Search for a command to run...
13 Sept 1975
વિશ્વ-પરિવર્તન જ બ્રાહ્મણ જીવન નું વિશેષ કર્તવ્ય છે
13 September 1975 · ગુજરાતી
વિશ્વ નાં રચયિતા બાપ આજે પોતાનાં સહયોગી વિશ્વ પરિવર્તક શ્રેષ્ઠ આત્માઓને જોઈ રહ્યાં છે. જેમ બાપ વિશ્વ ને પરિવર્તન કરવા માટે નિમિત્ત છે, તેમ જ તમે બધાં પણ સદા પોતાને એ જ કાર્ય નાં નિમિત્ત સમજીને ચાલો છો? સદા એ સ્મૃતિ કાયમ રહે છે કે મારે પરિવર્તન કરવાનું છે? વિશ્વ ને પરિવર્તન કરવા વાળા પહેલાં સ્વયં ને પરિવર્તન કરે છે. જે સ્વયં નું પરિવર્તન કોઈ પણ વાત માં નથી કરી શકતાં, એ વિશ્વનાં પરિવર્તન નું કાર્ય કરવાનાં અર્થ નિમિત્ત કેવી રીતે બની શકે છે? હમણાં-હમણાં બાપદાદા ડાયરેક્શન (માર્ગદર્શન) આપે કે એક સેકન્ડમાં પોતાની સ્મૃતિ ને પરિવર્તન કરી લો, અર્થાત્ સ્વયં ને દેહ નહીં આત્મા નાં સ્વરુપમાં સ્થિત થઈને જુઓ, તો સ્વયંની સ્મૃતિને એક સેકન્ડ માં પરિવર્તન કરી શકો છો? એમ જ પોતાની વૃત્તિ ને સેકન્ડમાં પરિવર્તન કરી શકો છો? પોતાનાં સ્વભાવ અને સંસ્કાર ને સેકન્ડ માં પરિવર્તન કરી શકો છો? પોતાની આત્મા નાં કોઈ પણ સંપર્ક ને સેકન્ડ માં પરિવર્તન કરી શકો છો? પોતાનાં સેકન્ડ નાં સંકલ્પ ને સેકન્ડ માં, વ્યર્થ થી સમર્થ માં પરિવર્તન કરી શકો છો? પોતાની પુરુષાર્થ ની ગતિ ને સેકન્ડમાં સાધારણ થી તીવ્ર કરી શકો છો? પોતાને સેકન્ડ માં સાકાર વતન થી પાર નિરાકારી પરમધામ નાં નિવાસી બનાવી શકો છો? એને કહેવામાં આવે છે - પરિવર્તન શક્તિ. સંગમયુગ પર વિશેષ ખેલ જ પરિવર્તન નો છે. જેમ બીજી શક્તિઓ સ્વયં માં ચેક કરો છો તેમ જ પરિવર્તન કરવાની શક્તિ આ બધી વાતોમાં ક્યાં સુધી આવી છે, એ ચેક કરો છો? પુરુષાર્થ માં વિધ્ન રુપ, પરિવર્તન ની શક્તિની કમી છે.
સર્વ પ્રાપ્તિ નો આધાર પરિવર્તન શક્તિ છે. સ્વયં નું પરિવર્તન ન કરી શકવાનાં કારણે જેટલું ઉંચુ લક્ષ્ય રાખો છો એ લક્ષ્ય ને પ્રાપ્ત નથી કરી શકતાં. પરિવર્તન કરવાની શક્તિ ન હોવાનાં કારણે ઈચ્છતાં હોવા છતાં પણ, સાધન અપનાવતા હોવા છતાં પણ, સંગ કરતાં હોવા છતાં પણ, યથા-શક્તિ નિયમો પર ચાલતાં હોવા છતાં પણ અને સ્વયં ને બ્રાહ્મણ કહેડાવતાં હોવા છતાં પણ પોતે-પોતાના થી સંતુષ્ટ નથી. એક પરિવર્તન કરવાની શક્તિ સર્વશક્તિમાન બાપ અને સર્વ શ્રેષ્ઠ આત્માઓ ની સમીપ જવાનું સાધન બની જાય છે. પરિવર્તન શક્તિ નથી તો સદૈવ દરેક પ્રાપ્તિ થી વંચિત પોતાને કિનારા પર ઉભેલાં અનુભવ કરશો. બધી વાતોમાં દૂર-દૂર જોવા અને સાંભળવા વાળા પોતાને અનુભવ કરશો. સદા સ્નેહ, સહયોગ અને શક્તિનો અનુભવ કરવાનાં તરસ્યા રહેશો. અનેક પ્રકારની સ્વયં નાં પ્રતિ ઈચ્છાઓ નો અથવા આશાઓ નો અને કામનાઓ નો વિસ્તાર તોફાન ની સમાન આવતો જ રહેશે. આ તોફાન નાં કારણે પ્રાપ્તિની મંઝિલ સદા દૂર નજર આવશે.
