જાદુ મંત્ર નો દર્પણ
આ અવ્યક્ત મિલન નાં મૂલ્ય ને જાણો છો? અવ્યક્ત રુપ માં મળવું અને વ્યક્ત રુપમાં મળવું બંનેમાં ફરક છે. અવ્યક્ત મિલન નું મૂલ્ય છે વ્યકત ભાવ ને છોડવો. આ મૂલ્ય જે જેટલું આપે છે એટલો જ અવ્યક્ત અમૂલ્ય મિલન નો અનુભવ કરે છે. હમણાં દરેક પોતાને પૂછે કે અમે ક્યાં સુધી અને કેટલો સમય આપ્યો છે. વર્તમાન સમય અવ્યક્ત સ્થિતિમાં સ્થિત થવાની આવશ્યકતા છે. પરંતુ રીઝલ્ટ (પરિણામ) શું છે તે દરેક પોતે પણ જાણી શકે છે. અને એકબીજાનાં રીઝલ્ટ ને પણ સારી રીતે પારખી શકે છે. એટલે અવ્યક્ત સ્થિતિની જે આવશ્યકતા છે તેને પૂરી કરવાની છે. અવ્યક્ત સ્થિતિની પરખ તમારા બધાનાં જીવનમાં શું હશે, તે ખબર છે? તેમનાં દરેક કર્મમાં એક તો અલૌકિકતા અને બીજું દરેક કર્મ કરતા દરેક કર્મેન્દ્રિયો થી અતીન્દ્રિય સુખ નો ભાવ આવશે. તેમના નયન, ચેન, તેમની ચલન અતીન્દ્રિય સુખમાં દરેક સમય રહેશે. અલૌકિકતા અને અતીન્દ્રિય સુખ ની ઝલક તેમનાં દરેક કર્મમાં જોવામાં આવશે. જેનાથી ખબર પડશે આ વ્યક્ત હોવા છતાં અવ્યક્ત સ્થિતિમાં સ્થિત છે. જો આ બંને ચીજ પોતાના કર્મમાં જુઓ છો તો સમજવું જોઈએ કે અવ્યક્ત સ્થિતિ માં સ્થિત છીએ. જો નથી તો પછી ઉણપ સમજી પુરુષાર્થ કરવો જોઈએ. અવ્યક્ત સ્થિતિને પ્રાપ્ત કરવા માટે શરુ થી લઈને એક સ્લોગન સંભળાવતા આવ્યાં છે. જો તે યાદ રહે તો ક્યારેય પણ કોઈ માયાનાં વિઘ્નો માં હાર નથી થઈ શકતી. એવું સર્વોત્તમ સ્લોગન દરેક ને યાદ છે? દરેક મુરલી માં ભિન્ન-ભિન્ન રુપો થી તે સ્લોગન આવે જ છે. મનમનાભવ, અમે બાપની સંતાન છીએ, તે તો છે જ. પરંતુ પુરુષાર્થ કરતાં-કરતાં જે માયાનાં વિઘ્ન આવે છે તેનાં પર વિજય પ્રાપ્ત કરવા માટે કયું એવું સ્લોગન છે? “સ્વર્ગનું સ્વરાજ્ય આપણો જન્મસિદ્ધ અધિકાર છે.’’ અને સંગમ નાં સમયે બાપ નો ખજાનો જન્મસિદ્ધ અધિકાર છે. આ સ્લોગન ભૂલી ગયાં છો. અધિકાર ભૂલી ગયાં છો તો શું થશે? આપણે કઈ-કઈ ચીજો નાં અધિકારી છીએ. એ તો જાણો છો. પરંતુ આપણી આ બધી જ ચીજો જન્મસિદ્ધ અધિકાર છે. જ્યારે પોતાને અધિકારી સમજશો તો માયાનાં અધીન નહીં થાઓ. અધીન થવાથી બચવા માટે પોતાને અધિકારી સમજવાનું છે. પહેલાં સંગમયુગ નાં સુખનાં અધિકારી છીએ અને પછી ભવિષ્યમાં સ્વર્ગ નાં સુખનાં અધિકારી છીએ. તો પોતાનાં અધિકાર ભૂલો નહીં. જ્યારે પોતાનો અધિકાર ભૂલી જાઓ છો ત્યારે કોઈ ને કોઈ વાત નાં અધીન થાઓ છો અને જે પર-અધીન (પરાધીન) થાય છે તે ક્યારેય પણ સુખી નથી રહી શકતાં. પરાધીન દરેક વાતમાં મંસા, વાચા, કર્મણા દુઃખની પ્રાપ્તિમાં રહે છે અને જે અધિકારી છે તે અધિકાર નાં નશા અને ખુશીમાં રહે છે. અને ખુશી નાં કારણે સુખોની સંપત્તિ તેમના ગળામાં માળાનાં રુપમાં પરોવાયેલી રહે છે. સતયુગી સુખોની ખબર છે? સતયુગમાં રમકડા કેવાં હોય છે? ત્યાં રત્નો થી રમશો. તમે લોકોએ સતયુગી સુખો ની યાદી અને કળયુગી દુઃખોની યાદી તો બનાવી છે. પરંતુ સંગમ નાં સુખોની યાદી બનાવશો તો એનાથી પણ બમણી થઇ જશે. તે જ સતયુગી સંસ્કાર હમણાં ભરવાનાં છે. જેમ નાનાં બાળકો હોય છે આખો દિવસ રમતમાં જ મસ્ત હોય છે, કોઈ પણ વાતની ચિંતા નથી હોતી તે જ રીતે દરેક વખત સુખોની યાદી, રત્નોની યાદી બુદ્ધિમાં દોડાવતા રહો અથવા આ સુખો રુપી રત્નો થી રમતા રહો તો ક્યારેય પણ ડ્રામા ની રમત માં હાર નહીં થાય. હમણાં તો ક્યાંક-ક્યાંક હાર પણ થઈ જાય છે.
