Search for a command to run...
1 Sept 1975
સમીપ અને સમાન, મહીન અને મહાન
1 September 1975 · ગુજરાતી
બધાં સ્વયં ને કર્માતીત અવસ્થા ની નજીક અનુભવ કરતાં જઈ રહ્યાં છો? કર્માતીત અવસ્થા ની સમીપ પહોંચવાની નિશાની જાણો છો? સમીપતા ની નિશાની સમાનતા છે. કઈ વાતમાં? અવાજ માં આવવું અથવા અવાજ થી પરે થઈ જવું, સાકાર સ્વરુપ માં કર્મયોગી બનવું અને સાકાર સ્મૃતિ થી પરે ન્યારા નિરાકારી સ્થિતિ માં સ્થિત થવું, સાંભળવું અને સ્વરુપ થવું, મનન કરવું અને મગ્ન રહેવું, રુહ-રુહાન માં આવવું અને રુહાનિયત માં સ્થિત થઈ જવું, વિચારવું અને કરવું, કર્મેન્દ્રિયો માં આવવું અર્થાત્ કર્મેન્દ્રિયો નો આધાર લેવો અને કર્મેન્દ્રિયો થી પરે થવું, પ્રકૃતિ દ્વારા પ્રાપ્ત થયેલાં સાધનો ને સ્વયં પ્રતિ કાર્ય માં લગાડવા અને પ્રકૃતિ નાં સાધનો થી સમય પ્રમાણે નિરાધાર થવું, જોવું, સંપર્ક માં આવવું અને જોતાં પણ ન જોવું, સંપર્ક માં આવતાં કમળ-પુષ્પ સમાન રહેવું, આ બધી વાતો માં સમાનતા. આને કહેવામાં આવે છે - કર્માતીત અવસ્થા ની સમીપતા.
એવી મહીનતા અને મહાનતા ની સ્ટેજ (સ્થિતિ) અપનાવી છે? હલચલ હતી કે અચળ હતાં? અંતિમ પેપર માં ચારેય તરફ ની હલચલ હશે. એક તરફ વાયુમંડળ તથા વાતાવરણ ની હલચલ. બીજી તરફ વ્યક્તિઓની હલચલ. ત્રીજી તરફ સર્વ સંબંધો માં હલચલ અને ચોથી તરફ આવશ્યક સાધનો ની અપ્રાપ્તિ ની હલચલ. આમ ચારેય તરફ ની હલચલ ની વચ્ચે અચળ રહેવું, એ જ અંતિમ પેપર થવાનું છે. કોઈ પણ આધાર દ્વારા અધિકારીપણા નાં સ્ટેજ પર સ્થિત રહેવું - એવો પુરુષાર્થ અંતિમ પરીક્ષાનાં સમયે સફળતા-મૂર્ત બનવા નહીં દે. વાતાવરણ હોય ત્યારે યાદ ની યાત્રા હોય, પરિસ્થિતિ ન હોય ત્યારે સ્થિતિ હોય, અર્થાત્ પરિસ્થિતિ નાં આધાર પર સ્થિતિ અથવા કોઈ પણ પ્રકાર નાં સાધન હોય ત્યારે સફળતા હોય, આવો પુરુષાર્થ અંતિમ પેપર માં નપાસ કરી દેશે. એટલે સ્વયં ને બાપ સમાન બનાવવા ની તીવ્ર ગતિ કરો.
પોતે પોતાને સમજો છો કે અંતિમ પેપર જલ્દી થઈ જાય તો સૂર્યવંશી પ્રાલબ્ધ પ્રાપ્ત કરી લઈશું. પરીક્ષા માટે એવરરેડી (સદા તૈયાર) છો? કે થવું જ પડશે અથવા થઈ જ જશું? અથવા સમય કરાવી લેશે એવાં અલબેલાપણા નાં સંકલ્પ સમર્થ બનાવી નહીં શકે. સમર્થ સંકલ્પ ની આગળ આ ભિન્ન-ભિન્ન પ્રકાર નાં વ્યર્થ અથવા અલબેલાપણા નાં સંકલ્પ ખતમ થઈ જાય છે. અલબેલાપણું તો નથી ને? ખબરદાર, હોશિયાર છો? એવરરેડી અર્થાત્ હમણાં-હમણાં કોઈ પણ પરિસ્થિતિ અથવા વાતાવરણ માં ઓર્ડર મળે અથવા શ્રીમત મળે કે એક સેકન્ડ માં સર્વ-કર્મેન્દ્રિયો ની અધીનતા થી ન્યારા થઈને કર્મેન્દ્રિય-જીત બનીને એક સમર્થ સંકલ્પ માં સ્થિત થઈ જાઓ, તો શ્રીમત મળતાં જ, મળવી અને સ્થિત થવું સાથે-સાથે થઈ જાય. બાપે કહ્યું અને બાળકો ની સ્થિતી એવી જ એ જ ઘડીએ બની જાય એને કહેવાય છે એવરરેડી. જે પહેલાં વાતો સંભળાવી સમાનતા ની એનાથી જ સમીપતા ની સ્થિતિ બને છે - એવી બધી વાતો માં ક્યાં સુધી સમાન બન્યાં છો? એ ચેકિંગ કરો. એવું તો નથી ડાયરેક્શન (માર્ગદર્શન) ને પ્રેક્ટિકલ (વ્યવહાર) માં લાવવામાં એક સેકન્ડ નાં બદલે એક મિનિટ લાગી જાય. એક સેકન્ડ નાં બદલે એક મિનિટ પણ થઈ તો પહેલાં વર્ગ માં પાસ નહીં થાઓ, ચઢતાં, ઉતરતાં અથવા સ્વયં ને સેટ (સ્થિત) કરતાં પહેલાં-વર્ગ ની સીટ ને ગુમાવી દેશો. એટલે સદા એવરરેડી, ફક્ત એવરરેડી પણ નહીં, સદા એવરરેડી.
