Search for a command to run...
30 January 1975 · ગુજરાતી
સર્વ આ સમયે જે એક જ લગન, એક જ સંકલ્પ માં બેઠેલાં છો, તે એક જ સંકલ્પ અને લગન કઈ છે? બાપ નું આહવાન કરવું કે બાપ-બાળકો નાં મિલન નો મેળો મનાવવો? જ્યારે સર્વ શક્તિવાન્ બાપ નું આહવાન સ્નેહ અને દૃઢ સંકલ્પ થી કરી શકો છો તો શું સ્વયં માં જે પણ શક્તિ ની કમી કે કમજોરી અનુભવ કરો છો, એ શક્તિ નું પોતાનામાં આહવાન નથી કરી શકતાં? જ્યારે બાપ ને અવ્યક્ત થી વ્યક્ત બનાવી શકો છો, માત્ર યાદ થી, સ્નેહ નાં બળ થી, અધિકાર પ્રાપ્ત થવાનાં બળ થી અને સમીપ સંબંધ નાં બળ થી તો એ જ રીતે દરેક શક્તિ ને અથવા સ્વયં ને પણ વ્યક્ત થી અવ્યક્ત નથી બનાવી શકતાં? જ્યારે બાપ ને અવ્યક્ત થી વ્યક્ત માં લાવવા સહજ છે તો સ્વયં ને અવ્યક્ત બનાવવા મુશ્કેલ કેમ?
જૂના જમાના ની વાર્તાઓ પ્રસિદ્ધ છે કે તાળી વગાડવાથી વસ્તુ અને વ્યક્તિ હાજર થઈ જતાં હતાં અથવા પરીઓ પ્રત્યક્ષ થઈ જતી હતી. આ પરીઓની વાર્તા પ્રસિદ્ધ છે. આ વાર્તાઓ કોનાં વિશે છે? જ્ઞાન-પરીઓ અથવા ત્રણેય લોકો માં ઉડવા વાળી પરીઓ કઈ છે? પોતાને સમજો છો ને? જ્ઞાન અને યાદ ની બંને પાંખો લાગેલી છે ને? તમે જ્ઞાન અને યાદ નાં બળ થી એક સેકન્ડ માં, અર્થાત્ - આ પાંખો નાં આધાર થી સાકાર લોક થી નિરાકાર લોક સુધી પહોંચી જાઓ છો ને? એવી ફરિશ્તા-સમાન પરીઓ ને એક સેકન્ડ માં જે શક્તિ ની આવશ્યકતા હોય, સંકલ્પ કર્યો અથવા આહવાન કર્યુ અને એ શક્તિ સ્વરુપ માં આવી જાય - એવી તાળી વગાડતા આવડે છે? એવી પરીઓ બન્યાં છો જેમનું દરેક કલ્પ ગાયન થતું આવ્યું છે.
વર્તમાન સમય નો પુરુષાર્થ એક સેકન્ડ ની ગતિ નો હોવો જોઈએ. ત્યારે કહેશે કે સમય અને સ્વયં, બંને ની ગતિ સમાન છે. આને જ ફાસ્ટ (ઝડપી) અથવા ફર્સ્ટ (પહેલી) સ્ટેજ કહેવાય છે. સંગમયુગ પર સર્વ શક્તિઓ આમ પોતાનાં અધિકાર માં જોઈએ. સ્વયં માં શસ્ત્ર-સમાન શક્તિઓ હોય, જે જ્યારે ઇચ્છો કર્તવ્ય માં લાવી શકો. સમજ્યાં? અચ્છા.
આ અવ્યક્ત વાણીનો સાર
* સંગમયુગ પર સર્વ શક્તિઓ એવી પોતાનાં અધિકાર માં જોઈએ જેમ કે જૂના જમાના ની વાર્તાઓમાં પ્રસિદ્ધ છે કે તાળી વગાડવાથી વસ્તુ અથવા વ્યક્તિ હાજર થઇ જતાં હતાં અથવા પરીઓ પ્રત્યક્ષ થઈ જતી હતી. જ્યારે સર્વ શક્તિમાન્ નું આહવાન સ્નેહ અને દૃઢ સંકલ્પ થી કરી શકો છો તો ઇચ્છિત શક્તિનું આહવાન કરવાનું પણ મુશ્કેલ નથી.
* હવે સમય અને સ્વયં બંને ની ઝડપ ને એક-સમાન કરો. એનો ભાવાર્થ એ છે કે સર્વ શક્તિઓ ને પોતાનાં અધિકાર માં એવી રીતે કરો કે જ્યારે ઈચ્છો ત્યારે એનો પ્રયોગ કરી શકો.