Search for a command to run...
8 Dec 1975
બાળકોની વિભિન્ન સ્થિતિઓ
8 December 1975 · ગુજરાતી
અશરીરી ભવ - આ વરદાન પ્રાપ્ત કરી લીધું છે? જે સમયે સંકલ્પ કરો કે ‘હું અશરીરી છું’, એ જ સેકન્ડે સ્વરુપ બની જાઓ. એવો અભ્યાસ સહજ થઈ ગયો છે? સહજ અનુભવ થવું - એ જ સંપૂર્ણતાની નિશાની છે. ક્યારેક સહજ, ક્યારેક મુશ્કેલ, ક્યારેક સેકન્ડ માં, ક્યારેક મિનિટ માં અથવા હજું પણ વધારે સમય માં અશરીરી સ્વરુપ નો અનુભવ થવો અર્થાત્ સંપૂર્ણ સ્થિતિ થી હજું દૂર છો. સદા સહજ અનુભવ થવો - એ જ સંપૂર્ણતાની પરખ છે.
હમણાં-હમણાં બાપદાદા વિદેશ અને પોતાનાં ભારત દેશનાં સર્વ બાળકોની દેખરેખ કરવાં ચક્કર પર નીકળ્યાં. ચક્કર લગાવતા વિશેષ વાત શું જોઈ? ત્રણ પ્રકાર નાં બાળકોને જોયાં.
૧. જ્ઞાન-રત્નો અને યાદ ની શક્તિ દ્વારા, સર્વ શક્તિઓને સ્વયં માં સંપન્ન કરવા વાળા, નિરંતર ચૈતન્ય ચાત્રક જે દરેક સેકન્ડે લેવા વાળા અર્થાત્ ધારણ કરવા વાળા, જેમને સિવાય પ્રાપ્તિ નો કે સ્વયં ને સંપન્ન બનાવવાનાં બીજો કોઈ લગાવ નથી. રાત છે અથવા દિવસ છે, લગન એકરસ છે - આવાં ચૈતન્ય ચાત્રક વિદેશ માં અને ભારત માં બંનેય સ્થાનો પર જોયાં.
૨. સેવા ની લગનમાં મગન - દિવસ-રાત સેવા ની યોજનાઓ બનાવવામાં વ્યસ્ત. સેવા નાં ફળ-સ્વરુપ સ્વયં માં ખુશીનો અનુભવ કરવા વાળા. પરંતુ સર્વ શક્તિઓ નો, દરેક સંકલ્પ માં માયાજીત બનવાની શક્તિ નો અથવા ‘અશરીરી ભવ’ નાં વરદાનની પ્રાપ્તિનો અનુભવ કરવામાં સદા એક-રસ સ્થિતિ નથી. ખુશી નો અનુભવ વિશેષ, પરંતુ શક્તિ નો અનુભવ ઓછો કરવા વાળા, જ્ઞાન સ્વરુપ નો અનુભવ વધારે અને શક્તિ સ્વરુપ નો અનુભવ ઓછો કરવા વાળા, જ્ઞાન નું સ્મરણ વધારે, સમર્થી-સ્વરુપ ઓછું - આવાં બાળકો પણ જોયાં.
૩. દિવસ-રાત મંઝિલ ને સામે રાખતાં, સંપૂર્ણ બનવાની શુભ આશા રાખતાં, સદા પુરુષાર્થ માં વ્યસ્ત, પુરુષાર્થ માં સમય વધારે અને પ્રાપ્તિ નો સમય ઓછો અનુભવ કરવા વાળા, કોઈ-ને-કોઈ સમસ્યા નો સામનો કરવામાં જ વધારે સમય લગાવવા વાળા, મુશ્કેલ ને સહજ બનાવવામાં લાગવા વાળા - આવાં બાળકો લાંબો સમય યુદ્ધસ્થળ માં જ સ્વયં ને અનુભવ કરવા વાળા છે, અતીન્દ્રિય સુખ નાં ઝૂલા માં અર્થાત્ પ્રાપ્તિ નાં અનુભવ માં ઓછા સમય રહેવા વાળા. આવાં પણ ખૂબજ જોયાં.
