Search for a command to run...
1 Oct 1975
એકાંત, એકાગ્રતા અને દૃઢ સંકલ્પ થી સિદ્ધિની પ્રાપ્તિ
1 October 1975 · ગુજરાતી
આજે બાપદાદા કોઈ-કોઈ વિશેષ આત્માઓ ને કોઈ કાર્ય-અર્થ આ સંગઠન માંથી પસંદ કરી રહ્યાં છે. કયાં કાર્ય-અર્થ પસંદ કરી રહ્યાં છે તે સમજો છો? આજે બાપદાદા સૃષ્ટિની સૈર (ચક્કર) ઉપર નીકળ્યાં, એક તો ખાસ વિદેશી બાળકો દ્વારા વિદેશ સેવા અને ભિન્ન-ભિન્ન પ્રકાર નાં કન્વર્ટ (બીજા ધર્મમાં બદલાયેલાં) થયેલાં બાળકોને જોવા માટે. સેવાકેન્દ્ર અને સેવાધારી બાળકો, જેમનાં મનમાં દિવસ-રાત પ્રત્યક્ષતા નાં બોલ પ્રસિદ્ધ કરવાનો એક જ સંકલ્પ છે. એવાં સેવાધારી અથક લગન થી દિવસ-રાત મહેનત માં લાગેલાં છે. બાળકોને જોઈને બાપદાદા હર્ષિત થતાં હતાં. નવાં-નવાં બાળકોની ઝડપી લગન નાં ઉમંગની, મળવા અર્થ તડપવાની, પતંગિયા સમાન બાપ પર ઊંચી છલાંગ લગાવવાની સૂરત (ચહેરો) અને સીરત (ચરિત્ર) જોઈ. ગુલદસ્તો સારો હતો - વેરાઈટી (વિભિન્ન) ફૂલોની શોભા સુંદર લાગી રહી હતી - કળીઓ અને પાંદડાઓ વેરાઈટી જોયાં. ઘણી આત્માઓ મીઠી ફરીયાદ વાળી પણ જોઈ. ઘણી આત્માઓ મિલન ની ખુશીમાં આંસુનાં મોતીની માળા ઓ બાપદાદા નાં પ્રતિ પહેરાવતાં પણ જોઈ. આવી બાપ ને ઓળખતી મૂર્ત જે વારંવાર મિલન નાં ગીત ગાવા વાળી પણ હતી અને પછી વિદેશની સૈર કરી.
બીજી હતી ચારેય તરફની અજ્ઞાની અને ભક્ત આત્માઓની સૈર. એમાં શું જોયું? એક તરફ અનેક આત્માઓ પોતાનાં શરીર નિર્વાહ અર્થ જીવન નાં સાધનો અર્થ કોઈ-ને- કોઈ યંત્રો દ્વારા સ્વયં માં વ્યસ્ત હતી. સાથે-સાથે કોઈ આત્માઓ વિનાશ અર્થ યંત્ર રિફાઇન (ત્રુટિ રહિત) કરવામાં વ્યસ્ત હતી. બીજી તરફ ઘણી ગૃહસ્થી અને ભક્ત આત્માઓ પોતાનાં જંત્ર-મંત્ર થી પોતાની ભાવના નું ફળ પામવા માટે અથવા અલ્પકાળ ની પ્રત્યક્ષ પ્રાપ્તિ કરવા માટે પોત-પોતાનાં કાર્યમાં વ્યસ્ત હતી. આ સર્વમાં વિશેષ ભારત અને થોડી વિદેશમાં પણ સિદ્ધિ પ્રાપ્ત કરવાની કામનાથી દેવીઓનું વિશેષ આહવાન કરી રહી હતી. મેજોરીટી (અધિકાંશ) સિદ્ધિની પાછળ વધારે વ્યસ્ત હતી. સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે સ્વયં ને સમર્પણ કરવા પણ તૈયાર થઈ જાય. સિદ્ધિની વિધિ માં મુખ્ય બે વાતો કરે છે. કોઈ પણ સિદ્ધિ નાં માટે એક તો એકાંત બીજી એકાગ્રતા, બંનેની વિધિ દ્વારા સિદ્ધિ ને મેળવે છે.
