Search for a command to run...
29 Aug 1975
હવે વિધિ ની સ્ટેજ પાર કરીને સિદ્ધિ-સ્વરુપ બનવાનું છે
29 August 1975 · ગુજરાતી
આજે કઈ સભા લાગેલી છે? વર્તમાન સમયે સ્વયં ને કયાં સ્વરુપ માં જોઈ રહ્યાં છો? આમ તો જેમ બાપદાદા બહુરુપી છે એમ આપ સર્વ પણ બહુરુપી છો. પરંતુ હમણાં કયાં સ્વરુપ ને ધારણ કરી આ સભામાં બેઠા છો? એ જાણો છો કે આજની સભા કોની છે? બતાવો તો વર્તમાન સમય દુનિયાનાં લોકો આપ શ્રેષ્ઠ આત્માઓ નાં કયાં સ્વરુપ નું આહવાન કરી રહ્યાં છે? આપ સર્વ શ્રેષ્ઠ આત્માઓનું આહવાન કરે છે કે એક આત્માનું. કોનું આહવાન કરે છે? વર્તમાન સમયે તમારું કયાં સ્વરુપ માં આહવાન કરે છે? હમણાં દુનિયામાં કયો સમય ચાલી રહ્યો છે? આહવાન કોનું ચાલી રહ્યું છે? વર્તમાન સમયે બે રુપો થી આહવાન કરી રહ્યાં છે. જુઓ તો, તેઓ તમારા લોકોનું જ આહવાન કરી રહ્યાં છે અને તમને લોકો ને ખબર જ નથી પડતી.
આ સમયે સૌથી વધારે વરદાની અથવા વિશ્વ-કલ્યાણકારી દાતા નાં રુપ માં આપ સર્વ શ્રેષ્ઠ આત્માઓનું ચારેય તરફ આહવાન થઈ રહ્યું છે, કારણ કે ભક્તિમાર્ગ દ્વારા અથવા ભક્તિ નાં આધાર થી, યથાશક્તિ, શ્રેષ્ઠ કર્મો નાં દ્વારા જે પણ અલ્પકાળ નાં સાધન અને સામગ્રી અર્થાત્ વૈભવ આજ ની દુનિયામાં પ્રાપ્ત છે - એ સર્વ નું અલ્પકાળ ની પ્રાપ્તિ નું સિંહાસન ડગમગવાનું શરું થઈ ગયું છે. જ્યારે કોઇ નું આધાર રુપ સિંહાસન હલવાનું શરું થાય છે, તો તે સમયે શું યાદ આવે છે? એવાં સમયે સદાકાળ ની પ્રાપ્તિ કરાવવા વાળા તથા સુખ-ચેન આપવા વાળા બાપ અને સાથે-સાથે શિવ શક્તિઓ અને મહાદાની વરદાની દેવીઓની યાદ આવે છે, કારણ કે દેવીઓ અર્થાત્ માતાઓનું હૃદય સ્નેહી અને રહેમદિલ હોવાનાં કારણે વર્તમાન સમયે માતાનાં રુપ માં પૂજન અથવા આહવાન વધારે કરે છે. સિદ્ધિ-સ્વરુપ અર્થાત્ સર્વ કાર્ય સિદ્ધ કરવા વાળી આત્માઓનું આહવાન વર્તમાન સમયમાં વધારે છે.
આજકાલ સર્વ પરિસ્થિતિઓથી પરેશાન નિર્બળ આત્માઓ, મંઝિલ ને શોધવા વાળી આત્માઓ અને સુખ-શાંતિ ની પ્રાપ્તિ માટે તડપતી આત્માઓ પુરુષાર્થ ની વિધિ નથી ઈચ્છતી, પરંતુ વિધિ નાં બદલે સહજ સિદ્ધિ ઈચ્છે છે. સિદ્ધિનાં પછી વિધિ નાં મહત્વ ને જાણી શકશે. આવી આત્માઓ ને આપ વિશ્વ-કલ્યાણકારી આત્મા નું કયું સ્વરુપ જોઈએ? વર્તમાન સમયમાં જોઈએ પ્રેમ સ્વરુપ. લોફુલ (કાયદાવાળું) નહીં, પરંતુ લવફુલ (પ્રેમ સ્વરુપ) પહેલાં લવ (પ્રેમ) આપો પછી લૉ (કાયદો) આપો. તેઓ લવ નાં પછી લૉ ને પણ સ્નેહ નું સાધન અનુભવ કરશે કારણ કે બહાર નાં રુપ થી ચમકવા વાળી દુનિયામાં અથવા વિજ્ઞાન નાં યુગ માં વિજ્ઞાન નાં સાધનો ઘણાં જ છે, પરંતુ જેટલાં ભિન્ન-ભિન્ન પ્રકાર નાં અલ્પકાળ ની પ્રાપ્તિ નાં સાધનો નીકળતાં જાય છે એટલો જ સાચો સ્નેહ તથા રુહાની પ્રેમ, સ્વાર્થ-રહિત પ્રેમ સમાપ્ત થતો જાય છે. આત્માઓ સાથે સ્નેહ સમાપ્ત થઈ, સાધનો સાથે પ્રેમ વધતો જઈ રહ્યો છે. એટલે ઘણાં પ્રકાર ની પ્રાપ્તિ હોવા છતાં પણ સ્નેહ ની અપ્રાપ્તિ નાં કારણે સંતુષ્ટ નથી. દિન-પ્રતિદિન હજું પણ આ અસંતુષ્ટતા વધશે. અનુભવ કરશે કે આ સાધન મંઝિલ (લક્ષ) થી દૂર કરવા વાળા, ભટકાવવા વાળા છે! આ આત્મા ને તડપાવવા વાળા છે. અર્થાત્ જે રીતે કલ્પ પહેલાનું ગાયન છે કે આંધળા નું સંતાન આંધળું, મૃગ તૃષ્ણા સમાન સર્વ પ્રાપ્તિ થી વંચિત જ રહ્યાં. એવો અનુભવ સમય અનુસાર ચારેય તરફ કરશે.
