Search for a command to run...
28 Jan 1976
રુહાની તારાઓની મહેફિલ
28 January 1976 · ગુજરાતી
આજે બાપ-દાદા તારાઓની રુહાની મહેફિલ ને જોઈ રહ્યાં છે. મહેફિલ માં વિશેષ ત્રણ પ્રકાર નાં તારા છે. દરેક તારો પોતે પોતાને જાણે છે કે હું કયો તારો છું? એક છે સફળતા નાં તારા, બીજા છે લક્કી (ભાગ્યશાળી) તારા અને ત્રીજા છે ઉમ્મેદવાર તારા. હવે દરેક પોતાને પૂછે કે હું કોણ છું? આખાં દિવસની દિનચર્યા માં સંકલ્પ, શ્વાસ, સમય, બોલ, કર્મ અને સંબંધ તથા સંપર્ક માં સફળતામૂર્ત અર્થાત્ સફળતા નાં તારા સ્વયં ને અનુભવ કરો છો? જેમ બાપ દ્વારા સુખ શાંતિ, જ્ઞાન-રત્નો ની સંપત્તિ જન્મ-સિદ્ધ અધિકાર નાં રુપ માં પ્રાપ્ત થઈ છે, એમ દરેક વાત માં અને દરેક સમયે સફળતા પણ જન્મ-સિદ્ધ અધિકાર નાં રુપ માં અનુભવ થાય છે અર્થાત્ સહજ પ્રાપ્તિ અનુભવ થાય છે? અથવા મહેનત કર્યા પછી? મહેનત વધારે અને સફળતા ઓછી અનુભવ થાય છે? જેટલું વિચારો છો, કરો છો, એટલું સંકલ્પ અને કર્મ નું પ્રત્યક્ષ ફળ પ્રાપ્ત થાય છે? કે થઈ જ જશે, હમણાં નહીં ક્યારે તો થશે - આવાં ભવિષ્ય-ફળ ની આશા પર ચાલો છો? સંકલ્પની ઉત્પત્તિ ની સાથે સફળતા થયેલી જ છે, આ નિશ્ચય નો સંકલ્પ સાથે-સાથે હોય છે? દરેક કદમ માં જેમ પદમ નું ગાયન છે, એમ દરેક કદમ માં સફળતા સમાયેલી છે. સંકલ્પ તથા કર્મ નાં બીજ માં સફળતા રુપી વૃક્ષ સમાયેલું છે. એવો અનુભવ થાય જેમ સફળતા પડછાયા નાં સમાન કર્મની પાછળ-પાછળ જ છે. એને કહેવાય છે ‘સફળતા નાં તારા’.
બીજા છે લક્કી (ભાગ્યશાળી). લક્કી તારાઓમાં પણ નંબર છે. લક્કી તારાઓની વિશેષતા એ છે કે તેઓ જે પણ સંકલ્પ કે કર્મ કરશે, એમાં નિમિત્ત-માત્ર મહેનત હશે, પરંતુ ફળ ની પ્રાપ્તિ મહેનત નાં હિસાબ થી વધારે હશે. લક્કી તારા પોતાનાં લક્ક ને જાણતાં દરેક સમયે બાપ-દાદા નો લાખ-લાખ આભાર માનશે કે મારા લક્ક (ભાગ્ય) નું લોક (તાળું) ખોલી દીધું. લક્કી તારા ની વાણી માં મહાન બનાવવા વાળા બાપની મહિમા દિલ થી સ્વતઃ જ નીકળતી રહેશે અને એમનાં રુપ માં ખુશી ની ઝલક વિશેષ દેખાશે. એમની વિશેષ યોજના - સદા બાપનું નામ રોશન કરી, રિટર્ન કરવાની અર્થાત્ બાપનું દરેક કાર્ય પોતાનાં જીવન દ્વારા પ્રત્યક્ષ કરવાનું હશે. સદા બાપનાં સ્નેહી રહેવા વાળા અને બાપ નાં સ્નેહી બનાવવા વાળા હશે. સદૈવ એ જ સુવિચાર સ્મૃતિ અને વાણી માં હશે કે વાહ બાબા અને વાહ તકદીર! એવા પોતાને લક્કી તારા સમજો છો?