તો આજે બાપદાદા સિદ્ધિ સ્વરુપ બાળકોને પસંદ કરી રહ્યાં હતાં. જેમનાં યાદગાર ચિત્રો દ્વારા પણ હમણાં સુધી અનેકો ને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ રહી છે. એ સમયે સિદ્ધિની પ્રાપ્તિ નું દૃશ્ય જોવા લાયક હોય છે. જેમ તમને લોકો ને યાદ દ્વારા અતીન્દ્રિય સુખનો અનુભવ થાય છે એમ જ ભક્તોને પણ સિદ્ધિ પ્રાપ્ત કરવાનાં સમય નું અલ્પકાળ નું સુખ એ સમય નાં માટે ઓછું અનુભવ નથી થતું. એવી સૈર કર્યા પછી સાકાર સ્વરુપધારી બાળકોને જોયાં. ભક્ત જે દેવીઓ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યાં છે, એ જ દેવીઓ ક્યારેક સ્વયં પણ સિદ્ધિ પ્રાપ્ત કરવાનો સંકલ્પ રાખી રહી છે. આવું કેમ? ચાલતાં-ચાલતાં એ સંકલ્પ જરુર ઉત્પન્ન થાય છે, કે મહેનત કરવા છતાં પણ સિદ્ધિ કેમ નથી? સમય પ્રમાણે સંપૂર્ણ સ્થિતિની પ્રત્યક્ષતા ઓછી કેમ? તો બાપ પણ પ્રશ્ન કરે છે - કેમ? સિદ્ધિ સ્વરુપની મુખ્ય વાત કઈ અપનાવવી પડે? જેમ કલ્પ પહેલાં પાંડવો નું ગાયન છે કે સેકન્ડમાં જ્યાં તીર લગાડ્યું ત્યાં ગંગા પ્રકટ થઈ અર્થાત્ સેકન્ડમાં અસંભવ પણ સંભવ પ્રત્યક્ષ ફળનાં રુપમાં દેખાયું. એને જ સિદ્ધિ કહેવામાં આવે છે. આ નથી થતું, કારણ કે પ્રત્યક્ષ-ફળની પ્રાપ્તિ માટે દરેક સેકન્ડ પોતાની સંપૂર્ણ સર્વ શક્તિ સંપન્ન સ્વરુપની સ્મૃતિ પ્રત્યક્ષ સંકલ્પ રુપમાં નથી રહેતી. હું પુરુષાર્થી છું, સંપન્ન થઈ જ જઈશ, થવાનું તો જરુર છે - નંબરવાર થવાનું જ છે. અમારું કામ છે મહેનત કરવી, એ તો યથાશક્તિ કરી જ રહ્યાં છીએ - આ દરેક સેકન્ડ નું સંકલ્પ રુપી બીજ સર્વ શક્તિ સંપન્ન નથી હોતું. એ સમય નાં સંકલ્પ માં થઈ જ જશે અર્થાત્ ભવિષ્ય નો સંકલ્પ ભરેલો હોય છે. દૃઢ નિશ્ચય અને પ્રત્યક્ષ ફળ નાં રસ નું બળ ભરાયેલું ન હોવાનાં કારણે સિદ્ધિ પણ પ્રત્યક્ષ નથી. પરંતુ બે ઘડી પછી, કલાક પછી અથવા થોડા દિવસો પછી ભવિષ્ય પ્રાપ્તિ થઈ જાય છે - તો એનું કારણ સમજાયું? તમારા સંકલ્પ રુપી બીજ નાં કારણે જ પ્રત્યક્ષ સિદ્ધિ નથી થતી. અનેક પ્રકાર નાં સાધારણ સંકલ્પ હોય છે. જેમ કે સમય પ્રમાણે થવાનું જ છે, હમણાં બધાં તૈયાર ક્યાં થયાં છે? હજું તો આગળ નાં નંબર જ તૈયાર નથી થયાં. ફાઈનલ તો આઠ જ થવાનાં છે. આવાં-આવાં ભવિષ્ય જ્ઞાન નાં સાધારણ સંકલ્પ તમારા બીજ ને કમજોર કરી દે છે અને આ જ ભવિષ્ય સંકલ્પ જેનો એ સમયે ઉપયોગ ન કરવો જોઈએ, પરંતુ એ સમયે ન વિચારતા પણ ઉપયોગ કરી લો છો - જેના કારણે પ્રત્યક્ષ ફળ પણ ભવિષ્ય ફળ નાં સ્વરુપ માં પરિવર્તન થઈ જાય છે.
