Search for a command to run...
18 Sept 1975
માયા નાં ચક્કરો થી પરે, સ્વદર્શન ચક્રધારી જ ભવિષ્ય માં છત્રધારી
18 September 1975 · ગુજરાતી
આજે બાપદાદા સર્વ બ્રાહ્મણ બાળકો નાં વર્તમાન અને ભવિષ્ય બંને ને જોઈ હર્ષિત થઈ રહ્યાં છે. દરેક સ્વદર્શન ચક્રધારી સો છત્રધારી છે. વર્તમાન ચક્રધારી અને ભવિષ્ય માં છત્રધારી. ચક્રધારી નહીં તો છત્રધારી પણ નહીં. જે બાળકો નો આ સંગમયુગ નો આ થોડો એવો અમૂલ્ય સમય, નિરંતર સદાકાળ ચક્ર ચાલતું રહે છે અર્થાત્ અવિનાશી ચક્રધારી છે, એ જ આત્માઓ સદાકાળ છત્રધારી બની શકે છે. ચક્રધારી બનવા વાળી આત્મા સદા માયા અધિકારી હશે - માયા અધિકારી આત્માઓ જ બાપ નાં બેહદનાં વારસાની અધિકારી બને છે - અર્થાત્ સ્વદર્શન ચક્રધારી સો છત્રધારી બને છે. સદૈવ ચક્ર અને છત્ર દેખાય છે?
ચક્રધારી આત્મા ની નિશાની શું દેખાશે? પોતાની નિશાની તમે સૌએ જોઈ છે? ચક્રધારી હમણાં પણ લાઈટ (પ્રકાશ) નાં છત્રધારી દેખાશે. ચક્ર ની નિશાની લાઈટ નું ચક્ર દેખાશે. આવાં ચક્રધારી સદૈવ માયા નાં અનેક પ્રકારનાં ચક્રો થી મુક્ત હશે. જેમ પોતાનાં દેહની સ્મૃતિ નાં અનેક વ્યર્થ સંકલ્પો નાં ચક્ર થી, લૌકિક અને અલૌકિક સંબંધો નાં ચક્ર થી, પોતાનાં અનેક જન્મો નાં સ્વભાવ અને સંસ્કારો નાં ચક્ર થી અને પ્રકૃતિ નાં અનેક પ્રકારનાં આકર્ષણ નાં ચક્ર થી તે સદૈવ મુક્ત હશે. સિવાય સ્વદર્શન ચક્ર નાં તે બીજા કોઈ ચક્ર માં આવી નહીં શકે. અન્ય આત્માઓ ને પણ બાપ થી પ્રાપ્ત થયેલી શક્તિઓ દ્વારા અનેક ચક્કરો થી સહજ છોડાવી દેશે.
