Search for a command to run...
21 Sept 1975
ફરિશ્તા અર્થાત્ જેનો એક બાપ નાં સિવાય અન્ય આત્માઓ થી કોઈ સંબંધ નથી
21 September 1975 · ગુજરાતી
“વાહ રે - હું!” નો નશો યાદ છે? તે દિવસ, તે જલક અને ફલક સ્મૃતિ માં આવે છે? તે નશા નાં દિવસ અલૌકિક હતાં. એવાં નશા નાં દિવસો સ્મૃતિ માં આવતાં જ નશો ચઢી જાય છે - એટલો નશો એટલી ખુશી જે સ્થૂળ પગ પણ હરતાં-ફરતાં નેચરલ (કુદરતી) ડાન્સ (નૃત્ય) કરે છે - કાર્યક્રમ થી ડાન્સ નહીં. મનમાં પણ નાચ અને તન પણ નેચરલ નાચતું રહે. આ નેચરલ ડાન્સ તો નિરંતર થઈ શકે છે ને? આંખો નું જોવું, હાથો નું હલવું અને પગનું ચાલવું બધાં ખુશીમાં નેચરલ ડાન્સ કરો છો. આને ફરિશ્તાઓ નો ડાન્સ કહેવાય છે - આવો નેચરલ ડાન્સ ચાલતો રહે છે? જેમ કહેવાય છે કે ફરિશ્તાઓનાં પગ ધરતી પર નથી ટકતાં. એવી ફરિશ્તા બનવા વાળી આત્માઓ પણ આ દેહ અર્થાત્ ધરતી-જેમ એ ધરતી માટી છે એમ આ દેહ પણ માટી છે ને? તો ફરિશ્તાઓનાં પગ ધરતી પર નથી રહેતાં અર્થાત્ ફરિશ્તા બનવા વાળી આત્માઓનાં પગ અર્થાત્ બુદ્ધિ આ દેહ રુપી ધરતી ઉપર નથી રહી શકતી. એ જ નિશાની છે ફરિશ્તાપણા ની. જેટલાં ફરિશ્તાપણા ની સ્થિતિ નાં સમીપ જાઓ છો, એટલા દેહ રુપી ધરતી થી પગ સ્વતઃ જ ઉપર હશે. જો ઉપર નથી, ધરતી ઉપર રહે છે તો સમજો બોજ (ભાર) છે. બોજા વાળી વસ્તુ ઉપર નથી રહી શકતી. હલ્કાપણું નથી, બોજ છે તો આ દેહ-રુપી ધરતી પર વારંવાર પગ આવી જશે. ફરિશ્તા અર્થાત્ હલ્કા નહીં બનશે. ફરિશ્તા નાં પગ ધરતી થી ઉપર સ્વત: જ રહે છે, કરતાં નથી. જે હલ્કા હોય છે એમનાં માટે કહેવાય છે કે આ તો જાણે હવા માં ઉડતા રહે છે - ચાલતાં નથી, ઉડે છે. એમ જ ફરિશ્તા પણ ઊંચી સ્થિતિ માં ઉડે છે. આવાં નેચરલ ફરિશ્તાઓ નો ડાન્સ જોવા અને કરવામાં પણ મજા આવે છે. મહારથી ટીચર્સ (શિક્ષકો) આ નેચરલ ફરિશ્તાઓ નો ડાન્સ કરતાં રહે છે ને?
કરન-કરાવનહાર શિવ બાબાએ પોતાની સન્મુખ બેઠેલાં ટીચર્સ થી પૂછ્યું - (કોઈએ કહ્યું, બાબા માયાનાં હાથ કાપી દો) જો બાપ માયા નાં હાથ કાપી દે તો જે કાપશે, એ પામશે. બાપ તો બધું જ કરી શકે છે. સેકન્ડ નો ઓર્ડર છે - પરંતુ ભવિષ્ય બનાવવા વાળા નું ભવિષ્ય કેવી રીતે બને? બાપ સર્વ નાં માટે કરી દે કે ફક્ત તમારા માટે કરી દે. પછી તો જે રીતે આજ ની દુનિયામાં રિશ્વતખોર (લાંચ લેનાર) છે તો આ પણ એ જ લિસ્ટ (યાદી) થઈ જશે. એટલે જેમ નેપાળ માં પણ નાનાં બાળકો ને ખુખડી (છરી) હાથમાં પકડાવે છે. કરે પોતે છે પરંતુ હાથ બાળકોનાં રખાવે છે. એટલું થઈ શકે છે પરંતુ હિંમત નો હાથ પોતે જરુર રાખવાનો છે. એટલું તો કરવાનું છે ને? આ ટીચર્સ નો ટોપીક (ચર્ચાનો વિષય) છે - આખાં દિવસમાં કેટલો સમય ફરિશ્તા રહો છો અને કેટલો સમય ફરિશ્તાનાં બદલે મૃત્યુલોક નાં માનવ થાઓ છો? દૈવી પરિવાર નાં સંબંધો માં પણ ફરિશ્તા નથી આવતાં. એ તો સદૈવ ન્યારા રહે છે. સંબંધ બધાં કોની સાથે છે? જો કોઈને સખી બનાવી તો બાપ થી એ સખીપણા નો સંબંધ ઓછો થઈ જશે. કોઈ પણ સંબંધ ભલે બહેનનો કે ભાઈનો કે અન્ય કોઈ પણ સંબંધ જોડ્યો તો એક થી જરુર એ સંબંધ હલ્કો થશે. કારણ કે વહેંચાઈ જાય છે ને? દિલ નાં ટુકડા-ટુકડા થઈ ગયાં તો તૂટેલું દિલ થઈ ગયું. તૂટેલાં દિલ ને બાપ પણ સ્વીકાર નથી કરતાં. આ પણ ગુહ્ય સંબંધોની ફિલોસોફી (તત્વજ્ઞાન) છે. સિવાય એક નાં બીજા કોઈ સાથે સંબંધ નહીં - ન સખા ન સખી, ન બહેન ન ભાઈ- નહીં તો એ સંબંધ માં પણ આત્મા જ યાદ આવશે.
ફરિશ્તા અર્થાત્ જેમનો આત્માઓ સાથે કોઈ સંબંધ નથી. પ્રીત જોડવી સહજ છે, પરંતુ નિભાવવી મુશ્કેલ છે. નિભાવવામાં જ નંબર હોય છે. જોડવામાં નથી હોતાં. નિભાવતા કોઈ-કોઈ ને આવડે છે, બધાને નથી આવડતું. નિભાવવાની લાઇન બદલાઈ જાય છે. લક્ષ એક હોય છે લક્ષણ બીજા થઈ જાય છે. એટલે નિભાવે કોઈ-કોઈ છે, જોડે બધાં છે. ભક્ત પણ જોડે છે પરંતુ નિભાવતાં નથી. બાળકો નિભાવે છે, પરંતુ એમાં પણ નંબરવાર. કોટોમાં કોઈ અને કોઈ-કોઈ માં પણ કોઈ. કોઈ એક સંબંધ માં પણ જો નિભાવવા માં ખામી થઈ ગઈ કે સંબંધ માં જરાપણ ખોટ થઈ, સમજો ૭૫% સંબંધ બાપની સાથે છે અને ૨૫% સંબંધ કોઈ એક આત્મા સાથે છે, તો પણ નિભાવવા વાળા ની યાદીમાં નહીં રાખશે. બાપ નો સાથ ૭૫% રાખો છો અને ક્યારેક-ક્યારેક ૨૫% કોઈનો સાથ લીધો તો પણ નિભાવવા વાળા ની યાદીમાં નહીં આવો. નિભાવવું એટલે નિભાવવું. એ પણ ગુહ્ય ગતિ છે. સંકલ્પ માં પણ કોઈ આત્મા ન આવે. એને કહેવાય છે સંપૂર્ણ નિભાવવું. કેવી પણ પરિસ્થિતિ હોય, ભલે મનની, તનની, કે સંપર્ક ની-કોઈપણ આત્મા સંકલ્પ માં ન આવે. સંકલ્પ માં પણ કોઈ આત્મા ની સ્મૃતિ આવી તો એ સેકન્ડ નો પણ હિસાબ બને છે. ત્યારે તો આઠ પાસ થાય છે. વિશેષ આઠ નું જ ગાયન છે. જરુર એટલી ગુહ્ય ગતિ હશે? ખુબ જ મુશ્કેલ પેપર છે. તો ફરિશ્તા એને કહેવામાં આવે છે, જેનાં સંકલ્પ માં પણ કોઈ ન રહે. કોઈ પરિસ્થિતિ માં, મજબૂરી માં પણ નહીં. સેકન્ડ માટે સંકલ્પ માં પણ ન હોય. મજબૂરી માં પણ મજબૂત રહે - ત્યારે છે ફરિશ્તા. ઉંચી મંઝિલ છે, પરંતુ આમાં કોઈ નુકસાન નથી. સહજ એટલે છે કારણકે પ્રાપ્તિ પદમ ગણી થાય છે.
જે બાપનાં સંબંધ થી પ્રાપ્તિ થાય છે, તે એ જ સેકન્ડ માં સ્મૃતિમાં નથી આવતી, ભૂલી જાઓ છે એટલે કોઈનો આધાર લઈ લો છો. પ્રાપ્તિ કાંઈ ઓછી છે શું? મુશ્કેલ થી સહજ કરવા વાળા બાપ નું જ ગાયન છે, નહીં કે કોઈ આત્મા નું. તો મુશ્કેલી નાં સમયે બાપ નો સહારો લેવો જોઈએ, નહીં કે કોઈ આત્મા નો સહારો લેવો જોઈએ. પરંતુ તે સમયે એ પ્રાપ્તિ ભૂલાઈ જાય છે. કમજોર હોય છે. જે રીતે ડૂબતા ને તણખલું મળી જાય છે તો એનો સહારો લઈ લે છે. એ સમયે પરેશાની નું કારણ જે તણખલું સામે આવે છે, તેનો સહારો લઈ લો છો, પરંતુ એનાથી બેસહારા થઈ જશો, એ સ્મૃતિ માં નથી રહેતું? અચ્છા.
આ અવ્યક્ત વાણી નો સાર
* ફરિશ્તા બનવા વાળી આત્માઓ નાં બુદ્ધિ રુપી પગ આ દેહ રુપી ધરતી પર નથી ટકતાં.
* ફરિશ્તા અર્થાત્ જેનો અન્ય આત્માઓ સાથે કોઈ સંબંધ નથી. સર્વ સંબંધ એક રુહાની બાપ થી હોય. કોઈ પણ પરિસ્થિતિ હોય - ભલે મનની, તનની કે સંપર્ક ની કોઈપણ આત્મા સંકલ્પ માં ન આવે. જે મજબૂરી માં પણ મજબૂત રહે - ત્યારે તે છે ફરિશ્તા.