બાપદાદા નો સ્નેહ બાળકો થી કેટલો છે? બાપદાદા નો સ્નેહ અવિનાશી છે. અને બાળકો નો સ્નેહ ક્યારેક કેવો, ક્યારેક કેવો રહે છે. એકરસ નથી. ક્યારેક તો ખુબ સ્નેહમુર્ત જોવામાં આવે છે. ક્યારેક સ્નેહ ની મૂર્તિ ની બદલે કઈ મૂર્તિ દેખાઈ આવે છે? કાં તો સ્નેહી છે કાં તો સંકટમયી (સમસ્યા રુપ). પોતાની મૂર્તિ ને જોવા માટે શું પોતાની પાસે રાખવું જોઈએ? દર્પણ. દર્પણ દરેકની પાસે છે? જો દર્પણ હશે તો પોતાનો ચહેરો જોતા રહેશે અને જોવાથી જે પણ ઓછું હશે તેને ભરતા રહેશે. જો દર્પણ જ નહીં હોય તો ખોટ ને ભરી નહીં શકો. એટલે દરેક સમય પોતાની પાસે દર્પણ રાખજો. પરંતુ આ દર્પણ એવો છે જે તમે સમજશો અમારી પાસે છે પરંતુ વચ્ચે-વચ્ચે ગુમ પણ થઈ જાય છે. જાદુ મંત્ર નો દર્પણ છે. એક સેકન્ડમાં ગુમ થઈ જાય છે. દર્પણ કેવી રીતે અવિનાશી કાયમ રહી શકે છે? તેનાં માટે મુખ્ય કવોલીફીકેશન (લાયકાત) કઈ હોવી જોઈએ? જે અર્પણમય (સમર્પિત) હશે તેમની પાસે દર્પણ રહેશે. અર્પણ (સમર્પણ) નહીં તો દર્પણ પણ અવિનાશી નથી રહી શકતો. દર્પણ રાખવા માટે પહેલાં પોતાને પૂરું અર્પણ કરવું પડશે. તેને બીજા શબ્દોમાં સર્વસ્વ ત્યાગી કહેવાય છે. સર્વસ્વ ત્યાગી ની પાસે દર્પણ હોય છે. અવ્યક્ત મિલન પણ તે જ કરી શકે છે જે અવ્યક્ત સ્થિતિ માં છે. વર્તમાન સમય અવ્યક્ત સ્થિતિમાં વધારે ઉણપ જોવામાં આવે છે. બે વાતોમાં તો ઠીક છે બાકી ત્રીજી વાત માં ખોટ છે. એક છે કથન (વાણી) બીજું મંથન. આ બે વાતો તો ઠીક છે ને. આ બંને સહજ છે. ત્રીજી વાત કંઈક સૂક્ષ્મ છે. વર્તમાન સમયે જે રીઝલ્ટ (પરિણામ) જોવે છે મંથન થી કથન વધારે છે. બાકી ત્રીજી વાત કઈ છે? એક હોય છે મંથન કરવું. બીજું હોય છે મગ્ન રહેવું. તે હોય છે બિલ્કુલ લવલીન (સ્નેહમયી) અવસ્થા. તો વર્તમાન સમય મંથન થી પણ વધારે કથન છે. પહેલો નંબર તેમાં વિજયી છે. બીજો નંબર મંથન માં, ત્રીજો નંબર છે મગ્ન અવસ્થા માં રહેવું. આ અવસ્થા ની ખોટ દેખાઈ આવે છે. જેને ભરવાની છે. જે મગ્ન અવસ્થા માં હશે તેમની ચાલ-ચલન થી શું જોવામાં આવશે? અલૌકિકતા અને અતીન્દ્રિય સુખ. મગ્ન અવસ્થા વાળાનો આ ગુણ દરેક ચલન થી ખબર પડશે. તો આ જે ખોટ છે તેને ભરવાનો તીવ્ર પુરુષાર્થ કરવાનો છે. પુરુષાર્થી તો બધાં છે. ત્યારે તો અહીં સુધી પહોંચ્યા છો. પરંતુ હવે પુરુષાર્થી બનવાનો સમય નથી. હમણાં તીવ્ર પુરુષાર્થી બનવાનો સમય છે. બનવાનું છે તીવ્ર પુરુષાર્થી અને બનશો પુરુષાર્થી તો શું થશે? મંજિલ થી (નિર્ધારિત લક્ષ્ય) દૂર રહી જશો. હમણાં તીવ્ર પુરુષાર્થી બનવાનો સમય ચાલી રહ્યો છે. આનાથી જેટલો લાભ ઉઠાવવો જોઇએ એટલો ઉઠાવો છો કે નહીં તે દરેકે ચેક (તપાસ) કરવાનું છે. એટલે કહ્યું છે કે પોતાની પાસે હંમેશા દર્પણ રાખો તો ખોટ ની તરત ખબર પડશે. અને પોતાનાં પુરુષાર્થ ને તીવ્ર કરતાં આગળ ચાલતાં રહેશો.