ત્રીજા છે ઉમ્મીદવાર તારાઓ. એમની વિશેષતા શું હશે? કેટલાક ઉમ્મીદવાર તારાઓ માંથી સફળતામૂર્ત્ત પણ બની જાય છે. ઉમ્મીદવાર તારા સદૈવ બાપ નો અથવા શ્રેષ્ઠ આત્માઓ નો સાથ લઈને ચાલે છે. દરેક કદમ પર સહારા નાં આધાર પર ચાલે છે. દરેક સંકલ્પ અને કર્મ માં ‘થશે કે નહીં થશે,’ ‘શ્રેષ્ઠ છે કે સાધારણ’ છે, ‘કરીએ કે ન કરીએ’ - જજમેન્ટ (નિર્ણય) શક્તિ નહીં હશે અર્થાત્ સ્વયં જસ્ટિસ નથી બની શકતાં. જજમેન્ટ કરાવવા માટે વારંવાર કોઈ જજ (ન્યાયાધીશ) ની આવશ્યકતા હશે. શ્રેષ્ઠ સંકલ્પ વાળા હશે પરંતુ દૃઢ સંકલ્પ વાળા નહીં હશે. દરેક પરિસ્થિતિ માં કે સેવા નાં કાર્ય માં ઉમંગ-ઉલ્લાસ હશે પરંતુ હિંમત ઓછી હશે. તેમનાં માટે હિંમત અપાવવા વાળા સાથી જોઈએ. યોજનાઓ ખૂબ જ સારી હશે, સંકલ્પ સમર્થ પણ હશે પરંતુ સ્વરુપ માં પૂરું નહી લાવી શકે. અડધું કે પોણું થોડું વાણી દ્વારા, થોડું કર્મ દ્વારા સંપન્ન કરી શકશે. પરંતુ એમની એક વિશેષતા હશે. દરેક સમયે સહારો લેવાનાં કારણે બાબાની યાદ રહેશે. એમનાં મુખ થી નશા થી અને નિશ્ચય થી એ બોલ નીકળશે - કે અમારા બાબા અમારી સાથે છે. છેવટે એ દિવસ આવશે જ્યારે સંકલ્પ ને કર્મ માં લાવીને જ દેખાડશે. એવી આશ દરેક સમયે રહે છે. દિલ-શિકસ્ત નથી બનતાં. સંબંધ અને સંપર્ક માં પણ સર્વ નો સત્કાર કરવાનાં કારણે સ્નેહી હોય છે. તેમનાં ચહેરા પર પરિવારની સાથે સ્નેહની ઝલક દેખાઈ આવે છે. આવાં ઉમ્મીદવાર તારા માયાનાં એક વિશેષ વાર થી બચીને રહે છે. એ કયો? તેઓ દેહ-અભિમાન માં ક્યારેય નથી આવતાં. દેહ-અભિમાન અર્થાત્ હોશિયારી નું અભિમાન અને બુદ્ધિ નું અભિમાન. તેઓ એનાથી સુરક્ષિત રહે છે. એવું નથી કે એમની બુદ્ધિ માં કાંઈ ચાલતું નથી. યોજનાઓ ચાલે છે, સંકલ્પ પણ આવે છે પરંતુ દૃઢ સંકલ્પ ન હોવાનાં કારણે સાથ લેવો પડે છે. હવે સમજ્યાં - ત્રણ પ્રકારનાં તારાઓ કયાં છે? ઉમ્મીદવાર તારાઓમાં બાપ ને પણ ઉમ્મીદ છે, ક્યારેય પણ હાઈ જમ્પ (ઊંચી છલાંગ) આપી શકે છે. ક્યારેય પણ ના-ઉમ્મીદ વાળા સર્વની ઉમ્મીદ પોતાનામાં રખાવવાના નિમિત્ત બની જાય છે. પરંતુ આ ઉમ્મીદવાર છે. ઉમ્મીદવાર માં ઉમ્મીદ રાખવી. એ ડ્રામા માં કોઈ-કોઈ નો વન્ડરફુલ (અદભૂત) પાર્ટ પણ બનેલો છે. અચ્છા!
સદા સ્વયં ને સફળતા નાં તારા બનાવવાનું લક્ષ અને લક્ષણ દેખાડવા વાળા, સર્વ શક્તિઓનાં અધિકારી, બાપ ની સર્વ પ્રાપ્તિઓનાં અધિકારી, બ્રહ્માંડ અને વિશ્વનાં અધિકારી, પ્રકૃતિ અને માયા પર વિજય પ્રાપ્ત કરવા વાળા, વિજયી તારાઓને બાપ-દાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે!