Search for a command to run...
10 Feb 1975
સર્વ શક્તિઓ-સહિત સેવા માં સમર્પણ
10 February 1975 · ગુજરાતી
આજે આ સંગઠન જ્ઞાની તૂ આત્માઓનું છે. આવી જ્ઞાની તૂ આત્માઓ, અથવા યોગી આત્માઓ બાપદાદા ને પણ અતિ પ્રિય છે અને વિશ્વમાં પણ અતિ પ્રિય છે. આવી જ્ઞાની તૂ આત્મા અને યોગી તૂ આત્મા નું ભક્તિમાર્ગ માં ગાયન અને પૂજન ચાલતું રહે છે. વર્તમાન સમય માં પણ એ આત્માઓ પૂજનીય અને ગાયન-યોગ્ય છે. પૂજનીય અર્થાત્ ઉંચી આત્માઓ અને ગાયન-યોગ્ય આત્માઓ - આવી આત્માઓનાં ગુણો નું ગાયન અથવા વર્ણન હજું પણ બધાં કરે છે. ભવિષ્ય નાં ગાયન અને પૂજન નો આધાર વર્તમાન પર છે. ભવિષ્ય માં અર્થાત્ ભક્તિ માં, કોણ કેટલું ગાયન અને પૂજન યોગ્ય બનશે, એનો બુદ્ધિ-બળ દ્વારા સાક્ષાત્કાર દરેક હમણાં કરી શકે છે. દરેક પોત-પોતાને જુએ કે આ સમયે પણ મુજ આત્મા ને સર્વ-આત્માઓ અર્થાત્ જે સંપર્ક માં આવવા વાળી છે, આપણાં બ્રાહ્મણ કુળની આત્માઓ છે અને સાથે-સાથે અજ્ઞાની આત્માઓ પણ જે સંપર્ક માં આવે છે, તો તેઓ શ્રેષ્ઠ અર્થાત્ પૂજ્યતા ની નજર થી જુએ છે? પૂજ્ય મોટા ને પણ કહેવામાં આવે છે. તો સર્વ આત્માઓ એ જ નજર થી જુએ છે અથવા સમજે છે?
જો થોડી આત્માઓ પૂજ્ય અનુભવ કરે છે તો વર્તમાન નો આધાર આખાં ભવિષ્ય પર છે. એમ જ જે પણ આત્માઓ સાથી બને છે અથવા સંબંધ માં આવે છે, એમને મુજ વિશેષ આત્માનાં ગુણ અનુભવ માં આવે છે? જો કોઈ આત્મા નો ગુણ અનુભવ માં આવશે તો હમણાં પણ એ આત્માઓ મનમાં ને મનમાં અથવા વાણી માં પણ એવી આત્માઓનાં ગુણો નું ગાયન અવશ્ય કરશે. ગુણ કોઈ પણ હોય, એ પોતાનો પ્રભાવ અવશ્ય પાડે છે. ગુણ છુપાઈ નથી શકતાં. તો આવી પૂજ્ય અને ગુણગાન કરાવવા વાળી જ્ઞાની આત્માઓ અને યોગી આત્માઓ બન્યાં છો? થોડી આત્માઓનાં પ્રતિ અથવા સર્વ નાં પ્રતિ સર્વ ગુણો નું ગાયન કરે છે કે થોડા-ઘણાં ગુણો નું ગાયન કરે છે? ગુણો નાં ગાયન નું પલડું ભારી છે કે સાધારણ ચલન નું પલડું ભારી છે?
