Search for a command to run...
4 Oct 1975
હવે દૃઢ સંકલ્પની સળી થી રાવણ ને સળગાવો
4 October 1975 · ગુજરાતી
પોતાને ફરિશ્તાઓની સભામાં બેસવા વાળા ફરિશ્તા સમજો છો? ફરિશ્તા અર્થાત્ જેમનાં સર્વ સંબંધ અથવા સર્વ નાતા એક ની સાથે હોય. એક થી સર્વ સંબંધ અને સદા એક રસ સ્થિતિ માં સ્થિત હોય. એક-એક સેકન્ડ, એક-એક બોલ, એક ની જ લગન માં અને એક ની જ સેવા પ્રતિ હોય. હરતાં-ફરતા, જોતાં-બોલતાં અને કર્મ કરતાં વ્યક્ત ભાવ થી ન્યારા અવ્યક્ત અર્થાત્ આ વ્યક્ત દેહ રુપી ઘરતી ની સ્મૃતિ થી બુદ્ધિ રુપી પગ સદા ઉપર રહે અર્થાત્ ઉપરામ રહે. જેમ બાપ ઈશ્વરીય સેવા-અર્થ અથવા બાળકો ને સાથે લઈ જવાની સેવા-અર્થ અથવા સાચાં ભક્તો ને લાંબાસમય ની ભક્તિનું ફળ આપવા અર્થ, ન્યારા અને નિરાકાર હોવા છતાં પણ અલ્પકાળ માટે આધાર લે છે અથવા અવતરિત થાય છે. એમ જ ફરિશ્તા અર્થાત્ ન્યારા અને પ્યારા, બાપ સમાન સ્વયં ને અવતરિત આત્મા સમજો છો? અર્થાત્ ફક્ત ઈશ્વરીય સેવા-અર્થ આ સાકાર બ્રાહ્મણ જીવન મળ્યું છે. ધર્મસ્થાપક, ધર્મ સ્થાપના નો પાર્ટ ભજવવા માટે આવ્યાં છો-એટલે નામ જ છે શક્તિ અવતાર - આ સમયે અવતાર છું, ધર્મસ્થાપક છું. સિવાય ધર્મ સ્થાપન કરવાનાં કાર્ય નાં બીજું કોઈ પણ કાર્ય આપ બ્રાહ્મણ અર્થાત્ અવતરિત થયેલી આત્માઓનું છે જ નહીં. સદા આવી સ્મૃતિમાં આ જ કાર્ય માં ઉપસ્થિત રહેવા વાળા ને જ ફરિશ્તા કહેવામાં આવે છે. ફરિશ્તા ડબલ લાઈટ રુપ છે. એક લાઈટ અર્થાત્ સદા જ્યોતિ સ્વરુપ. બીજી લાઈટ અર્થાત્ કોઈ પણ પાછળનાં હિસાબ-કિતાબ નાં બોજા થી ન્યારા અર્થાત્ હલ્કા. આવાં ડબલ લાઈટ સ્વરુપ પોતાને અનુભવ કરો છો?
આ બ્રાહ્મણ જીવન સિવાય ઈશ્વરીય કાર્ય નાં બીજા કોઈ કાર્ય-અર્થ, શ્રીમત વગર આત્માઓની મત પ્રમાણે અથવા સ્વયં ની મનમત પ્રમાણે બીજે ક્યાંય ઉપયોગ તો નથી કરતાં ને? આ બ્રાહ્મણ જીવન પણ બાપ દ્વારા ઈશ્વરીય સેવા પ્રતિ મળેલી અમાનત છે. અમાનત માં ખયાનત તો નથી નાખતાં ને? સંકલ્પ દ્વારા પણ આ બ્રાહ્મણ જીવન નો એક શ્વાસ પણ બીજા કોઈ કાર્યમાં ન લગાડી શકાય. એટલે ભક્તિ માં શ્વાસો-શ્વાસ સ્મરણ નું યાદગાર ચાલ્યું આવ્યું છે. નિરંતર નાં ફરિશ્તા છો કે અલ્પકાળ નાં ફરિશ્તા છો? જેમ ભક્તિમાં પણ નિયમ છે કે દાન આપેલી વસ્તુ કે અર્પણ કરેલી વસ્તુ કોઈ અન્ય કાર્ય માં ન લગાડી શકાય. તો તમે બધાએ બ્રાહ્મણ જીવન માં બાપદાદા થી પહેલો વાયદો શું કર્યો? યાદ છે કે ભૂલી ગયાં છો? બાપ ની આગળ પહેલો વાયદો એ કર્યો કે તન-મન-ધન સર્વ આપની આગળ સમર્પણ છે. જ્યારે સર્વ સમર્પણ કર્યું તો સર્વ અર્થાત્ સંકલ્પ, શ્વાસ, બોલ, કર્મ, સંબંધ, સર્વ વ્યક્તિ, વૈભવ, સંસ્કાર, સ્વભાવ, વૃત્તિ, દૃષ્ટિ અને સ્મૃતિ - સર્વ અર્પણ કર્યું. આને જ કહેવાય છે સમર્પણ. સમર્પણ થી પણ ઉપર હજું શક્તિશાળી શબ્દ, સ્વયં ને સર્વસ્વ ત્યાગી કહો છો.
બધાં સર્વસ્વ ત્યાગી છો કે ત્યાગી? સર્વસ્વ ત્યાગી અર્થાત્ જે પણ ત્યાગ કર્યો, સંબંધ, સંપર્ક, ભાવ, સ્વભાવ અને સંસ્કાર, આ બધાને પાછળ નાં ૬૩ જન્મો નાં રહેલા હિસાબ-કિતાબ નાં અંશ નો પણ વંશ-સહિત ત્યાગ કર્યો છે, એટલે સર્વસ્વ ત્યાગ કહેવામાં આવે છે. આવાં સર્વસ્વ ત્યાગી, જેમનાં પાછળનાં હિસાબ વંશ-સહિત સમાપ્ત થઈ ગયાં - આવા સર્વસ્વ ત્યાગી ક્યારેય સંકલ્પ પણ નથી કરી શકતાં કે મારો પાછળ નો સ્વભાવ અને સંસ્કાર આવો છે. પાછળ નો હિસાબ હમણાં સુધી ક્યારેક-ક્યારેક ખેંચે છે અથવા કર્મ-બંધન નો બોજ, કર્મ સંબંધ નો બોજ, કોઈ વ્યક્તિ અથવા વૈભવ નાં આધાર નાં બોજ મુજ આત્માને પોતાની તરફ આકર્ષિત કરે છે? આ સંકલ્પ તથા બોલ સર્વસ્વ ત્યાગી નાં નથી - સર્વસ્વ ત્યાગી, સર્વ સંબંધો થી મુક્ત, સર્વ બોજા થી મુક્ત, દરેક સંકલ્પ માં ભાગ્ય બનાવવા વાળા પદમા-પદમ ભાગ્યશાળી હશે. એમનાં દરેક કદમ માં પદમોની કમાણી સ્વતઃ જ થાય છે. એવાં સર્વસ્વ ત્યાગી છો ને? શબ્દ નાં અર્થ સ્વરુપ માં સ્થિત છો ને? બોલવા વાળા નહીં પરંતુ કરવા વાળા અને અનેકો ને કરાવવા વાળા છો ને? મુશ્કેલ તો નથી લાગતું? મુશ્કેલ લાગવાનો તો સવાલ જ ન ઉઠવો જોઈએ, કારણ કે બ્રાહ્મણ જીવનનો ‘ધર્મ અને કર્મ’ જ આ છે. જે જીવન અથવા નિજી (મૂળ) કર્મ હોય છે એ ક્યારેય કોઈને મુશ્કેલ નથી લાગતું. મુશ્કેલ ત્યારે લાગે છે જ્યારે પોતાને અવતરિત થયેલી આત્મા અર્થાત્ શક્તિ અવતાર નથી સમજતાં. સદૈવ એ યાદ રાખો કે હું અવતાર છું. ધર્મ સ્થાપન કરવા અર્થ ‘ધર્મ-આત્મા’ છું. ધર્મ અર્થાત્ દરેક સંકલ્પ સ્વતઃ જ ધર્મ અર્થ હોય છે-સમજ્યાં? એને કહેવામાં આવે છે ફરિશ્તા.
