Search for a command to run...
24 Oct 1975
શક્તિઓનો વિશેષ ગુણ - નિર્ભયતા
24 October 1975 · ગુજરાતી
શક્તિઓનો વિશેષ ગુણ નિર્ભયતા ગવાયેલ છે. એ પોતાનામાં અનુભવ કરો છો? નિર્ભય ફક્ત કોઈ મનુષ્ય આત્મા થી નહીં પરંતુ માયા નાં વાર થી પણ નિર્ભય. જે માયા થી ગભરાવા વાળી નથી - એને શક્તિ કહેવામાં આવે છે. માયા થી ડરતા તો નથી? જે ડરે છે તે હાર ખાય છે. જે નિર્ભય હોય છે એનાથી માયા પોતે ભયભીત હોય છે, કારણ કે ભય નાં કારણે શક્તિ ખોવાઈ જાય છે અને સમજ પણ ખોવાઈ જાય છે. આમ પણ જયારે કોઈનાં થી ભય હોય છે તો હોશ-હવાસ (સાનભાન) ખોવાઈ જાય છે, જે સમજ હોય છે એ પણ ખોવાઈ જાય છે. તો અહીંયા પણ જે માયા થી ગભરાય છે એમની માયા થી સમજ ખોવાઈ જાય છે, એટલે તેઓ માયા ને જીતી નથી શકતાં. તો જેવું નામ છે - શક્તિ સેના. તો જ્યારે શક્તિપણાની વિશેષતા - નિર્ભયતા પ્રેક્ટિકલ માં દેખાશે, ત્યારે કહેવાશે શક્તિઓ. કોઈ પણ પ્રકારનો ભય છે તો એને શક્તિ નહીં કહેશે. અબળા જે હોય છે એ સદૈવ અધીન હોય છે, તે અધિકારી નથી હોતી. આપ તો અધિકારી છો ને? ભય નાં કારણે અધીન તો નહીં થઈ જશો? તો પંજાબની શક્તિ-સેના આવી નિર્ભય છે?
જ્યાર થી બ્રાહ્મણ બન્યાં છો તો માયા ને ચેલેન્જ (પડકાર) આપી છે કે - “આવ માયા! જેટલો વાર કરવો હોય, એટલો કર, હું શિવ-શક્તિ છું.” માયા નાં પરવશ થવું પોતાની કોઈ કમજોરી નાં કારણે થાય છે. જ્યાં કમજોરી છે ત્યાં માયા છે. જેમ જ્યાં ગંદકી છે ત્યાં મચ્છર જરુર પેદા થાય છે. એમજ માયા પણ, જ્યાં કમજોરી હોય છે, એ ત્યાં જ પ્રવેશે છે. તો કમજોર થવું અર્થાત્ માયાનું આહવાન કરવું. પોતે જ આહવાન કરો અને પોતે જ ડરો, તો પછી આહવાન કરો જ કેમ છો? એ નશો રાખો કે - “અમે છીએ જ ‘શિવ-શક્તિ સેના’. કલ્પ પહેલાં પણ માયા પર વિજયી બની હતી. હજું પણ એ જ પાર્ટ પાછો રિપીટ (પુનરાવર્તન) કરી રહી છું.” કેટલીયે વાર નાં વિજયી છો? જે અનેકવાર નાં વિજયી છે તે કેટલાં નિર્ભય હશે? શું તે ડરશે? શક્તિઓએ બાપ ને પ્રત્યક્ષ કરવાનાં નગારા કયાં વગાડ્યાં છે? કુંભકર્ણ ને જગાડવા માટે મોટું નગારું વગાડો. નાનું નગારું વગાડો છો તો કુંભકર્ણ કરવટ (પડખું) તો બદલે છે અર્થાત્ સારું-સારું તો કરે છે પરંતુ પાછો સૂઈ જાય છે. તો તેઓનાં માટે હવે નાના-મોટા નગારા થી કામ નહીં થશે, એટલે વારંવાર સંપર્ક વધારવો પડે. તેમનો દોષ નથી, તેઓ તો ગાઢ નીંદર માં છે. તમારું કામ છે કોઈ વિશેષ કાર્યક્રમ બનાવી તેઓને જગાડવાં.
