Search for a command to run...
11 Mar 1971
પરિસ્થિતિઓ ને પાર કરવાનું સાધન - ‘સ્વસ્થિતિ’
11 March 1971 · ગુજરાતી
વ્યક્તમાં રહેતાં અવ્યક્ત સ્થિતિમાં રહેવાનો અભ્યાસ હવે સહજ થઈ ગયો છે. જ્યારે જ્યાં પોતાની બુદ્ધિને લગાવવાં ઇચ્છો તો લગાવી શકો - આ જ અભ્યાસને વધારવાં માટે પોતાનાં ઘરમાં અથવા ભઠ્ઠીમાં આવો છો. તો અહીંયાનો થોડાં સમયનો અનુભવ સદાકાળ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. જેમ અહીંયા ભઠ્ઠી અથવા મધુબન માં હરતાં-ફરતાં પોતાને અવ્યક્ત ફરિશ્તા સમજો છો, તેમ કર્મક્ષેત્ર અથવા સર્વિસ-ભૂમિ (સેવાસ્થાન) પર પણ આ અભ્યાસ પોતાની સાથે જ રાખવાનો છે. એક વખતનો કરેલો અનુભવ ક્યાંય પણ યાદ કરી શકો છો. તો અહીંયાનો અનુભવ ત્યાં પણ યાદ રાખવાથી અથવા અહીંયાની સ્થિતિમાં ત્યાં પણ સ્થિત રહેવાથી બુદ્ધિને આદત પડી જશે. જેમ લૌકિક જીવનમાં ન ઇચ્છતાં પણ આદત પોતાની તરફ ખેંચી લે છે, તેમ જ અવ્યક્ત સ્થિતિમાં સ્થિત થવાની આદત બની ગયાં પછી આ આદત સ્વતઃ જ પોતાની તરફ ખેંચશે. આટલો પુરષાર્થ કરતાં હોવા છતાં કેટલીયે એવી આત્માઓ છે જે હજું પણ આ જ કહે છે કે આ મારી આદત છે. કમજોરી કેમ છે, ક્રોધ કેમ કર્યો, કોમળ કેમ બન્યાં? કહેશે - મારી આદત છે. એવાં જવાબ હજું પણ આપે છે. તો એમ જ આ સ્થિતિ અથવા આ અભ્યાસની પણ આદત બની જાય; તો પછી ન ઇચ્છતાં પણ આ અવ્યક્ત સ્થિતિ ની આદત પોતાની તરફ આકર્ષિત કરશે. આ આદત તમને અદાલત માં જવાથી બચાવશે. સમજ્યાં? જ્યારે ખરાબ-ખરાબ આદતો અપનાવી શકો છો તો શું આ આદત નહીં પાડી શકો? બે-ચાર વાર પણ કોઈ વાત પ્રેક્ટિકલમાં લાવે છે તો પ્રેક્ટિકલમાં લાવવાથી પ્રેક્ટિસ થઈ જાય છે. અહીંયા આ ભઠ્ઠીમાં અથવા મધુબનમાં આ અભ્યાસને પ્રેક્ટિકલ માં લાવો છો ને. જ્યારે અહીંયા પ્રેક્ટિકલ માં લાવો છો અને પ્રેક્ટિસ થઈ જાય છે તો તે પ્રેક્ટિસ કરેલી ચીજ શું બની જવી જોઈએ? નેચરલ (કુદરતી) અને નેચર (સ્વભાવ) બની જવી જોઈએ. સમજ્યાં? જેમ કહો છો ને - આ મારી નેચર છે. તો આ અભ્યાસ પ્રેક્ટિસ થી નેચરલ અને નેચર બની જવો જોઇએ. આ સ્થિતિ જ્યારે નેચર બની જશે પછી શું થશે? નેચરલ કેલેમિટીઝ (કુદરતી આપદાઓ) થઇ જશે. તમારી નેચર ન બનવાનાં કારણે આ નેચરલ કેલેમિટીઝ રોકાયેલી છે. કારણ કે જો સામનો કરવા વાળા પોતાની સ્વ-સ્થિતિ થી એ પરિસ્થિતિઓને પાર નહીં કરી શકે તો પછી તે પરિસ્થિતિઓ આવશે કેવી રીતે? સામનો કરવા વાળા હમણાં તૈયાર નથી, એટલે આ પડદો ખોલવામાં વાર થઈ રહી છે. હમણાં સુધી આ જૂની આદતો થી, જૂનાં સંસ્કારો થી, જૂની વાતો થી, જૂની