની સેવા કરો, જે એ આત્મા જ અનેકોની સેવા-અર્થ નિમિત્ત બને. એમના નામ થી સેવા થાય, જે રીતે કેટલીક આત્માઓ પોતાનાં સંબંધ, સંપર્ક અને સેવાનાં આધાર પર અનેકો માં પ્રસિદ્ધ થાય છે અર્થાત્ એમનાં ગુણો અને કર્તવ્ય ની છાપ અનેકો પ્રતિ પહેલેથી જ હોય છે એમાં ફક્ત ધનવાન ની વાત નથી કે ફક્ત પોઝિશન (પદ) ની વાત નથી. પરંતુ ઘણાં સાધારણ પણ પોતાનાં ગુણ અને સેવાનાં આધાર પર પોત-પોતાનાં ફિલ્ડ (ક્ષેત્ર) માં પ્રસિદ્ધ હોય છે. ભલે રાજનૈતિક હોય, ભલે ધાર્મિક હોય પરંતુ પ્રભાવશાળી હોય. એવી આત્માઓને પસંદ કરો. જે તમારા તરફથી એ આત્માઓ સેવા-અર્થ નિમિત્ત બનતી જાય. આવી ક્વોલિટી (ગુણવત્તા) ની સર્વિસ હજું રહેલી છે.
નામ નાં પ્રસિદ્ધ બે પ્રકાર નાં હોય છે - એક પોઝિશન (પદ)ની સીટ નાં કારણે, બીજા હોય છે ગુણ અને કર્તવ્ય નાં આધાર પર. સીટ નાં આધાર પર નામ વાળાઓ નો પ્રભાવ અલ્પકાળ માટે પડશે. ગુણ અને કર્તવ્ય નાં આધાર પર આત્માઓનો પ્રભાવ સદાકાળ માટે પડશે. એટલે રુહાની સેવાનાં નિમિત્ત આવી પ્રસિદ્ધ આત્માઓને નીકાળો ત્યારે થોડા સમય માં બેહદની સેવા કરી શકશો. આને કહેવાય છે વિહંગ માર્ગ. જે એક દ્વારા અનેકોને તીર લાગી જાય. આવી આત્માઓનાં આવવાથી અનેક આત્માઓ નું આવવાનું ઓટોમેટિક (આપોઆપ) થાય છે. તો હવે આવી સેવા ની રુપ-રેખા બનાવો. આવી સેવાનાં નિમિત્ત બનવા વાળી આત્માઓ આપ ગોડલી સ્ટુડન્ટસ (ઈશ્વરીય વિદ્યાર્થીઓ) ની જેમ રેગ્યુલર (નિયમિત) વિદ્યાર્થી નહીં બનશે, ફક્ત એમનો સંબંધ અને સંપર્ક સમીપ અને સ્નેહ યુક્ત હશે. આવી આત્માઓ ને વિશાળ બુદ્ધિ બની એમની ઈચ્છા પ્રમાણે, એમની પ્રાપ્તિનો આધાર સમજતાં, એમનાં અનુભવ દ્વારા અનેકોની સેવાનાં નિમિત્ત બનાવવા પડે. આ બેહદની સેવા અર્થ પરખવાની શક્તિની આવશ્યકતા છે. એટલે હવે એવી વિશાળ બુદ્ધિ બની સેવા નું વિશાળ રુપ બનાવો - હવે જોશે આવી વિશાળ સેવાનું સબૂત કયાં સપૂત બાળકો આપે છે. આવી સેવાનાં નિમિત્ત બનવા વાળા રાજ્ય-પદ નાં અધિકારી બને છે. કયો ઝોન નંબરવન આવે છે, એ પરિણામ થી ખબર પડી જશે. અચ્છા.
એવાં સર્વિસેબલ (સેવાધારી), બેહદની વિશાળ બુદ્ધિવાળા, સંકલ્પ દ્વારા પણ અનેક આત્માઓનાં પ્રતિ સેવા કરવા વાળા, એવાં બાપ સમાન સદા અથક સેવાધારી, સબૂત દેખાડવા વાળા સપૂત બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
આ અવ્યક્ત વાણી નો સાર
* વિધિ અને વિધાન ને જાણવા વાળા દરેક સંકલ્પ અને દરેક કર્મ માં સિદ્ધિ સ્વરુપ હોય છે.
* પોતાને બેગમપુર નાં બાદશાહ સમજો છો! અર્થાત્ સંકલ્પ માં પણ ગમ અર્થાત્ દુઃખ ની લહેર ન હોય. સંગમયુગી બેગમપુર નાં બાદશાહ અર્થાત્ સર્વ ખુશીનાં ખજાના નાં માલિક.
* સમય પ્રમાણે હવે બેહદની યોજનાઓ બનાવો અર્થાત્ જે પણ આત્માઓની સેવા કરો છો એ દરેક આત્મા બેહદની આત્માઓની સેવાનાં પ્રતિ નિમિત્ત બને.