પ્રવૃત્તિ માં રહેતાં પોતાને સેવાધારી સમજવાથી જ બાપ ને સદા સાથી બનાવી શકશો
પંજાબ થી આવેલાં ગોપો સાથે મુલાકાત કરતાં સમયે અવ્યક્ત બાપદાદાએ આ મધુર મહાવાક્ય ઉચ્ચાર્યા:-
જેવું સ્થાન હોય છે, એ સ્થાન ની સ્મૃતિ થી પણ સ્થિતિ માં બળ મળે છે. જેમ મધુબન-નિવાસી કહેવાથી ફરિશ્તાપણા ની સ્થિતિ ઓટોમેટિકલી (આપોઆપ) થઈ જાય છે. ફરિશ્તા અર્થાત્ જેમનો દેહ થી સંબંધ નથી. તો જે પણ દેહ નાં સંબંધ છે એ સર્વ અહીંયા ભુલાઈ જાય છે. થોડા સમય માટે પણ આ અનુભવ તો કરો છો ને? આ વચ્ચે-વચ્ચે મધુબન માં આવવું; આટલું મુશ્કેલ હોવા છતાં પણ આ અનુભવ કરવાં કેમ આવો છો? વારંવાર આ અનુભવ તો કરાવવામાં આવે છે. અહીંયાનો અનુભવ ત્યાં સ્મૃતિ માં બળ આપે છે. એટલે મધુબન માં આવવું જરુરી છે. ત્યાં પ્રવૃત્તિ માં રહો છો, એ પણ સેવા-અર્થ. ઘર સમજશો તો ‘ગૃહસ્થી’, સેવાધારી સમજશો તો ટ્રસ્ટી. ગૃહસ્થી માં ચારે તરફ નાં કર્મ-બંધન ખેંચશે. સેવાધારી સમજશો તો ટ્રસ્ટીપણાં માં મારા-પણું ખતમ થઈ જશે. ગૃહસ્થી માં મારા-પણું હોય છે. મારા-પણું ખૂબ જ લાંબું છે. જ્યાં મારા-પણું છે ત્યાં બાપ ન હોઈ શકે. જ્યાં મારા-પણું નથી ત્યાં બાપ છે. ગૃહસ્થીપણાં માં હદ નાં અધિકારી બની જાઓ છો - “મારું માનવામાં આવે, મારું સાંભળવામાં આવે અને મારા પ્રમાણે ચાલવું જોઈએ.” જ્યાં હદ નો અધિકાર છે, ત્યાં બેહદ નો અધિકાર ખતમ થઈ જાય છે. હવે વીતી ને વીતી કરીને ફુલસ્ટોપ (પૂર્ણવિરામ) લગાડતાં જાઓ. ફુલસ્ટોપ બિંદુ હોય છે. ફુલસ્ટોપ નથી લગાડતા અર્થાત્ બિંદુ રુપ માં સ્થિત નથી થતાં તો આશ્ચર્ય (!) કે કોમા (,/અલ્પવિરામ) કે ક્વેશ્ચન (?/પ્રશ્ન) લગાડી દો છો. આશ્ચર્યની નિશાની શું છે? જેમ કહે છે - “આવી રીતે આ થાય છે શું! બ્રાહ્મણો માં આ-આ વાતો થાય છે!” આ આશ્ચર્યની નિશાની થઈ ગઈ. આ પણ ન થવું જોઈએ. આ કેમ થયું? ‘કેમ-શું’ કહેવું એ ક્વેશ્ચન થયો. એ પણ વ્યર્થ સંકલ્પ ઉત્પન્ન થવાનો આધાર છે. જે થાય છે એને સાક્ષી થઈને જુઓ. સાક્ષી નાં બદલે આત્મા નાં સાથી બની જાઓ છો, બાપ નાં સાથી નાં બદલે આત્મા નાં સાથી બની જાઓ છો. “અચ્છા આવી વાત છે!, હું પણ એવું સમજુ છું.” - આ છે સાંભળવાનો સાથ અને સંભળાવવાનો સાથ. તો જ્યાં આત્મા નાં સાથી બન્યાં તો પરમાત્મા નાં સાથી કેવી રીતે બનશો? જેટલો સમય આત્મા નાં સાથી, એટલો સમય બાપ નાં સાથી નહીં બનશો. આ ખંડિત યોગ થઈ જાય છે. ખંડિત વસ્તુ ફેંકવા વાળી હોય છે. એ જ મૂર્તિ જે પૂજવા યોગ્ય હોય છે - જ્યારે એ ખંડિત થઈ જાય છે તો એનું કોઈ મૂલ્ય નથી હોતું. તો અહીંયા પણ જ્યારે યોગ ખંડિત, તો શ્રેષ્ઠ પ્રાપ્તિ નથી, અર્થાત્ મૂલ્ય નથી, સદા નાં સાથી. અખંડ યોગી. અતૂટ યોગી અને નિરંતર બાપદાદા નાં સાથી - આવાં છે પંજાબ નિવાસી?
આ અવ્યક્ત વાણી નો સાર
* જેવું સ્થાન હોય છે એ સ્થાન ની સ્મૃતિ થી પણ સ્થિતિ માં બળ મળે છે.
* પ્રવૃત્તિ માં રહેતાં ઘર સમજશો તો ગૃહસ્થી, સેવાધારી સમજશો તો ટ્રસ્ટી.
* હવે વીતી ને વીતી કરીને ફુલસ્ટોપ (.) લગાડતા જાઓ તો વ્યર્થ સંકલ્પો નાં ચક્કર, ચાલવાનું અટકી જશે.
* ફક્ત મનુષ્ય આત્મા થી જ નહીં પરંતુ માયાનાં વાર થી પણ નિર્ભય આત્મા ‘શક્તિ’ છે.
* પોતાની જ કોઈ કમજોરી નાં કારણે માયા નાં પરવશ થાઓ છો.
* હું કલ્પ-કલ્પ ની અનેક વાર ની વિજયી આત્મા છું - આ યાદ રહેવાથી માયા થી નિર્ભય રહેશો.