આજે એવાં વિશ્વ-પરિવર્તક બાળકો નું દૃશ્ય જોયું. સાકાર દુનિયામાં પાણી નું તોફાન આવેલું છે એનાં દૃશ્યો સાંભળતાં રહો છો. સાંભળતાં મજા આવે છે કે રહેમ આવે છે કે ભય પણ આવે છે? શું થાય છે - ક્યારેક ભય લાગે, ક્યારેક રહેમ આવે છે? પાંડવો ને ભય લાગે છે? રહેમ આવે છે કે મજા આવે છે. ભય તો હોવો ન જોઇએ. હું સ્ત્રી (કમજોર, પુરુષ વગરની) છું, તે સમયે આ સ્મૃતિ પણ ખોટી છે - પોતાને એકલા ક્યારેય ન સમજવું જોઈએ. પોતાનું કમ્બાઈન્ડ રુપ શિવ-શક્તિ નાં રુપ ની સ્મૃતિમાં રહેવું જોઈએ. ફક્ત શક્તિ પણ નહીં - શિવ શક્તિ. કમ્બાઈન્ડ રુપની સ્થિતિ થી જેમ સ્થૂળમાં બે ને જોતાં તેનાં પર વાર કરવા માટે સંકોચ થાય છે - એમ જ કમ્બાઈન્ડ સ્થિતિનો પ્રભાવ એ સમય ની પ્રકૃતિ અને વ્યક્તિ ની ઉપર પડશે અર્થાત્ કોઈ પણ પ્રકાર નો વાર કરવામાં સંકોચ થશે. ન ફક્ત વ્યક્તિ પરંતુ પ્રકૃતિનાં તત્વ પણ સંકોચ કરશે અર્થાત્ તે પણ વાર નહીં કરી શકે. એક પગ ની દૂરી પર પણ સેફ (સુરક્ષિત) થઈ જશો. શસ્ત્ર હોવા છતાં પણ, શસ્ત્ર શક્તિવાન હોવા છતાં પણ નિર્બળ થઈ જશે. પરંતુ એ સેકન્ડે પરિવર્તન કરવાની શક્તિ યુઝ (પ્રયોગ) કરો કે હું એકલી નથી, હું સ્ત્રી નથી, શિવ-શક્તિ છું અને કમ્બાઈન્ડ છું. એમાં પણ પરિવર્તન શક્તિ જોઈએ ને? જે સ્વયંની પાવરફુલ સ્મૃતિ અને વૃત્તિ થી વ્યક્તિ ને કે પ્રકૃતિ ને પરિવર્તન કરી લે. હમણાં તો આ બીજી-ત્રીજી ચોપડી અથવા બીજા ત્રીજા વર્ગ નાં પેપર છે. ફાઇનલ (અંતિમ) પેપર ની રુપ-રેખા તો આનાથી કેટલાં ગણી ભયાનક રુપની હશે. પછી શું કરશો. કેટલાનાં સંકલ્પ ચાલે છે - કયાં? કેટલાં સ્નેહ અને હુજ્જત માં કહે છે કે આ દૃશ્યનાં પહેલા જ અમને બોલાવજો, અમે પણ વતન થી જોઈશું. પરંતુ શક્તિ સ્વરુપનો પ્રેક્ટિકલ (વ્યાવહારિક) પાર્ટ અથવા શક્તિ અવતારની પ્રત્યક્ષતા નો પાર્ટ, સ્વયં દ્વારા સર્વશક્તિમાન બાપને પ્રત્યક્ષ કરવાનો પાર્ટ આવી જ પરિસ્થિતિમાં થવાનો છે. એટલે આવાં દૃશ્યો ને, અકાળે મૃત્યુ નાં નગારા ને જોવા અને સાંભળવા માટે પરિવર્તન ની શક્તિ ને વધારો. એક સેકન્ડમાં પરિવર્તન કરો, કારણ કે ખેલ જ એક સેકન્ડ નાં આધાર પર છે.
