અકાળ તખ્ત-નશીન અને મહાકાળ-મૂર્ત બની સમેટવાની શક્તિ નો પ્રયોગ કરો
પોતાને દરેક પરિસ્થિતિ થી પાર કરવા વાળા, શક્તિશાળી સ્થિતિ માં અનુભવ કરો છો? શક્તિશાળી પરિસ્થિતિઓને માસ્ટર સર્વ-શક્તિમાન્ સ્થિતિ વાળા જ સહજ પાર કરી શકે છે. દિવસ-પ્રતિદિવસ પ્રકૃતિ દ્વારા વિકરાળ રુપ થી પરિસ્થિતિઓ જોવામાં આવશે. હમણાં સુધી આ સાધારણ પરિસ્થિતિઓ છે. વિકરાળ રુપ તો પ્રકૃતિ હવે ધારણ કરશે જેમાં વિશેષ આપદાઓનો વાર અચાનક જ થશે. હમણાં તો થોડા સમય પહેલા ખબર પડી જાય છે. પરંતુ પ્રકૃતિનું વિકરાળ રુપ શું હશે? એક જ સમયે પ્રકૃતિનાં બધાં તત્વો સાથે-સાથે અને અચાનક વાર કરશે. કોઈપણ પ્રકારનાં પ્રકૃતિનાં સાધન બચાવનાં કામ નાં નહીં રહે અને સાધન જ સમસ્યાનું રુપ બનશે. એવાં સમય પર પ્રકૃતિનાં વિકરાળ રુપ નો સામનો કરવા માટે કઈ વાત ની આવશ્યકતા હશે? પોતાનાં અકાળ-તખ્તનશીન અકાળમૂર્ત બનવાથી મહાકાળ બાપ ની સાથે-સાથે ‘માસ્ટર મહાકાળ’ સ્વરુપ માં સ્થિત થશો ત્યારે જ સામનો કરી શકશો. મહાવિનાશ જોવા માટે માસ્ટર મહાકાળ બનવું પડશે. માસ્ટર મહાકાળ બનવાની સહજ વિધિ કઈ છે? અકાળમૂર્ત બનવાની વિધિ છે - દરેક સમયે અકાળ-તખ્ત નશીન રહેવું. થોડુંક પણ દેહભાન હશે, તો અકાળે મૃત્યુનાં સમાન અચાનક નાં વાર માં હાર ખવડાવી દેશે!
જેમ પ્રકૃતિના પાંચ તત્વ વિકરાળ રુપ ને ધારણ કરશે, એમ જ પાંચ વિકાર પણ પોતાનું શક્તિશાળી રુપ ધારણ કરીને અંતિમ વાર અતિ સૂક્ષ્મ રુપ માં ટ્રાયલ (પ્રયત્ન) કરશે અર્થાત્ માયા અને પ્રકૃતિ બંનેય પોતાનાં પૂરા ફોર્સ (બળ) નો અંતિમ દાવ લગાવશે. જેમ કોઈ પણ સ્થૂળ યુદ્ધમાં પણ અંતિમ દૃશ્ય ત્રાસ પેદા કરવા વાળું હોય છે અને હિંમત વધારવા વાળું પણ હોય છે, એમ જ કમજોર આત્માઓનાં માટે ત્રાસ પેદા કરવા વાળું દૃશ્ય હશે - માસ્ટર સર્વશક્તિમાન આત્માઓનાં માટે તે હિંમત અને ઉલ્લાસ આપવા વાળું દૃશ્ય હશે.
એવાં સમય માં જેવી સ્થિતિ સંભળાવી એનાં માટે વિશેષ કઈ શક્તિની આવશ્યકતા હશે? સેકન્ડ નાં હાર-જીત નાં ખેલ માં કઈ શક્તિ જોઈએ? એવાં સમયે સમેટવાની શક્તિ આવશ્યક છે. જે પોતાનાં દેહ-અભિમાન નાં સંકલ્પ ને, દેહ ની દુનિયાની પરિસ્થિતિઓ નાં સંકલ્પ ને, શું થશે? - આ હલચલ નાં સંકલ્પ ને પણ સમેટવાનાં છે. શરીર અને શરીર નાં સર્વ સંપર્ક ની વસ્તુઓને પણ, અથવા પોતાની આવશ્યકતાઓ નાં સાધનો ની પ્રાપ્તિ નાં સંકલ્પ ને પણ સમેટવાનાં છે. ઘરે જવાનાં સંકલ્પ સિવાય અન્ય કોઈ સંકલ્પ નો વિસ્તાર ન હોય - બસ એ જ સંકલ્પ હોય કે હવે પોતાનાં ઘરે ગયાં કે ગયાં. શરીરનાં કોઈ પણ સંબંધ તથા સંપર્ક નીચે ન લાવી શકે. જેમ આ સમયે સાક્ષાત્કાર માં જવા વાળા સાક્ષાત્કાર નાં આધાર પર અનુભવ કરે છે કે હું આત્મા આ આકાશ તત્વ થી પણ પાર ઉડતી જઈ રહી છું, એમ જ્ઞાની અને યોગી આત્માઓ એવો અનુભવ કરશે. એ સમયે ટ્રાન્સ ની મદદ નહીં મળે. જ્ઞાન અને યોગનો આધાર જોઈએ. એના માટે હમણાં થી અકાળ-તખ્ત-નશીન થવાનો અભ્યાસ જોઈએ. જ્યારે ઇચ્છો અશરીરી પણા નો અનુભવ કરી શકો, બુદ્ધિયોગ દ્વારા જ્યારે ઈચ્છો ત્યારે શરીર નાં આધાર માં આવો. “અશરીરી ભવ!” નું વરદાન પોતાનાં કાર્યમાં હમણાં થી લગાડો.