સમય પ્રમાણે હવે પોતાનાં બધાં વિષય નાં ખાતા ને ચેક (તપાસ) કરો કે ક્યાં સુધી જમા કર્યું છે અથવા મન, વાણી, કર્મ દ્વારા ક્યાં સુધી દરેક વિષય ને સંપન્ન કર્યો છે. સર્વ-ગુણ સંપન્ન બન્યાં છીએ કે ગુણ સંપન્ન જ બન્યાં છીએ? કલ્યાણકારી બન્યાં છીએ કે વિશ્વ-કલ્યાણકારી બન્યાં છીએ? હમણાં જો ચેક કરશો તો ચેક કર્યા પછી સંપન્ન કરવાનો થોડો સમય છે. પરંતુ થોડા સમય પછી સંપન્ન કરવાનો સમય પણ સમાપ્ત થઈ જશે. પછી શું કરશો? સંપન્ન બનેલી આત્માઓ ને જોવા વાળા બની જશો. સીટ લેવા વાળા નહીં બની શકો. તો સાક્ષાત્કાર મૂર્ત બનવું છે કે સાક્ષાત્કાર કરવા વાળા બનવું છે?
એવાં સાક્ષાત્કાર મૂર્ત બનવા માટે સાર રુપ માં ત્રણ વાતો પોતાનામાં જુઓ -
૧. સર્વ-અધિકારી બન્યાં છીએ? ૨. પરોપકારી બન્યાં છીએ? ૩. સર્વ પ્રતિ સત્કારી બન્યાં છીએ? અર્થાત્ સર્વ ને સત્કાર આપવા અને લેવાનાં યોગ્ય બન્યાં છીએ? યાદ રાખો કે સત્કાર આપવો એ જ લેવો છે.
આ ત્રણ વાતો નાં આધાર થી જ વિશ્વની આગળ વિશ્વ-કલ્યાણકારી પ્રસિદ્ધ થશે. એમનાં સ્પષ્ટીકરણ ને સારી રીતે જાણો છો?
સર્વ-અધિકારી નો અર્થ છે-સર્વ-કર્મેન્દ્રિયો ઉપર અધિકાર. સાથે-સાથે જે રીતે આ શરીર ની ભિન્ન-ભિન્ન શક્તિઓ હાથ, પગ વગેરે છે, એ જ રીતે આત્મા ની પણ શક્તિઓ છે - મન, બુદ્ધિ અને સંસ્કાર. આ સૂક્ષ્મ શક્તિઓ પર પણ અધિકારી બન્યાં છો? પોતાની રચના - પ્રકૃતિ ની ઉપર અધિકારી બન્યાં છો? કોઈ પણ પ્રકૃતિનાં તત્વો પોતાની તરફ આકર્ષિત તો નથી કરતાં? જ્યારે વિજ્ઞાન દ્વારા પ્રકૃતિ તથા પૃથ્વી નાં આકર્ષણ થી દૂર ની સ્ટેજ (જગ્યા) પર પહોંચી જવાય છે તો માસ્ટર સર્વ-શક્તિમાન પ્રકૃતિ નાં આકર્ષણ થી પરે, અર્થાત્ વ્યક્ત ભાવ થી પરે, અવ્યક્ત અથવા ઓલમાઈટી ઓથોરિટી (ઈશ્વરીય સત્તાધિકારી) નાં સ્ટેજ ને પ્રાપ્ત કરવું મુશ્કેલ અનુભવ કરે - એ તો શોભતું નથી. એ રીતે બાપ દ્વારા પ્રાપ્ત થયેલી સર્વ શક્તિઓ જેમાં થી થોડા સેમ્પલ (ઉદાહરણ) રુપ માં ચિત્ર પણ બન્યાં છે, તો વારસા માં પ્રાપ્ત થયેલી શક્તિઓ અર્થાત્ સ્વયં ની સંપત્તિ તથા મિલકત પર પોતાનો અધિકાર છે. જ્યારે ઈચ્છો ત્યારે કોઈ પણ શક્તિ દ્વારા સ્વયં ને સફળ બનાવી શકો. જે રીતે સ્થૂળ સંપત્તિ પર અધિકાર હોવાનાં કારણે જે સમયે ઈચ્છો એ સમયે એ જ વસ્તુ ને કામ માં લગાડી શકો છો કારણ કે પોતાની સંપત્તિ છે. એ જ રીતે ઇશ્વરીય સંપત્તિ ને જે સમયે ઇચ્છો અને જે શક્તિ ને ઇચ્છો એને કામ માં લગાડી શકો છો? આ સંપત્તિ નાં પણ અધિકારી છો? આને કહેવાય છે સર્વ-અધિકારી.
દરેક આત્માનાં પ્રતિ સદા ઉપકાર અર્થાત્ શુભ ભાવના અને શ્રેષ્ઠ કામનાઓ. દરેક આત્મા ને જોતાં એવો અનુભવ થાય કે આ સર્વ આત્માઓ જેમ કે બાપની દરેક સમયે સ્નેહી અને સહયોગી બનવા માટે સ્વયં ને કુર્બાન કરી દે છે. આવી કુર્બાન કરવાનાં નિમિત્ત કેમ બને છે? - કારણ કે બાપ સર્વ ની આગળ સ્વયં કુર્બાન થાય છે. સર્વ ની સામે સ્વયં ને સર્વ શક્તિઓ સાથે સેવા માં સમર્પિત કર્યુ છે? પોતાનાં સમય ને, સુખ ને, પ્રાપ્તિની ઇચ્છા ને સર્વ નાં પ્રતિ મહાદાની બનીને દાતા બન્યાં? એવાં ફોલો ફાધર સ્વયં નાં પ્રતિ નામ, માન, શાન, સર્વ પ્રાપ્તિ ની ઈચ્છા ને કુર્બાન કરવા વાળા જ પરોપકારી બની શકે છે. લેવાની ઇચ્છા છોડી દેવા વાળા મહાદાની જ પરોપકારી બની શકે છે. એ જ રીતે સત્કારી, સર્વ નાં પ્રતિ સત્કાર ની ભાવના હોય - સત્કારી બનવા માટે સ્વયં ને સર્વ નાં સેવાધારી સમજવું પડે. સેવાધારી ની પરિભાષા પણ ગુહ્ય છે. ફક્ત સ્થૂળ સેવા કે વાણી દ્વારા સેવા, સંપર્ક દ્વારા સેવા, સેલ્વેશન (ઉદ્ધાર) દ્વારા અથવા ભિન્ન-ભિન્ન પ્રકાર નાં સાધનો દ્વારા સેવા કરવી, ફક્ત એટલું જ નહીં, પોતાનાં દરેક ગુણ દ્વારા દાન કરવું અને બીજા ને પણ ગુણવાન બનાવવાં, સ્વયં નાં સંગ નો રંગ ચઢાવવો, આ છે શ્રેષ્ઠ સેવા. અવગુણો ને જોતાં પણ નહીં જોવાં. સ્વયં નાં ગુણો ની શક્તિ દ્વારા અન્ય નાં અવગુણો ને સમાપ્ત કરી દેવા અર્થાત્ નિર્બળ ને બળવાન બનાવવાં. નિર્બળ ને જોઈને કિનારો નથી કરવાનો અને થાકી નથી જવાનું. પરંતુ નિરાશ આત્મા ને પણ સ્વયં ની સેવા દ્વારા, પોતાનાં શ્રેષ્ઠ સ્વમાન માં સ્થિત થઈ સન્માન દ્વારા સર્વ નાં સત્કારી બની શકો છો. સ્વયં નાં ત્યાગ દ્વારા અન્ય ને સત્કાર આપતાં પોતાનું ભાગ્ય બનાવવાનું છે. નાનાં, મોટાં, મહારથી અને પ્યાદા સર્વ ને સત્કાર ની નજર થી જુઓ. સત્કાર ન આપવા વાળા ને પણ સત્કાર આપવા વાળા, ઠોકર આપવા વાળા ને પણ ઠેકાણું આપવા વાળા, ગ્લાનિ કરવા વાળા નાં પણ ગુણવાન કરવા વાળા, એને કહેવાય છે સર્વ સત્કારી.
