Search for a command to run...
23 Jan 1969
અસ્થિયા છે સ્થિતિ ની સ્મૃતિ અપાવવા વાળી
23 January 1969 · ગુજરાતી
આજે હું આપ સર્વ બાળકો થી અવ્યક્ત રુપમાં મળવા આવ્યો છું. જે મારા બાળકો અવ્યક્ત રુપમાં સ્થિત હશે તેજ આને સમજી શકશે. આપ સર્વ બાળકો અવ્યક્ત રુપમાં સ્થિત થઈ કોને જોઈ રહ્યા છો? વ્યક્ત રુપમાં કે અવ્યક્ત રુપમાં? તમે વ્યક્ત છો કે અવ્યક્ત? જો વ્યક્તમાં જોશો તો બાપને નહીં જોઈ શકો. આજે અવ્યક્ત વતનથી મુલાકાત કરવા આવ્યો છું. અવ્યક્ત વતનમાં અવાજ નથી પરંતુ અહીંયા અવાજ માં આવ્યો છું. આપ સર્વ બાળકોની અંદર કયો સંકલ્પ ચાલી રહ્યો છે? હમણાં આ અવ્યક્ત મુલાકાત છે. જેમ કલ્પ પહેલાં માફક બાળકો થી રુહરુહાન ચાલી રહી છે. રુહ-રુહાન કરવા મીઠા-મીઠા બાબાએ આપ સર્વ બાળકો થી મળવા મોકલ્યો છે. જે હતાં તેજ હમણાં પણ છે. બે-ત્રણ દિવસ પહેલાં મીઠા-મીઠા બાબા થી રુહ-રુહાન ચાલી રહી હતી. રુહ-રુહાન શું છે, ખબર છે? બાબાએ કહ્યું - વતનનો અનુભવ કરવા માટે તૈયાર છો? શું જવાબ આપ્યો હશે? એજ કહ્યું કે જે બાપની આજ્ઞા - જેમ ચલાવશે, જ્યાં બેસાડશે, જે રુપમાં બેસાડશે.
બાળકોની અંદર આજ સંકલ્પ હશે કે બાપદાદાએ રજા કેમ નહિ લીધી? બાબા ને પણ આ કહ્યું. બાબાએ કહ્યું - જો બધાં બાળકોને બેસાડીને રજા લઉં તો રજા આપશે? તમે (બ્રહ્મા) પણ બાળકોને જોઈ, સર્વિસને જોઈ બાળકોનાં સ્નેહ માં આવી જશો. એટલે જે બાપે કરાવ્યું તે ડ્રામાની ભાવી કહેશું. વ્યક્ત રુપમાં નહીં, તો અવ્યક્ત રુપ થી મુલાકાત કરી જ રહ્યાં છીએ. સર્વિસ (સેવા) ની વૃદ્ધિ એવી જ છે, બાળકોની યાદ એવી જ છે. પરંતુ અંતર આ છે કે તે વ્યક્તમાં અવ્યક્ત હતાં અને આ અવ્યક્ત જ છે. જે નયનોની મુલાકાત જાણતા હશે તે નયનોથી આ થોડી એવી મુલાકાતમાં પોતાનાં પ્રતિ શિક્ષા, ડાયરેક્શન (માર્ગદર્શન) લઈ લેશે. આપ સર્વને વતન માં તો આવવાનું જ છે. બાળકોથી મુલાકાત કરવા માટે દરેક ઘડી, દરેક સમયે તૈયાર જ રહે છે. હવે જ્યાં સુધી બાળકોની જેટલી બુદ્ધિ ક્લિયર (સ્પષ્ટ) હશે, તે અનુસાર જ અવ્યક્ત મિલનનો અનુભવ કરી શકશે. શક્તિ સ્વરુપ માં સ્થિત છો? (દીદી થી) જેમ સાથે હતાં એમ જ છે, અલગ નથી. હવે શક્તિ સ્વરુપ નો પાર્ટ પ્રત્યક્ષમાં દેખાડવાનો છે. જે બાપની શિક્ષા મળી છે, તે પ્રેક્ટિકલમાં કરીને દેખાડવાનું છે. શક્તિ સેના ખૂબ છે, હવે પૂરું શક્તિ સ્વરુપ બની જવાનું. હમણાં સુધી બાળકો અને બાપનાં સ્નેહ માં ચાલતાં રહ્યાં. હવે પછી બાપથી જે શક્તિ મળી છે તે શક્તિ થી બીજાઓને એવાં શક્તિવાન બનાવવાનાં છે. તેજ બાપનાં સ્નેહી બાપની સાથે અંત સુધી રહેશે.
