Search for a command to run...
24 July 1969 · ગુજરાતી
મીઠા-મીઠા બાળકો કોની સામે બેઠાં છો? અને શું થઈને બેઠાં છો? બાપ તો આપ બાળકોને બિન્દી રુપ બનાવવા આવ્યાં છે. હું આત્મા બિન્દુ-રુપ છું. બિન્દી કેટલી નાની હોય છે અને બાપ પણ કેટલાં નાના છે. આટલી નાની વાત પણ આપ બાળકોની બુદ્ધિમાં નથી આવતી? બાપ તો બાળકોની સામે જ છે. દૂર નથી. દૂર થયેલી વસ્તુ ને ભૂલી જાઓ છો. જે વસ્તુ સામે જ રહે છે તે વસ્તુ ને ભૂલવું આ આપ બાળકોને તો શોભતું નથી. જો બાળકો બિન્દી ને જ ભૂલી જશે તો, બોલો કયા આધાર પર ચાલશે? આત્માનાં જ તો આધાર થી શરીર પણ ચાલે છે. હું આત્મા છું આ નશો હોવો જોઈએ કે હું બિન્દુ, બિન્દુ ની જ સંતાન છું. સંતાન કહેવાથી જ સ્નેહમાં આવી જવાય છે. તો આજે આપ બાળકોને બિન્દુ રુપમાં સ્થિત થવાની પ્રેક્ટીસ કરાવે? હું આત્મા છું, એમાં તો ભૂલવાની આવશ્યકતા જ નથી રહેતી. જેમ મુજ બાપને ભૂલવાની જરુર પડે છે? હાઁ પરિચય આપવા માટે તો જરુર બોલવું પડે છે કે મારું નામ, રુપ, ગુણ, કર્તવ્ય શું છે. બીજું હું પછી ક્યારે આવું છું? કયા તનમાં આવું છું? આપ બાળકોને જ પોતાનો પરિચય આપું છું. તો શું બાપ પોતાના પરિચયને ભૂલી જાય છે? બાળકો આ સ્થિતિમાં એક સેકન્ડ પણ નથી રહી શકતાં? શું પોતાનું નામ, રુપ, દેશ ને પણ ભૂલી જાઓ છે? આ પહેલી-પહેલી વાત છે જે તમે બધાને બતાવો છો કે હું આત્મા છું નહિં કે શરીર. જ્યારે આત્મા થઈને બેસાડો છો ત્યારે જ તેઓ પછી શરીર પણ ભૂલે છે. જો આત્મા થઈને નહિં બેસાડો તો પછી શું દેહ સહિત દેહનાં સર્વ સંબંધ ભૂલી જાત! જ્યારે એમને ભૂલાવો છો તો શું પોતાનાં શરીર થી ન્યારા થઈને, જે ન્યારા બાપ છે, એમની યાદમાં નથી બેસી શકતાં?
હવે બધાં બાળકો પોતાને આત્મા સમજીને બેસો, સામે કોને જોશો? આત્માઓનાં બાપને. આ સ્થિતિમાં રહેવાથી વ્યક્ત થી ન્યારા થઈને અવ્યક્ત સ્થિતિમાં રહી શકશો. હું આત્મા બિન્દુ રુપ છું, શું આ યાદ નથી આવતું? બિન્દી રુપ થઈને બેસતાં નથી આવડતું? આમ જ અભ્યાસને વધારતાં જશો તો એક સેકન્ડ તો શું કેટલાય કલાક તે અવસ્થામાં સ્થિત થઈને આ અવસ્થાનો રસ લઈ શકો છો. આ જ અવસ્થા માં સ્થિત રહેવાથી પછી બોલવાની જરુરત જ નહીં રહશે. બિન્દુ થઈને બેસવું કોઇ જડ અવસ્થા નથી. જેમ બીજ માં આખું ઝાડ સમાયેલું હોય છે તેમ જ મુજ આત્મા માં બાપની યાદ સમાયેલી છે? એમ થઈને બેસવાથી બધાં રસ આવશે અને સાથે આ પણ નશો રહેશે કે અમે કોની સામે બેઠાં છીએ! બાપ અમને પણ પોતાની સાથે ક્યાં લઈ જઈ રહ્યાં છે! બાપ આપ બાળકોને એકલા નથી છોડતાં. જે બાપ નું અને આપ બાળકો નું ઘર છે, ત્યાં સાથે જ લઈને જશે. બધાં ભેગાં જ ચાલવાનાં છે. આત્મા સમજીને પછી શરીરમાં આવીને કર્મ પણ કરવાનું છે. પરંતુ કર્મ કરતાં પણ ન્યારા અને પ્યારા થઇને રહેવાનું છે. બાપ પણ આપ બાળકોને જુએ છે. જોતાં હોવા છતાં પણ તો બાપ ન્યારા અને પ્યારા છે ને- અચ્છા.