એવાં સમય પર આવી આત્માઓની સર્વ મનોકામનાઓ પૂર્ણ કરવા વાળી તથા મન-ઇચ્છિત પ્રત્યક્ષ ફળ આપવા વાળી કઈ આત્માઓ નિમિત્ત બનશે? જે સ્વયં સિદ્ધ-સ્વરુપ હોય, દિવસ-રાત વિઘ્નો ને ખલાસ કરવાની વિધિ માં ન હોય. સ્વયં બાપદાદા દ્વારા મળેલ પ્રત્યક્ષ ફળ (ભવિષ્ય ફળ નહીં) - અતીન્દ્રિય સુખ અને સર્વ- શક્તિઓનું વરદાન પ્રાપ્ત થયેલી વરદાની-મૂર્ત આત્માઓ હશે. સ્વયં પોકારવા વાળા નહીં હોય કે બાબા આ કરી દો, આ આપી દો! રોયલ રુપ માં માંગવાનો અંશ પણ નહીં હશે. બાબા આ કામ તમારું છે - તમે તો કરશો જ! એમ જ સ્વયં કરવા વાળા ને સ્મૃતિ અપાવીને પોતાનાં સમાન માનવ નહીં બનાવે કારણ કે કહેવાથી કરવા વાળા મનુષ્ય ગણાય છે. કહ્યાં વગર, કરવા વાળા દેવતા ગણાય છે. દેવતાઓનાં પણ રચયિતા ને શું બનાવી દો છો? એવાં માસ્ટર સર્વશક્તિવાન્ સર્વ-અધિકારી આત્માઓ બીજા ને પણ સહજ સિદ્ધિ પ્રાપ્ત કરાવી શકે છે.
પોતાને ચેક (તપાસ) કરો, સાધારણ ચેકિંગ નહીં. ચેકિંગ પણ સમય પ્રમાણે સૂક્ષ્મ રુપ થી થવું જોઈએ. વર્તમાન સમય નાં પ્રમાણે એ ચેક કરો કે દરેક વિષય માં વિધિ-સ્વરુપ કેટલાં છીએ અને સિદ્ધિ-સ્વરુપ કેટલાં છીએ? અર્થાત્ દરેક વિષય માં વિધિ માં કેટલો સમય જાય છે અને કેટલો સમય સિદ્ધિ નો અનુભવ થાય છે? ચારેય વિષય માં મન્સા, વાચા, કર્મણા ત્રણેય રુપ માં કઈ સ્થિતિ સુધી પહોંચ્યા છીએ? એ ચેક કરવાનું છે.
હવે મહારથીઓનાં માટે વિધિ નો સમય નથી પરંતુ સિદ્ધિ-સ્વરુપ નો અનુભવ કરવાનો સમય છે. નહીં તો વર્તમાન સમય ની અનેક પરેશાનીઓ, હજું સુધી વિધિ માં લાગી રહેલી આત્માઓ ને પોતાની શાન થી દૂર પરેશાન નાં પ્રભાવમાં સરળતા થી લાવશે. એટલે જેવું ગાયન છે કે પાંડવો અંત સમય માં ઊંચા પહાડ ઉપર ગળી ગયાં અર્થાત્ સ્વયં દેહ-અભિમાન અથવા દુઃખ ની દુનિયાનાં પ્રભાવ થી દૂર ઊંચી સ્થિતિ માં સ્થિત થઈ ગયાં. ઊંચી સ્થિતિ માં સ્થિત થઈને નીચે રહેવા વાળાની સાક્ષી થઈ રમત જુઓ. આવી સ્થિતિ માં રહેવા વાળા જ સમસ્યા-સ્વરુપ નહીં પરંતુ સમાધાન-સ્વરુપ થઈ જશે, તો વર્તમાન સમયે એવી સ્થિતિ જોઈએ. એવી છે? જરા પણ હલચલ માં તો નથી આવી જતાં? શું થશે, કેવી રીતે થશે, અમારું શું થશે? અચળ સ્વરુપ છો ને? અચળ માં કોઈ હલચલ નહીં. એવી સ્થિતિ વાળા જ વિજયી રત્ન બનશે.
