Search for a command to run...
18 Jan 1975
પરિવર્તન નાં માટે પ્રતિજ્ઞા
18 January 1975 · ગુજરાતી
મધુબન ની શું મહિમા કરો છો? કહો છો કે આ પરિવર્તન ભૂમિ છે. આપ સર્વ પરિવર્તન ભૂમિ કે વરદાન ભૂમિ માં આવ્યાં છો. સ્વયં માં તથા અન્ય માં વરદાન નો અનુભવ કરો છો? અહીંયા આવવું અર્થાત્ વરદાન પામવું, પરિવર્તન કરવું. હવે શું પરિવર્તન કરવાનું છે? જે વિશેષ કમજોરી તથા વિશેષ સંસ્કાર સમય પ્રતિ સમય વિઘ્નરુપ બને છે, એવાં સંસ્કાર તથા એવી કમજોરી અહીં પરિવર્તન કરીને જવાનું છે. ત્યારે કહેશે કે સ્વયં માં પરિવર્તન લાવ્યાં. વિશેષ ઉમંગ, ઉત્સાહ અને લગન થી અહીં સુધી પહોંચ્યાં છો તો અહિયાં મધુબન માં પોતાની લગન ને એવી અગ્નિ નું રુપ બનાવો કે જે અગ્નિ માં સર્વ વ્યર્થ સંકલ્પ, સર્વ કમજોરીઓ તથા બધાં રહેલાં જૂનાં સંસ્કાર ભસ્મ થઈ જાય.
મધુબન ને કહેવામાં આવે છે - અશ્વમેઘ રુદ્ર-જ્ઞાન મહાયજ્ઞ. યજ્ઞ માં શુ કરવામાં આવે છે? સ્વાહા કરવામાં આવે છે. આપ બાળકો પણ અમૃતવેલા ઉઠીને રોજ યજ્ઞ રચો છો, લગન ની અગ્નિ નો. જે લગન રુપી અગ્નિ માં પોતાની કમજોરી સ્વાહા કરો છો. પરંતુ આ મહાયજ્ઞ છે. મધુબન માં આવવું એટલે મહાયજ્ઞ માં આવવું. મધુબન ને કેમ મહાયજ્ઞ કહ્યો છે? કારણ કે અહીંયા અનેક આત્માઓની લગન ની અગ્નિ નો સમૂહ છે. તો એનો લાભ ઉઠાવવો જોઈએ ને. જેમ ઘણી વાર પોતે જ પ્રતિજ્ઞા કરો છો, સંકલ્પ લો છો, તેમ જ મધુબન માં તમે પણ એવી પ્રતિજ્ઞા કરો છો? સંકલ્પ લો છો? શું સમજો છો? શું એવી આહુતિ નાખો છો જે આગળનાં માટે સમાપ્ત થઈ જાય? મહાયજ્ઞ માં મહા આહુતિ નાખવી જોઈએ. સાધારણ આહુતિ નહીં. અનેક આત્માઓની લગન ની અગ્નિ ની સામૂહિક આહુતિ નાખી છે? અહીંયા થી જાઓ છો, નાખી ને જાઓ છો કે હવે પાછી લીધી છે કે વિચારો છો કે કયાં પ્રકાર નાં તલ અને જવ નાખીએ? એ ચેક (તપાસ) કરો છો કે જેટલીવાર મહાયજ્ઞ માં આવો છો તો મહાયજ્ઞ માં આહુતિ નાખો છો.
સંપૂર્ણ સમર્પણ થયાં છો કે પાછું લઈ જાઓ છો? આહુતી સંપૂર્ણ સમર્પણ થઈ જાય છે કે રહી જાય છે? શું એવું તો નથી વિચારતા કે આ જૂની દુનિયામાં કામ આવશે? એવું થાય છે, કમજોર વ્યક્તિ હાથ ખેંચી લે છે. જો આહુતિ નાખવા વાળા કમજોર હોય તો સેક (ધુમાડો) હોવાનાં કારણે, અડધી આહુતિ બહાર, અડધી અંદર રહી જાય છે. અહીંયા પણ વિચારે છે કે કરીએ કે ન કરીએ? થશે કે નહીં થશે; કરી શકીશું કે નહીં કરી શકીએ? તો બુદ્ધિ રુપી હાથ આગળ-પાછળ કરતાં રહો છો. એટલે સંપૂર્ણ સ્વાહા નથી થતાં; કિનારે (થોડું ધણું) રહી જાય છે, વિખરાઇ જાય છે. જ્યારે સંપૂર્ણ સ્વાહા નથી તો સંપૂર્ણ સફળ નથી થતાં. વિચારો છો વધારે, કરો છો ઓછું. તો ફળ પણ ઓછું મળશે. પહેલાં હિંમત ઓછી છે, સંકલ્પ શક્તિશાળી નથી, તો કર્મ માં બળ પણ નહિં હશે અને એટલે ફળ પણ ઓછું જ હશે. પછી શું કરો છો? અડધુ અહીંયા અને અડધુ ત્યાં વિખેરી દો છો. તો સફળતા ન થઈ ને. હવે આપ સર્વ નું રીઝલ્ટ (પરિણામ) શું થયું? સફળતા થઈ? યજ્ઞમાં સંપૂર્ણ આહુતિ રહી કે વિખરાઈ ગઈ. આપ સર્વ નું હમણાં નું રીઝલ્ટ વિખરાવું - એટલે રહી ગયું છે. હવે તો જે વિચારવાનું છે એ પ્રેક્ટિકલ માં ભરીને જવાનું છે કે આજ થી આ કમજોરી પાછી નહીં આવે. સંપૂર્ણ સમર્પણ કરવાનું સાહસ છે કે ઓછું છે? વિનાશ ન થયો તો? સ્વર્ગ ન આવ્યું તો પછી? પહોંચશું કે નહીં? પછી લોકો શું કહેશે? એવાં હોશિયાર નહીં બનતાં. બધાં ની આ જ હાલત છે. સહજ હાથ આગળ વધારો છે. સેક આવે છે તો હાથ ખેંચી લો છો. હિંમત આવે છે, થોડુંક વિઘ્ન આવે છે તો કદમ (પગલાં) પાછળ ચાલવા લાગે છે. આવાં ની ગતિ શું થશે? ગતિ-સદ્દગતિ ને પણ તો જાણો છો ને?
જ્ઞાન-સ્વરુપ હોવા છતાં પણ જો કોઈ ન કરે તો શું કહેશું? એમને પાછા લીધાં તો ગતિ શું થશે? જાણી-જોઈને પણ જો ન કરે તો શું કહેશું? લાઈટરુપ (પ્રકાશરુપ) અને માઈટરુપ (શક્તિરુપ) હોવા છતાં પણ કેમ નથી કરી શકતાં? કારણ શું છે? જ્ઞાન તમારી બુદ્ધિ સુધી છે; સમજ સુધી છે. ઠીક છે - જાણો છો, પરંતુ જ્ઞાન ને પ્રેક્ટિકલ માં લાવતાં અને સમાવતાં નથી આવડતું. ભોજન છે, ખાય પણ છે. પરંતુ ખાવું અલગ વાત છે, ખાઈ ને પચાવવું અલગ વાત છે. સમાવતાં નથી, પચતું નથી, રસ નથી બનતો અને શક્તિ નથી મળતી. જીભ સુધી ખાઈ લીધું તો રસ નહીં બનશે, શક્તિ નથી મળતી. સમાવ્યા પછી જ શક્તિ નું સ્વરુપ બને છે. સમાવ્યું નથી તો જીભ-રસ છે. સમાવ્યું તો શક્તિ છે. સાંભળવાનો રસ આવ્યો, સમજ માં આવ્યું, સમજ્યાં પરંતુ સમાવ્યું નહીં, પ્રેક્ટિકલ માં ન લાવ્યાં. જેટલું ધારણા માં આવે છે, સંસ્કાર બની જાય છે ત્યારે જ પ્રેક્ટિકલ સફળતા નું સ્વરુપ દેખાય છે. જ્ઞાન-સ્વરુપ નો અર્થ શું છે? જ્ઞાન-સ્વરુપ નો અર્થ છે દરેક કર્મેન્દ્રિયો માં જ્ઞાન સમાઈ જાય. શું કરવાનું છે અને શું નહીં? તો દગો ખાવાની વાત રહેશે? આંખો અને વૃત્તિ દગો નહીં ખાય જ્યારે આત્મા માં જ્ઞાન આવી જાય છે તો સર્વ ઇન્દ્રિયો માં જ્ઞાન સમાઈ જાય છે. જેમ ભોજન થી શક્તિ ભરાઈ જાય છે તો શક્તિનાં આધાર થી કામ થાય છે. હવે જ્ઞાન ને સમાવવાનું છે. દરેક કર્મેન્દ્રિયો ને જ્ઞાન સ્વરુપ બનાવો.