માયા નાં અનેક પ્રકારનાં ચક્કરો ની નિશાની શું હશે? જેમ ચક્રધારી આત્મા લાઈટ ની તાજધારી હશે અને બાપ નાં વારસાની અધિકારી હશે, તેમ માયા નાં અનેક પ્રકારનાં ચક્કર માં આવવા વાળા ની નિશાની શું હશે? જેમ એમનાં મસ્તક પર લાઈટ નો તાજ છે, તેમ આમનાં મસ્તક પર અનેક પ્રકારનાં વિધ્નો નો બોજો હશે. તાજ નહિં. હંમેશાં કોઈ-ને-કોઈ પ્રકારનો બોજ એમનાં માથા પર અર્થાત્ બુદ્ધિમાં અનુભવ થશે. આવી આત્મા સદૈવ કર્જદાર અને મર્જદાર હશે - એમનાં મસ્તક ઉપર, મુખ ઉપર, હંમેશાં પ્રશ્ન ચિન્હ હશે. દરેક વાતમાં કેમ, શું અને કેવી રીતે, આ પ્રશ્નો હશે. એક સેકન્ડ પણ બુદ્ધિ એકાગ્ર અર્થાત્ ફુલસ્ટોપ (બિંદુ) માં નહિં હશે. ફુલસ્ટોપ (પૂર્ણવિરામ) ની નિશાની બિંદુ (.) હોય છે. અર્થાત્ મન્સા માં પણ બિંદુ સ્વરુપ ની સ્થિતિ નહીં હશે. વાચા અને કર્મણા માં પણ વીત્યું તે વીત્યું, નથિંગ ન્યુ (કાંઈ નવું નથી), જે થાય છે તે કલ્યાણકારી છે, એવું ફુલસ્ટોપ અર્થાત્ બિંદુ લગાડતાં નહીં આવડે. પ્રશ્ન ચિન્હ ની નિશાની જોવામાં પણ આડી હોય છે અને ફુલસ્ટોપ લખવું સહજ છે - ફુલસ્ટોપ લખવા કરતાં ક્વેશ્ચનમાર્ક (પ્રશ્ન ચિન્હ) લખવું થોડું મુશ્કેલ હોય છે. તો અનેક પ્રકારનાં પ્રશ્ન કરવાં, ભલે સ્વયં થી અથવા બીજાઓ થી કે બાપ થી - એ જ નિશાની છે કે તે આત્મા સ્વદર્શન ચક્રધારી સો છત્રધારી નથી.
એવી આત્મા દરેક સંકલ્પ માં સદા સ્વયં ને પણ સવાલ કરતી રહેશે કે શું હું સફળતા મૂર્ત બની શકું છું? હું સર્વ નાં સંપર્કમાં સફળતા પ્રાપ્ત કરીને સમીપ આત્મા બનીશ? હું સર્વ નાં સ્વભાવ-સંસ્કારો માં ચાલી શકીશ? સર્વ ને સંતુષ્ટ કરી શકીશ? એવાં અનેક પ્રકારનાં સવાલ સ્વયંના પ્રતિ પણ હશે અને અન્યનાં પ્રતિ પણ હશે. આ મારી સાથે આવી રીતે કેમ ચાલે છે, મને વિશેષ સહયોગ કેમ નથી મળતો - મારું નામ, મારું માન કેમ નથી થતું? આવાં પ્રકારનાં અન્ય નાં પ્રતિ સવાલ હશે. એમ જ બાપ નાં પ્રતિ પણ સવાલ હશે. જ્યારે બાપ સર્વ શક્તિમાન છે તો મારી બુદ્ધિ ને કેમ નથી પલટાવતા? નજર થી નિહાલ કરવા વાળા મારી તરફ નજર કેમ નથી રાખતાં? જ્યારે બાપ છે તો જેવી પણ છું, કેવી પણ છું, એમની જ છું, એમની જવાબદારી છે, મને પાર કરાવવાની - જ્યારે દાતા છે તો હું જે ઈચ્છું છું તે કેમ નથી આપતાં? ત્રિકાળદર્શી છે, મારા ત્રણેય કાળો ને જાણે છે, તો મને સ્વયં જ પોતાની શક્તિ થી શ્રેષ્ઠ પદ કેમ નથી અપાવતાં? આવી મીઠી-મીઠી ફરિયાદો બાપ ની આગળ રાખે છે. એક તરફ જન્મ-જન્મ નો બોજો, બીજી તરફ બાપ નાં બાળક હોવાનાં સંબંધે, બાપ દ્વારા પ્રાપ્ત થયેલાં સર્વ અધિકારનું રિટર્ન (વળતર) કરવાની ફરજ પાલન ન કરવાનાં કારણે અર્થાત્ પોતાની ફરજ ન પાલન કરવાનાં કારણે ફરજ ને બદલે કર્જ બની જાય છે. કર્જ નો બોજ આત્માની સર્વ કમજોરીઓ ને મર્જ નાં રુપમાં લઈ લે છે. એવાં ડબલ બોજાવાળા સ્વદર્શન ચક્રધારી કેવી રીતે બની શકશે?