બાપદાદા આજે બાળકો ની આજ્ઞા પર આજ્ઞાકારી નો પાર્ટ ભજવી રહ્યાં છે. કાર્યક્રમ પ્રમાણે નથી આવ્યાં - તો ફોલો ફાધર. કાલે આત્માઓનું આહવાન છે, બાપ નું નહીં! તમે લોકો પણ પોતાનાં વિશ્વ-મહારાજન્ સ્વરુપ માં અથવા વિશ્વનાં માલિકપણા નાં બાળ સ્વરુપ માં સારી રીતે સ્થિત રહેજો. જેનાથી તમારાં પોત-પોતાનાં ભક્તો અલ્પકાળ માટે પણ દર્શન થી પ્રસન્ન તો થઈ જાય. અને પછી બધાં અનુભવ સંભળાવજો કે આખાં દિવસ માં કેટલાં ભક્તો ને બાપ દ્વારા ભક્તિ નું ફળ અપાવ્યું. પોતાનાં ભક્તો ને રાજી તો કરશો ને? એક ની યાદગાર નથી, એક ની સાથે આપ સર્વ પણ છો. તો કાલે આપ સર્વ ની જન્માષ્ટમી મનાવશું. બધાં કૃષ્ણ સમાન દેવતાઈ સ્વરુપ માં તો હશો ને? આપ સર્વે નાં દેવતાઈ સ્વરુપ ની સ્મૃતિ નો દિવસ છે. દુનિયા વાળા મનાવશે અને તમે શું કરશો? તેઓ મનાવશે અને તમે મનાવવા વાળા નાં પ્રતિ મહાદાની અને વરદાની બનશો. અચ્છા
આવી સાગર ને પણ સ્નેહ ની ગાગર માં સમાવવા વાળી, સદા બાપ સમાન સર્વ સિદ્ધિ-સ્વરુપ, દરેક સેકન્ડ સર્વ પ્રતિ વિશ્વ-કલ્યાણકારી, વરદાની, સ્વયં દ્વારા બાપ નો સાક્ષાત્કાર કરાવવા વાળી, સાક્ષાત્ બાપ સ્વરુપ સાક્ષાત્કારી મૂર્ત, સદા નિરાકારી અને સદા સદાચારી શ્રેષ્ઠ આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
જેમ વિદેશ માં લૌકિક જીવન ફાસ્ટ (ઝડપી) હોય છે એમ આત્મા નાં પુરુષાર્થ ની સ્પીડ (ગતિ) પણ ફાસ્ટ છે? સેવાધારી છો ને? સેવા નાં સિવાય બીજું કાંઈ નહીં, ઉઠતાં પણ સેવા, સૂતાં પણ સેવા, સપના પણ જોશો તો સેવાધારી નાં રુપ માં - એવાં સેવાધારી છો? દરેક સેકન્ડ, દરેક શ્વાસ સેવા પ્રતિ, સ્વયં પ્રતિ નહીં. સ્વયં નાં આરામ પ્રતિ નહીં, સ્વયં નાં પુરુષાર્થ સુધી નહીં, સ્વયં ની સાથે બીજાઓનો પુરુષાર્થ એને કહેવામાં આવે છે સેવાધારી. એવાં સેવાધારી નું લેબલ લગાડ્યું છે મસ્તક માં? સેવાધારી નાં મસ્તક પર કઈ નિશાની હશે? આત્મા રુપી મણિ. મસ્તક મણિ છે - તે ચમકતી નજર માં આવે એ છે સેવાધારીનું લેબલ. અચ્છા.
આ અવ્યક્ત વાણી નો સાર
* આ સમયે ભક્ત-ગણ અધિકાંશ વરદાની, મનવાંછિત ફળ આપવા વાળી વિશ્વ-કલ્યાણકારી દાતા નાં રુપ માં આપ સર્વ શ્રેષ્ઠ આત્માઓનું આહવાન કરી રહ્યાં છે. એટલે હવે વિધિ નહીં સિદ્ધિ સ્વરુપ બનો.
* વિજ્ઞાન નાં યુગ માં બહાર ની ચમક દમક વાળા સાધન તો ઘણાં છે, પરંતુ સાચો રુહાની સ્નેહ અથવા સ્વાર્થ-રહિત પ્રેમ સમાપ્ત થતો જઈ રહ્યો છે. એટલે હવે સમય લોફુલ નો નથી, પરંતુ લવફુલ બનવાનો છે.
* સ્વયં દેહ-અભિમાન અથવા દુઃખ ની દુનિયાનાં પ્રભાવ થી દૂર ઊંચી સ્થિતિ માં સ્થિત થઈને નીચે રહેવા વાળા ની સાક્ષી થઈને રમત જુઓ. ત્યારે તમે સમસ્યા-સ્વરુપ નહિં પરંતુ સમાધાન સ્વરુપ બની જશો.