દુનિયા થી, જૂના શરીરનાં સંબંધીઓથી વૈરાગ્ય નથી થયો. ક્યાંય પણ જવાનું થાય છે તો જે ચીજોને છોડવાની હોય છે તેનાથી પીઠ કરવાની હોય છે. તો હમણાં પીઠ કરતાં નથી આવડતું. એક તો પીઠ નથી કરતાં, બીજું જે સાધન મળે છે તેની પીઠ નથી કરતાં. સીતા અને રાવણનું રમકડું જોયું છે ને. રાવણની તરફ સીતા શું કરે છે? પીઠ કરે છે ને. જો પીઠ કરી દીધી તો સહજ જ તેનાં આકર્ષણથી બચી જશો. પરંતુ પીઠ નથી કરતાં. જેમ સ્મશાન માં જ્યારે નજીક પહોંચો છો તો પગ આ તરફ અને મુખ બીજી તરફ કરો છો ને. તો આ પણ પીઠ કરતાં નથી આવડતું. પછી મુખ તે તરફ કરી લો છો, એટલે આકર્ષણમાં ક્યાંક ફસાઈ જાઓ છો. તો બંનેય પ્રકારની પીઠ કરતાં નથી આવડતી. માયા બહુ આકર્ષણ કરવાનાં રુપ રચે છે. એટલે ન ઇચ્છતાં પણ પીઠ કરવાનાં બદલે આકર્ષણમાં આવી જાઓ છો. એ જ આકર્ષણમાં પુરુષાર્થને ભૂલી, આગળ વધવાનું ભૂલીને રોકાઈ પણ જાઓ છો; તો શું થશે? મંઝિલ પર પહોંચવામાં મોડું થઈ જશે. કુમારોની ભઠ્ઠી છે ને. તો કુમારોએ આ રમકડું સામે રાખવું જોઈએ. માયાની તરફ મુખ કરી લો છો. માયાની તરફ મુખ કરવાથી જે પરીક્ષાઓ માયાની તરફ થી આવે છે, તેનો સામનો નથી કરી શકતાં. જો તે તરફ મુખ ન કરો તો માયાની પરિસ્થિતિઓને મુખ આપી શકો અર્થાત્ સામનો કરી શકો. સમજ્યાં?
કુમારોનું સદા પ્યોર (પવિત્ર) અને સતોગુણી રહેવાનું યાદગાર કયું છે, ખબર છે? સનતકુમાર. તેમની વિશેષતા શું દેખાડે છે? તેમને સદૈવ નાનાં કુમાર રુપમાં જ દેખાડે છે. કહે છે - તેમની સદૈવ ૫ વર્ષની આયુ રહે છે. આ પ્યોરિટીનું ગાયન છે. જેમ ૫ વર્ષનું નાનું બાળક બિલકુલ પ્યોર હોય છે ને. સંબંધોનાં આકર્ષણ થી દૂર રહે છે. ભલે કેટલો પણ લૌકિક પરિવાર હોય પરંતુ સ્થિતિ એવી હોય જેમ નાનું બાળક પવિત્ર હોય છે. એમ જ પવિત્રતા નું આ યાદગાર છે. કુમાર અર્થાત્ પવિત્ર અવસ્થા. તેમાં પણ ફક્ત એક નહીં, સંગઠન દેખાડેલું છે. દૃષ્ટાંત માં થોડાં જ દેખાડાય છે. તો આ તમારાં લોકોનું સંગઠન પવિત્રતા નું યાદગાર છે. એવી પવિત્રતા હોય છે જેમાં અપવિત્રતા નો સંકલ્પ કે અનુભવ જ ન હોય. એવી સ્થિતિ યાદગાર સમાન બનાવીને જવાનું છે. ભઠ્ઠીમાં એટલાં માટે આવ્યાં છો ને. બિલકુલ આ દુનિયાની વાતોથી, સંબંધ થી ન્યારા બનશો ત્યારે દૈવી પરિવારનાં, બાપદાદાનાં અને આખી દુનિયાનાં પ્યારા બનશો. આમ પણ કોઈ સંબંધીઓથી જ્યારે ન્યારા થઈ જાઓ છો, લૌકિક રીતે થી પણ અલગ થઈ જાઓ છો તો ન્યારા થયાં પછી વધારે પ્યારા થાઓ છો. અને જો તેમની સાથે રહો છો અથવા તેમનાં સંબંધનાં લગાવમાં હોવ છો તો એટલાં પ્યારા નથી