એક તો છે ચક્રધારી, બીજા છે બોજદારી. એવી બોજા વાળી આત્માઓ ડબલ લાઈટ ધારી કેવી રીતે બનશે? એટલે તેમનો વારંવાર એક જ અવાજ નીકળે છે, કે અનુભવ નથી થતો. સાંભળતાં પણ રહે છે, ચાલતાં પણ રહે છે પરંતુ પ્રાપ્તિની મંઝિલ નજર નથી આવતી. ખુબ મુશ્કેલ છે - એવો અવાજ બાપ સાંભળે અને આવાં બાળકોને જુએ તો બાપ શું કરશે? હસશે બીજું શું કરશે? તો પણ રહેમદિલ બાપનાં સંબંધનાં કારણે વારંવાર હિંમત અને ઉલ્લાસ અપાવતાં રહે છે કે આપ બાળકોએ જ અનેક વાર વિજય પ્રાપ્ત કરી છે - હિંમત તમારી, મદદ બાપ ની. તો પણ ચાલતાં જાઓ. થોભો નહીં. કલ્પ પહેલાં ની જેમ ફરીથી વિજયી બની જાઓ. ફક્ત એક સેકન્ડ પણ સાચાં દિલ થી, સર્વ સંબંધો થી યાદ કરો તો તે એક સેકન્ડમાં મિલન ની અનુભૂતિ અથવા પ્રાપ્તિ આખાં દિવસમાં વારંવાર સર્વ તરફ થી દૂર કરી બાપ તરફ આકર્ષિત કરતી રહેશે. ભલે કેટલાં પણ નિર્બળ છે - પરંતુ એક સેકન્ડની યાદ આટલું તો કરી શકે છે? આવી નિર્બળ આત્માઓને એક સેકન્ડ ની યાદ રાખવાની હિંમત નાં રીટર્ન (વળતર) માં બાપ હજાર ગુણા મદદગાર બનશે. આનાથી સહજ બીજું શું કરશે? કે પછી તમારા તરફ થી યોગ પણ બાપ જ લગાડે? નાજુક બાળકો છે ને? નાજુક બાળકો બાપ સાથે પણ નાઝ કરે છે, એટલે નાઝ-યુક્ત નહીં બનો - પરંતુ રાઝ-યુક્ત અને યુક્તિ-યુક્ત બનો. સમજ્યાં? અચ્છા.
આવાં ચક્રધારી સો છત્રધારી સ્વયં ને અને સર્વ ને નિર્બળ થી મહા-બળવાન બનાવવા વાળી, સર્વ કમજોરીઓ ની સેકન્ડમાં સંકલ્પ માં બલિ આપવા વાળી, એવી મહાબલિ ચઢાવવા વાળી મહા-બળવાન અર્થાત્ માસ્ટર સર્વશક્તિઓ ને શસ્ત્ર સમાન કર્તવ્ય માં લાવવા વાળી એવી કર્મયોગી, સહજ યોગી આત્માઓનાં પ્રતિ બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
આ અવ્યક્ત વાણી નો સાર
* જે મનુષ્યાત્મા વર્તમાન સંગમયુગ નાં સમયે સ્વદર્શન ચક્રધારી છે, એ જ આત્મા ભવિષ્ય માં છત્રધારી અર્થાત્ રાજ્યનાં અધિકારી બની શકે છે
* ચક્રધારી આત્મા ની નિશાની એ છે કે લાઈટ નું ચક્ર દેખાશે. એવી આત્મા માયા નાં અનેક પ્રકાર નાં ચક્કરો થી મુક્ત, પ્રકૃતિ નાં ભિન્ન-ભિન્ન પ્રકાર નાં આકર્ષણ થી દૂર, બિંદુ રુપ માં સ્થિત રહેશે.