હવે એવાં બોલ ક્યારેય નહીં બોલતાં - શું કરું, કેવી રીતે કરું, થતું નથી, આવડતું નથી અને ન ઈચ્છવા છતાં પણ થઈ જ જાય છે. આ કોણ બોલે છે? ફરિશ્તા બોલે છે કે સર્વસ્વ ત્યાગી બોલે છે? માસ્ટર સર્વશક્તિમાન્ અને આ બોલ! બંનેની તુલના કરો-માસ્ટર સર્વશક્તિમાન્ આ બોલ બોલી શકે છે? શું અનેકો ને બંધન-મુક્ત કરવા વાળી આત્મા આવાં બોલ, બોલી શકે છે? આ બંધન-મુક્ત આત્માનાં બોલ છે? પરંતુ તમે તો સર્વ બંધન-મુક્ત આત્મા છો. આજ થી આવાં સંકલ્પ અને બોલ સદૈવ માટે સમાપ્ત કરો. દૃઢ સંકલ્પની સળી થી આજે આ કમજોરીઓ નાં રાવણને સળગાવો. અર્થાત્ ‘દશેરા’ મનાવો. પાંચ વિકારો નાં વંશ ને પણ અને પાંચ તત્વો નાં અનેક પ્રકાર નાં આકર્ષણ ને પણ આ દસેય વાતો નાં વિજયી બનો. અર્થાત્ વિજય નો દિવસ મનાવો. અચ્છા.
આવી ‘વિજય દિવસ’ મનાવવા વાળી વિજયી રત્ન, જેમનાં મસ્તક પર વિજય નું અવિનાશી તિલક લાગેલું છે, એવી અવિનાશી તિલકધારી, સદા અકાળ તખ્ત-નશીન, અકાળ-મૂર્ત, સર્વ આત્માઓને બંધન-મુક્ત બનાવવા વાળી, યોગ-યુક્ત, સ્નેહ-યુક્ત, યુક્તિ-યુક્ત, સર્વ શ્રેષ્ઠ આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
આજ થી દીદી-દાદી ની પાસે કોઈ નહીં જતાં - ફક્ત રુહાની મિલન મનાવવા જજો - આ વાતો કરવા ન જતાં - કાંઈ લેવા માટે જજો, પરંતુ ફરિયાદ લઈને નહીં જતાં. અચ્છા. ઓમ્ શાંતિ.
આ અવ્યક્ત વાણી નો સાર
* સિવાય ધર્મ સ્થાપન કરવાનાં કાર્ય, બીજું કોઈ પણ કાર્ય આપ બ્રાહ્મણ અર્થાત્ અવતરિત થયેલી આત્માઓનું છે જ નહીં, સદા એવી સ્મૃતિમાં રહીને કાર્ય કરવા વાળા ને જ ‘ફરિશ્તા’ કહેવામાં આવે છે.
* ફરિશ્તા ડબલ લાઈટ રુપ છે. એક લાઈટ અર્થાત્ સદા જ્યોતિ સ્વરુપ, બીજી લાઈટ અર્થાત્ કોઈ પણ પાછળ નાં હિસાબ-કિતાબ નાં ભાર થી ન્યારા અર્થાત્ હલ્કા