Search for a command to run...
8 May 1969 · ગુજરાતી
આજે બાપ ખાસ એક વિશેષ કાર્ય માટે આવ્યાં છે. અહીંયા જે પણ બધાં બેઠા છે તે બધાં પોતાને નિશ્ચય બુદ્ધિ સમજે છે? નંબરવાર છે. ભલે નંબરવાર છે પરંતુ નિશ્ચય બુદ્ધિ છે? નિશ્ચય બુદ્ધિ નું ટાઈટલ (ખિતાબ) આપી શકાય છે. નિશ્ચય માં નંબર હોય છે કે પુરુષાર્થ માં નંબર હોય છે? નિશ્ચયમાં ક્યારેય પણ પર્સન્ટેજ (ટકાવારી) નથી હોતી, ન નિશ્ચયમાં નંબરવાર હોય છે. પુરુષાર્થ ની સ્ટેજ (સ્થિતિ) માં નંબર હોઈ શકે છે. નિશ્ચયબુદ્ધિ માં નંબર નથી હોતાં. કાં તો છે નિશ્ચય અથવા સંશય. નિશ્ચય માં જો જરાક પણ સંશય છે, ભલે મંસા માં, ભલે વાચા માં અથવા કર્મણા માં, પરંતુ મંસા નો એક પણ સંકલ્પ સંશય નો છે તો સંશયબુદ્ધિ કહેવાશો. એવાં નિશ્ચયબુદ્ધિ બધાં છે? નિશ્ચયબુદ્ધિની મુખ્ય પરખ કઈ છે? પારખવાની કોઈ મુખ્ય વાત છે? તમારી સામે કોઈ નવું આવે તેમની હિસ્ટ્રી (ભૂતકાળ) વગેરે તમે સાંભળી નથી, તેમને કેવી રીતે ઓળખી શકશો? (વાઈબ્રેશન (પ્રકંપન) આવશે). કયું વાઈબ્રેશન આવશે જેનાથી પરખ થશે? હમણાં આ પ્રેક્ટિસ (અભ્યાસ) કરવાની છે. કારણ કે વર્તમાન સમયે ઘણી પ્રજા વધતી રહેશે. તો પ્રજા અને નજીક વાળાઓને પરખવા માટે ખુબ પ્રેક્ટીસ જોઈએ. પરખવાની મુખ્ય વાત આ છે કે તેમનાં નયનો થી એવું મહેસૂસ થશે જેમ કોઇ નિશાના તરફ કોઈનું ખાસ અટેન્શન (ધ્યાન) હોય છે તો તેમનાં નયન કેવાં હોય છે. તીર લગાવવા વાળા કે નિશાનો લગાવવા વાળા જે મીલેટરી નાં હોય છે, તે પૂરો નિશાનો રાખે છે. તેમનાં નયન, તેમની વૃત્તિ તે સમયે એક જ તરફ હશે. તો જે એવી રીતે નિશ્ચયબુદ્ધિ પાક્કાં હશે તેમનાં ચહેરા થી એવું લાગશે જેમ કે કોઈ નિશાનબાજ છે. આપ સર્વ ને મુખ્ય શિક્ષા મળે છે એક નિશાન ને જુઓ અર્થાત્ બિંદી ને જુઓ. તો બિંદી ને જોવું પણ નિશાન ને જોવું છે. તો નિશ્ચયબુદ્ધિ ની નિશાની શું હશે? પુરો નિશાનો હશે. નિશાન જરાક પણ હલી જાય છે તો પછી હાર થઈ જાય છે. નિશ્ચયબુદ્ધિ નાં નયનો થી એવું લાગશે જેમ જોતા હોવા છતાં પણ કંઈક બીજું જુએ છે. તેમનાં બોલ પણ તે જ નીકળશે. આ છે નિશ્ચયબુદ્ધિ ની નિશાની. નિશાન-બાજ ની સ્થિતિ નશા વાળી હોય છે તો નિશ્ચયબુદ્ધિ ની પરખ છે નિશાનો અને તેમની સ્થિતિ નશા વાળી હશે. આ પ્રેક્ટિસ હમણાં કરો. પછી જજ (નિર્ણય) કરો આપણી પરખ ઠીક છે કે નહીં. પછી પ્રેક્ટિસ કરતાં-કરતાં પરખ યથાર્થ થઇ જશે. દૃષ્ટિ માં સૃષ્ટિ કહેવાય છે ને. તો તમે તેમની દૃષ્ટિ થી પૂરી સૃષ્ટિને જાણી શકો છો.
મંસા-વાચા-કર્મણા ત્રણેય ને ઠીક કરવા માટે ફક્ત ત્રણ અક્ષર યાદ રહે. તે ત્રણ અક્ષર કયા છે? આ ત્રણ અક્ષર રોજ મુરલી માં પણ આવે છે. મંસા નાં માટે છે નિરાકારી. વાચા નાં માટે છે નિરંહકારી. કર્મણા નાં માટે છે નિર્વિકારી. દેવતાઓનાં વાચા અને કર્મણા નાં પ્રમાણ જ આ છે ને. તો નિરાકારી, નિરંહકારી અને નિર્વિકારી આ ત્રણેય વાતો જો યાદ રાખો તો મંસા-વાચા-કર્મણા ત્રણેય ખુબ સારા રહેશે. જેટલાં નિરાકારી સ્થિતિમાં રહેશો એટલાં જ નિરંહકારી અને નિર્વિકારી પણ રહેશો. વિકારની કોઈ દુર્ગંધ નહીં રહે. આ છે મુખ્ય પુરુષાર્થ. આ ત્રણેય વાતો યાદ રાખવાથી શું બની જશો? ત્રિકાળદર્શી પણ બની જશો અને ભવિષ્ય માં પછી વિશ્વનાં માલિક. હમણાં બનશો ત્રિલોકીનાથ અને ત્રિકાળદર્શી. ત્રિલોકીનાથ નો અર્થ તો સમજ્યા છો. જે ત્રણેય લોકોનાં જ્ઞાનનું સિમરણ કરે છે તે છે ત્રિલોકીનાથ કારણ કે બાપની સાથે તમે બધાં બાળકો પણ છો - સારું!