Search for a command to run...
23 Jul 1969
સફળતાનો આધાર - પારખવાની શક્તિ
23 July 1969 · ગુજરાતી
બાપદાદા એક-એક ને જોતા શું જુએ છે? બાપદાદા દરેક માં ચાર વાતો જોઈ રહ્યાં છે. તે કઈ ચાર વાતો છે? (દરેકે પોત-પોતાનાં વિચાર સંભળાવ્યાં) એક તો તાજ જોઈ રહ્યાં હતાં. બીજું તખ્ત, ત્રીજી તદબીર (કરામત) ચોથી તકદીર. આ જ ચાર ચીજો દરેક માં જોઈ રહ્યાં છે. સંગમ નો તાજ કયો હોય છે? ખબર છે? તો આજે બાપદાદા તખ્તનશીન કે તાજધારી વત્સો ની સભામાં આવ્યાં છે. તાજધારીઓ ને જ આ સંગઠન માં બોલાવ્યાં છે. પરંતુ દરેક નાં તાજ પોત-પોતાનાં તથા યથાશક્તિ જ છે. આ તો જોઈ રહ્યાં હતાં કે આ સંગમમાં કોણ-કોણ તાજ, તખ્તધારી બનીને બેઠા છે. કોણે-કોણે કેટલો મોટો તાજ ધારણ કર્યો છે કે નાનો ધારણ કર્યો છે. અને તાજ ને સદા માથા પર રાખીને ચાલે છે કે ક્યારેક-ક્યારેક તાજ ને કિનારે રાખી દે છે. તમે બધાં પણ સ્વયં પોતાને જાણો છો ને. કારણ કે બધાં પસંદ કરેલાં રત્નો છે તો એટલી ઓળખ તો જરુર હશે જ. પોતાનાં તદબીર અને તકદીર ની પરખ છે? તમે પોતાને પૂરું પારખી શકો છો? સમજો ઉદાહરણ નાં રુપમાં તમે એડવાન્સ પાર્ટીમાં જાઓ છો તો હમણાં-હમણાં તમારા પુરુષાર્થ પ્રમાણે તમારી તકદીર શું હશે? તેને સમજો છો? પોતાનાં વર્તમાન પુરુષાર્થ અને તકદીર ને જાણો છો? જ્યારે પોતાને પારખી શકશો ત્યારે તો બીજાઓને પારખી શકશો. આ જાણવાની પણ જરુરત છે. કારણ કે હવે સમય જ એવો આવી રહ્યો છે જે પારખવાની શક્તિ ની તમને અતિ આવશ્યકતા છે. સર્વિસમાં (સેવામાં) સફળતા પામવાનું મુખ્ય સાધન જ આ છે. જેમ-જેમ પારખવાની શક્તિ તીવ્ર થઇ જશે, તેમ-તેમ સફળતા પણ મળતી જશે. પરખ પૂરી ન હોવાનાં કારણે, જે તેમને જોઈએ, જે રુપથી એમની તકદીર જાગી શકે છે, તે રુપ તેમને નથી મળતું. એટલે જ સર્વિસમાં સફળતા ઓછી મળે છે. ઓછી સર્વિસ કરવા વાળા નું રીઝલ્ટ (પરિણામ) શું જોવામાં આવે છે કે પ્રજા તો ઘણી બની જાય છે, વારસદાર બહુ ઓછાં. વારસદાર ઓછા નીકળવા નો મતલબ જ છે કે એમની રગને પૂરી પારખી નથી શકતાં. દર્દી ની પૂરી પરખ હોય છે ત્યારે તો બરાબર દવા મળે છે ને. પછી રોગ પણ ખતમ થઇ જાય છે.
ખાસ જે નિમિત્ત બનેલા પાંડવ છે તેમને ભવિષ્યમાં આવવાવાળી વાતોને પારખવાની શક્તિ જોઈએ અને નિર્ણય કરવાની શક્તિ પણ જોઈએ. નિર્ણય નાં પછી ફરી નિવારણની શક્તિ જોઈએ. ત્યારે જ સામનો કરી શકશો અને સામનો કર્યા પછી યજ્ઞની પ્રત્યક્ષતા ની સફળતા પામશો. તમને બાબાએ શેનાં માટે બોલાવ્યાં છે? હિસાબ કરાય છે ને. સીડી ઉતરવાનું અને ચઢવાનું જ્ઞાન શીખવાડવા માટે બોલાવ્યાં છે? હવે કંઈ વાતમાં ઉતરવાનું છે અને કઈ વાતમાં ચઢવાનું છે. મોટાપણું તો પકડી લીધું છે, પરંતુ મોટાપણું હોવા છતાં પણ જ્યાં નાનાપણા ની સીડી ઉતરવાની હોય છે ત્યાં ઝડપથી ઉતરી નથી શકતાં. એક સેકન્ડમાં માલિક અને એક સેકન્ડમાં બાળકપણા ની આવશ્યકતા છે. જ્યાં બાળક બનવું જોઈએ ત્યાં પછી માલિકપણું પણ ક્યાંક જોવામાં આવે છે. જેવો સમય તેવું જ સ્વરુપ કેવી રીતે બનાવવું જોઈએ, તે જ શીખવાડવા માટે બોલાવ્યાં છે. દાખલા તરીકે તમે ક્યાંય પણ સંગઠનની વચ્ચે રહો છો. સંગઠન માં કોઇ પણ વાત થાય છે. તો તેમાં વિચાર આપવાના સમયે માલિક બની વિચાર આપવો તો બહુ સારું છે. પરંતુ જ્યાં પણ સંગઠન નો સવાલ આવે છે ત્યાં નિમિત્ત બનેલા ભાઈ-બહેનો જે ફાઇનલ (નિર્ણય) કરે છે, એ સમયે પછી પોતાની બુદ્ધિને બિલકુલ જ બાળપણ માં લાવવી જોઇએ. બાળપણની ક્વોલીફીકેશન (લાયકાત) શું હોય છે? ત્યાં જ ફોર્સમાં (જોશથી) બોલશે પછી ત્યાં જ બિલકુલ નિરસંકલ્પ બની જશે તો આ રીતે સંગઠન ની વચ્ચે નિમિત્ત બનેલાઓની સામે પોતાની માલિકપણા ની બુદ્ધિ બનાવીને સલાહ આપીને ઝડપ થી બાળપણ ની બુદ્ધિ બનાવી લેવાની છે. આમાં જ ફાયદો પણ છે. પરંતુ જ્યાં પણ માલિકપણું હોય છે તેનું રીઝલ્ટ શું હોય છે. એક તો સમય ખરાબ થાય છે અને શક્તિ પણ વેસ્ટ (વ્યર્થ) જાય છે. અને જે એક-બીજા માં સ્નેહ વધવો જોઈએ તે ઓછો થવો સંભવ થઇ જાય છે. એટલે તમે લોકો જેમ જવાબદારીઓ લેતા જશો તેમ-તેમ તમને આ સીડી ઉતરવાની અને ચઢવાની આવશ્યકતા પડશે. તો ઈનએડવાન્સ (પહેલેથી) ભવિષ્ય સર્વિસની (સેવાની) સફળતા માટે આ શિક્ષા આપી રહ્યાં છે. તમે બધાં અનુભવી પણ છો. સમય પ્રતિ સમય દરેક નાનાં-મોટાં પોતાની શક્તિ અને સ્વમાન ને પારખવાની કોશિશ કરે છે. અને આગળ ચાલીને આ સમસ્યા કંઈક વધારે સામે આવવા વાળી છે એટલે જ જે નિમિત્ત બનેલા છે એમને ખુબ નિર્માણચિત્ત બનવું પડશે. નિર્માણ અર્થાત્ પોતાનાં માન નો પણ ત્યાગ. ત્યાગ થી પછી ઘણું વધારે ભાગ્ય મળે છે. જેટલો તમે ત્યાગ કરશો એટલું જ વધારે તમને સ્વમાન મળશે. જેટલું પોતાનું સ્વમાન પોતે રખાવવાની કોશિશ કરશો એટલું જ સ્વમાન ગુમાવવાનું કારણ બની જશો. એટલે બાળક અને માલિકપણા ની સીડી ને જલ્દી-જલ્દી ઉતરો અને ચઢો આ અભ્યાસ ને વધારવાનો છે. એનાં માટે જ તમને બોલાવ્યાં છે. હવે આમાં સફળતા તો ત્યારે થશે જ્યારે પરિસ્થિતિ ને પારખવાની શક્તિ હશે. પરિસ્થિતિ ને પારખવાથી પછી પરિણામ બરાબર નીકળે છે. પારખતા નથી તો પરિણામ ઊલટું થઈ જાય છે.
પારખવાની શક્તિ વધારવા નો શું પુરુષાર્થ છે? આ વાતમાં દિલની સફાઈ થી પણ વધારે બુદ્ધિની સફાઈ જોઈએ. સંકલ્પ ની જે શક્તિ છે તેને બ્રેક લગાવવા નો પાવર (શક્તિ) હોય. મન નો સંકલ્પ કે બુદ્ધિની જજમેન્ટ (નિર્ણય શક્તિ) જે પણ હોય છે. તો મન અને બુદ્ધિ બંને ને એક તો પાવરફુલ બ્રેક જોઈએ અને વાળવાની પણ શક્તિ જોઈએ. આ બંને શક્તિઓ ની ખુબ જરુર છે. આને જ યાદ ની શક્તિ કે અવ્યક્ત શક્તિ કહેવાય છે. જો બ્રેક ન આપી શકો તો પણ ઠીક નથી. જો વાળી નહીં શકો તો પણ ઠીક નથી. તો બ્રેક આપવાની અને વાળવાની શક્તિ હશે તો બુદ્ધિની શક્તિ વ્યર્થ નહીં ગુમાવો. એનર્જી (શક્તિ) વ્યર્થ નહીં જાય, જમા થતી જશે. જેટલી જમા થશે એટલી જ પારખવાની, નિર્ણય કરવાની શક્તિ વધશે. આ અભ્યાસ પણ ભઠ્ઠીમાં કરવો જોઈએ. તો પોતાનાં મન અને બુદ્ધિને ક્યાં સુધી બ્રેક લગાવી શકો છો અને વાળી શકો છો? પોતાને તપાસવાનું છે. કોઈ વાતમાં એકસીડન્ટ (અકસ્માત) થવાનાં પણ આ બે કારણ હોય છે. ખાસ પાંડવો પ્રતિ, બાપદાદા નો આ વિશેષ ઈશારો છે.
સારું, ભઠ્ઠીમાં તો ઘણું બધું સાંભળ્યું હશે. એવું તો નથી કે ખુબ સાંભળો છો તો બિન્દુ સ્વરુપ માં રહેવું મુશ્કેલ થઈ જાય છે? પરંતુ બિન્દુ રુપમાં ઓછા સ્થિત રહેવાનું કારણ આ જ છે કે પહેલો પાઠ જ કાચો છે. કર્મ કરતાં પોતાને અશરીરી આત્મા અનુભવ કરો. આખા દિવસ માં આ ખુબ પ્રેક્ટીસ (અભ્યાસ) જોઈએ. પ્રેક્ટીકલ (વ્યવહાર) માં ન્યારા થઈને કર્તવ્ય માં આવવું. જેટલો-જેટલો આ અનુભવ કરશો એટલું જ બિન્દુ રુપમાં સ્થિત થતાં જશો. પરંતુ આ એટેન્શન (ધ્યાન) ઓછું રહે છે. તમે કહેશો સમય નથી મળતો પરંતુ સમય તો કાઢી શકો છો. જો લક્ષ્ય છે તો જેમ કોઇ વિશેષ કામ પર જાય છે તો તેનાં માટે તમે ખાસ વિચાર કરી ને પણ સમય કાઢો છો ને. આ સંગમ નો જે થોડો સમય રહેલો છે એમાં આ વિશેષ કામ છે. વિશેષ કામ સમજીને વચ્ચે-વચ્ચે સમય કાઢો તો નીકળી શકે છે. પરંતુ અભ્યાસ નથી એટલે વિચારતાં-વિચારતાં જ સમય હાથ માંથી નીકળી જઈ રહ્યો છે. તમે ધ્યાન રાખો તો જેવી-જેવી પરિસ્થિતિ એ જ પ્રમાણે પોતાની પ્રેક્ટીસ વધારી શકો છો. આ અભ્યાસ માં તો બધાં બાળકો છે. વાસ્તવમાં બિન્દુ રુપમાં સ્થિત થવું કોઈ મુશ્કેલ વાત નથી. જેટલાં-જેટલાં ન્યારા બનશો તો બિન્દુ રુપ તો છે જ ન્યારું. નિરાકાર પણ છે. તો ન્યારું પણ છે. તમે પણ નિરાકારી અને ન્યારી સ્થિતિ માં હશો તો બિન્દુ રુપ નો અનુભવ કરશો. હરતાં-ફરતાં અવ્યક્ત સ્થિતિ નો અનુભવ કરી શકો છો. પ્રેક્ટીસ એવી સહજ થઇ જશે કે જે જ્યારે ઈચ્છો ત્યારે અવ્યક્ત સ્થિતિમાં રહી શકશો. એક સેકન્ડ નાં અનુભવ થી કેટલી શક્તિ પોતાનામાં ભરી શકો છો. તે પણ અનુભવ કરશો અને બ્રેક આપવા, વાળવાની શક્તિ પણ અનુભવ માં આવી જશે. તો બિન્દુ રુપ નો અનુભવ કોઈ મુશ્કેલ નથી. સંકલ્પ જ નીચે લાવે છે, સંકલ્પ ને બ્રેક આપવાની શક્તિ હશે તો વધુ સમય અવ્યક્ત સ્થિતિમાં સ્થિત રહી શકશો. પોતાને આત્મા સમજી તે સ્વરુપમાં સ્થિત થવાનું છે. જ્યારે સ્વ-સ્થિતિમાં સ્થિત થશો તો પોતાનાં જે ગુણ છે તે તો અનુભવ થશે જ. જે સ્થાન પર પહોંચવાનું છે તેનાં ગુણ ન ઈચ્છવા છતાં પણ અનુભવ થાય છે. તમે કોઈ શીતળ સ્થાન પર જશો તો ન ઈચ્છવા છતાં પણ શીતળતાનો અનુભવ થશે. આ પણ એવું જ છે.
આત્મ અભિમાની અર્થાત્ બાપ ની યાદ. આત્મિક સ્વરુપમાં બાબાની યાદ ન રહે એ તો થઈ જ ન શકે. જેમ બાપદાદા બંને અલગ-અલગ નથી તેમ આત્મિક નિશ્ચયબુદ્ધિ થી બાપની યાદ પણ અલગ નથી થઈ શકતી. શું એક સેકન્ડમાં પોતાને બિન્દુ રુપમાં સ્થિત નથી કરી શકતાં? જો હમણાં બધાને કહે કે આ ડ્રીલ (કસરત) કરો તો કરી શકો છો? બિન્દુ રુપમાં સ્થિત થવાથી એક તો ન્યારાપણા નો અનુભવ થશે. અને જે આત્માનો વાસ્તવિક ગુણ છે તેનો પણ અનુભવ થશે. આ પણ પ્રેક્ટિસ કરો કારણ કે હવે સમય ઓછો છે. કાર્ય વધારે કરવાનું છે. હમણાં સમય વધારે અને કામ ઓછું કરો છો. આગળ જતાં તો સમય એવો આવવાનો છે જેથી તમારા બધાનું જીવન તો ખુબ બિઝી (વ્યસ્ત) થઈ જશે અને સમય ઓછો જોવામાં આવશે. આ દિવસ અને રાત બે કલાક નાં સમાન અનુભવ કરશો. હમણા થી જ આ પ્રેક્ટિસ કરો કે ઓછા સમય માં કામ વધારે કરો. સમયને સફળ કરવો પણ ખુબ મોટી શક્તિ છે. જેમ પોતાની એનર્જી વેસ્ટ કરવી ઠીક નથી. તેમ જ સમયને પણ વેસ્ટ કરવો ઠીક નથી. એક-એક ની પ્રજા પ્રખ્યાત થશે. જ્યારે પ્રજા પ્રખ્યાત થશે ત્યારે પદ પણ પ્રખ્યાત થશે, દરેક ની પ્રજા અને ભક્ત પ્રખ્યાત થશે. ભવિષ્ય પદ નાં પહેલા સંગમની સર્વિસ માં સફળતા સ્વરુપનું યાદગાર પ્રખ્યાત થશે. ભવિષ્ય પદ પ્રખ્યાત થશે. એવો સમય આવવાનો છે કે તમે પોતાનાં માટે કમાણી નહીં કરી શકો પરંતુ બીજાઓનાં માટે ખૂબ બીઝી (વ્યસ્ત) થઈ જશો. હમણાં પોતાની કમાણી માટે ખુબ થોડો સમય છે. પછી બીજાઓની સર્વિસ કરવામાં પોતાની કમાણી થશે. હમણાં આ જે થોડો સમય મળ્યો છે તેનો પૂરે-પૂરો લાભ ઉઠાવો. નહીં તો પછી આ સમય જ યાદ આવશે, એટલા જ માટે જેવું પણ હોય જ્યાં પણ હોય, પરિસ્થિતિઓ નહીં બદલાય. એવું નહીં વિચારતાં કે મુસીબત હલ્કી થશે પછી કમાણી કરીશું, એ તો દિન-પ્રતિદિન વધારે વિશાળ રુપ ધારણ કરશે પરંતુ એમાં રહેવા છતાં પણ પોતાની સ્થિતિ ની પરિપક્વતા જોઈએ. એટલે જ સમય નું ધ્યાન અને પોતાનાં સ્વરુપની સ્મૃતિ અને ત્યારબાદ પછી સ્થિતિ. તેનું ધ્યાન રાખવાનું છે. સારું!
જવાબદારીઓનો તાજ બતાવ્યો તો તખ્ત કયું હતું? નમ્ર ચિત્ત નું તખ્ત. જેનાં પર જ વિરાજમાન થવાથી બધાં કામ ઠીક કરી શકશો. શક્તિ સેનાને તો એકરસ નું તખ્ત આપ્યું હતું. અને પાંડવસેના ને નિર્માણચિત્ત નું આપ્યું હતું. તેનાં પર બેસી અને જવાબદારીઓનો તાજ ધારણ કરી ભવિષ્ય ની પદવી બનાવો. તખ્ત થી ઉતરવાનું નથી, તેનાં પર બેસીને કામ કરશો તો કાર્ય સફળ થશે. જુઓ આખા દિવસમાં તમે જે કામ કરો છો તેમાં કઈ ચાર વાતો છે જે તમારી સાથે રહે છે. કોમન (સામાન્ય) અને સ્થૂળ વાત પૂછું છું. એક તો ખુરશી સાથે રહે છે અને બીજી કલમ, ત્રીજી ફાઈલ, ચોથી ભાગદોડ. આ ચારેય ને લૌકિક થી અલૌકિક માં લાવો. જ્યારે ખુરશી પર બેસો તો તખ્ત યાદ કરો, કલમ ઉઠાવો તો કમળ નાં ફૂલ ને યાદ કરો. કમળનું ફૂલ બની ને કલમ ચલાવવાની છે. અને ફાઈલ ને જોઈને પોતાનો પોતામેળ યાદ કરો કે મારી ફાઇલ માં બાપદાદા હમણાં શું સુધારો કરતાં હશે. અને ભાગદોડ તો છે જ સીડી થી ઉતરવું અને ચઢવું - આ પ્રેક્ટિસ કરો. તો જ્યાં પણ બુદ્ધિને લગાવવા ઈચ્છો છો, બુદ્ધિ લાગે પણ છે કે નહીં, એમ જ જેમ કે પગ જ્યાં પણ ચલાવવા ઈચ્છો, ચાલે છે ને. તે જ પ્રકાર થી તમારી બુદ્ધિ પણ પગ માફક થઇ જશે. હવે બુધ્ધિને લૌકિક થી અલૌકિક વાતો માં પરિવર્તન કરવાની છે. તો અવસ્થામાં પણ પરિવર્તન આવી જશે.
આ સંગઠન નાં રત્નો માં શું વિશેષ ખૂબી છે? એક તો બધાં સ્નેહી છે. અને બીજું મેજોરીટી (અધિકાંશ) સરેન્ડર (સમર્પણ) બુદ્ધિ છે. ત્રીજું સર્વિસ માટે દરેક સમયે તૈયાર રહે છે. એટલે જ એવરરેડી (સદા તૈયાર) છે. હવે જવાબદારીઓનો તાજ મળ્યો છે તેમાં આ બધી વિશેષતાઓને રત્નોની જેમ જડવાની છે. ત્યારે જ જવાબદારીઓને પૂરી રીતે સંભાળી શકશો. આ ગુણ તાજની મણીઓ છે અર્થાત્ શોભા છે. આને કાયમ રાખવાની છે. જેવાં કર્મ તમે કરશો તમને જ જોઈ ને બધાં ફોલો (અનુસરણ) કરશે. એક સ્લોગન (સુવિચાર) હજું યાદ કરવું જરુરી છે. નાનાં ને કરો પ્રેમ અને મોટા ને આપો રીગાર્ડ (સન્માન). પ્રેમ આપવાનો છે પછી રીગાર્ડ લેવાનો છે. આ ક્યારેય નહીં ભૂલતાં. આ સંગઠન સોનુ તો છે પરંતુ સોના પર સુહાગા (રત્નો) લગાવવામાં આવે છે. તેનાં માટે વચ્ચે-વચ્ચે મધુબન નાં સંગઠન નું સ્થાન હોય. નિમિત્ત બનેલી બહેનોની સલાહ થી જ સમય પ્રતિ સમય સંગઠન થશે. પ્રદર્શની માં પણ કંઈક નવીનતા આવવી જોઈએ. હમણાં તો એટલું જ સમજે છે કે અહીંયા નું જ્ઞાન સારું છે. જે વાત કહેવાની છે, વગર પૂછે જોવાથી જ સમજે કે અમને હવે આ સહજ રસ્તો મળ્યો છે. આ લક્ષ્ય રાખીને પ્રદર્શની બનાવવા ની કોશિશ કરો. જો ટોપિક (વિષય) માં પણ આકર્ષણ હોય. પરમાત્મા નાં પરિચય પર રાખી શકો છો. અને લોકો જે દૂર ભાગે છે તેમને નજીક લાવવાનાં છે. પછી તેમાં ધર્મ નાં વિચાર વાળા હોય કે કોઈ પણ પ્રકાર નાં હોય. તેમનો પછી સંપર્ક પણ કરવાનો છે. વગર સંપર્ક કરે સફળતા નહીં થશે. જેવી રીતે મ્યુઝિયમ ની સર્વિસ કરી છે, એનો પણ સંપર્ક કરવાનો છે. તેમનો સંપર્ક રાખવાનો છે. સમય પ્રતિ સમય બોલાવવાનાં છે. ભલે સંબંધ રાખવો જોઈએ જે તેમને પરિવાર ની મહેસુસતા થાય. ત્યારે જ સર્વિસ ની સફળતા થશે. સારું-