Search for a command to run...
7 Feb 1975
સંતુષ્ટતા જ સંપૂર્ણતાની નિશાની છે
7 February 1975 · ગુજરાતી
બધાં આ સમયે પોતાનાં ફીચર્સ (લક્ષણ) અને ફ્યુચર (ભવિષ્ય) ને જાણી શકો છો? જેટલાં-જેટલાં સમય ની સમીપ જઈ રહ્યાં છો, સમય નાં પ્રમાણે પોતાની સંપૂર્ણતાની નિશાનીઓ અનુભવ માં આવે છે? સંપૂર્ણતાની મુખ્ય નિશાનીઓ કઈ છે? આત્મા સંપૂર્ણતા ને પામી રહી છે - એ મુખ્ય કઈ વાત માં સર્વ ને અનુભવ થાય છે? મુખ્ય વાત એ છે કે એવી આત્મા સદા સ્વયં થી સર્વ વિષયો માં સંતુષ્ટ રહેવાનો અનુભવ કરશે અને સાથે-સાથે અન્ય આત્માઓ પણ એનાથી સદા સંતુષ્ટ રહેશે. તો સંતુષ્ટતા જ સંપૂર્ણતાની નિશાની છે. જેટલાં-જેટલાં સર્વ આત્માઓનાં સંતુષ્ટતા નાં આશીર્વાદ અને સૂક્ષ્મ સ્નેહ તથા સહયોગ નો દરેક સમયે રિસ્પોન્સ (પ્રતિસાદ) મળે - એનાથી સમજો કે એટલાં સંપૂર્ણતા ની સમીપ આવ્યાં છીએ. કમાલ આમાં છે.
કેવાં પણ સંસ્કારો વાળી, અસંતુષ્ટ રહેવા વાળી આત્મા સંપર્ક માં આવે, તે પણ સંપર્ક માં એ અનુભવ કરે કે હું પોતાનાં સંસ્કારો નાં કારણે જ અસંતુષ્ટ રહું છું પરંતુ આ વિશેષ આત્માઓમાં મારા પ્રતિ સ્નેહ અને સહયોગ ની તથા રહેમદિલ ની શુભ ભાવના હંમેશા જોવામાં આવે છે. અર્થાત્ એ પોતાની જ કમજોરી અનુભવ કરે. તે એવી ફરિયાદ ન કરે કે આ નિમિત્ત બનેલી આત્માઓ મુજ આત્મા ને સંતુષ્ટ નથી કરી શકતી. સર્વ આત્માઓ દ્વારા એવી સંતુષ્ટમણિ નું સર્ટિફિકેટ (પ્રમાણપત્ર) પ્રાપ્ત થાય, ત્યારે કહેશે કે આ સંપૂર્ણતાની સમીપ છે. જેટલી સંપૂર્ણતા ભરાતી જશે, એટલી જ સર્વ આત્માઓની સંતુષ્ટતા પણ વધતી જશે.
સર્વ ને સંતુષ્ટ કરવાનું મુખ્ય સાધન કયું છે? (દરેકે બતાવ્યું) આ સર્વ વાતો પણ આવશ્યક તો છે. આ સર્વ વાતો પરિસ્થિતિ માં પ્રેક્ટિકલ કરવાની છે. મુખ્ય વાત એ છે કે જેવો સમય, જેવી પરિસ્થિતિ, જે પ્રકાર ની આત્મા સામે હોય, એવાં પોતાને મોલ્ડ કરી (વાળી) શકો. પોતાનાં સ્વભાવ અને સંસ્કાર ને વશીભૂત ન હોવ. સ્વભાવ અથવા સંસ્કાર એવાં અનુભવ માં હોય જે રીતે સ્થૂળ રુપમાં જેવો સમય, એવું રુપ, જેવો દેશ એવો વેશ બનાવ્યો - એવું સહજ અનુભવ થાય છે? એવી રીતે પોતાનાં સ્વભાવ, સંસ્કાર ને પણ સમય અનુસાર પરિવર્તિત કરી શકો છો?
કોઈ પણ સખત (કડક) વસ્તુ મોલ્ડ નથી થઈ શકતી. કડક સંસ્કારો પણ સમય-પ્રમાણે મોલ્ડ નથી કરી શકતાં. એટલે એવાં સરળ સંસ્કાર હોય કે જેવો સમય, એવાં બનાવી શકો. આ અભ્યાસ હોવો જોઈએ. સંકલ્પ પણ ન આવે કે મારા પણ કોઈ સંસ્કાર છે, કોઈ સ્વભાવ છે. જે અનાદિ-આદિ સંસ્કાર છે, તે જ સ્વરુપ માં હોય.
સંસ્કારો નું પરિવર્તન અનાદિકાળ થી છે અર્થાત્ ચક્ર માં આવવાથી જ પરિવર્તન માં આવતાં રહે છે. તો આત્મા માં સંસ્કાર-પરિવર્તન નો ઓટોમેટિકલી (આપોઆપ) અભ્યાસ છે. ક્યારેક સતો પ્રધાન, ક્યારેક સતો, રજો તથા તમો સંસ્કાર સમય-પ્રમાણે બદલાતાં જ રહે છે. હવે જ્યારે નોલેજફુલ (જ્ઞાનવાન) છો, ઊંચામાં ઊંચી સ્થિતિ પર પાર્ટધારી બની પાર્ટ ભજવી રહ્યાં છો, પાવરફુલ (શક્તિશાળી) પણ છો, બ્લિસફુલ (આનંદસ્વરુપ) પણ છો, સર્વ શક્તિવાન નાં વારસા નાં અધિકારી પણ છો તો સ્વભાવ-સંસ્કાર ને સમય પ્રમાણે અથવા સેવા પ્રમાણે કોઈ નાં કલ્યાણ નાં પ્રતિ અને સ્વયં ની ઉન્નતિ નાં પ્રતિ પરિવર્તન કરવાં અતિ સહજ અનુભવ થાય - એ છે વિશેષ આત્માઓ નો અંતિમ વિશેષ પુરુષાર્થ. એવા પુરુષાર્થ નાં અનુભવી છો? એવા સંપૂર્ણ ગોલ્ડ (સોના જેવા) બની ગયા છો? એનાથી પોતાનાં નંબર ને ચેક કરી શકો છો અથવા પોતાનાં સંગમયુગી ભવિષ્ય નાં પરિણામ ને જાણી શકો છો? નિમિત્ત બનેલી વિશેષ આત્માઓ છો ને? તો એનાં પર્સન્ટેજ (ટકાવારી) નીકાળો, સ્વભાવ, સંસ્કાર ને પોતાનાં શસ્ત્ર નાં સ્વરુપ માં ઉપયોગ કરી શકો છો કે આ મુશ્કેલ છે? આ વાત માં સફળતા નાં કેટલાં ટકા છે? દૂરબાજ ખુશબાજ વાળા નહીં. કિનારો કરવા વાળા નહીં. સંપર્ક માં આવતાં, સંબંધ માં રહેતાં સ્વયં જ પોતાનાં સંપર્ક, સંબંધ વધારતાં સફળતા મૂર્ત બનો ત્યારે નંબર આગળ લઈ શકો છો. બેહદનાં માલિક નો બેહદ થી સંબંધ જોઈએ ને. એ કેવી રીતે થશે? ચાન્સ (તક) મળતો નથી - પરંતુ દરેક કાર્ય ને યોગ્ય સ્વયં ની યોગ્યતાઓ સ્વતઃ જ નિમિત્ત બનાવી દે છે.
આ વર્ષ માં એવી વિશેષતા દેખાડો જેમ સાકાર બાપ ની વિશેષતા જોઈ. દરેક નાં દિલ થી એ અવાજ નીકળતો રહ્યો - અમારા બાબા! ભલે પચ્છડમાલ (પાછળવાળા) હોય, તો પણ “અમારા બાબા!” - આ અનુભવ દરેક આત્મા નો રહ્યો. એવી સર્વ વિશેષ આત્માઓનાં પ્રતિ જ્યાં સુધી સર્વ આત્માઓ દ્વારા આ સ્નેહ નો અથવા અધિકાર નો, પોતાપણા નો અવાજ નહીં નીકળે, ત્યાં સુધી સમજો કે વિશ્વનાં માલિકપણા નાં તખ્તનશીન નહીં બની શકો. એવી સફળતા ની નિશાની દેખાય. દરેક અનુભવ કરે કે આ વિશેષ આત્માઓ વિશ્વ-કલ્યાણ નાં પ્રતિ છે. આ છે સંપૂર્ણતાની નિશાની. અચ્છા!
અવ્યક્ત વાણી નો સાર
* જ્યારે તમે બધાં વિષયો માં સંતુષ્ટ રહેવાનો અનુભવ કરશો ત્યારે અન્ય આત્માઓ પણ સંતુષ્ટ રહેશે.
* હવે સંતુષ્ટમણિ નું સર્ટીફીકેટ પ્રાપ્ત કરો.
* કોઈ પણ સખત વસ્તુ મોલ્ડ નથી થઈ શકતી. એટલે સંસ્કાર એવા સરળ હોય કે જેવો સમય એવા સ્વયં ને બનાવી શકો.