તો આ વર્ષ માં બે પ્રકાર ની વિશેષ સેવા થવી જોઈએ. એક સ્વયં ને સંપન્ન બનાવવાની. એનાં માટે આ વર્ષે ચારે તરફ વિશેષ સ્થાનો પર, ઉન્નતિ નાં સાધન, યોગ-ભઠ્ઠી નાં સાધન અને ધારણા ની ભઠ્ઠી જોઈએ. એ રીતે દરેક જગ્યાએ ચારેય તરફ સંગઠન પ્રમાણે ભઠ્ઠી નો પ્રોગ્રામ રાખો, દરેક ને સ્વતંત્ર કરી ભઠ્ઠી નો અનુભવ કરાવો. જેમ પાછલા વર્ષ માં યોગ ભઠ્ઠી નો કાર્યક્રમ રાખ્યો હતો એ રીતે ધારણા અને યાદ બંને વિષયો પર સ્વયં ને સંપન્ન બનાવવાની ભઠ્ઠી હોય. એવો કાર્યક્રમ બધાં મળી ને બનાવો.
બીજી વાત છે વિશ્વ સેવાનાં પ્રતિ. એનાં માટે દરેક સેવાકેન્દ્રએ પોતાની આસપાસ નાં સ્થાનો ને સંદેશ આપવાનો કાર્યક્રમ તીવ્રગતિ થી કરવો પડશે. કોઈ પણ આસપાસ નું સ્થાન સંદેશ આપવાથી વંચિત રહ્યું તો પછી સંદેશ આપવાનું માર્જિન (તક) નહીં રહે. વંચિત રહેલી આત્માઓ નો બોજો નિમિત્ત બનેલી આત્માઓ ઉપર છે. એટલે ચક્રવર્તી બનો. મહદાની અર્થાત્ મહાદાન દેતા આગળ વધતાં જવાનું છે. એક-એક નિમિત્ત બનેલી શ્રેષ્ઠ આત્માએ ફક્ત બે-ચાર સ્થાન નહીં પરંતુ આસપાસ નાં બધાં સ્થાનો પર ચક્કર લગાવવાનાં નિમિત્ત બનવાનું છે. દરેક સ્થાન પર આપ સમાન નિમિત્ત બનાવતાં જાઓ અને આગળ વધતાં જાઓ. એ જ સ્થાન ઉપર બેસી નહીં જાઓ. તો આ વર્ષે ચક્કર લગાવતા વિશેષ સેવા આ કરવાની છે. સંદેશ આપતા આપ સમાન નિમિત્ત બનાવતાં આખાં વિશ્વ ને તથા સ્વયં ની આસપાસ વાળા ને સંદેશ આપવાનો છે. હવે હેન્ડસ (સાથી) બનાવવાનું કર્તવ્ય કરો. સમય પ્રમાણે જે રીતે સમય ની ગતિ તીવ્ર થતી જઈ રહી છે, એ રીતે સેવા નાં પરિણામ નું પ્રત્યક્ષ ફળ બની બનેલી નિમિત્ત બનવા વાળી આત્માઓ સહજ જ નીકળી શકે છે. ફક્ત લક્ષ્ય, હિમ્મત અને પરખ જોઈએ.
જે રીતે કલ્પ પહેલા નું ગાયન છે - પાંડવોએ તીર માર્યું અને પાણી નીકળ્યું અર્થાત્ પુરુષાર્થ કર્યો અને ફળ નીકળ્યું. હવે પ્રત્યક્ષ ફળ નો સમય છે. સીઝન (ઋતુ) છે, સમય નું વરદાન છે. એનો લાભ ઉઠાવો. પોતાનાં સાધનો તથા પોતાનાં પ્રતિ સમય તથા સંપત્તિ નો ત્યાગ કરો, ત્યારે આ પ્રત્યક્ષ ફળ નું ભાગ્ય પ્રાપ્ત કરી શકશો. સ્વયં ને આરામ, સ્વયં નાં પ્રતિ સેવા-અર્થ અર્પણ કરેલી સંપત્તિ લગાવવાથી ક્યારેય સફળતા નહીં મળે. જેમ સેવા નાં પ્રારંભ માં પોતાનાં પેટ ની રોટલી પણ ઓછી કરીને દરેક વસ્તુ ને સેવા માં લગાવવાથી એનું પ્રત્યક્ષ ફળ આપ આત્માઓ છો. એ જ રીતે મધ્ય માં બાપે અને ડ્રામાએ સહજ સાધનો ને સ્વયં નાં પ્રતિ લગાવવાનો અનુભવ પણ કરાવ્યો છે. પરંતુ હવે અંત માં પ્રકૃતિ દાસી હોવા છતાં પણ સર્વ સાધન પ્રાપ્ત હોવા છતાં પણ સ્વયં પ્રતિ નહીં પરંતુ સેવા નાં પ્રતિ લગાડો. કારણ કે હવે આગળ જતાં અનેક આત્માઓ સાધન અને સંપત્તિ તમારી આગળ વધારે ને વધારે અર્પણ કરશે. પરંતુ સ્વયં નાં પ્રતિ સ્વીકાર ક્યારેય નહીં કરતાં. સ્વયં નાં પ્રતિ સ્વીકાર કરવું અર્થાત્ સ્વયં ને શ્રેષ્ઠ પદ થી વંચિત કરવું. એટલે એવાં ત્યાગ મૂર્ત બની સેવા નું પ્રત્યક્ષ ફળ નીકાળો. સમજ્યાં? હવે નિમિત્ત બનવા વાળા વારિસો નો અને સેવા માં સહયોગી બનવા વાળા નો ગુલદસ્તો બાપની આગળ ભેટ કરો. ત્યારે કહેશે વિશ્વ-કલ્યાણકારી, સો વિશ્વ-રાજ્ય અધિકારી. એનાં ઉપર ઇનામ મળશે. પહેલાનું પરિણામ નથી આવ્યું જે ઇનામ આપે. એટલે આ વખતે પુરુષાર્થ કરીને ફરીથી ડબલ પ્રાઈઝ (બમણું ઈનામ) લો.
અચ્છા આવી વિલ કરવા વાળી, પહેલા નંબર માં આવવા વાળી, પ્રત્યક્ષ ફળ આપવા વાળી, બાપ ને પ્રખ્યાત કરવા વાળી, શક્તિ સેના અને પાંડવ સેના નો ઝંડો લહેરાવવા વાળી અને વિશ્વની આગળ બાપદાદા નો જય-જયકાર કરાવવાનાં નિમિત્ત બનવા વાળી વિજયી આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
આ અવ્યક્ત વાણી નો સાર
* દરેક પોતે પોતાને જુએ કે આ સમયે પણ મુજ આત્મા ને સર્વ આત્માઓ, જે પણ સંપર્ક માં આવવા વાળી છે, તેઓ શ્રેષ્ઠ અર્થાત્ પૂજ્યતા ની નજર થી જુએ છે?
* પોતાનાં સર્વ વિષયો નાં ખાતા ને ચેક કરો કે ક્યાં સુધી જમા કર્યું છે તથા મન, વાણી અને કર્મ દ્વારા ક્યાં સુધી દરેક વિષય ને સંપન્ન કર્યો છે? ચેક કરશો ત્યારે જ સંપન્ન બનવાનો પુરુષાર્થ કરી શકશો.
* જે રીતે સ્થૂળ સંપત્તિ પર અધિકાર હોવાનાં કારણે જે સમયે ઈચ્છો, એ સમયે એ જ વસ્તુ ને કામ માં લગાડી શકો છો. એ જ રીતે ઈશ્વરીય સંપત્તિ ને જે સમયે ઈચ્છો અને જે શક્તિ ને ઇચ્છો, એને કામ માં લગાડી શકો છો.