આવાં સમય માં શ્રીમત કેવી રીતે લેશો? ટેલિફોન અથવા ટેલિગ્રામ થી વાયરલેસ (વિના તાર નાં વિદ્યુત ચુંબકિય તરંગો દ્વારા સમાચાર મોકલવા નું યંત્ર) સેટ છે - જોઈએ તો વાયરલેસ પરંતુ સેટ છે? વાયરલેસ ની સેટિંગ કેવી રીતે હશે? બિલકુલ વાઇસલેસ (નિર્વિકારી) બનવું જ વાયરલેસ સેટની સેટિંગ છે. જરા અંશનો પણ અંશમાત્ર વિકાર, વાયરલેસ નાં સેટ ને બેકાર કરી દેશે. એટલે સૂક્ષ્મ રુપ થી સ્વયં નાં સ્વયં જ ચેકર (તપાસ કરવા વાળા) બનો. ત્યારે જ પ્રકૃતિ અને પાંચ વિકારો ની અંતિમ વિદાઈ નાં વાર નાં વિજયી બની સામનો કરી શકશો. આ જ પ્રકૃતિ વાર કરવાનાં બદલે વધાઈ (શુભેચ્છા) નાં દૃશ્યો સામે લાવશે. ચારેય તરફ જય જયકાર ની શરણાઈ વગાડશે. અને બાપદાદા નાં વિજય માળા નાં મણકા વિશ્વની વચ્ચે પ્રસિદ્ધ થશે. આખું વિશ્વ “અમર ભવ!” નો નારો લગાડશે. એવાં સમય માટે તૈયાર છો? કે સમય તમને તૈયાર કરશે કે તમે સમયનું આહવાન કરશો? સમય પર જાગવા વાળા ને શું શીર્ષક અપાય છે? સમય પર કોણ જાગ્યું? જો સમય પર જાગશો કે એમ વિચારશો કે સમય તૈયાર કરી જ દેશે કે સમય પર થઈ જ જશે તો બ્રાહ્મણ વંશ નાં બદલે ક્ષત્રિય વંશ નાં થઈ જશો. એટલે એ આધાર પણ નહીં લેતાં. સમજ્યાં?
પ્રશ્ન કરે છે કે હવે આગળ શું થવાનું છે - વિનાશ થશે કે નહીં થશે? વિનાશ જ્વાળા પ્રગટ કરવા વાળા આ હલચલ માં હશે તો વિનાશ નાં નિમિત્ત બનેલી વિનાશકારી આત્માઓનાં બનેલાં પ્લાન માં પણ હલચલ થઈ જાય છે. જેમ નિમિત્ત બનેલી આત્માઓ વિચારે છે કે થશે કે નહીં થશે - હમણાં થશે કે ક્યારે થશે? એમ જ વિનાશકારી આત્માઓ આ જ હલચલમાં છે કે હમણાં કરીએ કે ક્યારે કરીએ, કરીએ કે ન કરીએ? જેમ યાદગાર ચિત્ર કળયુગી પર્વત ને આંગળી આપવાનું છે, એ જ રીતે વિનાશ કરાવવાનાં નિમિત્ત બનેલી સર્વ આત્માઓ ની અંદર એ સંકલ્પ દૃઢ હોય કે થવાનું જ છે. આ સંકલ્પ રુપી આંગળી જ્યાં સુધી સર્વ ની નથી થઈ, ત્યાં સુધી વિનાશનું કાર્ય પણ રોકાયેલું છે. આ આંગળીથી જ કળયુગી પર્વત ખત્મ થવાનો છે. અચ્છા.
એવાં વિકરાળ રુપ નો, માસ્ટર મહાકાળ સ્થિતિ થી સામનો કરવા વાળા, સદા અકાળ તખ્ત-નશીન, પ્રકૃતિ ને અધીન કરવા વાળા, બાપ ની સર્વ પ્રાપ્તિ નાં અધિકારી બાળકો ને બાપદાદા નાં યાદપ્યાર અને નમસ્તે.
આ અવ્યક્ત વાણી નો સાર
* પોતાનાં અકાળ તખ્તનશીન, અકાળ મૂર્ત બનવાથી મહાકાળ બાપની સાથે-સાથે માસ્ટર મહાકાળ સ્વરુપ માં સ્થિત થશો ત્યારે જ પ્રકૃતિનાં વિકરાળ રુપ નો સામનો કરી શકશો.
* જે રીતે પ્રકૃતિનાં પાંચ તત્વો વિકરાળ રુપ ધારણ કરશે એ જ રીતે પાંચ વિકાર પણ પોતાનું શક્તિશાળી રુપ ધારણ કરી અંતિમ દાવ લગાડશે. એવાં સમયમાં વિશેષ રુપથી ‘સમેટવા ની શક્તિ’ ને ધારણ કરવાની આવશ્યકતા છે. એક ઘરે જવાનાં સંકલ્પ સિવાય અન્ય કોઈ સંકલ્પ નો વિસ્તાર ન હોય.
* અશરીરી બનવું વાયરલેસ સેટ છે. વાઇસલેસ બનવું જ વાયરલેસ સેટની સેટિંગ છે. જરા પણ અંશ નાં પણ અંશ માત્ર વિકાર, વાયરલેસ નાં સેટ ને બેકાર કરી દેશે.