દર વર્ષે આવો છો, કહો છો કે હવે કરીશું. વાયદો કરીને જાઓ છો. હવે ક્યારે પૂરો થશે? શું કારણ છે? જે તમે વિચારો છો અને જે કર્મ કરો છો, એમાં અંતર કેમ? કારણ શું? વિચારો છો ફુલ (પૂરેપૂરું) કરવાની વાત, અને થાય છે અડધી - આટલું અંતર પડવાનું કારણ શું છે? પ્લાન પણ ખુબ બનાવો છો, ઉમંગ પણ ખૂબ લાવો છો અને સમજી ને વાયદો કરો છો. બધી વાતો આવશે જ, પરંતુ પ્રેક્ટિકલ અને સમજ માં અંતર આવી જાય છે - એનું કારણ શું છે? સંસ્કારો ની આહુતિ કરી ને જાઓ છો, પછી બધું ક્યાંથી આવ્યું? સ્વાહા કરીને જાઓ છો તો પછી કેમ આવે છે? દેહ-અભિમાન, અલબેલાપણું પાછું કેમ આવે છે, કારણ શું છે? કારણ છે કે સંકલ્પ કરીને જાઓ છો સ્વાહા કરવાનો, પરંતુ સંકલ્પ ની સાથે-સાથે (જેમ બીજ વાવો છો, પછી સંભાળ કરો છો) પરંતુ આમાં જે સંભાળ જોઈએ તે સંભાળ નથી રાખતાં. સમય પ્રમાણે એની આવશ્યકતા રાખવી જોઈએ, તમે બીજ વાવી ને અલબેલા થઈ જાઓ છો. વિચારો છો કે બાબા ને આપી દીધું, હવે બાબા જાણે, આ બાબા નું કામ છે. તમે એની પાલના નથી કરતાં. તો વાણી અને મન પર અટેન્શન (ધ્યાન) જોઈએ. જે રીતે બીજ વાવી ને પાણી નાખો છો કે બીજ પાક્કું થઈ જાય. બીજ ને રોજ-રોજ પાણી આપવું પડે છે, એ જ રીતે સંકલ્પ રુપી બીજ ને રિવાઈઝ (અભ્યાસ) કરવાનું છે. એમાં કમી રહી જાય છે અને તમે નિશ્ચિંત થઈ જાઓ છો.- આરામ પસંદ થઈ જાઓ છો. આરામ પસંદ નાં સંસ્કાર નહીં, પરંતુ ચિંતન નાં સંકલ્પ હોવાં જોઈએ, એક-એક સંસ્કાર ની ચિંતા થવી જોઈએ. પુરુષાર્થ ની એક પણ કમી નો ડાઘ ખૂબ મોટો જોવામાં આવે છે. પછી હંમેશા વિચાર આવે છે કે નાનો-એવો ડાઘ મારી કિંમત ઓછી કરી દેશે. ચિંતન ચિંતા નાં રુપ માં હોવું જોઈએ. તે નથી તો અલબેલાપણું છે. કહો છો, કરતાં નથી. જે પાછળ ની યુક્તિ છે, તેને પ્રેક્ટિકલ માં લાવો, આરામ-પસંદ દેવતા સ્થિતિ નાં સંસ્કાર છે, એ વધારે ખેંચે છે. સંગમયુગ નાં બ્રાહ્મણ નાં સંસ્કાર જે ત્યાગ મૂર્ત નાં છે, એ ઓછા ઈમર્જ (જાગૃત) થાય છે. ત્યાગ-વગર ભાગ્ય નથી બનતું સારું, કરી લેશું, જોવાઈ જશે - એ આરામ પસંદગી નાં સંસ્કાર છે. “જરુર કરીશ”, એ બ્રાહ્મણપણા નાં સંસ્કાર છે. લૌકિક ભણતર માં જેને ચિંતા રહે છે, તે પાસ થાય છે. એની ઊંઘ ઊડી જાય છે. જે આરામ-પસંદ છે તેઓ શું પાસ થશે? હમણાં વિચારો છો કે પ્રેક્ટિકલ કરવાનું છે. ચિંતા થવી જોઈએ, શુભ ચિંતન, સંપૂર્ણ બનવાની ચિંતા, કમજોરી ને દૂર કરવાની ચિંતા અને પ્રત્યક્ષ ફળ આપવાની ચિંતા.
આ અવ્યક્ત વાણી નો સાર
* મધુબન છે અવિનાશી રુદ્ર જ્ઞાન મહાયજ્ઞ. આ મહાયજ્ઞ માં પોતાની લગન ને એવી અગ્નિ બનાવો જે અગ્નિ માં સર્વ વ્યર્થ સંકલ્પ, સર્વ કમજોરીઓ તથા સર્વ રહી ગયેલાં જૂનાં સંસ્કાર બિલકુલ ભસ્મ થઈ જાય.
* બુદ્ધિમાં જ્ઞાન તો છે પરંતુ જ્ઞાન-સ્વરુપ નથી બન્યાં. જ્ઞાન-સ્વરુપ નો અર્થ છે કે દરેક કર્મેન્દ્રિયો માં જ્ઞાન સમાઈ જાય. તો જેમ ભોજન ખાવાથી, સાથે જ સમાવવાથી અર્થાત્ પચાવવાથી શરીર માં શક્તિ આવે છે તેમ જ તમારી આત્મા શક્તિશાળી બને છે.
* જેટલું જ્ઞાન ધારણા માં આવે છે તે સંસ્કાર બની જાય છે ત્યારે જ પ્રેક્ટિકલ સફળતા નું સ્વરુપ દેખાય છે.