Search for a command to run...
1 Feb 1975
ઈશ્વરનાં સાથ નો અને લગન ની અગ્નિ નો અનુભવ
1 February 1975 · ગુજરાતી
જે સમીપ હોય છે, તે જ સમાન બને છે. જેમ સાકાર રુપ માં સમીપ છો, એમ જ લગન લગાડવામાં પણ બાપદાદા નાં તખ્ત-નિવાસી છો? જે રીતે તન થી સમીપ છો, તે જ રીતે મન થી પણ સમીપ છો? જેમ વિદેશ માં રહેવાવાળા તન થી દૂર હોવા છતાં પણ, મન થી સદૈવ સમીપ છે, બાપદાદા નાં સદૈવ સાથી જ છે અર્થાત્ દરેક સમયે સાથી બનીને સાથ નો અનુભવ કરે છે, તેમજ સદૈવ સાક્ષી બનવાનો અથવા સાથ નિભાવવાનો અનુભવ કરો છો? જે રીતે બંધનમાં રહેવાવાળી ગોપિકાઓ દરેક શ્વાસ, દરેક સંકલ્પ, બાબા-બાબા ની ધૂન માં જ ખોવાયેલી રહે છે, જેમ બહારવાળા ને મળવાની તડપ રહે છે એમ જ દરેક સમયે યાદ ની તડપ માં રહો છો કે સાધારણ સ્મૃતિ માં રહો છો? અમે તો છીએ જ બાબા નાં, અમે તો છીએ જ સમીપ, અમે તો છીએ જ સમર્પણ અને અમારા તો એક બાબા જ છે - ફક્ત આ સંકલ્પો થી તો સંતુષ્ટ નથી થઈ ગયાં ને?
પોતાની લગન માં અગ્નિ ની અનુભવ થાય છે? જે લગન ની અગ્નિ માં સ્વયં નાં ભૂતકાળનાં સંસ્કાર અને સ્વભાવ અને અન્ય આત્માઓનાં દુઃખદાયી સંસ્કાર અથવા સ્વભાવ ને ભસ્મ કરી શકો? જ્ઞાન દ્વારા અથવા સ્નેહ અને સંપર્ક દ્વારા સંસ્કાર પરિવર્તિત કરો તો છો, પરંતુ એમાં સમય લાગે છે. ખતમ થયેલાં સંસ્કાર ફરી પાછાં પણ ક્યારેક પ્રત્યક્ષ થઈ જાય છે, પરંતુ હવે સમય લગન ની અગ્નિ માં ભસ્મ કરવાનો છે, જે પછી એ સંસ્કાર નું નામનિશાન પણ ન રહે.
આ મુક્તિ ની યુક્તિ કઈ છે? અર્થાત્ આ લગન ની અગ્નિ ને ઉત્પન્ન કરવાની યુક્તિ અથવા તીલી (કાંડી) કઈ છે? તીલી થી આગ સળગાઓ છો ને? તો આ અગ્નિ ને પ્રજ્વલિત કરવાની કઈ તીલી છે? એક શબ્દ કયો છે? દૃઢ સંકલ્પ. અર્થાત્ મરી જઈશું અને ખતમ થઈ જઈશું પરંતુ કરવું જ છે. કરવું તો જોઈએ, થવું તો જોઈએ, કરી જ રહ્યાં છીએ, થઈ જ જશે, ધ્યાન તો રહે છે, અને અનુભવ પણ કરીએ છીએ - એવું વિચારવું એક પ્રકાર થી આ બુઝાયેલી તીલી છે. વારંવાર મહેનત પણ કરો છો, સમય પણ લગાડો છો પરંતુ અગ્નિ પ્રજ્વલિત નથી થતી. કારણ એ છે કે સંકલ્પ રુપી બીજ અને દૃઢતા રુપી સાર સંપન્ન નથી, અર્થાત્ ખાલી છે. એ કારણે જે ફળ ની આશા રાખો છો અથવા ભવિષ્ય વિચારો છો, તે પૂર્ણ નથી થઈ શકતું અને ચાલતાં-ચાલતાં મહેનત વધારે, પ્રાપ્તિ ઓછી જુઓ છો તો દિલ-શિકસ્ત (હતાશ) અને અલબેલા થઈ જાઓ છો. ત્યારે કહો છો કે કરીએ તો છીએ પરંતુ મળતું નથી, તો શું કરીએ, અમારો પાર્ટ જ એવો છે. આ દિલ-શિકસ્ત અથવા અલબેલાપણા નાં અને ફળ ન આપવાવાળા સંકલ્પ છે.
આપ અન્ય આત્માઓ ને સંગમયુગ ની વિશેષતા કઈ બતાવો છો? સર્વ ને કહો છો કે સંગમયુગ છે - અસંભવ થી સંભવ થવાનો. જે વાત આખી દુનિયા અસંભવ સમજે છે, તે સંભવ કરવાનો યુગ આ જ છે. તો સ્વયં ને પણ જે મુશ્કેલ અને અસંભવ અનુભવ થાય છે, એને એક સેકન્ડ માં સંભવ કરવું - આ છે દૃઢ સંકલ્પ. સહજ ને અથવા સંભવ ને પ્રયોગ માં લાવવું કોઈ મોટી વાત નથી. પરંતુ અસંભવ ને સંભવ કરવું અને દૃઢ સંકલ્પ થી કરવું - આ છે પાસ વિથ ઓનર (સમ્માન પૂર્વક સફળતા) ની નિશાની. હવે આ નવીનતા કરીને દેખાડો. ત્યારે આ નવીનતા ઉપર માર્ક્સ આપશે. જે રીતે વિદ્યાર્થી દરેક વર્ષ નું કુલ પરિણામ જુએ છે કે દરેક વિષય માં કેટલી ટકાવારી રહી? એ જ રીતે પોતાનું પરિણામ જોવાનું છે કે કઈ વાત માં ચઢતી કળા થઈ, કયાં પુરુષાર્થ નાં આધાર થી ચઢતી કળા થઈ, તથા કયાં વિષય માં કમી રહી, તે પૂરો હિસાબ કાઢો. મુબારક પણ બાપદાદા સદૈવ આપે છે કારણ કે સૃષ્ટિ નો મોટો દિવસ તો આ જ છે ને. પ્રકૃતિ દાસી હોય છે, પરંતુ દાસી નાં ક્યારેય દાસ ન બનતાં અને દાસ બનવાની નિશાની હશે ઉદાસી. કોઈ ને કોઈ સંસ્કાર તથા સ્વભાવ નાં દાસ બનો છો, ત્યારે ઉદાસ થાઓ છો. અચ્છા. ઓમ શાંતિ.
આ અવ્યક્ત વાણી નો સાર
* જેમ આપ સર્વ ને કહો છો કે સંગમયુગ છે - અસંભવ થી સંભવ થવાનો. જે વાત આખી દુનિયા અસંભવ સમજે છે, તે સંભવ કરવાનો યુગ આ જ છે. તો સ્વયં ને પણ જે મુશ્કેલ અને અસંભવ અનુભવ થાય છે, એને એક સેકન્ડ માં સંભવ કરવાનું છે. અસંભવ ને સંભવ કરવું અને દૃઢ સંકલ્પ થી કરવું - એ જ છે પાસ વિથ ઓનર ની નિશાની.
* હવે સમય છે જૂના સંસ્કારો ને લગન ની અગ્નિ માં ભસ્મ કરવાનો જે પછી આ સંસ્કાર નાં નામનિશાન પણ ન રહે.
* જે રીતે વિદ્યાર્થી દરેક વર્ષ નું કુલ પરિણામ જુએ છે કે દરેક વિષય માં કેટલી ટકાવારી રહી, તે જ રીતે પોતાનું પરિણામ જોવાનું છે કે કઈ વાત માં ચઢતી કળા થઈ, કયાં પુરુષાર્થ નાં આધાર થી ચઢતી કળા થઈ તથા કયાં વિષય માં કમી રહી, એનો પૂરો હિસાબ કાઢો.