Search for a command to run...
20 Sept 1975
શક્તિ હોવા છતાં પણ જીવન માં સફળતા અને સંતુષ્ટતા કેમ નથી?
20 September 1975 · ગુજરાતી
જેમ બાપ સર્વ ગુણો નાં સાગર છે, શું તમે પણ એમ જ પોતાને માસ્ટર સાગર સમજો છો? સાગર અખંડ, અચળ અને અટલ હોય છે. સાગર ની વિશેષ બે શક્તિઓ સદૈવ જોવામાં આવશે - એક સમાવવાની શક્તિ, જેટલી સમાવવાની શક્તિ છે તેટલી સામનો કરવાની પણ શક્તિ છે. લહેરો દ્વારા સામનો પણ કરે છે અને દરેક વસ્તુ અથવા વ્યક્તિ ને સ્વયં માં સમાવી પણ લે છે. તો માસ્ટર સાગર હોવાનાં કારણે પોતાનામાં પણ જુઓ કે આ બંને શક્તિઓ મારામાં ક્યાં સુધી આવી છે? અર્થાત્ કેટલી ટકાવારી માં છે? શું બંને શક્તિઓને સમય પ્રમાણે વાપરી શકો છો? શું શક્તિઓ દ્વારા સફળતા નો અનુભવ થાય છે?
કેટલાંક બાળકો સર્વ શક્તિઓનો સ્વયં માં અનુભવ પણ કરે છે અને સમજે છે કે મારામાં આ શક્તિઓ છે. પરંતુ શક્તિઓ હોવા છતાં પણ ક્યાંક-ક્યાંક તેઓ સફળતાનો અનુભવ નથી કરતાં. જ્ઞાન સ્વરુપ, આનંદ, પ્રેમ, સુખ અને શાંતિ સ્વરુપ સ્વયં ને સમજતાં હોવા છતાં પણ સ્વયં થી સદા સંતુષ્ટ નથી અથવા પુરુષાર્થી હોવા છતાં પણ પ્રાલબ્ધ અર્થાત્ પ્રાપ્તિ નો પ્રત્યક્ષ ફળનાં રુપમાં જે અનુભવ થવો જોઈએ, તે ક્યારેક-ક્યારેક જ કરી શકે છે. સર્વ નિયમો નું પાલન પણ કરે છે, છતાં પણ સ્વયં ને સદા હર્ષિત અનુભવ નથી કરતાં. મહેનત ખૂબ જ કરે છે પરંતુ ફળ નો અનુભવ ઓછો કરે છે. માયા ને દાસી પણ બનાવે છે, પરંતુ તો પણ ક્યારેક-ક્યારેક ઉદાસી અનુભવ કરે છે. એનું કારણ શું છે? શક્તિઓ પણ છે, સાથે-સાથે જ્ઞાન પણ છે, નિયમો નું પાલન પણ કરે છે, તો કમી (ખામી) કઈ વાતમાં છે કે સ્વયં, સ્વયં માં જ કન્ફ્યુઝ (મૂંઝાયેલા) રહે છે?
આમાં કમી એ છે કે પ્રાપ્ત કરેલી શક્તિઓ અથવા જ્ઞાનનાં પોઈન્ટસ (વાતો) ને જે સમયે, જે રીતથી કાર્યમાં લગાવવા જોઈએ તે સમયે, તે રીત થી ઉપયોગ લેતાં નથી આવડતું. બાપ થી પ્રીત છે, જ્ઞાન થી પણ પ્રીત છે, દિવ્ય ગુણ-સંપન્ન જીવન થી પણ પ્રીત છે - પરંતુ પ્રીતની સાથે-સાથે રીત નથી આવડતી અથવા રીત ની સાથે ‘પ્રીત’ નથી આવડતી. એટલે અમૂલ્ય વસ્તુ પણ સાધારણ પ્રાપ્તિનો આધાર બની જાય છે. જેમ સ્થૂળમાં પણ કેટલું પણ મોટું યંત્ર અથવા મૂલ્યવાન વસ્તુ પાસે હોવા છતાં પણ વાપરવાની રીત નથી આવડતી તો તેનાં દ્વારા જે પ્રાપ્તિ થવી જોઈએ તે નથી કરી શકતાં, એ જ રીતે જ્ઞાનવાન બાળકો પણ જ્ઞાન અને શક્તિઓ દ્વારા જે પ્રાપ્તિ થવી જોઈએ, તે નથી કરી શકતાં. એવી આત્માઓ ની ઉપર બાપદાદા ને પણ રહેમ આવે છે.