વર્તમાન સમય સુધી શું પરિણામ જોવામાં આવે છે, એને જાણો છો? પાંડવ તીવ્ર પુરુષાર્થ ની લાઈન માં છે કે શક્તિઓ? અધિકાંશ મેજોરીટી (અધિકાંશ) તીવ્ર પુરુષાર્થ ની લાઈન માં કોણ છે? બધાં પાંડવ અધિકાંશ શક્તિઓ ને વોટ (મત) આપે છે. પરંતુ પુરુષાર્થ નાં હિસાબે પાંડવ પણ શક્તિ સ્વરુપ છે. સર્વ શક્તિવાન ની બધી શક્તિ છે. બાપદાદા તો પાંડવો ની તરફ લે છે. જો પાંડવો ને આગળ નહીં કરો તો શક્તિઓની આગળ શિકાર કેવી રીતે લાવશે? એટલે પાંડવોએ વિશેષ બ્રહ્મા બાપ નાં હમજીન્સ (સમલિંગ) નાં સંબંધ થી પુરુષાર્થ માં ફોલો ફાધર (બાપ નું અનુકરણ) કરવું જોઈએ. પાંડવ લૌકિક જવાબદારી ઉઠાવવામાં પણ આગળ હોય છે. ફક્ત લૌકિક જવાબદારી નાં બદલે બેહદ વિશ્વ-કલ્યાણ ની જવાબદારી ઉઠાવવાની છે. કમાણી કરવાની લગન જે રીતે હદ ની જાણો છો એ જ રીતે બેહદ ની કમાણી ની લગન માં મગન થઈ જાઓ. કમાણી ની પાછળ સ્વયં નાં સુખ નાં સાધનો નો ત્યાગ કરવાનાં પણ અનુભવી છો તો બેહદ ની કમાણી ની પાછળ દેહ ની સુધ-બુધ ત્યાગ કરવી કે દેહ ની સ્મૃતિ નો ત્યાગ કરવો શું મોટી વાત છે? એટલે પાંડવોએ તીવ્ર પુરુષાર્થ ની લાઈન માં પહેલો નંબર લેવો જોઈએ, સમજ્યાં? પાછળ નહીં રહેતાં! જો શક્તિઓથી પાછળ રહી ગયાં તો બ્રહ્મા બાપ નાં હમજીન્સ અને બાપ ની લાજ ન રાખી - તો શું આ શોભે છે? એટલે આ વર્ષ માં - બીજા વર્ષ ની રાહ નહીં જોતાં - આ જ વર્ષ માં પહેલો નંબર લેવાનો છે.
શક્તિઓ વિચારતી હશે કે અમે બીજો નંબર થઈ જશું શું? શક્તિઓનાં વગર તો શિવ બાપ ની પણ કોઈ ચાલ નથી ચાલી શકતી. ચાલી શકે છે? શક્તિઓએ આમાં પણ ત્યાગ કરવો જોઈએ, શક્તિઓ નો ત્યાગ પૂજવામાં આવે છે. જે ત્યાગ કરે છે એનું ભાગ્ય સ્વતઃ બને છે. એટલે બંનેય ભાઈ-ભાઈ નાં રુપ માં તીવ્ર પુરુષાર્થ કરો. સમાચાર નાં આધાર પર પુરુષાર્થ નહીં કરતાં. તમારા પુરુષાર્થ થી જ વિનાશ નાં સમાચાર ચારેય તરફ ફેલાશે. પહેલાં પુરુષાર્થ, પછી સમાચાર, નહીં કે પહેલાં સમાચાર અને પછી પુરુષાર્થ. અચ્છા.