એવાં સમય પર એક તરફ નથિંગ ન્યુ (કંઈ જ નવું નથી) નો પાઠ પણ યાદ રહેવો જોઈએ - જેનાથી મિરુઆ મૌત મલૂકા શિકારની સ્થિતિ હશે તો સાક્ષીપણા ની સ્થિતિ અર્થાત્ જોવામાં મજા પણ આવશે અને સાથે-સાથે વિશ્વ-કલ્યાણકારી ની સ્થિતિ જેમાં તરસ (દયા) પણ હશે. બંનેનું બેલેન્સ (સંતુલન) જોઈએ. સાક્ષીપણા ની સ્ટેજ પણ અને વિશ્વ-કલ્યાણકારી ની સ્ટેજ પણ. સમજ્યાં? આ તો થયાં - સાકારી દુનિયાનાં સમાચાર. આકારી વતન નાં સમાચાર શું થયાં - જે પહેલાં સંભળાવ્યું કે પરિવર્તન શક્તિ ની કમી હોવાનાં કારણે જે અનેક પ્રકારની કામનાઓ નાં તોફાન દેખાય છે - એની અંદર મેજોરીટી (અધિકાંશ) બાળકો નંબરવાર દેખાય છે. એમની પોકાર શું સંભળાય છે? - અમે ઈચ્છીએ છીએ, પછી કેમ નથી થતું? આ થવું જોઈએ-પરંતુ થતું નથી-ખૂબ જ પુરુષાર્થ કરી લીધો. એવો અનેક પ્રકારનો મન નો અવાજ સંભળાય છે. એટલે - આ તોફાનથી નીકળવાનું સાધન પરિવર્તન શક્તિને વધારો તો પ્રત્યક્ષ ફળની પ્રાપ્તિ કરી શકશો. સદૈવ એ સ્મૃતિમાં રાખો કે હું બાપ નો સહયોગી, વિશ્વનું પરિવર્તન કરવા વાળો - હું છું જ વિશ્વ-પરિવર્તક. પરિવર્તન કરવું એ જ મારું કાર્ય છે. અર્થાત્ આ કાર્ય-અર્થ જ બ્રાહ્મણ જીવન પ્રાપ્ત થયું છે. તો પોતાનાં નિજી કાર્યને સ્મૃતિમાં રાખીને ચાલો.
આવી દરેક સંકલ્પ અને દરેક સેકન્ડ બાપ ની સાથે સહયોગી આત્માઓ, પ્રકૃતિ અને પરિસ્થિતિ અથવા વ્યક્તિ ને પરિવર્તન કરવા વાળી, સદા બાપ-સમાન માસ્ટર સર્વશક્તિમાન નાં સ્વમાન માં સ્થિત રહેવા વાળી, સ્વયં નાં પ્રતિ અને સર્વ નાં પ્રતિ સદા કલ્યાણ ની ભાવના રાખવા વાળી, એવી વિશ્વ-કલ્યાણકારી વિશ્વ-પરિવર્તક આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
આ અવ્યક્ત વાણી નો સાર
* વિશ્વ-પરિવર્તન નું કાર્ય સંપન્ન કરવા માટે સૌથી પહેલાં સ્વયં માં સેકન્ડ માં પરિવર્તન કરવાની શક્તિની આવશ્યકતા છે. સ્વયંની પાવરફુલ સ્મૃતિ અને વૃત્તિ થી વ્યક્તિ અથવા પ્રકૃતિ ને પરિવર્તન કરી લો.
* સર્વ પ્રાપ્તિઓ નો આધાર પરિવર્તન શક્તિ છે. પરિવર્તન કરવાની શક્તિ સર્વશક્તિમાન બાપ અને સર્વ શ્રેષ્ઠ આત્માઓની સમીપ જવાનું સાધન બની જાય છે.