સારું - આજે કુમારીઓની સર્વિસ (સેવા) નાં તિલક નો દિવસ છે. જેમ તમારા લોકોનાં મ્યુઝિયમ (સંગ્રહાલય) માં તાજપોશી (રાજ્યાભિષેક) નું ચિત્ર દેખાડ્યું છે ને પરંતુ તમારી સર્વિસનાં તિલકનાં દિવસ પર જુઓ કેટલી મોટી સભા ભેગી થઇ છે. એટલી ખુશી થાય છે? પરંતુ આ યાદ રાખજો, જેટલાં બધાની સામે તિલક લગાવી રહ્યાં છો, એટલાં બધાં તમને બધાને જોશે. બધાની વચ્ચે તિલક લાગી રહ્યો છે. આ નહીં ભૂલતાં. એટલાં હિંમતવાન બનવાનું છે. આ તિલક ની લાજ રાખવાની છે. તિલક ની લાજ એટલે બ્રાહ્મણ કુળ ની લાજ. બ્રાહ્મણ કુળ ની મર્યાદા શું છે, સંભળાવ્યું ને. જે એવાં પુરુષોત્તમ બનવાની હિંમતવાળા છે તે તિલક લગાવી શકે છે. આ તિલક સાધારણ નથી. ત્યાં પણ એટલી બધી સભા જોશે. તમે બધાં બ્રાહ્મણો ભેગાં થયા છો કન્યાઓની સર્વિસનાં તિલક પર. સર્વિસ કરવા વાળાને એક વિશેષ ગુણ નું અટેન્શન (ધ્યાન) રાખવું પડે છે. જે ઓલરાઉન્ડ (સર્વાંગી) સર્વિસ કરવા વાળા હોય છે, તેમને વિશેષ આ વાત પર ધ્યાન રાખવાનું છે કે કેવી પણ સ્થિતિ હોય પરંતુ પોતાની સ્થિતિ એકરસ હોય. ત્યારે ઓલરાઉન્ડ સર્વિસ ની સફળતા મળશે. (બીજો નંબર ટ્રેનિંગ કલાસ જે કુમારીઓનો ચાલવાનો છે તે બધાને બાપદાદાએ ટીકો લગાડી મુખ મીઠું કરાવ્યું) સારું -
આજે બધાથી નયનો દ્વારા મુલાકાત કરી લીધી. દૂર હોવા છતાં પણ યથા યોગ્ય તથા શક્તિ બાપદાદા નાં નજીક છે જ. ભલે કોઈ કેટલાં પણ દૂર બેઠા હોય પરંતુ પોતાનાં સ્નેહ થી બાપદાદા નાં નયનોમાં સમાયેલાં છે. એટલે નૂરે રત્ન કહેવાય છે. નૂરે રત્નો થી આજે નયનો ની મુલાકાત કરી રહ્યાં છે. એક-બીજા થી બધાં પ્રિય છે. સાકારમાં સમય પ્રતિ સમય બાળકોને આ સૂચના તો મળતી જ રહી છે કે એવો સમય આવશે જે ફક્ત દૂરથી જ મુલાકાત થઇ શકશે. હવે એવો સમય જોઈ રહ્યાં છો. સૌનું દિલ (ઈચ્છા) થાય છે અને બાપદાદા નું પણ દિલ થાય છે પરંતુ તે સમય હવે બદલાઇ રહ્યો છે. સમયની સાથે તે મિલનનું સૌભાગ્ય પણ હવે નથી રહ્યું. એટલે હવે અવ્યક્ત રુપ થી જ બધાથી મુલાકાત કરી રહ્યાં છે. સારું - બધાને નમસ્તે અને વિદાઈ.