હવે આ રીત, જે ન આવડવાનાં કારણે પ્રાપ્તિનો અનુભવ નથી કરી શકતાં, તે રીત કેવી રીતે આવડે? એમાં જોઈએ - નિર્ણય શક્તિ. નિર્ણય શક્તિ ન હોવાનાં કારણે જ્યાં સમાવવાની શક્તિનો ઉપયોગ કરવો જોઈએ ત્યાં સામનો કરવાની શક્તિનો ઉપયોગ કરી લે છે. જ્યાં સમેટવાની શક્તિ નો ઉપયોગ કરવો જોઈએ, ત્યાં વિસ્તાર કરવાની શક્તિનો ઉપયોગ કરી લે છે. એટલે સંકલ્પ સફળતા નો હોય છે, પરંતુ સ્વરુપ માં અથવા પ્રાપ્તિમાં સંકલ્પ-પ્રમાણે સફળતા નથી થતી. વિશેષ શક્તિની પ્રાપ્તિ નો મુખ્ય આધાર શું છે? નિર્ણય શક્તિ ને તેજ કરવા માટે કઈ વાત ની આવશ્યકતા છે? કોઈ પણ યંત્ર સ્પષ્ટ નિર્ણય નથી કરી શકતું તો એનું કારણ શું હોય છે? નિર્ણય શક્તિ ને વધારવા માટે પોતાની શ્રેષ્ઠ સ્થિતિ - નિરાકારી, નિરહંકારી, નિર્વિકારી અને નિર્વિકલ્પતા ની જોઈએ. જો આ ચારેય માંથી કોઈ પણ વાતની કમી રહી જાય છે, તો આ શ્રેષ્ટ ધારણા ન હોવાનાં કારણે સ્પષ્ટતા નથી થતી. શ્રેષ્ઠ જ સ્પષ્ટ હોય છે. આ જ મૂંઝવણો બુદ્ધિ ને સ્વચ્છ નથી બનવા દેતી. ‘સ્વચ્છતા જ શ્રેષ્ઠતા’ છે. એટલે પોતાની નિર્ણય શક્તિ ને વધારો. ત્યારે જ બાપ સમાન સર્વ-ગુણો માં માસ્ટર સાગર અનુભવ કરી શકશો.
જેમ સાગર અનેક વસ્તુઓ થી સંપન્ન હોય છે એમ સ્વયં ને પણ સર્વ શક્તિઓથી સંપન્ન સ્વરુપ માં અનુભવ કરો, કારણ કે સંપન્નતા નું વરદાન સંગમયુગ પર જ મળે છે. સંપન્ન-સ્વરુપ નો અનુભવ સિવાય સંગમયુગ નાં બીજે ક્યાંય પણ નહીં કરી શકો. તમારા જ દૈવી જીવન નાં સર્વગુણ સંપન્ન થવાનું ગાયન છે. ૧૬ કળાઓનું પણ ગાયન છે. પરંતુ સંપન્ન નું સ્વરુપ શું હોય છે? ગુણ અને કળા નું જ્ઞાન આ ઈશ્વરીય જીવનમાં જ છે. એટલે સંપન્ન બનવાનો આનંદ આ ઈશ્વરીય જીવનમાં જ પ્રાપ્ત કરી શકો છો.
