Search for a command to run...
27 Aug 1969
મદદ લેવાનું સાધન છે હિંમત
27 August 1969 · ગુજરાતી
( સંતરી દાદી નાં તન દ્વારા )
આજે નાના બગીચામાં ફરવા આવ્યાં છે. રુહાની બાળકો થી સન્મુખ મળવા આવ્યાં છે. બાપ સમજે છે મારાં આ નૂરે રત્ન છે. નયનો નાં નૂર બાળકો હંમેશા રુહે ગુલાબ સદૃશ્ય સુગંધ આપતા રહે છે. એટલી બાળકો માં હિંમત છે, જેટલો બાપનો વિશ્વાસ છે? આજે બાળકોએ બોલાવ્યાં નથી. વગર બોલાવ્યે બાપ આવ્યાં છે. આ અનાદિ બન્યો-બનેલો કાયદો છે. સંગમ પર સજાવવા માટે બાપને વગર પૂછ્યે જ આવવું પડે છે. આજે બાળકો થી પ્રશ્ન પૂછે છે, આજે બગીચામાં જે બેઠાં છે, પોતાને એવા ફૂલ સમજો છો જે ગુલદસ્તા માં શોભા આપવાનાં લાયક હોય? રાખડી દરેક ને બાંધેલી છે? રાખડી બંધન નું રહસ્ય શું છે?
તો આજે બાપ બાળકોને મળવા આવ્યાં છે. ખુબ મોટી જવાબદારી ઉપાડી છે. નાની- નાની જવાબદારી જે ઉપાડે છે, તો પણ કેટલાં થાકી જાય છે. આખી સૃષ્ટિ નો બોજો કોના પર છે? બોજો માથા પર ચઢાવવાનો પણ છે તો ઉતારવાનો પણ છે. પરંતુ થાકવાનું નથી. બાળકોને થકાવટ કેમ લાગે છે? કારણ કે પોતાને રુહે ગુલાબ રુહ નથી સમજતાં. રુહ સમજે તો દેહ થી ન્યારા અને પ્યારા રહે. જેવાં બાપ છે, એવાં જ બાળકો હોય. જેટલી હિંમત છે તો એટલી જ મદદ પણ બાપ આપી જ રહ્યાં છે. હિંમતથી મદદ મળે છે અને મદદથી જ પહાડ ઉપડે છે. કળયુગી માટી નાં પહાડને ઉપાડી ને સતયુગી સોનુ બનાવવાનું છે. કેવી રીતે બનાવવાનું છે? આ જ અવકાશ પ્રશ્નમાં પણ ભરેલો છે. તો આજે થોડા સમય માટે મુલાકાત કરવા બાપને આવવું પડ્યું. બાપને ઈચ્છા થાય છે? તે તો ઇચ્છા થી ન્યારા ઇચ્છા રહીત છે. પછી પણ ઈચ્છા કેમ? આપ બધા ઈચ્છા રહિત બનો તો બાપ ને ઈચ્છા થઇ. આપ બાળકો જાણતાં નથી કે બાપ કોઈને કેવી રીતે સંભાળતાં હતાં? અને સંભાળી પણ રહ્યા છે. આટલી જવાબદારી કેવી રીતે રમ્જ(રમતાં-રમતાં) થી સંભાળ કરી બાપની પણ ઈચ્છા પૂરી કરી તો હવે બાળકોની પણ કરી રહ્યા છે. આને જ રાઝૂ-રમ્જબાજ(રજુ-રમતબાજ) કહેવાય છે. બાપને તો દરેક બાળકની ઇચ્છા પૂરી કરવી પડે છે. છતાં પણ ક્યાંક પોતાની ચલાવવાની હોય છે. બાળકોની કેમ પૂરી કરે છે? બાળકો બધાં નયનો નાં નૂર છે. એટલે જ પહેલા બાળકો પછી બાપ. સિરમોર (માથે ચઢેલા) ને ક્યારેક માથા પર પણ બેસાડવાં પડે છે. બાળકો ને ખુશી આપવાની હોય છે. પુરુષાર્થ કરતાં-કરતાં ઠંડા પડી જાઓ છો તો પછી પુરુષાર્થ ને આગળ વધારવાની કોશિશ કરો. ત્યારે પ્રશ્ન પૂછી રહ્યા છે કે કંગન પૂરું બાંધેલું છે? ધરત પડે, પણ ધર્મ ન છોડીયે. આજ નાં દિવસે તો વિરોધી પણ દુશ્મન થી દોસ્ત બની જાય છે.
બાળકોએ સદૈવ કદમ આગળ વધારવાનાં છે. તાજ તખ્ત જે મળવાનાં છે, નજર તેનાં પર હોય. ફક્ત કહેવા સુધી જ નહીં કે અમે તો આ બનીશું પરંતુ હવે તો કરવા સુધી ધારણા રાખવાની છે. લક્ષ્મી નારાયણ કેવી રીતે ચાલે છે, કેવી રીતે કદમ ઉપાડે છે, કેવી રીતે નયન નીચે ઉપર કરે છે, તેવી ચલન હોય ત્યારે લક્ષ્મી નારાયણ બનશો. હમણાં નયન ઉપર કરશો તો દેહ-અભિમાન આવી જશે કે મારા જેવું તો કોઈ નથી. મારું-તારું આવી જશે. ભક્તિમાર્ગ માં પણ કહે છે, નમ્રતા મનુષ્ય નાં નયન નીચે કરી દે છે. દરેક એ પોતાને સજાવવાનું છે. સદૈવ સુગંધ આપતાં રહો. લક્ષ્ય જે મળ્યું છે તેવાં જ લક્ષ્મી નારાયણ બનવાનું છે. સાચાં રસ્તા પર ચાલવાનું છે. કદમ આગળ-આગળ વધારવાનાં છે. બાબાની પાસે આજે સંદેશી ભોગ લઈ આવી તો બાબાએ કહ્યું કે બાળકો તો અહીં બેઠા જ પ્રિન્સ (રાજકુમાર) બની ગયા છે. બાબા ની બેગરી (ભિખારી) ટોલી ભુલાઈ ગઈ છે. વૈભવ તો ત્યાં મળવાનાં છે. સંગમ પર બેગરી ટોલી યાદ આવે છે. બાપને એ જ પ્રિય લાગે છે. સુદામા નાં ચોખા ની વેલ્યુ (કિંમત) છે ને. આ ટોલી માં સ્નેહ ભરેલો છે. બનાવવાવાળાએ સ્નેહ ભર્યો છે તો બાપ ખુબ જ સ્નેહ ભરીને બાળકોને ખવડાવે છે. (સિંધી હલવો ખવડાવ્યો) દીદી સર્વિસ પૂરી કરીને આવી છે. બધું ઠીક હતું, બધું કાયદેસર ચાલી રહ્યું છે ? ડરવાની કોઈ વાત નથી. સમયની બલિહારી છે. બાળકોએ પુરુષાર્થ તો દરેક વાત માં કરવાનો છે. સમયને જોઈને અવિનાશી જ્ઞાન યજ્ઞ ને, જે કુંડ કહેવાય છે, તેને ભરવાનો છે. સ્વાહા કરી દેવાનું છે. યજ્ઞ તો હંમેશા કાયમ જ રહેવાનો છે. તે યજ્ઞ તો ૧૦-૧૨ દિવસ કર્યા પછી જેમ નું તેમ થઈ જાય છે. આ તો અવિનાશી યજ્ઞ છે. શિવબાબા નો ભંડારો ભરપૂર કાળ કંટક દૂર. દૂર ત્યારે થશે જ્યારે નવી દુનિયામાં જશો. બધું ઠીક જ ચાલતું રહેશે. ફક્ત બાળકોની બુદ્ધિ ચુસ્ત, દૂરંદેશી હોવી જોઈએ. દૂરંદેશી કરવાનાં માટે તાજ તખ્ત તો આપી જ દીધાં છે. અચ્છા-