હમણાં મીઠા-મીઠા બાબા દૃશ્ય દેખાડી રહ્યાં છે - આપ સર્વ બાળકોનું. તમે અસ્થિયો ઉઠાવી રહ્યાં હતાં. અસ્થિયોને નહીં જોતાં, સ્થિતિ ને જુવો. આ અસ્થિયો સ્થિતિ-સ્વરુપ છે. એક-એક રગમાં સ્થિતિ હતી. તો બહારથી તે અસ્થિયોને રાખી છે, પરંતુ આનો અર્થ ભક્તિમાર્ગનો નહીં ઉઠાવતાં. આ અસ્થિયોમાં જે સ્થિતિ ભરેલી છે - હંમેશા તેને જોવાની છે. સાધારણ મનુષ્યોને આ વાતો એટલી સમજમાં નહીં આવશે. બાળકોનો સ્નેહ છે અને સદા રહેશે, ૨૧ જન્મ સુધી રહેશે. આપ સર્વ સતયુગી દુનિયામાં સાથે નહીં ચાલશો? રાજ્ય સાથે નહીં પામશો? સાથે જ છે, સાથે જ રહેશું - જન્મ-જન્માન્તર સુધી. ક્યારેય પણ એવું નહિ સમજતા - બાપ છે, દાદા નથી કે દાદા છે તો બાપ નથી. અમે બંને એકબીજાથી એક પળ પણ અલગ નથી થઈ શકતાં. એવી જ રીતે તમે સ્વયંને ત્રિમૂર્તિ જ સમજો. એટલે કહે છે ત્રિમૂર્તિ નો બેજ હંમેશા સાથે રાખો. જ્યારે બ્રહ્મા, વિષ્ણુ અને શંકર - ત્રણેય ને જુઓ છો તો તમારી પણ ત્રિમૂર્તિ ની યાદ અર્થાત્ પોતાનું સ્વરુપ અને બાપદાદાની યાદ, ત્રિમૂર્તિ ની સ્થિતિ પ્રખ્યાત છે. આમાં જ આપ સર્વ બાળકોનું કલ્યાણ છે. કલ્યાણકારી બાપ જે કહે છે, જે કરાવે છે - એમાં જ કલ્યાણ છે. આ એક-એક મહાવાક્ય માં, એક-એક નજરમાં ખુબ કલ્યાણ છે. પરંતુ સ્થૂળ ને પારખવા વાળા કોઈ-કોઈ અનન્ય અને મહારથી બાળકો છે. હવે તમે પણ એટલા જ જલ્દી કર્માતીત સ્થિતિમાં સ્થિત રહેવાનો પુરુષાર્થ કરો. જેમ અહીંયા દરેક સમય બાપદાદાની સાથે વ્યતિત કરતાં હતાં, તેમ જ દરેક કર્મમાં, દરેક સમય પોતાની સાથે જ રાખો. બાળકો, આજ શિક્ષા યાદ રાખજો, ક્યારેય નહીં ભૂલતાં. સંબંધ, સ્નેહ, સ્મૃતિ-સ્વરુપ, સાથે-સાથે સરળતા સ્વરુપ, સમર્પણ અને એકબીજાનાં સહયોગી બની સફળતાને પામતા રહેજો. સફળતા આપ સર્વ બાળકોનાં મસ્તકની વચ્ચે ચમકી રહી છે. હવે ખૂબ સમય થઈ ગયો છે, બીજું કાંઈ કહેવું છે? સૂક્ષ્મવતન માં બેઠાં પણ દરેક બાળકની દિનચર્યા, દરેક બાળકનો ચાર્ટ સામે રહે છે. વ્યક્ત રુપ કરતાં હવે તો ખુબ જ સ્પષ્ટ રુપ થી વ્યક્ત રુપ ની તુલના માં જુએ છે. એટલે બધાનું રીઝલ્ટ (પરિણામ) જોતા રહે છે.