તો પ્રત્યક્ષ-ફળ પામવા માટે જ સંકલ્પ રુપી બીજ ને દૃઢ નિશ્ચય રુપી જળ થી કે આ તો થયેલું જ છે - થવાનું જ છે - આ જળ થી શક્તિશાળી બનાવો. ત્યારે જ પ્રત્યક્ષ સિદ્ધિ સ્વરુપ થઈ જશો. જેમ તમારા યાદગાર ચિત્રો દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરવા વાળાની વિશેષ બે વાતોની વિધિ સંભળાવી. એકાંતવાસી અને એકાગ્રતા. આ જ વિધિ કલ્પ પહેલાં ની માફક સાકાર માં અપનાવો. એકાગ્રતા ઓછી હોવાનાં કારણે જ દૃઢ નિશ્ચય ની કમી થાય છે. એકાંતવાસી ઓછાં હોવાનાં કારણે જ સાધારણ સંકલ્પ બીજ ને કમજોર બનાવી દે છે. એટલે જ આ વિધિ દ્વારા સિદ્ધિ-સ્વરુપ બનો, જે સૈર પર જોયા એ તમે છો ને? તો યાદગાર રુપને હવે યાદ રુપ બનાવો. પાંડવોની યાદગાર થી પણ ભક્ત લોકો સિદ્ધિ માંગે છે. અચ્છા.
એવી અનેક આત્માઓ ને સિદ્ધિ પ્રાપ્ત કરાવવા વાળી સર્વ સિદ્ધિ સ્વરુપ માસ્ટર વિધાતા અને વરદાતા, પોતાનાં દરેક સંકલ્પ દ્વારા અનેકોની અનેક કામનાઓને પૂર્ણ કરવા વાળી સર્વ પ્રાપ્તિ સ્વરુપ એવી સર્વ-મહાન આત્માઓ ને, વિદેશી આત્માઓ સહિત સર્વ ને બાપદાદા નાં યાદ પ્યાર અને નમસ્તે.
આ અવ્યક્ત વાણી નો સાર
* કોઈ પણ સિદ્ધિ નાં માટે એક તો એકાંત અને બીજું એકાગ્રતા બંનેની વિધિ દ્વારા સિદ્ધિ ની પ્રાપ્તિ થાય છે.
* દૃઢ નિશ્ચય ની કમી અથવા દરેક સેકન્ડે પોતાની સંપૂર્ણ સર્વશક્તિ સંપન્ન સ્વરુપ ની સ્મૃતિ પ્રત્યક્ષ સંકલ્પ રુપમાં નથી રહેતી, એ જ કારણે સિદ્ધિ પણ પ્રત્યક્ષ નથી થતી.
* પ્રત્યક્ષ ફળ પામવા માટે સંકલ્પ રુપી બીજ ને દૃઢ નિશ્ચય રુપી જળ થી શક્તિશાળી બનાવો તો પ્રત્યક્ષ સિદ્ધિ સ્વરુપ થઈ જ જશો.
પર્સનલ મુલાકાત
શક્તિઓ પોતાનાં શક્તિ સ્વરુપ, સદા શસ્ત્રધારી, સદા નિર્ભય, સર્વ આસુરી સંસ્કારો નો સંહાર કરવા વાળી તથા પ્રકૃતિ અને માયાજીત બનવા વાળી - એવી પોતાનાં સ્વભાવ માં સદા સ્થિત રહે છે? શક્તિઓનાં યાદગાર ચિત્ર માં માયાજીત ની નિશાની છે - શસ્ત્ર અને પ્રકાશ નો તાજ અને પ્રકૃતિજીત ની નિશાની છે - વાઘ (શેર) ની સવારી. આ પશુ-પક્ષી આદિ પ્રકૃતિ ની નિશાની છે. પ્રકૃતિ નાં તત્વો પણ શક્તિ-સ્વરુપ ને ભયભીત નથી કરી શકતાં. પ્રકૃતિ પર પણ સવારી અર્થાત્ અધિકાર. પ્રકૃતિ પણ એમની દાસી બની ગઈ અર્થાત્ તેમનો સત્કાર કરી રહી છે. એવી સદા વિજયી છો? સદા સજાગ ની નિશાની તિલક ગાવામાં આવેલું છે-જે સદા બાપની સાથે છે - એ સદા વિજય નું તિલક પોતાનાં મસ્તક પર લગાડતાં રહેશે. સ્મૃતિ માં રહેવું અર્થાત્ તિલક લગાવવું. સદા એ સ્મૃતિ રહે કે હું કલ્પ-કલ્પ ની વિજયી છું, હમણાં ની નહીં. પહેલા બેહોશ હતાં - બેહોશ અર્થાત્ જેને પોતાનો હોશ નથી. હું છું કોણ એ પણ ખબર નથી તો બેહોશ થયાં ને? હવે તો સુરજીત છો. સુરજીત ક્યારેય બાપ ને ભૂલી ન શકે. એ જ સદા યાદ રાખો કે ‘હું છું જ સદા વિજયી’. અચ્છા.
કમ્પલેન (ફરિયાદ) સમાપ્ત કરી કમ્પ્લીટ (સંપૂર્ણ) બનવાની પ્રેરણા
“બાપ-સમાન નિરાકારી, દેહ ની સ્મૃતિ થી ન્યારા, આત્મિક સ્વરુપ માં સ્થિત થઈને, સાક્ષી થઈને પોતાનો અને સર્વ આત્માઓ નો પાર્ટ જોવાનો અભ્યાસ મજબૂત થતો જાય છે? સદા સાક્ષીપણા ની સ્થિતિ સ્મૃતિ માં રહે છે? જ્યાં સુધી સાક્ષી સ્વરુપની સ્મૃતિ સદા નથી રહેતી તો બાપદાદા ને પોતાનાં સાથી પણ નથી બનાવી શકતાં. સાક્ષી અવસ્થા નો અનુભવ, બાપ નાં સાથીપણા નો અનુભવ કરાવે છે. પોતાને ખુદા-દોસ્ત સમજો છો ને? અર્થાત્ પોતાનાં મન નાં મીત બાપદાદા ને બનાવ્યાં છે? દિલ નાં દિલવાળા બાપ ને જ બનાવ્યાં છે? એક દિલવાળા બાપનાં સિવાય બીજા કોઈ થી પણ દિલની લેણ-દેણ કરવાનો સંકલ્પ માત્ર પણ નથી, એવો અનુભવ કરો છો? જો એક બાપ ની સાથે સર્વ-સંબંધો નું સુખ, સર્વ-સંબંધો ની પ્રીત ની પ્રાપ્તિ અનુભવ કરો છો તો બીજે ક્યાંય પણ કોઈ સંબંધમાં બુદ્ધિ જઈ નથી શકતી. દરેક શ્વાસ, દરેક સંકલ્પ માં સદા બાપ નાં સર્વ-સંબંધોમાં બુદ્ધિ મગન રહેવી જોઈએ. કેટલાંક બાળકો ની ફરિયાદ છે કે વ્યર્થ સંકલ્પ ખૂબ આવે છે, બુદ્ધિ બાપ ની તરફ લાગતી નથી. ન ઈચ્છવા છતાં પણ ક્યાંક-ને-ક્યાંક બુદ્ધિનો લગાવ જતો રહે છે અથવા સ્થૂળ પ્રવૃત્તિ ની જવાબદારી બુદ્ધિયોગ ને એકાગ્ર બનવા નથી દેતી. જૂની દુનિયા નો સંપર્ક અથવા વાતાવરણ વૃત્તિને ચંચળ બનાવી દે છે. જેટલો તીવ્ર પુરુષાર્થ કરવા ઇચ્છીએ છે એટલો કરી નથી શકતાં, હાઈ-જમ્પ (ઊંચી છલાંગ) આપી નથી શકતાં. આખાં દિવસમાં આ જ પ્રકાર ની ફરિયાદો બાપદાદા ની પાસે ખૂબજ આવે છે.
માસ્ટર સર્વશક્તિમાન કહેવાતાં હોવા છતાં પણ પોતાનાં જ સ્વભાવ-સંસ્કાર થી મજબૂર થઈ જાય છે, તો બાપદાદા ને પણ એવી વાતો સાંભળતા મીઠું સ્મિત પણ આવે છે અને રહેમ પણ આવે છે. જ્યારે પોતાનાં સ્વભાવ સંસ્કાર ને મિટાવી નથી શકતાં તો આખાં વિશ્વનાં તમોપ્રધાન આસુરી સંસ્કારો ને મિટાવવા વાળા કેવી રીતે બનશો? જે પોતાનાં જ સંસ્કારો ને વશ થઈ જાય, તે સર્વ વશીભૂત થયેલી આત્માઓને મુક્ત કેવી રીતે કરી શકશે? પોતાનાં સંસ્કારો, જેનાથી સ્વયં જ પરેશાન છે એ બીજાની પરેશાની કેવી રીતે મિટાવશે? આવાં સંસ્કારો થી મુક્તિ પામવાની સરળ યુક્તિ કઈ છે? કર્મ માં આવતાં પહેલાં સંસ્કાર સંકલ્પ માં આવે છે - “આ કરી દઈશ, આવું થવું જોઈએ, એ શું સમજે છે, હું પણ બધું કરવાનું જાણું છું.” આ રુપ નાં સંકલ્પો માં સંસ્કાર ઉત્પન્ન થાય છે. જ્યારે જાણો છો કે આ સમયે સંસ્કાર સંકલ્પ રુપ માં પોતાનું રુપ દેખાડે છે, તો સદૈવ એ આદત પાડો અથવા અભ્યાસ કરો કે દરેક સંકલ્પ ને પહેલાં તપાસ કરવાનો છે કે શું આ સંકલ્પ બાપ-સમાન છે?
જેમ ઘણાં મોટા વ્યક્તિ હોય છે, તેઓ જે કાંઈ પણ સ્વીકાર કરે છે તો પહેલાં એ વસ્તુની તપાસ થાય છે. જેમ પ્રેસિડન્ટ (રાષ્ટ્રપતિ) છે કે કોઈ પણ વિશેષ વ્યક્તિ કે મોટા-મોટા રાજા હોય છે, તો એમનું દરેક ભોજન પહેલાં તપાસ થાય છે, પછી તેઓ સ્વીકાર કરે છે. એમને કોઈ પણ વસ્તુ આપશે તો પહેલાં એની તપાસ થાય છે કે ક્યાંક એમાં કોઈ અશુદ્ધિ કે મિશ્રણ તો નથી ને? એ મોટા વ્યક્તિઓ તમારી આગળ શું છે? તમારા રાજ્યમાં એ મોટા માણસો પગ પણ નથી રાખી શકતાં. હમણાં પણ તમારા પગે પડવા વાળા છે. જ્યારે રાજાઓનાં પણ રાજા બનો છો અને સૃષ્ટિની વચ્ચે શ્રેષ્ઠ આત્માઓ કહેવાઓ છો, તો આપ વિશેષ આત્માઓનાં આ સંકલ્પ રુપી બુદ્ધિનું જે ભોજન છે, એનાં માટે પણ તપાસ થવી જોઇએ. જ્યારે તપાસ વગર સ્વીકાર કરો છો, એટલે દગો ખાઓ છો. તો દરેક સંકલ્પ ને પહેલાં તપાસો. જેમ સોનાને યંત્ર દ્વારા તપાસ કરાય છે કે સાચું છે કે મિશ્રણ છે, રીયલ છે અથવા રોલ્ડ ગોલ્ડ છે? એમ જ એ તપાસ કરો કે સંકલ્પ બાપદાદા સમાન છે કે નહીં? એ આધાર થી તપાસ કરો, પછી વાણી અને કર્મ માં લાવો. આધાર ને ભૂલી જાઓ છો, ત્યારે સંસ્કાર શૂદ્ર-પણા નાં અને વિષ નાં મિક્સ (ભેળસેળ) થઈ જાય છે. જે રીતે ભોજન માં વિષ મિક્સ થઈ જાય છે તો તે મૂર્છિત કરી દે છે, એમ જ સંકલ્પ રુપી આહાર અથવા ભોજન માં જૂનાં શુદ્રપણા નું વિષ મિક્સ થઈ જાય છે, તો બાપ ની સ્મૃતિ અને સમર્થી સ્વરુપ થી મૂર્છિત થઈ જાઓ છો. તો પોતાને વિશેષ આત્માઓ સમજીને પોતે પોતાનાં જ તપાસનાર બનો. સમજ્યાં? વિશેષ આત્માની પોતાની શાન માં રહો તો પરેશાન નહીં થશો. અચ્છા આ થઈ સંસ્કારોને મિટાવવાની યુક્તિ. જો આ કાર્ય માં સદા વ્યસ્ત રહેશો અથવા સદા હોલી-હંસ સ્વરુપ માં સ્થિત હશો તો શુદ્ધ અથવા અશુદ્ધ, શુદ્રપણુ અને બ્રાહ્મણપણા ની સહજ જ તપાસ કરી શકશો અને બુદ્ધિ એ જ કાર્યમાં વ્યસ્ત હોવાનાં કારણે વ્યર્થ સંકલ્પોની ફરિયાદ થી ફ્રી (મુક્ત) થઈ જશે.
બીજી વાત આખો દિવસ, બાપ નાં સર્વ-સંબંધો નું દરેક સમય પ્રમાણ સુખ નથી લઈ શકતા જે ગોપીઓ અને પાંડવોનું ચરિત્ર ગવાયેલ છે. બાપ સાથે સર્વ-સંબંધો નું સુખ લેવું અને મગન રહેવું અથવા સર્વ-સંબંધો નાં લવ માં લવલીન રહેવું, એ અનુભવ હજું કર્યો નથી. બાપ અને શિક્ષક આ વિશેષ સંબંધોનું સુખ અનુભવ કરો છો પરંતુ સર્વ-સંબંધો નાં સુખો ની પ્રાપ્તિ નો અનુભવ ઓછો કરો છો. એટલે જે સંબંધોનાં સુખનો અનુભવ નથી કર્યો, એ સંબંધોમાં બુદ્ધિનો લગાવ જાય છે અને એ આત્માનો લગાવ તથા બુદ્ધિની લગન વિઘ્ન-રુપ બની જાય છે. તો આખાં દિવસમાં ભિન્ન-ભિન્ન સંબંધો નો અનુભવ કરો. જો આ સમયે બાપનાં સર્વ-સંબંધો નું સુખ નથી લીધું, તો સર્વ સુખોની પ્રાપ્તિ માં સર્વ-સંબંધો ની રસના લેવામાં કમી રહી જશે. હમણાં જો આ સુખ નથી લીધું તો ક્યારે લેશો? આત્માઓ થી સર્વ-સંબંધ તો આખો કલ્પ અનુભવ કરશો પરંતુ બાપ સાથે સર્વ-સંબંધો નો અનુભવ હમણાં નહીં કર્યો તો ક્યારેય પણ નહીં કરશો. તો આ સર્વ-સંબંધો નાં સુખો માં આખો દિવસ-રાત પોતાને વ્યસ્ત રાખો. આ સુખો માં નિરંતર રહેવાથી બીજા સર્વ-સંબંધ અસાર અને નિરસ અનુભવ થશે. એટલે બુદ્ધિનું એક ઠેકાણા પર સ્થિત થશે, ભટકવાનું બંધ થઈ જશે. અને તમે એ સુખો નાં ઝૂલામાં સદા ઝૂલતાં રહેશો. આવી સ્થિતિ બનાવવાથી તીવ્ર પુરુષાર્થી સ્વતઃ અને સહજ બની જશો, સર્વ કમ્પલેન સમાપ્ત થઈને કમ્પલીટ બની જશો. સમજ્યાં? પોતાની ફરીયાદ નો ઉત્તર.
અચ્છા એવાં સદા અતીન્દ્રિય સુખો નાં ઝૂલા માં ઝૂલવા વાળા, સદા બાપ ની સાથે સર્વ-સંબંધ નિભાવવા વાળા, સદા સ્વયં ને સાક્ષી અને બાપ ને સાથી સમજવા વાળા એવાં ખુદા-દોસ્ત, સદા ખુદાઈ-ખિદમત માં રહેવા વાળા, એવાં બાપ-સમાન બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
સાંભળવામાં ખુશ થાઓ છો પરંતુ નિભાવવામાં ક્યાંક મજબૂર થઈ જાઓ છો. જ્યારે સાંભળવામાં એટલી ખુશી થાય છે તો સ્વરુપ બનવામાં કેટલી ખુશી થશે? આ સમયે બધાં હર્ષિત મુખ છો - એમ જ સદા હર્ષિત મુખ રહો તો સ્વયં નો પણ સમય બચાવશો અને નિમિત્ત બનેલી આત્માઓનો પણ સમય બચાવી લેશો. હમણાં સુધી પડવા અને ચઢવામાં, સ્વયં ને સંભાળવામાં અને બુદ્ધિને ઠેકાણે લગાડવામાં ૨૫% સમય જે આમાં જાય છે તો એ સમય બચી જશે અને તે કમાણી માં જમા થઈ જશે. હવે બચત કરતાં શીખો. સમજ્યાં? ઓમ્ શાંતિ.
આ અવ્યક્ત વાણી નો સાર
* જો એક બાપ ની સાથે સર્વ-સંબંધોનું સુખ અને પ્રીતની પ્રાપ્તિ નો અનુભવ કરો છો તો બીજે ક્યાંય પણ કોઈ સંબંધ માં બુદ્ધિ જઈ નથી શકતી.
* પોતાને વિશેષ આત્મા સમજતાં પોતાની જાતનાં જ સ્વયં તપાસનાર બનો. સદૈવ આદત પાડો અથવા અભ્યાસ કરો કે દરેક સંકલ્પ ની પહેલાં તપાસ કરવાની છે કે આ સંકલ્પ બાપ સમાન છે, એક દિલવાળા બાપ સિવાય બીજા કોઈ થી પણ દિલની લેણ-દેણ કરવાનો સંકલ્પ તો નથી?
* સાક્ષી અવસ્થાનો અનુભવ બાપ નાં સાથીપણા નો અનુભવ કરાવે છે.
* વિશેષ આત્માની પોતાની શાન માં રહો તો પરેશાન નહીં થશો.