Search for a command to run...
13 Mar 1971
બંધનમુક્ત આત્માની નિશાનીઓ
13 March 1971 · ગુજરાતી
જે પણ અહીંયા બેઠાં છે તે બધાં પોતાને બંધનમુક્ત આત્મા સમજે છે અર્થાત્ બધાં બંધનમુક્ત બન્યાં છે કે હજું સુધી કોઇને કોઇ બંધન છે? શક્તિ સેના બંધન મુક્ત બની છે? જે સમજે છે કે સર્વ બંધન મુક્ત બન્યાં છીએ તે હાથ ઉઠાવે. સર્વિસ (સેવા) નાં કારણે નિમિત્ત માત્ર રહેલાં છો, તે અલગ વાત છે. પરંતુ પોતાનું બંધન ખત્મ કર્યું છે? એમ સમજો છે કે પોતાનાં રુપથી બંધનમુક્ત થઈને ફક્ત નિમિત્ત માત્ર સર્વિસનાં કારણે આ શરીરમાં કર્તવ્ય અર્થ બેઠાં છીએ? (મેજોરીટીએ હાથ ઉઠાવ્યાં) જેમણે પણ હાથ ઉઠાવ્યો તે ક્યારેય સંકલ્પમાત્ર પણ સંકલ્પ કે શરીર ને, પરિસ્થિતિઓને અધીન કે સંકલ્પમાં થોડાં સમય માટે પણ હેરાનગતિ અથવા તેનો થોડો પણ લેશમાત્ર અનુભવ કરે છે કે તેનાથી પણ પરે થઈ ગયાં છે? જ્યારે બંધન મુક્ત છે તો મનને વશ અર્થાત્ વ્યર્થ સંકલ્પોનાં વશ નહીં થશે. વ્યર્થ સંકલ્પો પર પૂરો કંટ્રોલ (નિયંત્રણ) હશે. પરિસ્થિતિઓને વશ પણ નહીં હશે. પરિસ્થિતિઓનો સામનો કરવાની સંપૂર્ણ શક્તિ હશે. જેમણે હાથ ઉઠાવ્યો તે એવાં છે? તો આ બંધનોમાં પણ હજું બંધાયેલાં છે ને. જે બંધનમુક્ત હશે તેમની નિશાની શું હશે? જે બંધનમુક્ત હશે તે સદૈવ યોગયુક્ત હશે. બંધનમુક્તની નિશાની છે યોગયુક્ત. અને, જે યોગી હશે, એવાં યોગીનો મુખ્ય ગુણ કયો દેખાશે? જાણી-જોઈને બુદ્ધિનો ખેલ કરાવે છે. તો આવાં યોગીનો મુખ્ય ગુણ અથવા લક્ષણ શું હશે? જેટલાં યોગી એટલાં સર્વનાં સહયોગી અને સર્વનાં સહયોગનાં અધિકારી સ્વતઃ જ બની જાય છે. યોગી અર્થાત્ સહયોગી. જે જેટલાં યોગી હશે એટલો તેમને સહયોગ અવશ્ય જ પ્રાપ્ત થાય છે. જો સર્વથી સહયોગ પ્રાપ્ત કરવાં ઇચ્છો છો તો યોગી બનો. યોગીને સહયોગ કેમ પ્રાપ્ત થાય છે? કારણકે બીજ થી યોગ લગાવો છો. બીજથી કનેક્શન અથવા સ્નેહ હોવાનાં કારણે સ્નેહનાં રિટર્ન માં સહયોગ પ્રાપ્ત થઈ જાય છે. તો બીજ થી યોગ લગાવવા વાળા, બીજને સ્નેહ નું પાણી આપવા વાળા સર્વ આત્માઓ દ્વારા સહયોગ રુપી ફળ પ્રાપ્ત કરી લે છે. જેમ સાધારણ વૃક્ષ થી ફળની પ્રાપ્તિ માટે શું કરાય છે? તેમ જ જે યોગી છે તેને એક-એક થી યોગ લગાવવાની આવશ્યકતા નથી હોતી, એક-એક થી સહયોગ પ્રાપ્ત કરવાની આશા નથી રહેતી. પરંતુ એક બીજ થી યોગ અર્થાત્ કનેક્શન (સંબંધ) હોવાનાં કારણે સર્વ આત્માઓ અર્થાત્ પૂરા વૃક્ષની સાથે કનેક્શન થઈ જ જાય છે. તો કનેક્શનનું અટેન્શન (ધ્યાન) રાખો. તો સહયોગી બનવા માટે પહેલાં સ્વયં પોતાને પૂછો કે કેટલો અને કેવો યોગી બન્યો છું? જો સંપૂર્ણ યોગી નથી તો સંપૂર્ણ સહયોગી ન બની શકો, ન સહયોગ મળી શકે છે. કેટલી પણ કોઈ કોશિશ કરે પરંતુ બીજ થી યોગ લગાવ્યા સિવાય કોઈ પત્તા (પાંદડું) અર્થાત્ કોઈ આત્માથી સહયોગ પ્રાપ્ત થઈ જાય - એ બની ન શકે. એટલે સર્વનાં સહયોગી બનવાં કે સર્વનો સહયોગ લેવાં માટે સહજ પુરુષાર્થ કયો છે? બીજ રુપ થી કનેક્શન અર્થાત્ યોગ. પછી એક-એક ની સાથે મહેનત કરી પ્રાપ્ત કરવાની આશા સમાપ્ત થઈ જશે, મહેનત થી છૂટી જશો. શોર્ટક્ટ (ટુંકો) રસ્તો આ છે. જો સર્વનાં સહયોગી, સદા યોગયુક્ત હશો તો બંધનમુક્ત પણ જરુર થશો. કારણકે જ્યારે સર્વ શક્તિઓનો સહયોગ, સર્વ આત્માઓનો સહયોગ પ્રાપ્ત થઈ જાય છે તો એવી શક્તિરુપ આત્માનાં માટે કોઇ બંધન કાપવું મુશ્કેલ હશે? બંધન મુક્ત થવા માટે યોગયુક્ત થવાનું છે. અને યોગયુક્ત બનવાથી સ્નેહ અને સહયોગ યુક્ત બની જાઓ છો. તો એવાં બંધનમુક્ત બનો. સહજ-સહજ કરતાં પણ કેટલો સમય લાગી ગયો છે.
આવી સ્થિતિ હવે જરુર થવી જોઈએ. જે બંધનમુક્ત ની સ્થિતિ સંભળાવી કે શરીરમાં રહેતાં ફક્ત નિમિત્ત ઈશ્વરીય કર્તવ્યનાં માટે આધાર લીધેલો છે. અધીનતા નહીં. નિમિત્ત આધાર લીધો છે. જે નિમિત્ત આધાર શરીર ને સમજશે તે ક્યારેય પણ અધીન નહીં બને. નિમિત્ત આધારમૂર્ત જ સર્વ આત્માઓનાં આધારમૂર્ત બની શકે છે. જે સ્વયં જ અધીન છે તે ઉદ્ધાર શું કરશે. એટલે સર્વિસ ની સફળતા પણ એટલી છે જેટલાં અધીનતા થી પરે દરેક છે. તો સર્વની સફળતાનાં માટે સર્વ અધીનતા થી પરે હોવું બહુ જરુરી છે. આ સ્થિતિને બનાવવા માટે એવાં બે શબ્દો યાદ રાખો જેથી સહજ જ એવી સ્થિતિને પ્રાપ્ત કરી શકો. તે કયા બે શબ્દ છે? જ્યારે બંધનમુક્ત થઈ જશો તો જેમ ટેલિફોનમાં એક-બીજાનો અવાજ કેચ કરી શકે છે, એમ જ કોઈનાં સંકલ્પમાં શું છે, તે પણ કેચ કરશો. હમણાં હજું બની રહ્યાં છો, એટલે વિચારવું પડે છે. બે શબ્દ છે - ૧) સાક્ષી અને ૨) સાથી. એક તો સાથી ને સદૈવ સાથે રાખો. બીજું - સાક્ષી બની ને દરેક કર્મ કરો. તો સાથી અને સાક્ષી - આ બે શબ્દ પ્રેક્ટિસ માં લાવો તો આ બંધનમુક્ત ની અવસ્થા બહુ જલ્દી બની શકે છે. સર્વ શક્તિમાનનો સાથ હોવાથી શક્તિઓ પણ સર્વ પ્રાપ્ત થઈ જાય છે. અને સાથે-સાથે સાક્ષી બનીને ચાલવાથી કોઈપણ બંધનમાં ફસાશો નહીં. તો બંધનમુક્ત થયાં છો ને. તેનાં માટે આ બે શબ્દ સદૈવ યાદ રાખજો. એક યોગ, બીજું સહયોગ. બંને વાતો આવી ગઈ. હવે એવો પુરુષાર્થ કેટલાં સમય માં કરશો? બિલકુલ બંધનમુક્ત થઈને સાક્ષીપણા માં નિમિત્તમાત્ર આ શરીરમાં રહીને કર્તવ્ય કરવાનું છે. હવે આ વખતે આ સ્વયં પોતાનાથી સંકલ્પ કરીને જજો. કારણ કે આપ (ટીચર્સ) લોકોને સહજ પણ છે. ટીચર્સ ને વિશેષ સહજ કેમ છે? કારણ કે તેમનું પૂરું જીવન જ નિમિત્ત છે. સમજ્યાં? ટીચર્સ છે જ નિમિત્ત બનેલાં. તો તેમણે આ સંકલ્પ રાખવાનો છે કે આ શરીરમાં પણ અમે નિમિત્તમાત્ર છીએ. આ તો સહજ થશે ને. આ (ગોપો) લોકોને તો પછી ડબલ જવાબદારી છે, એટલે તેમણે યુદ્ધ કરવું પડશે હટાવવા માટે. બાકી જે છે જ નિમિત્ત બનેલા, તો તેમનાં માટે સહજ છે. આપ (માતાઓ) માટે પછી સહજ શું છે? જેમ તેમને આ વિશેષ વાતનાં કારણે સહજ છે તેમ તમને લોકોને પણ એક વાતનાં કારણે સહજ છે. જે પ્રવૃત્તિ માં રહે છે તેમને માટે સહજ વાત એટલે છે કે તેમની સામે સદૈવ કોન્ટ્રાસ્ટ (વિરોધાભાસ) છે. કોન્ટ્રાસ્ટ હોવાનાં કારણે નિર્ણય કરવો સહજ થઈ જાય છે. નિર્ણય કરવાની શક્તિ ઓછી છે, એટલે સહજ નથી ભાસતું. એક વખત જ્યારે અનુભવ કરી લીધો કે આનાથી પ્રાપ્તિ શું છે, પછી નિર્ણય થઈ જ જાય છે. ઠોકર નો અનુભવ એક વખત કર્યો તો પછી વારંવાર થોડી ઠોકર ખાશો! નિર્ણય શક્તિ ઓછી છે તો પછી મુશ્કેલ પણ થઈ જાય છે. તો આ પ્રવૃત્તિમાં અથવા પરિવારમાં રહે છે, તેનાં અનુભવી હોવાનાં કારણે, સામે કોન્ટ્રાસ્ટ હોવાનાં કારણે દગાથી બચી જાય છે. જે વરદાનનાં અધિકારી બની જાય છે તે કોઈનાં અધીન નથી થતાં. સમજ્યાં? તો હવે અધીનતા સમાપ્ત, અધિકાર શરું. ક્યારેય કોઈ અધીનતાનો સંકલ્પ પણ ન આવે. એવો પાક્કો નિશ્ચય છે. નિશ્ચય માં ક્યારેય પરસેન્ટેજ (ટકાવારી) નથી હોતી. શક્તિસેનાએ પોતાનામાં શું ધારણા કરી? જ્યારે સ્નેહ અને શક્તિ સમાન હશે પછી તો સંપૂર્ણ થઇ જ ગયાં. પોતાનાં શૂરવીર રુપનો સાક્ષાત્કાર કર્યો છે? શૂરવીર ક્યારેય કોઈનાંથી ગભરાતાં નથી. પરંતુ શૂરવીરની સામે આવવા વાળા ગભરાય છે. તો હમણાં જે શૂરવીરતા નો સાક્ષાત્કાર કર્યો, સદૈવ તે જ સામે રાખજો. અને આજે જે બે શબ્દ સંભળાવ્યાં તે સદૈવ યાદ રાખજો. અચ્છા.
\\
યોગી અર્થાત્ સહયોગી.જે જેટલાં યોગી હશે એટલો એમને સહયોગ અવશ્ય જ પ્રાપ્ત થાય છે. જો સર્વ થી સહયોગ પ્રાપ્ત કરવાં ઈચ્છો છો તો યોગી બનો.