Search for a command to run...
7 Oct 1975
સર્વ અધિકાર અને બેહદ નાં વૈરાગ્ય વાળા જ રાજઋષિ
7 October 1975 · ગુજરાતી
આજે બાપદાદા કઈ સભા જોઈ રહ્યાં છે? આ છે રાજ ઋષિઓની સભા. પોતાને સદા રાજ ઋષિ સમજીને ચાલો છો? એક તરફ રાજ્ય, બીજી તરફ ઋષિ. બંનેના લક્ષણ અલગ-અલગ છે. એ છે ભાગ્ય, તે છે ત્યાગ. એ છે સર્વ અધિકારી અને તે પછી ઋષિ અર્થાત્ બેહદનાં વૈરાગી. સર્વ અધિકારી અને બેહદનાં વૈરાગી. એ સર્વનાં પ્યારા અને તે સર્વ થી ન્યારા. બંનેવ લક્ષણ, બોલ અને કર્મ માં સદા સાથે-સાથે દેખાય. વર્તમાન સ્વરાજ્ય અર્થાત્ સ્વ નું આ સર્વ કર્મેન્દ્રિયો પર રાજ્ય - આને કહેવાય છે સ્વરાજ્ય અને એ જ છે ભવિષ્ય નું ડબલ રાજ્ય. ડબલ રાજ્ય નો નશો હંમેશા રહે છે? જેટલો રાજ્ય નો નશો એટલો જ બેહદનું વૈરાગ્ય અર્થાત્ ઋષિ રુપ સદા સ્મૃતિ માં રહે છે? બંનેનું બેલેન્સ (સંતુલન) છે કે એક સ્વરુપ યાદ રહે છે, બીજું ભૂલી જવાય છે? આ જૂનાં દેહ અને દેહ ની દુનિયા થી બેહદનાં વૈરાગી બની ગયાં છો? કે હજું પણ આ જૂનું દેહ અને દુનિયા પોતાની તરફ આકર્ષિત કરે છે? આ કબ્રિસ્તાન અનુભવ થાય છે? બધી મૂર્છિત થયેલી આત્માઓ નજર આવે છે કે ફક્ત કહેવા માત્ર છે? આ બધાં મરેલા પડેલાં છે અર્થાત્ કબ્રિસ્તાન છે, જ્યાં સુધી એ અનુભવ નહીં થશે તો બેહદ નાં વૈરાગી નહીં બની શકો. આજની દુનિયામાં પણ હદ નાં વૈરાગી જંગલ માં કે સ્મશાન માં જાય છે. એટલે જ ગાયન છે સ્મશાની વૈરાગ્ય. તો જ્યાં સુધી આ દુનિયા સ્મશાન છે, એવો અનુભવ નહીં થશે તો સદાકાળ નું બેહદ નું વૈરાગ્ય - એ અનુભવ કેવી રીતે થશે?
પોતે પોતાને પૂછો કે ઋષિ બન્યો છું? એવાં નિશ્ચય બુદ્ધિ વૈરાગ્ય ની સાથે-સાથે અધિકાર ની ખુશીમાં પણ રહેશે તો રાજ-ઋષિ બનવા માટે જેટલો જ રાજ્ય નો નશો એટલાં જ બેહદ નાં વૈરાગ્ય નાં દૃશ્યો, બંનેય સાથે-સાથે અનુભવ થશે. જેટલું કબ્રિસ્તાન અનુભવ થશે, એટલું જ પરિસ્તાન સામે દેખાશે. ત્યાગ ની સાથે-સાથે ભાગ્ય પણ સ્પષ્ટ સામે દેખાશે. સંપૂર્ણ રાજઋષિ ની સ્થિતિ અર્થાત્ નશો અને નિશાનો બંનેય સ્પષ્ટ હશે. નિશાનો અર્થાત્ સંપૂર્ણ સ્થિતિ. એવાં નશામાં રહેવા વાળા ની સામે નિશાન એટલું સમીપ હશે જેમ સ્થૂળ નેત્રો ની સામે સ્થૂળ વસ્તુ સ્પષ્ટ દેખાય છે. જ્યારે સામે દેખાય છે, તો પછી કોઈ સંકલ્પ નહિં ઉઠશે કે આ વસ્તુ છે કે નથી, શું છે, અથવા કેવી છે? એમ જ સંપૂર્ણ સ્થિતિ નું નિશાન સામે દેખાવાનાં કારણે, હું બનીશ કે નહીં બનું અથવા સંપૂર્ણ સ્થિતિ કોને કહેવામાં આવે છે એ સવાલ સમાપ્ત થઈ જશે. પોતાની સંપૂર્ણ સ્થિતિ ની નિશાનીઓ સ્વયં માં સ્પષ્ટ નજર આવશે. એ નિશાની શું હશે, એ જાણો છો કે અનુભવ કરો છો?
પહેલી નિશાની-જૂની દુનિયાની કોઈ પણ વ્યક્તિ કે વૈભવ થી સંકલ્પ-માત્ર તથા સ્વપ્ન-માત્ર પણ લગાવ નહીં હશે. સદા સ્વયં ને કળયુગી દુનિયા થી કિનારો કરવાવાળા સંગમયુગી સમજશે. આખી સૃષ્ટિ ની આસુરી આત્માઓ ને કલ્યાણ અને રહેમ ની દૃષ્ટિ થી જોશે. સદા સ્વયં ને બાપ સમાન વિશ્વ-સેવાધારી અનુભવ કરશે. દરેક પરિસ્થિતિ અથવા પરીક્ષા માં સદા સ્વયં ને વિજયી અનુભવ કરશે. વિજય મારો જન્મ-સિદ્ધ અધિકાર છે. આવું અધિકારી સ્વરુપ સમજીને દરેક કર્મ કરશે. સદા ત્રિમૂર્તિ તખ્ત-નશીન અનુભવ કરશે. ત્રિકાળદર્શીપણા ની સ્મૃતિ સ્વરુપ હોવાનાં કારણે દરેક કર્મ નાં ત્રણેય કાળો ને જાણવા વાળા દરેક કર્મ ને શ્રેષ્ઠ કર્મ તથા સુકર્મી બનાવશે. વિકર્મો નું ખાતું સમાપ્ત થયેલું અનુભવ થશે. દરેક કાર્ય, દરેક સંકલ્પ સિદ્ધ થયેલો જ છે એવો સદા અનુભવ કરશે, જૂનાં સંસ્કાર અને સ્વભાવ થી ઉપરામ અનુભવ કરશે, સદા સાક્ષીપણા ની સીટ પર સ્વયં ને સેટ થયેલાં અનુભવ કરશે. આ છે - નિશાનીઓ પણ અને નિશાનો પણ. આને કહેવામાં આવે છે ‘રાજઋષિ’. એવાં રાજઋષિ બન્યાં છો? ટાઈટલ (શિર્ષક) તો રાજઋષિ નું મળ્યું છે ને? જે ટાઈટલ છે એ જ પ્રેક્ટિકલ (વ્યવહારમાં) પણ છે ને?
બ્રાહ્મણ અર્થાત્ કહેવું અને કરવું, વિચારવું અને બોલવું, સાંભળવું અને સ્વરુપ માં લાવવું ‘એક સમાન’ હોય. બધાં બ્રાહ્મણ છો ને? એક સેકન્ડ માં જ્યાં પોતાને ઈચ્છો એ સ્થિતિ માં સ્થિત કરી શકો છો? એવાં એવર રેડી બન્યાં છો? અશરીરી બનવાનો અભ્યાસ એટલો જ સરળ અનુભવ થાય છે જે રીતે શરીરમાં આવવું અતિ સહજ અને સ્વતઃ લાગે છે. રુહાની મિલેટ્રી છો ને? મિલેટ્રી અર્થાત્ દરેક સમયે સેકન્ડ માં ઓર્ડર (હુકમ) ને પ્રેક્ટિકલ માં લાવવા વાળા. હમણાં-હમણાં ઓર્ડર થાય અશરીરી ભવ, તો એવરરેડી (સદા તૈયાર) છો કે રેડી થવું પડશે? જો મિલેટ્રી રેડી થવામાં સમય લગાડે તો વિજય થશે? એવો સદા એવરરેડી રહેવાનો અભ્યાસ કરો. અચ્છા.
એવી સદા સર્વ અધિકારો નાં નશા માં રહેવા વાળા સંગમયુગી શ્રેષ્ઠ બ્રાહ્મણો, સ્વરાજ્ય અને વિશ્વ નાં રાજ્ય નાં નશા માં રહેવા વાળી, શ્રેષ્ઠ આત્માઓને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે. ઓમ્ શાંતિ.
આ અવ્યક્ત વાણી નો સાર
* એક તરફ સર્વ અધિકાર, બીજી તરફ બેહદ નો વૈરાગ્ય - બંનેનું સંતુલન રાખવા વાળા જ ‘રાજ-ઋષિ’ કહેવાય શકે છે.
* પોતાને ડબલ રાજ્ય અર્થાત્ સ્વરાજ્ય અર્થાત્ સર્વ કર્મેન્દ્રિય પર રાજ્ય અને ભવિષ્ય વિશ્વનાં રાજ્ય નાં અધિકારી સમજીને ચાલો છો?
* અસાર સંસાર અનુભવ થાય છે કે હજું સુધી પણ કોઈ સાર જોવામાં આવે છે? આ સર્વ મરેલા પડ્યાં છે અર્થાત્ કબર માં પડેલાં છે, જ્યાં સુધી એ અનુભવ નહીં થશે ત્યાં સુધી બેહદ નાં વૈરાગી નહીં બની શકો.
* બ્રાહ્મણ અર્થાત્ કહેવું અને કરવું, વિચારવું અને બોલવું, સાંભળવું અને સ્વરુપ માં લાવવું, એક સમાન હોય.
* સંપૂર્ણ સ્થિતિ ની મુખ્ય નિશાની એ છે કે જૂની દુનિયાનાં કોઈ પણ વ્યક્તિ અથવા વૈભવ થી સંકલ્પ-માત્ર તથા સ્વપ્નમાત્ર પણ લગાવ નો અનુભવ નહીં થશે અને દરેક પરિસ્થિતિ અથવા પરીક્ષા માં સદા સ્વયં ને વિજયી અનુભવ કરશે.