રીત શીખવા માટે, બાપ દ્વારા જે પણ પ્રાપ્ત થતું રહ્યું છે, ભલે જ્ઞાન, ભલે શક્તિઓ, એને સમય પ્રમાણે કાર્યમાં લગાવતા જાઓ. ખૂબ જ સારી વાત છે અને ખૂબ જ સારી વસ્તુ છે, ફક્ત એમ સમજીને અંદર સમાવી ન લો, અર્થાત્ બુદ્ધિની તિજોરી માં રાખી ન લો. ફક્ત બેંક બૈલેન્સ નહીં બનાવતા જાઓ કે કોઈ વૃદ્ધાઓની જેમ ગઠરીઓ (પોટલી) બાંધીને અંદર રાખી ન દો. ફક્ત સાંભળવું અને રાખવાનો આનંદ નહીં લો, પરંતુ વારંવાર સ્વયં નાં પ્રતિ અને સર્વ આત્માઓનાં પ્રતિ કામમાં લગાડતાં જાઓ કારણ કે આ સમયની જે પ્રાપ્તિ થઈ રહી છે, આ પ્રાપ્તિનો ઉપયોગ કરવાથી ઈશ્વરીય નિયમ પ્રમાણે જેટલો ઉપયોગ કરશો, એટલી વૃદ્ધિ થશે, જેમ દાન નાં માટે કહેવત છે - ‘ધન દિયે ધન ન ખૂટે’, અર્થાત આપવું જ વધારવું છે, એ જ રીતે આ ઈશ્વરીય પ્રાપ્તિઓ ને અનુભવમાં લાવવાથી પ્રાપ્તિ ઓછી નથી થતી, પરંતુ હજી વધારે પ્રાપ્તિ સ્વરુપ નો અનુભવ કરશો. વારંવાર વાપરવાથી, જેવો સમય એવું સ્વરુપ પોતાનું બનાવી શકશો અથવા જે સમયે જે શક્તિ વાપરવી જોઈએ તે શક્તિ એ જ રીતે વાપરી શકશો. સમય પર દગો ખાવાથી બચી જશો. દગો ખાવાથી બચવું અર્થાત્ દુઃખ થી બચવું. તો શું બની જશો? - સદા હર્ષિત અર્થાત્ સદા સુખી, ખુશનસીબ બની જશો. તો હવે પોતાનાં ઉપર રહેમ કરીને, પ્રાપ્તિઓ નો પ્રયોગ કરીને અને પ્રીત ની સાથે રીત ને જાણી ને, સદા માસ્ટર જ્ઞાનસાગર બનો, શક્તિ નાં સાગર બનો અને સર્વ પ્રાપ્તિઓનાં સાગર બનો. અચ્છા.
એવી સર્વ અનુભવો થી સંપન્ન માયાજીત, જગતજીત, પોતાનાં અનુભવો દ્વારા સર્વ ને અનુભવી બનાવવા વાળી બાપદાદા નાં પણ બાળક સો માલિક, એવી બાપની માલિક અને વિશ્વની માલિક આત્માઓને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
આ અવ્યક્ત વાણી નો સાર
* જ્ઞાન સાગર બાપ દ્વારા પ્રાપ્ત થયેલી શક્તિઓ અથવા જ્ઞાનનાં તથ્યો ને જે સમયે જે રીતે કાર્યમાં લગાડવા જોઈએ એ સમયે એ રીતે ઉપયોગ ન કરી શકવાનાં કારણે સ્વયં માં મૂંઝાયેલા રહો છો અને સફળતા તથા સિદ્ધિ ની અનુભૂતિ પોતાનાં જીવનમાં નથી કરી શકતાં.
* ઉપયોગની ઉચિત રીત ને જાણવા માટે પોતાની નિર્ણયશક્તિ ને વધારવી આવશ્યક છે.