જેટલું અવ્યક્ત સ્થિતિમાં સ્થિત હશો એટલું તે અવ્યક્ત સ્થિતિ થી કર્મેન્દ્રિયો દ્વારા કર્મ એવું થશે જેમ શ્રીમત સલાહ આપી રહી છે - આ અનુભવ બાળકો કરશે. હવે પોતાની અવ્યક્ત સ્થિતિનાં આધાર થી એવું કામ કરજો, જેમ શ્રીમતનાં આધારથી દરેક કામ થતું રહ્યું છે. જે ચીજની સાથે બાપનો સ્નેહ છે એનાથી એટલો સ્નેહ રાખવો જ પોતાને સૌભાગ્યશાળી બનાવવું છે. રગ-રગ માં કોની સાથે સ્નેહ હતો? ૫ તત્વોથી નહીં, સ્નેહ ગુણોથી જ હોય છે. સ્નેહ હતો - નહીં, છે અને રહેશે. જ્યાં સુધી ભવિષ્ય નવી દુનિયા નથી બની ત્યાં સુધી આ અટૂટ સ્નેહ રહેશે. સ્નેહ આત્માની સાથે અને કર્તવ્યની સાથે જ છે. તો પછી શરીર શું! અંત સુધી સાથી રહેશે. જેમનો બાપની સાથે સ્નેહ છે તેજ અંત સુધી સ્થાપના નાં કાર્યમાં મદદગાર રહેશે. એટલે સ્નેહી થવાની કોશિશ કરો. કેવી પણ માયા આવે - માયાજીત બનજો. જેમ બેજ લગાવો છો તેમ મસ્તક પર આ વિજય નો બેજ લગાવો. મધુબનનો નકશો આખાં વર્લ્ડ (વિશ્વ) ની સામે મ્યુઝિયમ નાં રુપમાં હોવો જોઈએ. અવિનાશી ભંડારો છે - આનો હજુ વધારે શો (પ્રદર્શન) કરવાનો છે. જેમ બધાં બાળકો પત્ર લખતાં હતાં તેવી જ રીતે લખતાં રહેજો. જેમ ડાયરેક્શન લેતાં હતાં તેવી રીતે જ લેજો. શરીર ની વાત બીજી છે, સર્વિસ એ જ છે. એટલે જે પણ વાત હોય મધુબનમાં લખતાં રહેજો. પોતાનું પૂરું કનેક્શન (સંબંધ) રાખજો. બીજાઓને પણ પોતાની અવસ્થાનું સબૂત આપજો. તમને જોઈ બીજા પણ એવું કરશે.
બાબા બોલ્યા આ તો આપ બાળકો જાણો છો કે જે પણ ડ્રામાનો પાર્ટ છે તેમાં કોઇ ગુપ્ત રહસ્ય ભરેલું છે. શું રહસ્ય ભરેલું છે તે સમય પ્રતિ સમય સંભળાવતા જશે. હવે તો તમારું એજ યાદગાર જે આકાશ માં છે, દુનિયાવાળા આ આંખોથી જોશે કે આ ધરતીનાં તારાઓ કોની શ્રીમત થી ચાલી રહ્યાં છે. બાબાએ કહ્યું - વધારે સમય ત્યાં નહીં બેસતાં.