Search for a command to run...
27 Jan 1976
ત્રણ શ્રેષ્ઠ ઈશ્વરીય વરદાન
27 January 1976 · ગુજરાતી
આજે અતિ જૂનાં સો નવાં બાળકો પોતાનાં નિજી (મૂળ) સ્થાન અથવા પોતાનાં સાકાર સ્વીટ હોમ (ઘર), મધુબન સ્વર્ગાશ્રમ માં મિલનનો જન્મ-સિદ્ધ અધિકાર પ્રાપ્ત કરી હર્ષિત થઈ રહ્યાં છે. આવી હર્ષિત આત્માઓને જોઈ બાપ-દાદા પણ દરેક આત્માની પ્રાપ્તિ તથા તકદીર ને જોઈ હર્ષિત થઈ રહ્યાં છે. જેમ બાળકોને બાપ દ્વારા વારસો પ્રાપ્ત થતાં હર્ષ થાય છે અર્થાત્ ખુશી થાય છે, એમ જ બાપ-દાદા ને પણ ‘લાસ્ટ સો ફાસ્ટ’ પુરુષાર્થીઓ ને તીવ્ર પુરુષાર્થ ની લગન માં મગન જોઈ હર્ષ થાય છે. ફાસ્ટ પુરુષાર્થ કરવા વાળા ની સૂરત (ચહેરો) અને સિરત (ચરિત્ર) બાપ-સમાન સદા રુહાની નજર આવે છે. સિવાય રુહાનિયત નાં અન્ય કોઈ પણ સંકલ્પ અથવા સ્મૃતિ નથી રહેતી, અર્થાત્ બાપ દ્વારા પ્રાપ્ત થયેલી સર્વ શક્તિઓ સ્વરુપ માં દેખાય છે. એમની દરેક નજર માં દરેક આત્મા ને ‘નજર થી નિહાલ’ કરવાની રુહાનિયત દેખાશે.
એવી શ્રેષ્ઠ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે સદૈવ બે વાત યાદ રાખો. એક - સ્વયં ને અકાળમૂર્ત સમજો, બીજું - સ્વયંને સદા ‘ત્રિકાળદર્શી-મૂર્ત’ સમજો. નિરાકારી સ્થિતિમાં - અકાળતખ્ત-નશીન, અકાળમૂર્ત છે; સાકાર કર્મયોગી ની સ્થિતિમાં - ત્રિકાળદર્શી મૂર્ત ત્રિમૂર્તિ બાપ નાં તખ્ત-નશીન. દરેક સંકલ્પ ને સ્વરુપ માં લાવતાં પહેલાં આ બંને વાતો ચેક કરો. નિરાકારી અને સાકારી બંને સ્વરુપ માં છે? આ સ્મૃતિ થી સ્વતઃ જ સમર્થી-સ્વરુપ બની જશો અર્થાત હેલ્થ (સ્વસ્થ), વેલ્થ (સંપત્તિ) અને હેપીનેસ (ખુશી) નો અનુભવ દરેક સમયે થશે. ભલે શરીરનો કર્મભોગ સૂળી થી કેટલો પણ મોટાં રુપ માં હોય પરંતુ સદા પોતા ને સાક્ષી સમજવાથી કર્મ ભોગ નાં વશ નહીં થાઓ. દરેક કર્મ ભોગ સૂળી થી કાંટા-સમાન અનુભવ થશે. ભવિષ્ય જન્મ-જન્માંતર કર્મભોગ થી મુક્ત થવાની ખુશી આ કર્મ ભોગને ચુક્તું કરવા માટે ઔષધિ નું રુપ બની જાય છે. ખુશી દવાનો ખોરાક બની જાય છે.
હવે પોતાને ચેક કરો કે હું સદૈવ હેલ્દી (તંદુરસ્ત) રહું છું? મેં ઍવર હેલ્દી નું વરદાન પ્રાપ્ત કર્યું છે? વરદાતા બાપ દ્વારા ત્રણેય વરદાન - એવર હેલ્દી, વેલ્દી અને હેપીનેસ ને પ્રાપ્ત કર્યા છે? સદાકાળ નો વારસો પ્રાપ્ત કર્યો છે કે અલ્પકાળ નો? કોઈ પણ માયાવી બીમારી નાં વશ થઈને પોતાનો સદાકાળ નો એવર હેલ્દી નો વારસો ગુમાવી તો નથી દેતાં? બાપ દ્વારા એવર વેલ્દી અર્થાત્ સર્વ શક્તિઓનાં ખજાના થી સંપન્ન વરદાન ને પ્રાપ્ત કર્યું છે? સર્વ ખજાના નાં માલિક અનુભવ કરો છો? અર્થાત્ અપ્રાપ્ત કોઈપણ વસ્તુ નથી દેવતાઓનાં ખજાનામાં - એ ગાયન તો છે; પરંતુ દેવતાઓ થી પણ શ્રેષ્ઠ બ્રાહ્મણો નું ગાયન છે - અપ્રાપ્ત કોઈ શક્તિ નથી બ્રાહ્મણોનાં ખજાના માં. એવાં એવર વેલ્દી અનુભવ કરો છો?