થતાં. એ થયું લૌકિક. પરંતુ અહીંયા ન્યારા બનવાનું છે જ્ઞાન સહિત. ફક્ત બહાર થી ન્યારા નથી બનવાનું. મનનો લગાવ ન હોય. જેટલાં-જેટલાં ન્યારા બનશો એટલાં-એટલાં પ્યારા અવશ્ય બનશો. જ્યારે પોતાનાં દેહથી પણ ન્યારા થઈ જાઓ છો તો તે ન્યારાપણાની અવસ્થા સ્વયં પોતાને પણ પ્યારી લાગે છે - એવો અનુભવ ક્યારેય કર્યો છે? જયારે પોતાની ન્યારાપણાની અવસ્થા પોતાને પણ પ્યારી લાગે છે, તો લગાવ થી ન્યારી અવસ્થા પ્યારી નહીં લાગે? જે દિવસે દેહમાં લગાવ હોય છે, ન્યારાપણું નથી હોતું તો પોતે પોતાને પણ પ્યારા નથી લાગતાં, હેરાન થાઓ છો. એમ જ બહારનાં લગાવ થી જો ન્યારા નથી થતાં તો પ્યારા બનવાનાં બદલે હેરાન થાઓ છો. આ અનુભવ તો બધાંને હશે. ફક્ત આવાં-આવાં અનુભવ સદાકાળ નથી બનાવી શકતાં. એવાં કોઈ છે જેણે ન્યારા અને પ્યારાપણા નો અનુભવ ન કર્યો હોય? પોતાને યોગી કહેવડાવો છો. જ્યારે પોતાને સહજ રાજયોગી કહેવડાવો છો તો આ અનુભવ ન કર્યો હોય, એવું બની ન શકે. નહીં તો આ ટાઈટલ (શીર્ષક) પોતાને આપી ન શકાય. યોગી અર્થાત્ આ યોગ્યતા છે ત્યારે યોગી છો. નહીં તો પછી પોતાનાં પરિચયમાં આ શબ્દ ન કહી શકાય કે અમે સહજ રાજયોગનાં ભણતર નાં સ્ટુડન્ટ (વિદ્યાર્થી) છીએ. સ્ટુડન્ટ તો છો ને. સ્ટુડન્ટ ને ભણતરનો અનુભવ ન હોય, એવું બની ન શકે. હા, એ જરુર છે કે આ અનુભવ ને ક્યાં સુધી સદાકાળ બનાવી શકો છો કે અલ્પકાળ નો અનુભવ કરો છો. આ ફરક હોઈ શકે છે. પરંતુ જે જૂનાં સ્ટુડન્ટ્સ છે તેમનો અનુભવ અલ્પકાળનો ન હોવો જોઈએ. જો હમણાં સુધી અલ્પકાળનો જ અનુભવ છે તો પછી શું થશે? સંગમયુગ નો વારસો અને ભવિષ્ય નો વારસો - બન્નેય અલ્પ સમય પ્રાપ્ત થશે. સમજ્યાં? જે પૂરો સમય વારસો પ્રાપ્ત કરવાનો છે તે નહીં કરી શકો, અલ્પ સમય કરશો. તો આમાં જ સંતુષ્ટ છો શું?
આજે કુમારોની ભઠ્ઠીનો આરંભ છે ને. ભઠ્ઠીનો આરંભ અર્થાત્ પાકવાનો આરંભ. કોઈ સ્વાહા થશે, કોઈ ભઠ્ઠીમાં પાકશે, કોઈ પવિત્રતા નો સંકલ્પ દૃઢ કરશે. અહીંયા તો કરવા માટે જ આવ્યાં છો ને. હવે જોવાનું છે કે જે કહ્યું તે કર્યું? આ જે ગ્રુપ છે તે પૂરું માયા થી ઇનોસેન્ટ (નિર્દોષ) અને જ્ઞાન થી સેન્ટ (સંત) બનીને જજો. જેમ સતયુગી આત્માઓ જ્યારે અહીંયા આવે છે તો વિકારોની વાતોનાં નૉલેજ થી ઈનોસેન્ટ હોય છે. જોયું છે ને. પોતાનું યાદ આવે છે કે જ્યારે અમે આત્માઓ સતયુગ માં હતી તો કેવી હતી? માયાનાં નૉલેજ થી ઇનોસેન્ટ હતી - યાદ આવે છે? પોતાનાં એ સંસ્કાર સ્મૃતિમાં આવે છે કે સાંભળેલું છે એટલે સમજો છો? જેમ પોતાનાં આ જન્મની બાળપણની વાતો સ્પષ્ટ સ્મૃતિમાં આવે છે, તેમ જ જે કાલનાં તમારાં સંસ્કાર હતાં તે કાલનાં સંસ્કાર આજનાં જીવનનાં સંસ્કારોનાં સમાન સ્પષ્ટ સ્મૃતિમાં આવે છે કે સ્મૃતિમાં લાવવાં પડે છે? જે સમજે છે કે અમારા સતયુગી સંસ્કાર એમ જ મને સ્પષ્ટ સ્મૃતિમાં આવે છે જેમ આ જીવનનાં બાળપણનાં સંસ્કાર સ્પષ્ટ સ્મૃતિમાં આવે છે, તે હાથ ઉઠાવો. આ સ્પષ્ટ સ્મૃતિમાં આવવું જોઈએ. સાકાર રુપમાં (બ્રહ્મા બાપમાં) સ્પષ્ટ સ્મૃતિ માં હતાં ને. આ સ્મૃતિ ત્યારે થશે જ્યારે પોતાની આત્મિક-સ્વરુપની સ્મૃતિ સ્પષ્ટ અને સદાકાળ રહેશે. તો પછી આ સ્મૃતિ પણ સ્પષ્ટ અને સદાકાળ રહેશે. હમણાં આત્મિક-સ્થિતિની સ્મૃતિ ક્યારેક-ક્યારેક દેહનાં પડદાની અંદર છુપાઈ જાય છે. એટલે આ સ્મૃતિ પણ પડદાની અંદર દેખાઈ છે, સ્પષ્ટ નથી દેખાતી. આત્મિક-સ્મૃતિ સ્પષ્ટ અને બહુ સમય રહેવાથી પોતાનો ભવિષ્ય વારસો અથવા પોતાનાં ભવિષ્યનાં સંસ્કાર સ્વરુપમાં સામે આવશે. તમે ચિત્રમાં શું દેખાડ્યું છે? એક તરફ વિકાર ભાગે છે, બીજી તરફ બુદ્ધિની સ્મૃતિ બાપ અને ભવિષ્ય પ્રાપ્તિ ની તરફ. આ લક્ષ્મી-નારાયણનું ચિત્ર દેખાડ્યું છે ને. આ ચિત્ર કોનાં માટે બનાવ્યું છે? બીજાઓનાં માટે કે પોતાની સ્થિતિનાં માટે? તો ભવિષ્ય સંસ્કારોને સ્પષ્ટ સ્મૃતિમાં લાવવા માટે આત્મિક-સ્વરુપની સ્મૃતિ સદાકાળ અને સ્પષ્ટ રહે. જેમ આ દેહ સ્પષ્ટ દેખાય છે, તેમ પોતાની આત્માનું સ્વરુપ સ્પષ્ટ દેખાય અર્થાત્ અનુભવમાં આવે. તો હવે કુમારોએ શું કરવાનું છે? સેન્ટ પણ બનવાનું છે, ઈનોસેન્ટ પણ બનવાનું છે. સહજ અભ્યાસ છે ને. બે શબ્દમાં તમારો પૂરો કોર્સ થઇ જશે. આ છાપ લગાવીને જજો. કમજોરી, હેરાની વગેરે - આ વાતો થી બિલકુલ ઇનોસન્ટ. કમજોરી શબ્દ પણ સમાપ્ત થવાનો છે. આ ગ્રુપનું નામ કયું છે? સિમ્પલિસિટી (સાદગી) અને પ્યોરીટી (પવિત્રતા) માં રહેવા વાળુ ગ્રુપ. જે સિમ્પલ હોય છે તે જ બ્યુટીફુલ (સુંદર) હોય છે. સિમ્પલિસિટી ફક્ત ડ્રેસની નહીં પરંતુ બધી વાતોની. નિરહંકારી બનવું અર્થાત્ સિમ્પલ બનવું. નિરક્રોધી અર્થાત્ સિમ્પલ. નિર્લોભી અર્થાત્ સિમ્પલ. આ સિમ્પલિસિટી પવિત્રતા નું સાધન છે. અચ્છા. સ્લોગન શું યાદ રાખશો? કુમાર જે ઈચ્છે તે કરી શકે છે. જે પણ વાતો કહો તે “પહેલાં કરશું, દેખાડશું, પછી કહેશું”. પહેલાં કહીશું નહીં. પહેલા કરશું, દેખાડશું, પછી કહીશું. આ સ્લોગન યાદ રાખજો. અચ્છા.
\\
જેટલાં-જેટલાં ન્યારા બનશો એટલાં-એટલાં પ્યારા અવશ્ય બનશો. જયારે પોતાનાં દેહથી પણ ન્યારા થઈ જાઓ છો તો એ ન્યારાપણાની અવસ્થા સ્વયં પોતાને પણ પ્યારી લાગે છે.