પહેલાં નંબર નાં ચાત્રકોની સ્થિતિ સદા એ જ રહી જે પામવાનું હતું, તે પામી લીધું. હવે સમય પણ બાકી થોડો રહ્યો છે. બીજા નંબર વાળા જે સેવાધારી, જ્ઞાન સ્વરુપ વધારે, શક્તિશાળી ઓછા હતાં એમની સ્થિતિ એવી રહે છે કે પામી લીધું છે, મળી રહ્યું છે અને નિશ્ચય છે કે પામી જ લઈશું. ખુશી નાં ઝૂલા માં ઝૂલે છે પરંતુ વચ્ચે-વચ્ચે ઝૂલા ને ઝડપ થી ઝુલાવવા માટે કોઈ આધાર ની આવશ્યકતા છે. તે આધાર શું છે? કોઈ અન્ય દ્વારા કરેલી સેવા પ્રતિ હિંમત, ઉલ્લાસ અપાવવા વાળા હોય અર્થાત્ ‘ખૂબજ સરસ’ અને ‘ખૂબજ સરસ’ કરવા વાળા હોય. નહીં તો ખુશી નો ઝૂલો ઝૂલતાં-ઝૂલતાં થોભી જાય છે. તો થોભેલાં ને ચલાવવાં જોઈએ. પહેલી સ્થિતિ વાળા નો ઓટોમેટિક ઝૂલો છે.
ત્રીજા સ્ટેજ વાળા ની સ્થિતિ - ક્યારેક પ્રાપ્તિ અથવા વિજય નાં આધાર પર અતિ હર્ષિત અને ક્યારેક વારંવાર યુદ્ધ ની પરિસ્થિતિ માં થાક અનુભવ કરવા વાળા. કોઈ-ને-કોઈ સાધન નાં સહારે સ્વયં ને થોડા સમય માટે ખુશ અનુભવ કરવા વાળા - ક્યારેક ખુશી, ક્યારેક ફરિયાદ. શું કરું, કેવી રીતે કરું, કરી તો રહ્યો છું, આટલી મહેનત કરી રહ્યો છું, મારી તકદીર જ આવી છે, ડ્રામા માં મારો આવો જ પાર્ટ નોંધાયેલો છે અને કલ્પ પહેલાં આટલું જ થયું હતું એમ ક્યારેક ઉપર, ક્યારે નીચે આવી સીડી પર ચઢતાં-ઉતરતાં રહે છે. આવાં ત્રણ પ્રકાર નાં બાળકો જોયાં. સમય પ્રમાણે વર્તમાન સ્થિતિ દરેક સમયે સર્વ-પ્રાપ્તિ નાં અનુભવ ની હોવી જોઈએ. હવે આ છેલ્લા સમયે યુદ્ધ માં નહીં પરંતુ સદા વિજયી પણાનાં નશા માં રહેવું જોઈએ. કારણ કે બાપે સર્વ-શક્તિઓ નાં માસ્ટર (અધિકારી) બનાવી દીધાં છે, સ્વયં થી પણ શ્રેષ્ઠ પ્રાપ્તિ નાં અધિકારી બનાવી દીધાં છે. આવાં માસ્ટર તથા સર્વ અધિકારી બીજી અથવા ત્રીજી સ્ટેજ (સ્થિતિ) નાં અનુભવ માં નહીં પરંતુ પહેલી સ્ટેજ નાં અનુભવ માં રહેવાં જોઈએ. વિદેશી સંગઠન જે લાસ્ટ (છેલ્લું) ઈઝ ફાસ્ટ (ઝડપી) કહેવાય છે. ફાસ્ટ ઈઝ ફર્સ્ટ (પ્રથમ) કહેવામાં આવે છે. તો જે પણ વિદેશી સંગઠન આવ્યું છે એ સર્વ ફર્સ્ટ સ્ટેજ વાળા છો ને? ફર્સ્ટ સ્ટેજ અર્થાત્ સદા અનુભવી મૂર્ત. દરેક સેકન્ડ અનુભવ માં મગ્ન રહેવા વાળા, એવું છે ને? ક્યારેક અને હમણાં કહેવા વાળા નહીં. ક્યારેક આ થાય અને ક્યારેક આ થાય - એવું નહીં. સદા એક નાં રસ માં રહેવા વાળા અને એક દ્વારા સર્વ અનુભવ પામવા વાળા - એમને કહેવામાં આવે છે ફર્સ્ટ. બાપદાદા ને પણ આવાં લાસ્ટ સો ફાસ્ટ વાળા બાળકો પર ગૌરવ છે. દરેક નાં મસ્તક ની તકદીર ની લકીર બાપદાદા તો જુએ છે ને - કે દરેક બાળકનું ભવિષ્ય શું છે? ભવિષ્ય ને જોઈ હર્ષિત થાય છે. હમણાંના આવેલા સંગઠન માં પણ સારા ઉમેદવાર બાળકો છે. જે વિશ્વનાં દીપક બની બાપ-સમાન અનેકો ને રસ્તો બતાવવાનાં નિમિત્ત બનશે. હમણાં તો વિશેષ વિદેશીઓનાં અર્થ છે ને? થોડાં અહીંયા બેઠાં છે સમ્મુખ અને થોડાં વિદેશ માં દિવસ-રાત આ જ યાદ માં રહે છે. તેઓ શું અનુભવ કરી રહ્યાં છે - જે રીતે રેડિયો અથવા ટી.વી. માં કોઈ વિશેષ કાર્યક્રમ આવવાનો હોય તો બધાં પોત-પોતાની સ્વીચ ઓન કરીને રાખે છે. બધાનું ધ્યાન એ એક તરફ જ હોય છે. એમ જ વિદેશ માં ચારેય તરફ બાળકો પોતાની સ્મૃતિ ની સ્વીચ ઓન કરીને બેઠાં છે. બધાંનો સંકલ્પ આ જ એક મધુબન ની સ્મૃતિ નો છે. દૂર હોવા છતાં પણ ઘણાં બાળકો બાપ ને આ સંગઠન માં સન્મુખ દેખાઈ રહ્યાં છે. અચ્છા.
આવાં સાકાર રુપ માં સન્મુખ બેસવા વાળા તથા આકારી રુપ માં બુદ્ધિયોગ દ્વારા સન્મુખ બેઠેલાં આવાં સદા વિજયી સ્વરુપ, અતીન્દ્રિય સુખ નાં ઝૂલા માં ઝૂલવા વાળા, પ્રાપ્તિ-સ્વરુપ, સર્વ વરદાનો નાં અધિકારી, વિશ્વ દ્વારા સદા સત્કારી અને વિશ્વ પ્રતિ સદા કલ્યાણી, એવાં વિશ્વ નાં દીપકો ને બાપદાદા નાં દિલ-તખ્તનશીન બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
આ અવ્યક્ત વાણી નો સાર
* પહેલા નંબરનાં ચાત્રકોની સ્થિતિ સદા એ જ રહે છે કે જે પામવાનું હતું, તે પામી લીધું. તેઓ સદા ખુશી નાં ઝૂલા માં ઝૂલતાં રહે છે.
* સમય પ્રમાણે, વર્તમાન સ્થિતિ દરેક સમયે સર્વ પ્રાપ્તિ નાં અનુભવની હોવી જોઈએ. કારણ કે બાપે તમને સર્વ શક્તિઓ નાં માસ્ટર બનાવી દીધાં છે