એવર વેલ્દી ની સાથે-સાથે પોતાને એવર હેપ્પી અર્થાત્ સદા હર્ષિત પણ અનુભવ કરો છો? જો કોઈ પણ પ્રકૃતિ અથવા માયાનું આકર્ષણ નથી, તો સદા હર્ષિત હશો. એવાં સદા હર્ષિત નો સદૈવ એક જ સંકલ્પ સ્મૃતિ માં રહે છે કે પામવાનું હતું એ પામી લીધું, પામવા માટે હવે કાંઈ નથી રહ્યું. આવાં સંકલ્પ માં સ્થિત રહેવા વાળા ની અર્થાત્ એવર હેપ્પી રહેવા વાળા ની નિશાની શું હશે? સદા હર્ષિત રહેવા વાળા, મન,વાણી અને કર્મ થી સર્વ આત્માઓ ને સદા ખુશી નું દાન આપતા રહેશે. કોઈ પણ આત્માનાં પ્રતિ બાપ-સમાન દુ:ખ-હર્તા, સુખ-કર્તા, સદા બેગમપુર નાં બાદશાહ અનુભવ કરશે. બાદશાહ અર્થાત્ દાતા. આવી હર્ષિતમુખ રહેવાવાળી આત્માનાં દરેક સંકલ્પ નાં પ્રકંપન દ્વારા, એક સેકન્ડ ની રુહાની નજર દ્વારા, એક સેકન્ડ નાં સંપર્ક દ્વારા, મુખ નાં એક બોલ દ્વારા દુઃખી અથવા નિરાશામાં રહેવા વાળી આત્મા પોતાને સુખી તથા ખુશી નો અનુભવ કરશે. એનું કર્તવ્ય હશે - સુખ આપવું અને સુખ લેવું. જેમ પ્રજા પોતાનાં યોગ્ય રાજા ને જોઈ ખુશ થઈ જાય છે, એમ એવર હેલ્દી, વેલ્ડી અને હેપ્પી આત્માને જોઈ કેવી પણ દુઃખી આત્મા સુખ નો અનુભવ કરશે. અપ્રાપ્ત આત્મા દાતા ને જોઈ પ્રાપ્તિની ખુશીમાં ઝૂમવા લાગશે. એવાં પોતાને અનુભવ કરો છો? આપવા વાળા દાતા નાં બાળકો, બાપ-સમાન દાતા છો કે ભક્તનાં સમાન લેવા વાળા છો કે લેવું અને આપવું સાથે-સાથે ચાલે છે? લેવાનું છે જ આપવા માટે, ખજાનો છે વહેંચવા માટે અને વિશ્વ- કલ્યાણ માટે. દરેક સેકન્ડ લેવાની સાથે-સાથે આપવા વાળા દાતા પણ બનો, ત્યારે જ વિશ્વ-કલ્યાણકારી કહેવાશો. પોતાનો લેવાનો અને આપવાનો પોતામેલ ચેક કરો - જેટલું લેવાનું છે, એટલું લે છે અને લેવાની સાથે-સાથે જેટલું આપવાનું છે એટલું જ આપે છે? લેવું અને આપવું સાથે-સાથે અને સમાન છે? એવાં વિશ્વ-કલ્યાણી જ વિશ્વ-મહારાજા બની શકે છે. સમજ્યાં?
એવાં મહાદાની, સર્વ પ્રાપ્તિઓ દ્વારા સર્વ આત્માઓને સંપન્ન બનાવવા વાળા, ભિખારી ને અધિકારી બનાવવા વાળા, નિર્બળ આત્માઓને શક્તિશાળી બનાવવા વાળા, એવર હેલ્દી, વેલ્ધી અને હેપ્પી આત્માઓને તથા સર્વશ્રેષ્ઠ આત્માઓને બાપ-દાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે!